Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute
Catalog link: https://jainqq.org/explore/001416/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ-૭ જૈન દર્શનમાં નય (આચાર્ય દેવસેન અને ઉપા. યશોવિજયના પરિપ્રેક્ષ્યમાં) • લેખક ડૉ. જિતેન્દ્ર બી. શાહ AMME CANAD શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦ ૦૯: Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ગ્રંથ-૭ જૈન દર્શનમાં નય (આચાર્ય દેવસેન અને ઉપા. યશોવિજયના પરિપ્રેક્ષ્યમાં) લેખક ડૉ. જિતેન્દ્ર બી. શાહ TATUTE JINET CAHMEDAMAS શેઠ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન - સંશોધન વિદ્યાભવન અમદાવાદ-૩૮૦ ૦૦૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Darshanamān Naya-Vichāra (Acharya Devasena ane Upa. Yashovijayana Pariprekshyamān) by Dr. Jitendra B. Shah પ્રકાશક : . ડૉ. ભારતી શેલત | નિયામક, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રથમ સંસ્કરણ : વિ.સં. ૨૦૫૮, ઈ. સ. ૨૦૦૨ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૫૦/ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિકસ પટેલ કિરીટ હરજીભાઈ ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન નં. ૭૪૯૪૩૯૩ Jain Education. International Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી પોપટલાલ હેમચંદ જન્મ સં. ૧૯૨૮, શ્રાવણ સુદ ૫ ને શનિવાર તા. ૨૨-૭-૧૮૭૧ સ્વર્ગવાસ સં. ૨૦૦૧ આસો વદ ૫ ને ગુરુવાર તા. ૨૫-૧૦-૧૯૪૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ભારતીય ધર્મ અને દર્શનોના અને વિશેષતઃ જૈન ધર્મ – દર્શનના મૂર્ધન્ય વિદ્વાનું અને ઊંડા અભ્યાસી તેમજ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના નિયામક ડૉ. જિતેન્દ્રભાઈ શાહે “જૈનદર્શનમાં નય', “દિગંબરાચાર્ય દેવસેન અને તેમની કૃતિઓ” તથા “નયચક્ર અને દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ ત્રણે વિષયો ઉપર તા. ૨૬, ૨૭ અને ૨૮ એપ્રિલ, ૨૦૦૧ના રોજ ભો. જે વિદ્યાભવનમાં આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં હું આનંદની લાગણી અનુભવું છું. આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દૃષ્ટિએ આત્મ-પરમાત્વ તત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને સ્પર્શે છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં આઠ વ્યાખ્યાન-શ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ટી. રાનડેએ “The Conception of spiritual life in Mahatma Gandhi and Hindi saints એ વિષય ઉપર પંડિત સુખલાલજી સંઘવીએ અધ્યાત્મવિચારણા ઉપર, ડૉ. પદ્મનાભ જૈનીએ નૈન સપ્રાય મેં મોત, અવતાર મૌર પુનર્જન વિશે, ડૉ. ભોગીલાલ સાંડેસરાએ “યોગ, અનુયોગ અને મંત્રયોગ' ઉપર, ડૉ. ૨. ના. મહેતાએ “જૈન દર્શન અને પુરાવસ્તુવિદ્યા' પર, મુનિ સુરમલજીએ ભારતીય સંસ્કૃતિ મેં ચરિત્ર વી પ્રધાનતા', ‘મારતીય ઉપાસના પદ્ધતિ મેં ધ્યાન ી પ્રધાનતા' અને સ્વસ્થ નીવન મૌર પ્રેક્ષાચ્ચન વિશે, સ્વામીશ્રી આત્માનંદજીએ ગાંધીજીની અહિંસાના પ્રેરણાસ્રોત', શ્રીમદ્ રાજચંદ્ર અને જૈન ધર્મ” તથા “વર્તમાન સંદર્ભમાં મહાવીર દર્શન' વિશે તથા ડૉ. નગીનભાઈ શાહે “જૈનદર્શનમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા (સમ્યગ્દર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' એ વિષયો ઉપર ચિંતનપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે, જેમાંનાં મોટા ભાગનાં વ્યાખ્યાનો સંસ્થા તરફથી ગ્રંથ-સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ४ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ભારતીય દર્શનોના પ્રકાંડ વિદ્વાન્, મર્મજ્ઞ અને જૈન દર્શનના વિશેષ અભ્યાસી છે. વિદ્યાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે તેઓશ્રીએ અપ્રતિમ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. જૈન વિદ્યાના ક્ષેત્રે તેમણે રાજનગરનાં જિનાલયો, માનતુંનવાર્ય સૌર વન સ્તોત્ર, આદિ ગ્રંથો પ્રદાન કર્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય દર્શનો અને જૈનવિદ્યાનાં વિવિધ સેમિનારોમાં તેઓશ્રીએ ભાગ લીધો છે અને સંશોધન પેપરો રજૂ કર્યાં છે. જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનાં વિવિધ પાસાંઓને સ્પર્શતા ; સંશોધન લેખો એમણે સંશોધન સામયિકોમાં પ્રકાશિત કર્યા છે. દર્શનવિદ્યા અને જૈન તત્ત્વજ્ઞાનના અપ્રતિમ વિદ્વાન્ ડૉ. જિતેન્દ્રભાઈ શાહે ઉપર્યુક્ત વિષયો પર આપેલાં ત્રણ વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં હું ધન્યતા અનુભવું છું. ગ્રંથના મુદ્રણ માટે શ્રી શારદાબેન ચિમનભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કૃષ્ણા પ્રિન્ટરીનો હું અત્રે આભાર માનું છું. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ-૯ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨ ભારતી શેલત નિયામક Page #8 -------------------------------------------------------------------------- ________________ આમુખ નય એ જૈન દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે. સામાન્ય રીતે નય એટલે ષ્ટિ. પદાર્થ અથવા પરિસ્થિતિને મૂલવવાની વિભિન્ન દૃષ્ટિઓ એટલે જ નય અને આ તમામ ષ્ટિઓનો સમન્વય એટલે સ્વાાદ. અનેકાન્તવાદને સમજવા પણ નયસિદ્ધાંત સમજવો આવશ્યક છે. નયો વિશે આગમસાહિત્યમાં પ્રચુર ચિંતન ઉપલબ્ધ થાય છે. ત્યારબાદ નયસિદ્ધાંત દાર્શનિક રીતે પણ મૂલવવામાં આવ્યો. એટલું જ નહીં જૈન દર્શનિકોએ નયસિદ્ધાંતને તાર્કિક કસોટીથી કસ્યો અને તેનું મહત્ત્વ પણ સ્થાપિત કર્યું. ઉમાસ્વાતિ, સિદ્ધસેન, પૂજ્યપાદ અને સમન્તભદ્ર જેવા સમર્થ દાર્શનિકોએ તેની આવશ્યકતા પણ પ્રમાણિત કરી. ત્યારબાદ તો નયો ઉપર સ્વતંત્ર ગ્રંથોની રચના પણ થઈ. આચાર્ય દેવસેને નયચક્ર નામક ગ્રંથમાં નયો વિશે વિશેષ ચિંતન કર્યું છે. તેની સમાલોચના ઉપા. યશોવિજયજીએ દ્રવ્ય-ગુણપર્યાયના રાસમાં અનેક શાસ્ત્રીય પ્રમાણો આપીને કરી છે. આચાર્ય દેવસેને તો સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં ગ્રંથો રચ્યા છે. પરંતુ ઉપા. યશોવિજયજીએ તેની સમાલોચના ગુજરાતી ભાષામાં લોકભોગ્ય રાસ શૈલીમાં કરી છે. તેથી વર્તમાનકાળે જૈન સાધુ-સાધ્વીજીઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રંથનું વિશેષરૂપે અધ્યયન કરે છે. તેથી તેમાં આવી ચર્ચાઓના મૂળ સુધી પહોંચવાની ઘણાં વર્ષોથી ભાવના હતી. તે આ વ્યાખ્યાનમાળા દ્વારા સાર્થક થઈ. મુખ્યત્વે નય અંગેનો જ વિચાર આ ત્રણ વ્યાખ્યાનોમાં કરવામાં આવ્યો છે. પણ આનુષંગિક રૂપે આચાર્ય