________________
જૈન દર્શનમાં નય સમાવેશ અસભૂત વ્યવહારનયમાં થાય છે. ૩૭. અગુણીનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય અગ્રણી અર્થાત્ માત્ર
સાક્ષીભાવ ધરાવે છે. આ નયનો સમાવેશ પરમભાવ ગ્રાહક શુદ્ધ
દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધનિશ્ચય નયમાં થશે. ૩૮. કર્તનય : રંગનારની જેમ આત્મદ્રવ્ય રાગદ્વેષથી રંગાઈ જનારો છે.
તેવું માનનાર આ નયનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય,
અશુદ્ધ સંગ્રહ નય તથા અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૩૯. અકર્તનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય માત્ર સાક્ષી ભાવ ધરાવે છે.
આ નયનો ૩૭ નંબરના પ્રકાર અનુસાર પરમભાવ ગ્રાહક શુદ્ધ
દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે છે. ૪૦. ભોક્તનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય કર્માનુસાર સુખદુઃખ
ભોગવનાર છે. આનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં, અશુદ્ધ સંગ્રહનામાં અને અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. અભોīનય : આત્મદ્રવ્ય કર્મના ફળને ભોગવતો નથી, માત્ર સાક્ષીભાવે જુએ છે. આનો સમાવેશ ૩૭માં પ્રકારની જેમ પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા શુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધનિશ્ચય
નયમાં થાય છે. ૪૨. ક્રિયાનય : અનુષ્ઠાન આદિ ક્રિયાની પ્રધાનતા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ
શકે છે. તેવું માનનાર આ નયનો સમાવેશ અસભૂત વ્યવહારનયમાં
થાય છે. ૪૩. જ્ઞાનનય : આ નયાનુસાર આત્મદ્રવ્ય વિવેક આદિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત
કરે છે તેવું માનનાર છે. તેનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક
તથા અશુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધ નિશ્ચયનયમાં થાય છે. ૪૪. વ્યવહારનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય બંધન અને મુક્તિના
દ્વતનું અનુસરણ કરે છે. અનુપચરિત અસભૂત વ્યવહારનયમાં આનો સમાવેશ થાય છે.
૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org