________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૮૫
(સર્વાર્થસિદ્ધિ ૫-૩૮) અર્થાત્ ગુણ કોને કહેવામાં આવે છે ? પર્યાય કોને કહેવામાં આવે છે ? જે અન્વય છે તે ગુણ છે અને જે વ્યતિરેકી છે તે પર્યાય છે. ગુણોના વિકારો જે વિશેષાત્મથી ભેદાય છે તે પર્યાય છે. જેમ કે ઘટજ્ઞાન પટજ્ઞાન વગેરે. પરંતુ સર્વાર્થસિદ્ધિમાં એક બીજી વ્યાખ્યા પણ આપણને જોવા મળે છે જેમાં ગુણને દ્રવ્યસ્વરૂપ અને પર્યાયને દ્રવ્યના વિકારસ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જેમ કે
गुण इदि दव्वविहाणं, दव्वविकारो हि पज्जवो भणिदो ॥ (સર્વાર્થસિદ્ધિ—૫-૩૮) આ વ્યાખ્યા પ્રમાણે દ્રવ્યના વિકારને જ પર્યાય કહેવાયું છે, ગુણના વિકારને નહિ. આ વ્યાખ્યાઓના આધાર મુજબ સાર એ જોવા મળે છે કે દ્રવ્ય અને ગુણોના વિકારને પર્યાય કહેવાયું છે. આ એક વિચારવા જેવો મુદ્દો છે. છતાં પણ અહીં એટલું કહેવાય કે સત્ અર્થાત્ દ્રવ્યમાં જે કંઈ પરિણમન થાય છે—તે પછી ભલે ગુણોનું હોય કે દ્રવ્યનું હોય—એને પર્યાય કહેવાય છે. આ પ્રકારે આપણને ઘણા જૈન ગ્રંથોમાં પર્યાયની જુદી જુદી વ્યાખ્યાઓ પ્રાપ્ત થાય છે.
પર્યાયના પર્યાયવાચી શબ્દ :
પર્યાયના પર્યાયવાચી શબ્દ પણ આપણને જોવા મળે છે. સ્યાદ્વાદમંજરીમાં પર્યાય માટે પર્યય, પર્યવ અને પર્યાવ જેવા શબ્દોને સમાનાર્થક શબ્દ કહ્યા છે. સર્વાર્થસિદ્ધિમાં વિશેષ, અપવાદ, વ્યાવૃત્તિ જેવા શબ્દો પર્યાય અર્થમાં યોજાયા છે. તથા ગોમ્મટસાર જીવકાંડમાં વ્યવહાર, વિકલ્પ, ભેદ, · અન્યત્ર અંશ, પર્યાય, ભાગ, હાર, વિદ્યા, પ્રકાર, ભેદ, છેદ, ભંગ જેવા શબ્દો પર્યાયના અર્થમાં પ્રયોજાયા છે.
આલાપપદ્ધતિમાં પર્યાયના ભેદ :
પર્યાયની વ્યાખ્યા કર્યા પછી તરત જ આલાપપદ્ધતિમાં પર્યાયના ભેદોનું વિવરણ કરાયું છે. પર્યાયના બે પ્રકાર છે ઃ ૧. સ્વભાવ પર્યાય, ૨. વિભાવ પર્યાય. જે પર્યાય પર નિરપેક્ષ હોય છે તે સ્વભાવ પર્યાય છે. દેવસેન અગુરુલઘુ ગુણોના વિકારને સ્વભાવ પર્યાય કહે છે. આને પં કૈલાશચન્દ્ર શાસ્ત્રી અર્થપર્યાય કહે છે. એમના મત મુજબ છ દ્રવ્યોમાં જે અર્થપર્યાય છે એને સ્વભાવ પર્યાય કહે છે. તે પર્યાય અત્યંત સૂક્ષ્મ હોય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org