દેવસેનના જીવન અને કવન અને ઉપા. યશોવિજયજીના જીવન વિશે સંક્ષેપમાં વિચાર કર્યો છે. બીજા વ્યાખ્યાનમાં આગમિક કાળથી લઈને આજ સુધીના નય અંગેના ચિંતનનો વિચાર Page #9 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવ્યો છે. ત્રીજા વ્યાખ્યાનમાં આચાર્ય દેવને પ્રસ્થાપિત કરેલ નયોના વિભાગોની નૂતન શૈલીનું વર્ણન કરવામાં આવ્યું છે. આગમ સાહિત્યમાં તો ૭૦૦ નયોનું વર્ણન થયેલું હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પરંતુ હાલ તો સાત નવો જ વિશેષ પ્રચલિત છે. પરંતુ આચાર્ય દેવસેને તો નયોના વિભાગમાં નવી શૈલી અપનાવી છે. તેમના મતાનુસાર નિયોઉપનયો અને પેટા નિયોની સંખ્યા ઘણી જ વધી જાય છે. પણ તેનો શાસ્ત્રીય આધાર પ્રાપ્ત થતો નથી. કદાચ નષ્ટ થયેલ સાહિત્યમાં તેના આધારો પણ નષ્ટ થયા હોય. પણ આચાર્ય દેવસેન દિગમ્બર આસ્નાયના હોવાથી દિગમ્બર પરંપરામાં જ તેનું પ્રચલન છે. શ્વેતાંબર પરંપરામાં તો સાત નવો જ પ્રચલિત છે. તેમજ યશોવિજયજી પૂર્વે થયેલ કોઈ જ શ્વેતાંબર જૈનાચાર્યે આ અંગે વિશેષ સમાલોચના કે ઉલ્લેખ કર્યો નથી. માત્ર ઉપા. યશોવિજયજીએ જ આ અંગે વિશેષ ઊહાપોહ કર્યો છે. તેની ચર્ચા ત્રીજા વ્યાખ્યાનમાં કરવામાં આવી છે. આ ત્રણ વ્યાખ્યાનમાં વિશેષ કરી પ્રધાન રૂપે નયની જ ચર્ચા કરવામાં આવી છે. તેથી સમગ્ર ગ્રંથનું નામ જૈનદર્શનમાં નય” એવું રાખવામાં આવ્યું છે. - ભો. જે. વિદ્યાભવન, અમદાવાદનું ભારતીય વિદ્યાને ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન છે. સંશોધન, સંપાદન, અધ્યયન અને અધ્યાપન તથા પ્રકાશન-ક્ષેત્રે પણ સંસ્થાએ વિશિષ્ટ પ્રદાન કર્યું છે. સંસ્થા દ્વારા એક પ્રવૃત્તિ શેઠ પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા પણ ચાલે છે. આ વ્યાખ્યાનમાળામાં વિદુષી નિયામક ડૉ. ભારતીબેન શેલતે ૨૦૦૧માં મને વ્યાખ્યાનો આપવા આમંત્રણ આપ્યું હતું. તેમની આગ્રહભરી વિનંતિ હું ટાળી ન શક્યો, તે સમયે જૈન દર્શનના મહત્ત્વપૂર્ણ વિષય નય ઉપર વ્યાખ્યાન આપ્યાં. ને આમંત્રણ માટે નિયામકશ્રીનો તથા સંસ્થાનો આભારી છું. ગ્રંથપ્રકાશનમાં સહયોગ કરનાર તમામનો પણ હું આભારી છું. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ-૯ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ૩-૪ ૫-૬ 0 0 0 ૧૭ પ્રકાશકીય પ્રસ્તાવના વિષયનિર્દેશ આચાર્ય દેવસેન અને ઉપા. યશોવિજયજી આચાર્ય દેવસેન દેવસેનનો સમય સંપ્રદાય, ગુરુ, પદવી વિદ્વત્તા, દેવસેનની નમ્રતા વિહારક્ષેત્ર આ. દેવસેન રચિત સાહિત્ય દર્શનસાર આરાધનાસાર તત્ત્વસાર ભાવસંગ્રહ નયચક્ર આલાપપદ્ધતિ ઉપા. યશોવિજયનું જીવન જૈન તત્ત્વમીમાંસાને નવ્ય શૈલીમાં રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ વિદ્ધભોગ્ય ગ્રંથોની રચના સાથે છાત્રોપયોગી ગ્રંથોની રચના સર્વજનોપયોગી ગ્રંથો રચવાનું મહાન કાર્ય દ્વાદશાર-નયચક્રનો સમુદ્ધાર નવા વિચારકોના વિચારોની આલોચના દ્રવ્યગુણપર્યાયના રાસનો આધાર ૨. જૈન દર્શનમાં નય જૈનદર્શનમાં નયની વ્યાપકતા નયોની અનંતતા નયોનું વર્ગીકરણ આગમકાળમાં નવિભાજન ૨૦ ૨૨ ૨૫. ૨૭ ૨૯ ૩૨ ૩૯ ૪૧ ४४ ૪૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ૧ ૫૩ ૬૧ ૭૪ સમ્યફ-મિથ્યા નય, સુનય-દુર્નય-પ્રમાણ નય ઉત્તરોત્તર સૂક્ષ્મ અને અલ્પ વિષયક છે. નયના ૪૭ ભેદો અને તેનું વિવેચન દ્વાદશાર નયચક્રગત નયોનું વિભાજન ૩. નયચક્ર અને દ્રવ્યગુણપર્યાયનો રાસ દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સ્વોપજ્ઞ ટબો દ્રવ્યાનુયોગતકણા નયની વ્યાખ્યા દ્રવ્યાર્થિક નયના દશ ભેદ પર્યાયાર્થિક નયના છ ભેદ નગમ નયના ત્રણ ભેદ સંગ્રહ નયના બે ભેદ વ્યવહાર નયના બે ભેદ ઋજુસૂત્ર નયના બે ભેદ શબ્દનયનો એક ભેદ સમભિરૂઢ નયનો એક ભેદ એવંભૂત નયનો એક ભેદ ઉપનય ત્રણ : તેના ભેદ પ્રતિભેદ પર્યાયની વ્યાખ્યા પર્યાયના પર્યાયવાચી શબ્દ આલાપપદ્ધતિમાં પર્યાયના ભેદ કેવલજ્ઞાનમાં અર્થપર્યાયની સિદ્ધિ ધર્માસ્તિકાય વગેરેમાં અર્થપર્યાયની સિદ્ધિ. જૈન દર્શનમાં સંયોગાદિ પર્યાય વિભાગજાત પર્યાય પર્યાય એ ગુણનો વિકાર છે કે નહિ ? દ્રવ્ય અને પર્યાયનો સંબંધ પરિશિષ્ટ 8 9 1 9 9 $ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 9 $ $ $ $ $ $ ८४ ૮૫ છે ) ) , Page #12 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી આચાર્ય દેવસેન : - દિગમ્બર પરંપરામાં આ દેવસેન નામક એકાધિક આચાર્યો થઈ ગયા છે. આ દેવસેન, તેમના સમય, સંપ્રદાય, કૃતિઓ વિશેના અપૂરતા ઐતિહાસિક પ્રમાણો, જુદા-જુદા સમયમાં થઈ ગયેલા દેવસેન નામના વિભિન્ન આચાર્યોનું નામ-સામ્ય અને ગ્રંથોમાં પણ કોઈ વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થતો ન હોવાથી એમના સંબંધમાં સંદિગ્ધતા પ્રવર્તે છે. પ્રાપ્ત થતી કૃતિઓને આધારે તથા ગ્રંથગત વિષયને આધારે તેમજ તેમના નામ અને કાર્ય અંગે થયેલ ઊહાપોહને આધારે એટલું જરૂર કહી શકાય કે દિગમ્બર પરંપરામાં ઓછામાં ઓછા ચાર દેવસેન થઈ ગયા છે. તે અંગે આપણે અહીં ટૂંકમાં ચર્ચા કરીશું. ૧. પ્રથમ દેવસેન, જેઓ દર્શનસારના કર્તા છે અને વિક્રમની ૧૦મી શતાબ્દીમાં થઈ ગયા છે. આ દેવસેન સર્વપ્રથમ દેવસેન છે. તેમણે દર્શનસાર, આરાધનાસાર, તત્ત્વસાર, નયચક્ર અને આલાપપદ્ધતિ આદિ ગ્રંથોની રચના કરી છે. ૨. પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી, પં. શ્રી મિલાપચંદજી કટારિયા તેમજ રતનલાલ કટારિયા, તથા પરમાનંદ શાસ્ત્રી આદિ દિગમ્બર પરંપરાના વિદ્ધાનું સંશોધકો એકથી વધુ દેવસેન નામક આચાર્યો થયાના ઉલ્લેખો " આપે છે. પ, કૈલાશચંદ્ર શાસ્ત્રી તથા નાથૂરામ પ્રેમી અનુસાર ભટ્ટારક 1 - - Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય સંપ્રદાયમાં દેવસેન નામના ત્રણ આચાર્યોનાં નામ મળે છે. તેમાંથી બે દેવસેન કાષ્ઠાસંઘમાં માથુરગચ્છમાં થયા છે. પ્રથમ દેવસેના પ્રથમ અમિતગતિના ગુરુ હતા. ૩. કાઠાસંઘમાં જ થયેલા બીજા દેવસેન ઉદ્ધરસેનના શિષ્ય હતા. તેઓ વિક્રમની ૧૩મી–૧૪મી શતાબ્દીમાં થયા છે. ૪. ત્રીજા દેવસેન લાડવાગડગચ્છમાં થયા છે. તે કુલભૂષણના ગુરુ હતા. ૫. નાથુરામ પ્રેમી “વસેન 1 નચક્ર” નામક લેખમાં, જે નૈન સાહિત્ય ૌર તિહાસ ગ્રંથની બીજી આવૃત્તિમાં છપાયો છે તેમાં એક અન્ય દેવસેનનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં નાથુરામ પ્રેમી તો ભાવસંગ્રહના કર્તા તરીકે પ્રથમ દેવસેનને જ સ્વીકારે છે. પરંતુ પ, પરમાનંદ શાસ્ત્રીના અનેકાન્ત(વર્ષ-૭, અંક–૧૧-૧ર)માં છપાયેલ લેખનો હવાલો આપતાં તેઓ જણાવે છે કે તેમણે (પ, પરમાનંદ શાસ્ત્રીએ) અપભ્રંશ ભાષા નિબદ્ધ “સુનોયUા વ૩િ'- (સુતોના ચરિત્ર)ના કર્તા અને ભાવસંગ્રહના કર્તાને એક જ જણાવ્યા છે. પ્રસ્તુત દેવસેન વિમલસેન ગણિના શિષ્ય હતા. અને તેઓ ૧૩મી સદીમાં થઈ ગયા. તેમજ પં, નાથુરામ પ્રેમીએ સોમદેવના નીતિવાક્યામત લેખમાં અમિતગતિની ગુરુપરંપરાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે વીરસેન–તેના શિષ્ય દેવસેન–દેવસેનના શિષ્ય અમિતગતિ (પ્રથમ) તેના શિષ્ય નેમિષણ, નેમિષણના શિષ્ય માધવસેન અને તેના શિષ્ય અમિતગતિ. દિગમ્બર આસ્નાયમાં થયેલા, અનેક ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરનાર વિદ્વાન્ પિતા, પુત્ર, પં, મિલાપચંદ કટારિયાએ અને શ્રી રતનલાલ કટારિયા તેમના અત્યંત વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ જૈન નિબન્ધ રત્નાવલીમાં વેવસેન Rા માવસંપ્રદ એ નામનો એક ખૂબ જ વિસ્તૃત લેખ લખ્યો છે. તે લેખના અંતે લખે છે કે : भावसंग्रह प्राकृत ग्रंथ १०वीं शताब्दी में होने वाले देवसेन द्वारा निर्मित नहीं प्रतीत होता है । किन्तु अन्य ही देवसेन के द्वारा १४वीं शताब्दी के નામ જ વેના ગંતા હૈ ! આમ તેઓ પણ એકાધિક દેવસેનના Page #14 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી અસ્તિત્વનો સ્વીકાર કરે છે. અહીં ઉપર જણાવેલાં પ્રમાણોને આધારે સ્પષ્ટ રૂપે કહી શકાય કે દિગમ્બર પરંપરામાં એક કરતાં વધારે (ઓછામાં ઓછા ચાર) દેવસેન નામના આચાર્યો થઈ ગયા છે. તેમાંથી અહીં જેમના વિશે ચર્ચા અને અધ્યયન રજૂ કરવામાં આવી રહ્યાં છે તે પ્રથમ દેવસેન કે જેઓ દર્શનસાર આદિ ગ્રંથોના કર્તા છે અને વિક્રમની દશમી શતાબ્દીના અંતે થઈ ગયા છે. દેવસેનનો સમય : આગળ જણાવ્યું તે પ્રમાણે પ્રસ્તુત પ્રથમ દેવસેન વિક્રમની દશમી શતાબ્દીમાં થઈ ગયા છે. તેમણે દર્શનસાર નામની એક લઘુકૃતિની રચના કરી છે તે કૃતિના અંતે પ્રાપ્ત થતા શ્લોકો ઐતિહાસિક દષ્ટિએ અને સમયનું નિર્ધારણ કરવા માટે અત્યંત મહત્ત્વના છે. તેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વાચાર્યો દ્વારા રચેલી ગાથાઓનો એક જગ્યાએ સંચય કરીને શ્રી દેવસેનગણિએ ધારાનગરીમાં નિવાસ કરતાં પાર્શ્વનાથના મંદિરમાં મહા સુદિ દશમીના વિક્રમ સંવત ૯૯૦માં આ દર્શનસાર રચ્યો. દર્શનસારના આ ઉલ્લેખમાં એક વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે અન્ય ગાથાઓમાં જયાં જયાં સંવતનો ઉલ્લેખ કર્યો છે ત્યાં વિક્રમીયમ્સ મરાપરર્સ એવા ઉલ્લેખ સાથે વિક્રમ સંવતનો જ ઉલ્લેખ કર્યો છે. તેમ જ ધારા(માલવા)માં વિક્રમ સંવતનો જ પ્રચાર હતો તેથી અહીં પણ વિક્રમ સંવત જ ગ્રહણ કરેલ છે. આ સિવાય તેમના અન્ય કોઈપણ ગ્રંથમાં તેમના જીવન વિશે કે ગ્રંથ રચના તથા સંવત વિશે ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. માટે જ આ ઉલ્લેખ પ્રથમ દેવસેનના સમયનિર્ધારણમાં ખૂબ મહત્ત્વનો છે. આ ઉલ્લેખના આધારે જ વિદ્વાનોએ તેમના અસ્તિત્વ | સત્તાકાળ વિશેનું નિર્ધારણ કર્યું છે. આ અંગે આ સિવાય બીજો કોઈ જ આધાર મળતો ન હોવાથી આપણે પણ આને જ આધારભૂત માની આગળ વધવું જોઈએ. સંપ્રદાય : આ દેવસેનના કોઈપણ ગ્રંથમાં તેમના ગચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી તેમના સંઘ કે ગચ્છ વિશે કહેવું અત્યંત કઠિન કાર્ય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન દર્શનમાં નય તેમ છતાં દર્શનસાર નામના ગ્રંથનું અધ્યયન કરતાં એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ પદ્મનંદી અથવા કુંદકુંદાન્વયના હતા. દર્શનસારમાં તેમણે કાઠાસંઘ, દ્રાવિડસંઘ, માથુરસંઘ અને યાપનીયસંઘ આદિ જૈન સંઘોની ઉત્પત્તિ દર્શાવી છે અને તેઓને જેનાભાસ તરીકે વર્ણવ્યા છે. આથી તેઓ ઉક્ત સંઘોના અનુયાયી ન હતા તેમ સ્પષ્ટપણે કહી શકાય. તેમજ દર્શનસારની જ ૪૩મી ગાથામાં જણાવ્યું છે કે જો પદ્મનંદિનાથ (કુંદકુંદ) સમન્વર સ્વામી દ્વારા પ્રાપ્ત દિવ્યજ્ઞાન દ્વારા બોધ આપતા ન હોત તો મુનિજન સાચા માર્ગને કેવી રીતે જાણી શકત ? આ પ્રકારની વાત તેઓ કુંદકુંદાન્વયી હોવાનું પુષ્ટ કરે છે. આ સિવાય તેમણે બીજો કોઈ જ ઉલ્લેખ કર્યો ન હોવાથી એટલું તો કહી જ શકાય કે તેઓ કંદુકુંદાન્વયના મૂળ સંઘમાં થઈ ગયેલ જૈનાચાર્ય હતા. ગુરુ : આપણે ઉપર જોયું તે પ્રમાણે તેમના જીવન અને ચરિત્ર વિશે વિશેષ કોઈ ઉલ્લેખો મળતા નથી તેવીજ રીતે દેવસેને કોઈપણ ગ્રંથમાં પોતાના ગુરુનું નામ જણાવ્યું નથી, માત્ર ભાવસંગ્રહ નામના ગ્રંથમાં પોતાના ગુરુનું નામ વિમલસેન ગણધર (ગણિ) દર્શાવ્યું છે. ૨ ભાવસંગ્રહ ગ્રંથના કર્તા આ દેવસેન જ છે કે અન્ય કોઈ તે વિશે હજુ સંશોધન થવું જરૂરી છે. કેટલાક દિગમ્બર પરંપરાના વિદ્વાનો આ ગ્રંથને પ્રથમ દેવસેનકૃત ન માનતાં ૧૪મી સદીમાં થયેલ અન્ય દેવસેનનો બનાવેલ માને છે. આથી સ્પષ્ટપણે એમ કહેવું છે કે આચાર્ય દેવસેનાના ગુરુનું નામ વિમલસેન હતું તે વાત અસંદિગ્ધ તો ન જ કહેવાય તે માટે હજુ વધુ પ્રમાણોની આવશ્યકતા ઊભી રહે છે. આચાર્ય દેવસેને આરાધનાસારની મંગળગાથામાં “વિમનયTUસદ્ધિ, ૩ દર્શનસારમાં વિતVI[vi પદ દ્વારા, નયચક્રમાં વિશ્વમન" અને વિમતાસંગુત્તક પદો દ્વારા, શ્લેષરૂપે ગુરુનું નામસ્મરણ કર્યું છે. પં જુગલકિશોર મુખ્તારજી જણાવે છે કે વિમૂતUTTUસંકુd જયારે પ્રતિજ્ઞાત ગ્રંથનું વિશેષણ બનાવવામાં આવે ત્યારે તેનો અર્થ વિમલ(ગુરુ)પ્રતિપાદિત જ્ઞાનથી યુક્ત પણ થઈ શકે છે. તેવી જ રીતે વિમયર'મદ્ધ આદિને પણ સમજી લેવા જોઈએ. અનેક ગ્રંથોના મંગલાચરણ આદિમાં દેવ, ગુરુ, શાસ્ત્ર માટે શ્લેષરૂપમાં સમાન વિશેષણોનો પ્રયોગ કર્યો છે. ક્યાંક ક્યાંક પોતાના Page #16 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી નામની પણ શ્લેષરૂપમાં સૂચના આપી છે. ભાવસંગ્રહના મંગલાચરણમાં સુરસેTj, દર્શનસારના મંગલાચરણમાં સુરસેન નમંfસ૮ અને આરાધનાસારની મંગળગાથાઓમાં સુરસેવિંતિયં આ પદોની સમાનતા જોઈને તેમણે બધા જ ગ્રંથોનું એક કર્તુત્વ માન્યું છે અને વિમલસેનને દેવસેનના ગુરુ જણાવ્યા છે. પરંતુ ભાવસંગ્રહ અન્ય દેવસેનની કૃતિ છે. તેની સપ્રમાણ ચર્ચા આગળ કરવામાં આવી છે. પદવી : - આચાર્ય દેવસેન કેવી પદવી ધરાવતા હતા તે વિશે પણ કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. તેમના વિશે અન્ય કોઈ માહિતી અન્યત્ર પણ ઉપલબ્ધ થતી નથી તેથી માત્ર તેમણે રચેલ ગ્રંથોમાં યત્ર તત્ર અછડતી માહિતી ઉપલબ્ધ થાય છે તે જ એક માત્ર આધાર બને છે. દર્શનસાર ગ્રંથમાં પોતાને દેવસેન ગણિ કહ્યા છે. ૧૦ તત્ત્વસારમાં મુનિનાથ દેવસેન કહ્યા છે. ૧૧ અને આરાધનાસારમાં કેવળ દેવસેન કહ્યા છે. આથી દર્શનસાર અને તત્ત્વસારના ઉલ્લેખોનો આધાર લઈ મુનિનાથ અને ગણિને એકાર્થક માનીએ તો તેઓ ગણિપદધારક જૈનાચાર્ય હતા તેમ કહી શકાય. વિદ્વત્તા : દર્શનસાર ઇતિહાસ વિષયક ગ્રંથ છે. તેમાં વિભિન્ન દશ મતોની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. તેના આધારે તેઓ ઇતિહાસવેત્તા, નયચક્રમાં ચર્ચવામાં આવેલ વિષય દ્વારા એ નિર્ણય ઉપર આવી શકાય કે