Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute
View full book text
________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૫. વ્યવહાર નયના બે ભેદ :
૧. સામાન્ય સંગ્રહ ભેદક વ્ય૰ : - જેમકે, દ્રવ્ય બે : જીવ અને અજીવ. ૨. વિશેષ સંગ્રહ ભેદક વ્ય :- જેમકે, જીવ બે પ્રકારના : સિદ્ધ અને સંસારી.
૬. ઋજુસૂત્ર નયના બે ભેદ :
૧. સૂક્ષ્મ ઋજુસૂત્ર : જેમકે, એક સમય જ જેની સ્થિતિ છે તે પર્યાય. ૨. સ્થૂળ ઋજુસૂત્ર : જેમકે, મનુષ્યાદિ પર્યાય આયુકાળ પ્રમાણ. ૭. શબ્દ નયનો એક ભેદ :- જેમકે, દારા, ભાર્યા, કલત્ર, અથવા જલ, આપઃ. ૮ સમભિરૂઢ નયનો એક ભેદ :- જેમકે, ગાય એ પશુ છે.
૯. એવંભૂત નયનો એક ભેદ :- જેમકે, ઇંદે તે ઇન્દ્ર.
૭૭
આમ નયના અઠ્ઠાવીસ ભેદ થયા : દ્રવ્યાર્થિકના ૧૦, પર્યાયાર્થિકના ૬, નૈગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨, ઋજુસૂત્રના ૨, શબ્દનો ૧, સમભિરૂઢનો ૧, એવંભૂતનો ૧,કુલ ૨૮.
ઉપનય ત્રણ : તેના ભેદ પ્રતિભેદ :
૧. સદ્ભૂત વ્યવહાર ઉપનય, તે બે પ્રકારે :
૧. શુદ્ધ સદ્ભૂત વ્ય. ઉપનય :- જેમકે, શુદ્ધગુણ- શુદ્ધ ગુણી અને શુદ્ધ પર્યાય-શુદ્ધ પર્યાયીના ભેદનું કહેવું તે (સિદ્ધ પર્યાય સિદ્ધજીવ.)
૨. અશુદ્ધ સદ્ભૂત વ્ય. ઉપનય : જેમકે અશુદ્ધ ગુણ અશુદ્ધ ગુણી અને અશુદ્ધ પર્યાય-અશુદ્ધ પર્યાયીના ભેદનું કહેવું તે. (મનુષ્ય પર્યાય સંસારી જીવ.)
૨. અસદ્ભૂત વ્યવહાર ઉપનય તે ત્રણ પ્રકારે :
૧. સ્વજાતિ અસદ્ભૂત વ્ય : જેમકે, પરમાણુ બહુપ્રદેશી.
૨. વિજાતિ અસદ્ભૂત વ્ય :- જેમકે, મતિજ્ઞાન મૂર્ત છે. કેમકે મૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108