તેઓ જૈનદર્શનના પ્રમુખ સિદ્ધાન્ત નય સિદ્ધાન્તના પારગામી વિદ્વાન્ હતા અને આરાધનાસારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના વિષયને સ્પષ્ટ સુરેખ રૂપમાં આલેખ્યા છે. તેથી તેઓ સિદ્ધાન્તજ્ઞાતા, આરાધનાસાર મુળ ભગવતી આરાધના ગ્રંથના સાર રૂપ ગ્રંથ હોવાથી આ દેવસેન સંક્ષેપરુચિ આચાર્ય હતા અને તત્ત્વસારમાં ધ્યાનનો વિષય આલેખ્યો છે. તેના આધારે તેઓ ઇતિહાસવેત્તા, સિદ્ધાન્તપારગામી, દર્શનશાસ્ત્રના ઊંડા જ્ઞાતા અને ધ્યાનયોગના પારગામી વિધાન હતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય દેવસેનની નમ્રતા : | દેવસેને સ્વયં પોતાના વિશે કશું જ લખ્યું નથી તેમજ સમકાલીન આચાર્યોએ કે પશ્ચાતુવર્તી ઇતિહાસકારોએ તેમના જીવન, સંપ્રદાય, ગુરુપરંપરા, ગચ્છાદિ વિશે કોઈ વિશેષ નોંધ લીધી નથી તેથી તેમના સ્વભાવ અને ગુણો વિશે કંઈપણ કહેવું અતિશયોક્તિ જ કહેવાય. તેમ છતાં આરાધનાસાર નામના ગ્રંથના અંતે તેમણે લખેલ ગાથાઓ દ્વારા તેમની નમ્રતા, ઋજુતા અને સરળતાનો ખ્યાલ આવે છે. ण य मे अस्थि कवित्तं, ण मुणामो छंदलक्खणं किंपि णियभावणाणिमित्तं रइयं आराहणासारम् ॥११४॥ अमुणियतच्चेण इमं भणियं जं किंपि देवसेणेण । सोहंतु तं मुणिंदा अत्थि हु जइ पवयणविरुद्धम् ॥११५॥२ અર્થાતુ મારામાં કવિત્વ નથી, હું છંદશાસ્ત્રનો પારગામી નથી કે તેનાં લક્ષણો પણ જાણતો નથી. મારી પોતાની ભાવના માટે મેં આરાધનાસારની રચના કરી છે. તત્ત્વના અજ્ઞાની દેવસેને જે કંઈ અહીં કહ્યું છે તેમાં જે કાંઈ આગમવિરુદ્ધ હોય તો તેને મુનીન્દ્રો શુદ્ધ કરી લે. આ વાત જ તેમની અત્યંત નમ્રતા અને લઘુતાભાવને દર્શાવે છે. આરાધનાસારમાં આ સિવાય તેમણે પોતાના માટે કોઈ બીજો ઉલ્લેખ કર્યો નથી તેમજ તેમના અન્ય ગ્રંથોમાં પણ કશું જણાવ્યું નથી. વિહાર ક્ષેત્ર : દર્શનસારની અંતિમ ગાથાઓમાં જણાવ્યા અનુસાર તેમણે દર્શનસાર ગ્રંથની રચના ધારાનગરીમાં આવેલા પાર્શ્વનાથના ચૈત્યમાં રહીને કરી હતી, ૧૩ તેટલી જ માહિતી તેમના સ્થળ વિશે પ્રાપ્ત થાય છે તેને આધારે તેઓ ધારાનગરી, મધ્યપ્રદેશની આસપાસના ક્ષેત્રમાં વિહરતા હશે તેવું અનુમાન કરી શકાય. આમ આ દેવસેનના જીવન વિશે આપણને પ્રાપ્ત માહિતીને આધારે ઉપરોક્ત જાણકારી મેળવી શકીએ છીએ. તદુપરાંત તેમનાં જન્મસ્થળ, Page #18 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી માતા-પિતા, શિષ્ય પરિવાર, નિર્વાણદિન, નિર્વાણDળ આદિ સંબંધે સાવ જ અજ્ઞાત છીએ. આ દેવસેન રચિત સાહિત્ય : આ દેવસેને રચેલા ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છે. ૧. દર્શનસાર ૨. આરાધનાસાર ૩. તત્ત્વસાર ૪. ભાવસંગ્રહ ૫. નયચક્ર ૬. આલાપપદ્ધતિ ઉપર જણાવેલ છે ગ્રંથોમાંથી માત્ર આલાપપદ્ધતિ સંસ્કૃત ગદ્યમાં રચાયેલ ગ્રંથ છે બાકીના બધા જ ગ્રંથો પ્રાકૃત ભાષામાં પદ્યબંધ ગ્રંથો છે. આપણે હવે આ ગ્રંથો વિશે વિગતવાર માહિતી મેળવીશું. દર્શનસાર : પ્રાકૃતભાષા નિબદ્ધ માત્ર ૫૧ ગાથામય લઘુગ્રંથનું નામ દર્શનસાર છે. આ ગ્રંથમાં દર્શન અર્થાત્ વિભિન્ન મતોની ઉત્પત્તિ સંબંધી બાબતોનો સાર અર્થાત્ સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીક મહત્ત્વની કહી શકાય તેવી બાબતોનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ દેવસેને અન્ય કોઈ પણ ગ્રંથોમાં તે તે ગ્રંથોના રચનાવર્ષનો ઉલ્લેખ કર્યો નથી. માત્ર આ ગ્રંથમાં જ, અંતિમ ગાથામાં જણાવ્યું છે કે ધારા નગરીમાં પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં નિવાસ કરતી વખતે સંવત ૯૦૯, માઘ શુક્લ દશમીના રોજ આ ગ્રંથ સમાપ્ત કર્યો. આના આધારે આo દેવસેનના સમયનું નિર્ધારણ થઈ શક્યું છે. ગ્રંથની આદિ ગાથામાં તેમજ ૪૯મી ગાથામાં જણાવ્યા અનુસાર આ ગ્રંથની ગાથાઓ પૂર્વાચાર્યકૃત છે. અર્થાત્ પૂર્વે રચાયેલ વિભિન્ન ગાથાઓનો સંગ્રાહક લઘુગ્રંથ છે. આ વિષયમાં નાથુરામ પ્રેમી પણ જણાવે છે કે “લ્લામાં Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય करके मतों की उत्पत्ति आदि के सम्बन्ध की जो गाथाएँ हैं उन्हें यदि ध्यान से पढ़ा जाय तो मालूम होता है कि वे सिलसिलेवार नहीं हैं । उनमें पुनरुक्तियाँ बहुत हैं । अवश्य ही वे. एकाधिक स्थानों से संग्रह की गई આ લઘુગ્રંથમાં કુલ ૧૦ મતોની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. ૧. બૌદ્ધ, ૨. શ્વેતામ્બર, ૩. બ્રાહ્મણમત, ૪. વૈનેયિકમત, પ. મંખલિપૂરણનો મત, ૬. દ્રાવિડસંઘ, ૭. માપનીય સંઘ, ૮, કાષ્ઠાસંઘ, ૯. માથુરસંઘ, ૧૦. ભિલ્લક સંઘ. તેમાંથી પૂર્વના પાંચ મતોને અનુક્રમે એકાન્ત, સંશય, વિપરીત, વિનયન અને અજ્ઞાન એ પાંચ મિથ્યાત્વ અંતર્ગત સમાવિષ્ટ કરી શકાય, પરંતુ પાછળના પાંચ મતોનો ક્યાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ દેવસેને કરેલ વિવેચન અને વર્ણનને આધારે કહી શકાય કે અંતિમ પાંચ દર્શનનો સમાવેશ જૈનાભાસમાં કરવામાં આવ્યો હશે. - ત્રીજી અને ચોથી ગાથામાં જણાવ્યું છે કે પ્રથમ તીર્થકર ઋષભદેવનો પૌત્ર મરીચિ તમામ મિથ્યામતોના પ્રવર્તકોમાં પ્રધાન હતો. તેણે એક વિચિત્ર મતની સ્થાપના કરી હતી જેમાં પાછળથી હાનિવૃદ્ધિ થતી રહી છે. આ દેવસેન કોઠાસંઘ કે જે દિગમ્બર પરંપરાનો જ વિભિન્ન પ્રકાર છે તેને સમયમિથ્યાત્વી માને છે. પરંતુ શ્વેતામ્બરોને આમાં સમાવિષ્ટ કેમ નથી કર્યા તે એક પ્રશ્ન છે. અન્ય લેખકોએ તો કાઠાસંઘ શ્વેતામ્બરોને પણ જૈનાભાસ ગણાવ્યા છે. યથા : પુચ્છ: છેતવાસો દ્રાવિડ યાપનીયઃ | नि:पिच्छिकश्चेति पंचैते जैनाभासाः प्रकीर्तिताः ॥६ નીતિસાર. અર્થાત ગોપુચ્છક, શ્વેતામ્બર, દ્રાવિડસંઘ, યાપનીય, નિપુચ્છક સંઘ–આ પાંચ જૈનાભાસ સ્વરૂપ છે. પરંતુ આ દેવસેન શ્વેતામ્બરોને સાંશયિક માને છે. આ નેમિચંદ્ર પણ શ્વેતામ્બરોને સાંશયિક માને છે. પં નાથૂરામ પ્રેમી આ અંગે પ્રશ્ન ઉઠાવતા જણાવે છે કે શ્વેતામ્બરોને સાંસર્વિક Page #20 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી માનવા પાછળનું કારણ કર્યું હશે ?૭ હકીકતે તો તેમને સમયમિથ્યાત્વી જ ગણી શકાય. સમયનો અર્થ સ્વ સમય અર્થાત સમાન તંત્ર માનવાનો છે. જેના મોટા ભાગના સિદ્ધાન્તો સમાન છે. તેમને સમાન અથવા સમય કહેવાય. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં માત્ર બે-ત્રણ બાબતોને છોડીને બધી જ બાબતોમાં સમાનતા પ્રવર્તતી હોવાને કારણે સમય મિથ્યાત્વી તરીકે જ ગણી શકાય. અંતે વિ. સં. ૧૮૦૦માં ભિલ્લક સંઘની ઉત્પત્તિની ભવિષ્યવાણી કરી છે પરંતુ વર્તમાનમાં એવા કોઈપણ સંઘનું અસ્તિત્વ જોવા મળતું નથી. એથી આ અંગે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે આવી ભવિષ્યવાણીનો આધાર કયો હશે? આમ છતાં ઐતિહાસિક દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ એવો આ ગ્રંથ છે. આરાધનાસાર : પ્રાકૃતભાષામય ૧૧૫ ગાથાઓયુક્ત આરાધનાસાર ગ્રંથમાં ચાર પ્રકારની આરાધનાની ચર્ચા કરવામાં આવી છે. સમ્યફદર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને તારૂપે ચાર આરાધના છે. આ ચારેય આરાધના બે પ્રકારની છે–વ્યવહાર આરાધના અને પરમાર્થ આરાધના. વ્યવહાર આરાધના એટલે બાહ્ય અનુષ્ઠાનરૂપી આરાધના અને પરમાર્થ આરાધના એટલે અંતરના ભાવો રૂપી, ભાવોલ્લાસ વગેરે વાળી આરાધના. ગ્રંથના આરંભે ચારેય પ્રકારની આરાધનાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. સમ્યક્દર્શન આરાધના :- સૂત્રમાં જણાવેલ ભાવો-પદાર્થોની સૂત્રમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા કેળવવી તે સમ્યગ્દર્શન આરાધના છે. સમ્યકજ્ઞાન આરાધના :- સૂત્ર અને તેના અર્થોની ભાવના, ભાવો અર્થાત પદાર્થોનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન આરાધના છે. સમ્યફચારિત્ર આરાધના – પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત ૧૩ પ્રકારના ચારિત્રનું વિશુદ્ધભાવથી આચરણ તથા બે પ્રકારના અસંયમનો ત્યાગ તે ચારિત્ર આરાધના છે. તપ આરાધના :- ૧૨ પ્રકારનાં તપોનું આચરણ તપ આરાધના છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય જીવ અનાદિકાળથી સંસારમાં ભમી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. તેના દુઃખનું કારણ વિરાધક ભાવ છે. જે સાધક સમ્યક દર્શનાદિ રત્નત્રયી રહિત છે, આત્માના વિશુદ્ધ સ્વરૂપનો ત્યાગી છે, આત્મતત્ત્વને જાણતો નથી તેમજ હંમેશા પર દ્રવ્યનું જ ચિંતન કરે છે, વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતો નથી, તેને સમ્યક્દર્શન નથી તેમજ તે વિરાધક છે. આવા વિરાધકભાવને કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી આવા સંસારનાં દુઃખોથી મુક્ત થવા માટે આરાધના કરવી જોઈએ. ગ્રંથકારે સ્વયં આરાધનાના ઉદ્દેશની ચર્ચા કરતાં જણાવ્યું છે કે જ્ઞાનમયી આરાધનાના અભાવમાં જીવ ભૂત, વર્તમાન અને ભાવિ કાળમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેમાંથી છૂટવા માટે સંસારનાં કારણોનો ત્યાગ કરવો, શુદ્ધ આત્માની આરાધના કરવી અને આવી આરાધના મોક્ષનું કારણ છે. માટે આરાધના અવશ્ય કરવી જોઈએ. આરાધનાની ચતુર્ભગી : ગ્રંથકારે આરાધનાના ચાર ભેદ વર્ણવ્યા છે. આરાધના, આરાધ્ય, આરાધક, અને ફળ આરાધના ક્રિયા સ્વરૂપ છે. આરાધ્ય પરમેષ્ઠીને ગણી શકાય, આરાધક તે સાધક છે અને પરમપદની પ્રાપ્તિ તે ફળ છે. આ ચારેયને ગ્રંથકારે કંઈક જુદી જ રીતે ગ્રંથમાં ચર્ચા છે. ચારેય – આરાધના, આરાધ્ય, આરાધક, ફળ તે આત્મા છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે આત્માએ આત્મા વડે આત્માની આરાધના કરવી અને તે દ્વારા ફળ પણ આત્મતત્વ જ પ્રાપ્ત થાય છે. આ વિશુદ્ધ આત્મતત્ત્વ જ મોક્ષ છે. અહીં વર્ણવવામાં આવેલ આરાધના વ્યવહાર-આરાધના છે. અને તે નિશ્ચય-આરાધનામાં કારણભૂત હોઈ કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. લેખકે આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પરમ લક્ષ્ય આપ્યું છે. જૈન દર્શન અનુસાર આત્મા અનન્ત ચતુટ્યાત્મક છે. અનન્તજ્ઞાન, અનન્તદર્શન અનન્ત ચારિત્ર અને અનન્ત વીર્ય આત્માના ગુણ છે. ગુણ ગુણીનો અભેદ માનવામાં આવ્યો છે. તેથી સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યચારિત્ર અને તપ એ આત્માના ગુણ હોવાથી આત્મ-સ્વરૂપ છે જયારે રાગ અને દ્વેષ એ મોહનીયના ભેદ છે અને તે કર્મકૃત હોવાથી પર સ્વરૂપ છે. પરનો ત્યાગ કરી આત્માનું શુદ્ધ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી સ્વરૂપ ધ્યાવવું જોઈએ. આત્મસ્વરૂપ : જૈન દર્શનમાં આત્મતત્ત્વ જીવતત્ત્વ છે. અજીવથી ભિન્ન છે. અજીવતત્ત્વના આવરણને કારણે તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે. જ્યારે આવરણો નાશ પામે છે ત્યારે શુદ્ધ સ્વરૂપ આવિર્ભાવ પામે છે. વ્યવહાર નયની અપેક્ષાએ તે જન્મમરણ, વિભિન્ન ગતિમાં જનાર છે જ્યારે શુદ્ધતપ નિશ્ચયનયની અપેક્ષાએ સર્વવિકલ્પોથી શૂન્ય, શુદ્ધ, નિરાલંબન, નિરંજન નિરાકાર છે. આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉપાય : આત્માનું શુદ્ધ સ્વરૂપ કર્મને કારણે અનાદિ કાળથી આવૃત છે. તેને અનાવૃત કરવા કમરહિત થવું આવશ્યક છે. તે માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્રની જરૂર છે. કષાયરહિત અને પરિગ્રહ રહિત થવું જોઈએ, સાંસારિક સુખોથી અલગ થઈ વૈરાગ્યવાસિત થવું જોઈએ, પરદ્રવ્યાશ્રિત સુખોનો ત્યાગ, રાગદ્વેષનો ત્યાગ, આત્મસ્વભાવમાં રત આત્મા આરાધક બને છે એટલું જ નહીં પરંતુ મરણપર્યત પોતાના આરાધક ભાવને જાળવી રાખે છે. આવો આરાધક આત્મા કર્મોનો નાશકર્તા બને છે. આમ છતાં આ દેવસેને કર્મના નાશ કરવાના અને આત્મતત્ત્વ પામવાના માર્ગોનું સ્પષ્ટ રૂપે અલગથી વર્ણન પણ કર્યું છે. પરિગ્રહનો ત્યાગ, કષાયનો ત્યાગ, પરિહો ઉપર વિજય, ઉપસર્ગોને સહન કરનાર, ઈન્દ્રિયમલ્લોને જીતનાર, મનની ગતિને વશ કરનાર લાંબા સમયથી બાંધેલાં કર્મોનો ક્ષય કરી શકે છે. ગ્રંથકારે આ તમામની વિસ્તારથી ચર્ચા કરી છે. માત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં સંન્યાસની આવશ્યકતા સ્વીકારી છે. સંન્યાસી માટેની યોગ્યતાનું પણ વર્ણન કર્યું છે. ગુખવાસ છે ત્યાગ, પુત્રાદિ સ્વજન સંબંધોનો ત્યાગ, ‘જીવિત અને ધનની આશાનો ત્યાગ જ સંયમ છે' આવા પ્રકારનો સંયમ-વૈરાગ્ય-સંન્યાસ પ્રાપ્તિ કરવા માટે વિલંબ ન કરવો જોઈએ. જરા-વ્યાધિ શરીરમાં વ્યાપી જાય, ઇન્દ્રિયો વિલય પામે, બુદ્ધિનો વિનાશ થાય, આયુષ્યનું જલ સુકાવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન દર્શનમાં નય લાગે, આહાર, આસન, નિદ્રા, આદિ આપણી ઉપર વિજય મેળવે, અંગોપાંગ અને સંધિઓ શિથિલ થાય, મૃત્યુના ભયથી દેહ કંપવા લાગે તે પૂર્વે સંયમ સ્વીકારવો જોઈએ, તપનું આચરણ કરવું જોઈએ. આત્મસ્વરૂપ પ્રાપ્તિના અન્ય માર્ગો આ દેવસેને આત્મતત્ત્વ પામવા માટેના અન્ય માર્ગોનું પણ કથન કર્યું છે. અધ્યાત્મવિદ્યાના કોઈપણ સાધક માટે અત્યંત ઉપયોગી સૂચનો કર્યાં છે. અહીં તેમાંનાં કેટલાંક સૂચનોનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ૧. ક્ષેત્ર આદિ બાહ્ય ગ્રંથિ (આસક્તિ), મિથ્યાત્વાદિ આવ્યંતર ગ્રંથિ(આસક્તિ)નો ત્યાગ કરી આત્મતત્ત્વનું ધ્યાન કરવું. ૨. સંગ જ બધાં દુ:ખનું કારણ મનાય છે માટે સંગત્યાગ કરવો. સંગત્યાગથી ઉપશમભાવ જન્મે છે. ઉપશમ-ભાવથી જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. ૩. જ્યાં સુધી પરિગ્રહનો ત્યાગ નથી થતો ત્યાં સુધી ચિત્તની મલિનતા નાશ પામતી નથી. પરિગ્રહનો નાશ થતાં જ ચિત્તની મલિનતા નાશ પામે છે. ૪. જ્યાં સુધી કષાયોની સંલ્લેખના ક૨વામાં ન આવે ત્યાં સુધી બહારની બધી જ સંલ્લેખનાઓ નિરર્થક છે. કષાયોની સંલ્લેખના કરવાથી જ આત્મા-તત્ત્વમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. ૫. ક્રોધ, માન, માયા, લોભ રૂપી ચાર કષાયો કૃશ થાય તો ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. ૬. સમ્યજ્ઞાન દ્વારા ઉપસર્ગો અને પરિગ્રહો ઉપર વિજય મેળવવો જોઈએ. ૭. અસંયમિત ઇન્દ્રિયો અને ચંચળ મન વિષયરૂપી વન તરફ દોડે છે. તેમજ બધા જ પ્રકારના ત્યાગ પછી મન વિષયો તરફ જ દોડતું હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ બધું જ નિષ્ફળ થઈ જાય છે. માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી મનને તથા ઇન્દ્રિયોને વશ કરવાં જોઈએ. આમ આત્મભાવને પામવાના માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શુદ્ધ ભાવ અને રત્નત્રયનું એકત્વ દર્શાવ્યું છે. તેમજ ધ્યાનયોગીને ગુણો સ્વાધીન હોય છે. માટે મન શૂન્ય બનવું જોઈએ પણ આત્મસદ્ભાવ શૂન્ય ન બનવો જોઈએ. મનના વિકલ્પો નાશ પામતા જ આત્મતત્ત્વ પ્રકાશે છે. જેવી રીતે પાણીના યોગથી મીઠું ઓગળી જાય છે તેવી જ રીતે ધ્યાનના યોગથી ચિત્ત વિલીન થઈ જાય છે અને શુભાશુભ કર્મનો નાશ થઈ આત્મભાવ પ્રકાશ પામે છે. આ પ્રકારનો જ દુહો દોહાપાહુડમાં રામસિંહે પ્રયોજ્યો છે. " लवणव्व सलिलजोए झाणे चित्तं विलीयए जस्स । तस्स सुहासुहडहणो अप्पाअणलो पयासेइ ॥८४॥ આમ આરાધનાસારમાં આત્મતત્ત્વની પ્રાપ્તિ જ મુખ્યત્વે વર્ણવી છે. ૧૩ તત્ત્વસાર : આચાર્ય દેવસેન કૃત પ્રાકૃતભાષામય ગાથાબદ્ધ લઘુકાય ગ્રંથ છે. કુલ ૭૪ ગાથાઓમાં તત્ત્વની વાત કરવામાં આવી છે. ગ્રંથકારે આદિમાં ગ્રંથનામની સ્પષ્ટતા કરેલી છે. झाणग्गिदकम्मे णिम्मल सुविसुद्धलद्ध - सब्भावे । णमिऊण परमसिद्धे सु तच्चसारं पवोच्छामि ॥१॥ ધ્યાનાગ્નિ વડે નષ્ટ કર્મવાળા, નિર્મળ-સુવિશુદ્ધ-લબ્ધ-સદ્ભાવવાળા ૫૨મસિદ્ધોને નમસ્કાર કરી તત્ત્વસારને (હું) કહીશ. ગ્રંથાત્તે પણ આ જ નામનો ઉલ્લેખ કર્યો છે. તત્ત્વસાર એ નામ સાંભળતાં જ મનમાં જૈનદર્શન સમ્મત નવતત્ત્વ કે ષદ્રવ્યનો વિચાર ઉપસ્થિત થાય, પરંતુ અહીં તે તત્ત્વોની ચર્ચા કરવામાં આવી નથી. અહીં આ દેવસેને શુદ્ધ આત્મતત્ત્વને જ તત્ત્વરૂપે સ્વીકારી તેના સારનું કથન કર્યું છે. આ લઘુગ્રંથમાં ધ્યાન અને આત્માના શુદ્ધ સ્વરૂપનો મહિમા ગાયો છે. સાધકને માટે અત્યંત ઉપયોગી એવો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં આત્મતત્ત્વના સ્વરૂપનું કથન તેમજ ધ્યાનનો Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન દર્શનમાં નય મહિમા બહુ જ ખૂબીપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. તેની સંક્ષેપમાં અહીં ચર્ચા કરવી અસ્થાને નહીં ગણાય. તત્ત્વનો ભેદ તત્ત્વ બે પ્રકારના છે : ૧. સ્વગત તત્ત્વ ૨. પરગત તત્ત્વ. સ્વગત તત્ત્વ : પોતાની અંદર રહેલું તત્ત્વ તે સ્વગત તત્ત્વ. ગ્રંથકારે સ્વયં આ તત્ત્વ માટે આપેલ દષ્ટાંત છે નિજ આત્મા. પરગત તત્ત્વ :- બીજામાં રહેલ પરમ તત્ત્વ તે પરગત તત્ત્વ છે. પરગત તત્ત્વ એટલે બીજામાં રહેલ ઉચ્ચ આત્મતત્ત્વ એવો અર્થ કરી શકાય. અહીં ઉદાહરણરૂપે પંચપરમેષ્ઠીને લીધા છે. ગ્રંથમાં આત્મતત્ત્વની જ વાત પ્રધાનપણે કરવાની હોવાથી ગ્રંથકર્તાએ અજીવ આદિ તત્ત્વોના ભેદાદિની ચર્ચા કરી જ નથી. સ્વગત તત્ત્વના ભેદ : સ્વગતતત્વ જે નિજ આત્મા છે તે, તેના બે ભેદ પાડવામાં આવ્યા છે : ૧. સવિકલ્પ સ્વગત તત્ત્વ, ૨. અવિકલ્પ સ્વગત તત્ત્વ. સવિકલ્પ તત્ત્વ :- વિકલ્પોયુક્ત, વિચારયુક્ત તત્ત્વ સવિકલ્પ તત્ત્વ છે. આવી અવસ્થામાં મનની ચંચળતા જ પ્રધાનપણે ભાગ ભજવતી હોવાથી આને સાગ્નવ-આસ્રવ સહિતની અવસ્થા ગણી છે. આવી અવસ્થામાં રહેલ જીવાત્મા કર્મબંધ કરી સંસારમાં પરિભ્રમણ કરે છે. અવિકલ્પ તત્ત્વ :- મન વિકલ્પરહિત બની જાય, શાંત બની જાય ઇન્દ્રિયો, વિષયોથી વિમુખ બની જાય, ત્યારે આત્મા અવિકલ્પમાં સ્થિર થાય છે. આવી અવસ્થાને નિરાશ્રવ અવસ્થા કહી છે. નવાં કર્મોનું આગમન અટકી જાય છે. મન નિશ્ચલ બની જાય છે. શુદ્ધ સ્વભાવમાં સ્થિર આત્મા જ ખરું તત્ત્વ છે. તેનો સાર એ જ મોક્ષનું કારણ છે. એવા વિશુદ્ધ આત્મતત્ત્વને જાણીને ધ્યાનમાં મગ્ન બનવું જોઈએ. આવી અવિકલ્પ અવસ્થા પામવાના માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજય ત્રણેય પ્રકારના યોગ–મન-વચન-કાયયોગથી રહિત થવું. બાહ્ય અને આત્યંતર ગ્રંથિઓથી મુક્ત થવું, લાભાલાભ આદિ ધબ્દોથી મુક્ત બનવું, અને ત્રણ રત્નોથી યુક્ત બનવું. આવો આત્મા કદાચ મોક્ષ ન પામે તો પણ તે સ્વર્ગે જાય અને ત્યાંથી પુનઃ મનુષ્ય બનીને સુંદર આરાધના કરી નિશ્ચય મોક્ષગતિને પામે છે. ધ્યાનનો મહિમા વર્ણવતા ગ્રંથકાર જણાવે છે "चलणरहिओ मणुस्सो जह वंछइ मेरु सिहर मारु हि उं । तह झाणेण विहीणो इच्छइ कम्मक्खयं साहू ॥१३॥ અર્થાત જેવી રીતે ગમન ક્રિયા રહિત મનુષ્ય મેરુ શિખર ઉપર ચડવાની ઈચ્છા કરે તેવી જ રીતે ધ્યાન-વિહીન સાધુ કર્મક્ષય કરવાની ઇચ્છા કરે તે બંને અશક્ય ક્રિયા છે. આત્મા બધાથી પર છે, નિરંજન છે, નિરાકાર છે, કષાયથી રહિત છે. કર્મોથી અને નોકર્મ રહિત છે. વ્યવહારનયથી આત્મા ગતિ આદિ ભેટવાળો છે. પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ તો આત્મા મલરહિત, જ્ઞાનમય, સિદ્ધ છે. જેવી રીતે કર્મમલ રહિત આત્મા સિદ્ધગતિમાં વસે છે તેવો જ આત્મા વર્તમાન દેહમાં વસે છે. તે સિદ્ધ, શુદ્ધ, નિત્ય, એક અને નિરાલંબન છે. આવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવા ધ્યાન એ જ શ્રેષ્ઠ માર્ગ છે. મમત્વનો ત્યાગ કરી, જ્ઞાનયુક્ત બની રત્નત્રયના આલંબનથી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્મભાવ પ્રાપ્ત કરવો જોઈએ. ધ્યાન અને આત્માની વાતો કરતા લેખકે કેટલીક વ્યવહારુ પણ સચોટ સૂચનાઓ પણ આપી છે. "जह कुणइ कोवि भेयं पाणियदुद्धाण तक्कजोएण । णाणी व तहा भेयं करेइ वरझाणजोएण ॥२४॥" અર્થાત કોઈ માણસ છાશના યોગથી પાણી અને દૂધને છૂટા પાડે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ ઉત્તમ જ્ઞાનના યોગથી આત્મતત્ત્વ અને પરતત્ત્વને છૂટા પાડે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ "जह जह मणसंचारा इंदियविसयावि उवसमं जंति । तह तह पयडइ अप्पा, अप्पाणं जाण हे सूरो ॥३०॥ જૈન દર્શનમાં નય જેમ જેમ મનની ચંચળતા અને ઇન્દ્રિયોની વિષયસન્મુખતા શાન્ત પડતી જાય તેમ તેમ આત્મતત્ત્વ પ્રગટ થતું જાય છે. તેથી હે શૂરવીર, આત્મતત્ત્વને જાણવું જોઈએ. શુદ્ધભાવનું મહત્ત્વ જણાવતા ગ્રંથકાર કહે છે કે " लहइ ण भव्वो मोक्खं जावइ परदव्ववावडो चित्तो । उग्गतवपि कुतो सुद्धे भावे लहु लहइ ॥३३॥ જ્યાં સુધી મન-ચિત્ત પરદ્રવ્યમાં આસક્ત છે ત્યાં સુધી કોઈ ભવ્ય જીવ મોક્ષમાં જતો નથી, પછી ભલે તે ઉગ્ર તપ કરતો હોય પરંતુ જો તે શુદ્ધ ભાવમાં સ્થિર થાય તો તરત જ મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરે છે. મધ્યસ્થ યોગીની ચર્ચા કરતાં જણાવે છે કે :~ "अप्पसमाणा दिट्ठा जीवा सव्वेवि तिहुअणत्थावि । जो मज्झत्थो जोई ण य तूसइ णे य रूसेइ ॥३७॥ અર્થાત્ જે ત્રણેય જગતનાં સમસ્ત પ્રાણીઓને—જીવોને આત્મસમાન ગણે છે તેવો માધ્યસ્થ યોગી ક્યારેય રાગ કરતો નથી—–રોષ કરતો નથી. અંતે મોહનો નાશ કરવાની જ પ્રધાનતા દર્શાવી છે. જ્યાં સુધી મોહનો નાશ નથી કર્યો હોતો ત્યાં સુધી મન સ્થિર થતું નથી. જ્યારે મોહનો નાશ થાય છે ત્યારે આપોઆપ મન પણ શાંત બની જાય છે. માટે સાધકે મોહનો નાશ કરવાની જ સાધના કરવી જોઈએ. જેમ કે : ण मरइ तावेत्थ मणो जाम ण मोह खयंगओ सव्वो । અર્થાત્ જ્યાં સુધી મોહનો સર્વથા નાશ નથી થયો હોતો ત્યાં સુધી મન મરતું નથી. આમ સાધકને માટે આ લઘુગ્રંથ ઘણાં જ મહત્ત્વનાં સૂચનો આપે છે તેમજ રત્નત્રય દ્વારા મનનો વિજય મેળવી શુદ્ધ આત્મદશામાં સ્થિર Page #28 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી થવાની પ્રક્રિયા દર્શાવે છે. ભાવસંગ્રહ : ભાવસંગ્રહ નામનો એક ગ્રંથ વિમલસેન ગણધરના શિષ્ય દેવસેને રચ્યો છે. પ્રાકૃત ભાષાનિબદ્ધ ૭૦૦ ગાથાઓમાં જૈન દર્શનનાં વિશિષ્ટ સિદ્ધાન્ત ગુણસ્થાનકોનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પં કૈલાશચંદ્ર શાસ્ત્રીનું માનવું છે કે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ આ ગ્રંથ વિશેષ મહત્ત્વપૂર્ણ નથી, કેમ કે ચૌદ ગુણસ્થાનકોનું વર્ણન તો બહુ જ સામાન્ય કોટિનું છે પરંતુ તેનું આલંબન લઈને વિવિધ વિષયોનું કથન વિસ્તારથી કર્યું છે. ભાવસંગ્રહનો વિષય : ૧૭ પ્રથમ બે ગાથાઓ દ્વારા ચૌદ ગુણસ્થાનકોનો નામોલ્લેખ કરી ગ્રંથકારે મિથ્યાત્વ ગુણસ્થાનકનું સ્વરૂપ બતાવ્યું છે, તથા મિથ્યાત્વના એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન, વિપરીત આ પાંચ ભેદો બતાવી બ્રાહ્મણ મતને વિપરીત મિથ્યાદષ્ટિ દર્શાવતાં કહ્યું છે કે બ્રાહ્મણ એમ કહે છે કે જલથી શુદ્ધિ થાય છે, માંસથી પિતૃઓની તૃપ્તિ થાય છે. પશુબલિથી સ્વર્ગ મળે છે. ગોયોનિના સ્પર્શથી સ્વર્ગ મળે છે. ત્યારબાદ આ ચારેય વાતોનું ખંડન કરવામાં આવ્યું છે અને સ્વપક્ષના સમર્થનમાં ગીતા આદિ બ્રાહ્મણ ગ્રંથોમાંથી પ્રમાણો ઉષ્કૃત કર્યાં છે. એકાન્ત મિથ્યાત્વના કથનમાં ક્ષણિકવાદી બૌદ્ધોનું ખંડન કર્યું છે. વૈનયિક મિથ્યાત્વના કથનમાં યક્ષ, નાગ, દુર્ગા, ચંડિકા આદિને પૂજવાનો નિષેધ કર્યો છે. સંશય મિથ્યાત્વનું કથન કરતી વખતે શ્વેતામ્બર મતનું ખંડન કર્યું છે. શ્વેતામ્બર પરંપરામાં સ્ત્રીમુક્તિની વાત કરવામાં આવી છે. કેવલીને કવલાહાર માનવામાં આવે છે. અને સાધુઓ વસ્ત્ર-પાત્ર આદિ રાખે છે. આ બધા સિદ્ધાન્તોની આલોચના કરવામાં આવી છે. શ્વેતામ્બરો પોતાના સાધુઓને સ્થવિરકલ્પી માને છે. ગ્રંથકારે લખ્યું છે કે આ સ્થવિકલ્પ નથી પરંતુ સ્પષ્ટ રૂપથી ગૃહસ્થકલ્પ છે. ત્યાર બાદ તેમણે સ્થવિરકલ્પ અને જિનકલ્પનું વર્ણન કર્યું છે (ગા૰ ૧૧૯-૧૩૯). ત્યારબાદ તેમણે લખ્યું છે કે Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય પરિષહોથી પીડિત અને દુર્ધર તપના ભયથી ભયભીત લોકોએ ગૃહસ્થકલ્પને સ્થવિરકલ્પ જણાવ્યો છે. (ગા. ૧૩૩) ૧૮ ત્યારબાદ ગ્રંથકારે શ્વેતામ્બર મતની ઉત્પત્તિની કથા વર્ણવી છે. તેમના મતાનુસાર સૌ૨ાષ્ટ્રદેશની વલભી નગરીમાં વિસં૰૧૩૬માં શ્વેતામ્બરસંઘની ઉત્પત્તિ થઈ (ગા. ૧૩૭). એક વાત એ પણ સત્ય છે કે આવા પ્રકારની કથા આ સિવાય અન્ય કોઈ પણ પૂર્વ ગ્રંથોમાં પ્રાપ્ત થતી નથી. અજ્ઞાનમિથ્યાત્વનું કથન કરતાં જણાવ્યું છે કે ભ પાર્શ્વનાથની પરંપરામાં મસ્કરિપૂરણ નામક સાધુ હતા. તે ભગવાન મહાવીરના સમવસરણમાં ગયા. તે ત્યાં ગયા પણ ભગવાનની વાણી પ્રસ્ફુટિત ન થઈ તેથી તે રુષ્ટ થઈને ચાલ્યા ગયા અને પ્રચાર કરવા લાગ્યા કે હું ૧૧ અંગધારક છું છતાં મારા જવાથી ભગવાનની વાણી પ્રસ્ફુટિત ન થઈ અને પોતાના શિષ્ય ગૌતમના આગમનથી થઈ ગૌતમે તો હમણાં જ દીક્ષા લીધી છે અને તે વેદભાષી બ્રાહ્મણ છે. તેથી તે જિનોક્ત શ્રુતને શું જાણે ? આમ કહી તેણે ઘોષણા કરી કે અજ્ઞાન દ્વારા જ મોક્ષ મળે છે. (ગા ૧૬૧. ૧૬૩.) ભગવાન મહાવીર તથા ગૌતમબુદ્ધના સમયમાં મંલિગોશાલ અને પૂરણકશ્યપ નામના બે શાસ્તાઓનો ઉલ્લેખ ત્રિપિટક સાહિત્યમાં મળે છે. મવૃત્તિનું સંસ્કૃત નામ મસ્કરી માનવામાં આવે છે. માટે જ એમ લાગે છે કે મસ્કરી અને પૂરણ આ બંને નામોને મેળવીને એક જ વ્યક્તિ સમજી લેવામાં આવેલ છે. મંખલિગોશાલને નિયતિવાદી માનવામાં આવે છે. આ પાંચેય મિથ્યાત્વીઓની ચર્ચા કર્યા બાદ ચાર્વાક પ્રરૂપિત મિથ્યાત્વનું વર્ણન કર્યું છે. ચાર્વાક મતાનુસાર ચૈતન્ય એ ભૂત(પંચભૂત)નો વિકારમાત્ર છે. ગ્રંથકારે આ મતને કૌલાચાર્યનો મત કહ્યો છે. પરંતુ યશસ્તિલક ગ્રંથના છઠ્ઠા આશ્વાસમાં કૌલિક મતને શૈવતંત્રનું અંગ ગણાવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે બધાં જ પેય-અપેયોમાં અને ભક્ષ્ય-અભક્ષ્યોમાં નિઃશબ્દ ચિત્તથી પ્રવૃત્ત થવું તે કુલાચાર્યનો મત છે. આ ત્રિકમત છે. મતમાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી મનુષ્ય માંસ, મદિરાનું સેવન કરી કોઈ સ્ત્રીને સેવન કરવા દ્વારા શિવપાર્વતીનો વેશ ભજવતા શિવની આરાધના કરે છે. અહીં ચાર્વાક પણ પુણ્ય-પાપ, પરલોક આદિ માનતો નથી તેથી ગ્રંથકારે કૌલિક મતને પણ ચાર્વાક માની લીધો છે. ત્યાર બાદ સાંખ્યમતની આલોચના કરી છે. જણાવ્યું છે કે જીવ હંમેશાં અકર્તા છે. પુણ્યપાપનો ભોક્તા નથી. આવી વાત કરી તેઓએ બહેન અને પુત્રીને પણ અંગીકાર કરી છે. (ગા. ૧૭૯) ત્રીજા મિશ્ર ગુણસ્થાનકનું વર્ણન કરતાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રની આલોચના કરી છે. બ્રહ્માની આલોચના કરતાં તિલોત્તમાના ઉપાખ્યાનની, કૃષ્ણની સમાલોચના કરતાં શૂકર કૂર્મ, રામાવતારની ચર્ચા કરી છે. રુદ્રની ચર્ચા કરતાં તેના સ્વરૂપ અને બ્રહ્મહત્યાનું વિવેચન કર્યું છે. (ગા. ૨૦૩પપ) ચોથા અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકનું વર્ણન કરતાં તેમણે સાત તત્ત્વોની ચર્ચા કરી છે. પાંચમાં ગુણસ્થાનકના સ્વરૂપનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક ૨૫૦ ગાથાઓમાં કર્યું છે. તેમાં શ્રાવકાચારનું વર્ણન છે. તેમાં અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતની સાથે આઠ મૂળ ગુણનું પણ વર્ણન છે. આઠ મૂલ ગુણ આ પ્રમાણે છે. પાંચ ઉદુમ્બર ફળોનો ત્યાગ તથા મધ, માંસ, મધનો ત્યાગ. ત્યારબાદ ચાર પ્રકારના ધ્યાનનું વર્ણન છે. તેમજ દેવપૂજાનું વર્ણન કર્યું છે. ચાર દાનનું વર્ણન પણ કર્યું છે. સાતમા ગુણસ્થાનકના સ્વરૂપના વર્ણનમાં પિંડથ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ત્યારબાદ બાકીનાં ગુણસ્થાનકોનું સામાન્ય વર્ણન કરી ગ્રંથ સમાપ્ત કર્યો છે. - નાથૂરામ પ્રેમીના મતાનુસાર આ ગ્રંથમાં દર્શનસારની અનેક ગાથાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તથા ગ્રંથાજો દેવસેનના નામનો ઉલ્લેખ હોવાથી આ ગ્રંથ કર્તા અને દર્શનસારના કર્તા એક જ છે. પં. જુગલકિશોર મુખ્યતારનો પણ મત આ પ્રકારનો જ છે. તેઓએ વિમલસેનના નામની સમાનતા, મંગલાચરણના શ્લોકમાં વિમલપદનો ઉપયોગ અને અંતે દેવસેનનું નામ આ બધાને આધારે એકકતૃત્વ માન્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન દર્શનમાં નય પરંતુ પંડિત કૈલાશચંદ્રશાસ્ત્રીના મતે આ ગ્રંથના કર્તા દેવસેન, તે દર્શનસારના કર્તા દેવસેનથી ભિન્ન છે અને તેના સમર્થનમાં પં. પરમાનંદ શાસ્ત્રીનો મત ટાંક્યો છે. પં. પરમાનંદ શાસ્ત્રીના મતે ભાવસંગ્રહ દર્શનસારના રચયિતા દેવસેનની કૃતિ નથી. કારણ કે દર્શનસાર મૂળસંઘનો ગ્રંથ છે. તેમાં કાઠાસંઘ, દ્રાવિડસંઘ, યાપનીયસંઘ અને માથુરસંઘને જૈનાભાસ ઘોષિત કર્યા છે. પરંતુ ભાવસંગ્રહ કેવળ મૂળસંઘનો ગ્રંથ નથી. તેમાં ત્રિવર્ણાચારની જેમ આચમન, સકલીકરણ, યજ્ઞોપવીત, પંચામૃતાભિષેક આદિનું વિધાન છે. એટલું જ નહીં, પરંતુ ઈન્દ્ર, અગ્નિ, કાલ, નૈઋત્ય, વરુણ, પવન, યક્ષ અને સોમાદિનું સશસ્ત્ર આહ્વાન કરવાનું તથા બલિ, ચરુ આદિ પૂજા દ્રવ્ય તથા યજ્ઞના વિભાગને બીજાક્ષરયુક્ત મંત્રો દેવાનું વિધાન છે. તેમના મતે અપભ્રંશ ભાષાના સુલોચના ચરિઉના કર્તાનું નામ પણ દેવસેન છે અને તેમના ગુરુનું નામ પણ વિમલસેન ગણિ છે. આથી ભાવસંગ્રહ તેમનો જ ગ્રંથ છે. પં. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ આ ગ્રંથ ભારતમાં ગઝનવીના આક્રમણ પછી રચાયો હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ તેમણે કોઈ જ પ્રમાણ પ્રદર્શિત કર્યું નથી. આ બાબતે દિગમ્બર પરંપરામાં થઈ ગયેલ વિદ્વાન્ પિતા-પુત્ર શ્રીયુત મિલાપચંદ કટારિયા અને રતનલાલ કટારિયાએ એક અત્યંત વિસ્તૃત અને સંશોધનપૂર્ણ લેખ રેવસેન છે મવસંગ્રહ લખ્યો છે. તેમાં અનેકાનેક પ્રમાણોથી પ્રમાણિત કર્યું છે કે ભાવસંગ્રહના કર્તા દેવસેન પ્રથમ દેવસેનથી ભિન્ન છે અને તે ૧૩-૧૪મી સદીમાં થઈ ગયેલ દેવસેન છે. નયચક્ર : નયચક્રને લઘુ નયચક્રના નામથી ઓળખવામાં આવે છે. તેના કર્તા આ દેવસેન છે. પ્રાકૃત ભાષા નિબદ્ધ ૮૭ ગાથાઓમાં નયોનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. નય એ જૈન ધર્મનો વિશિષ્ટ સિદ્ધાન્ત છે. દિગમ્બર પરંપરામાં નયોનું સ્વતંત્ર વર્ણન કરતો આ સર્વપ્રથમ ગ્રંથ છે. નયોનું વર્ણન કરતા આ દેવસેને નયોની મહત્તા પણ દર્શાવી છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ - આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી जह्या णएण विणा होइ ण णरस्स सियवायपडिवत्ती । तह्मा सो बोहव्वो एयंतं हतुकामेण ॥१७४॥ નયના જ્ઞાન વિના મનુષ્યને સ્યાદ્વાદનો બોધ થતો નથી. માટે એકાન્તનો વિરોધ કરવાની ઈચ્છા હોય તેણે નયનું જ્ઞાન મેળવવું જોઈએ. जह सत्थाणं माई सम्मत्तं जह तवाइगुणणिलए । धाउवाए रसो तह णयमूलं अणेयंते ॥१७५॥ જેવી રીતે શાસ્ત્રનું મૂળ અકારાદિ વર્ણ છે. તપ આદિ ગુણોના ભંડાર સાધુમાં સમ્યક્ત અને ધાતુવાદમાં પારો છે તેવી રીતે અનેકાન્તવાદનું મૂળ નયવાદ છે. जे णयदिट्ठिविहीणा ताण ण वत्थूसहावउवलद्धि । वत्थुसहावविहूणा सम्मादिट्ठी कहं हुंति ॥१८१॥ જે વ્યક્તિ નયદષ્ટિથી વિહીન છે તેને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન નથી થતું. અને વસ્તુના સ્વરૂપને ન જાણનાર સમ્યક્દષ્ટિ કેવી રીતે હોઈ શકે. धम्मविहीणो सोक्खं तपाछेयं जलेण जह रहिदो । तह इह वंछइ मूढो णयरहिओ दव्वणिच्छित्ती ॥६॥ જેવી રીતે મનુષ્ય ધર્મ વિના સૌખ્ય પામવાની ઇચ્છા કરે, અને જળ વગર તૃષ્ણા નાશ કરવાની ભાવના રાખે તો તે ફળીભૂત થાય નહીં તેવી જ રીતે નયજ્ઞાન વગંર જો દ્રવ્યનું જ્ઞાન પામવાની ઇચ્છા કરે તો તે નિરર્થક છે. जह ण विभुंजइ रज्जं राओ गिहभेयणेण परिहीणो । तह झादा णायव्वो दवियणिछित्तीहि परिहीणो ॥७॥ જેવી રીતે રાજા જુદાં-જુદાં ખાતાઓની વહેંચણી કર્યા વગર રાજ કરી શકતો નથી તેવી જ રીતે જે મનુષ્ય નય જ્ઞાન વિના જ દ્રવ્યનું જ્ઞાન મેળવવા ઇચ્છે છે તે નિરર્થક છે. આમ નયની મહત્તા દર્શાવતી ગાથાઓ દર્શાવી છે. ત્યારબાદ Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક આ બે નયોને સાત નર્યમાં ઉમેરી નવ નય અને ત્રણ ઉપનયો સાથે બાર નયની વ્યાખ્યા સાથે ચર્ચા કરી છે. આ અંગે આગળ વિશદ વર્ણન કરવામાં આવનાર છે તેથી અહીં તેનું વિસ્તારપૂર્વકનું વર્ણન ટાળ્યું છે. આલાપપદ્ધતિ : દિગમ્બર પરંપરામાં આલાપપદ્ધતિ નામક લઘુગ્રંથ ખૂબ જ પ્રચલિત છે. સંસ્કૃત ભાષા નિબદ્ધ પ્રસ્તુત ગ્રંથ સૂત્રાત્મક શૈલીમાં રચાયેલ છે, તેમ છતાં ભાષા સરળ અને સુબોધ હોવાને કારણે આ ગ્રંથ ખૂબ જ લોકપ્રિય અને પઠનીય બન્યો છે. તેથી જ આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને અનુવાદો પ્રકાશિત થયાં છે જયારે શ્વેતામ્બર પરંપરામાં આ ગ્રંથ અલ્પજ્ઞાત રહ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજીએ આ ગ્રંથનો ઉપયોગ કરી દ્રવ્યગુણ પર્યાયનો રાસ રચ્યો છે અને તેમાં અનેક સ્થળે દેવસેનના નયચક્રનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમની માન્યતાઓની સમાલોચના કરી છે. ગ્રંથનામ : આ ગ્રંથનું નામ આલાપપદ્ધતિ છે. પરંતુ મુંબઈના દિગમ્બર જૈન મંદિરના ભંડારમાં આ ગ્રંથને “નયચક્ર સંસ્કૃત ગદ્ય” નામથી નોંધવામાં આવ્યો છે. તેમજ પ. શિવજીલાલ કૃત દર્શનસાર-વચનિકામાં દેવસેનના સંસ્કૃત નયચક્રનો ઉલ્લેખ છે. આમ કેટલાક વિદ્વાનો આ ગ્રંથને જ્યચક્ર એવું નામ આપે છે. ઉપાયશોવિજય પણ આ ગ્રંથને નયચક્ર નામ આપે છે. પરંતુ આ ગ્રંથનું મૂળ નામ આલાપપદ્ધતિ જ છે. ગ્રંથના આદિમાં ગ્રંથકાર સ્વયં જણાવે છે કે નીપદ્ધતિર્વવનરવનાનુPUા નિયત્ર રોપણી ૩ષ્યતે | અર્થાત પ્રશ્નોત્તર પદ્ધતિથી નયચક્ર ઉપર આલાપપદ્ધતિ નામના ગ્રંથની રચના કરવામાં આવી રહી છે. તેમજ અંતે જણાવ્યું છે કે इति सुखबोधार्धपालापपद्धतिः श्रीमद् देवसेन पाण्डतविरचिता परिसमाप्ता ॥२९ અર્થાત્ આ પ્રમાણે સુખપૂર્વક બોધ કરાવવા માટે દેવસેન પડિત Page #34 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૨૩ રચિત આલાપપદ્ધતિ સમાપ્ત થઈ. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત ગ્રંથનું નામ નયચક્ર નહીં પરંતુ આલાપપદ્ધતિ છે. તેમ છતાં પં નાથૂરામ પ્રેમી જણાવે છે કે આલાપપદ્ધતિ નયચક્રનો જ ગદ્યરૂપ સારાંશ છે. અને તે નયચક્ર ઉપર જ લખવામાં આવેલ છે. માટે કેટલાક લોકો દ્વારા આપવામાં આવેલ નયચક્ર નામ એક સીમા સુધી ક્ષમ્ય છે. પરંતુ વાસ્તવમાં આ ગ્રંથનું નામ આલાપપદ્ધતિ જ છે.૨૦ ગ્રંથનો વિષય : જૈનધર્મમાં ગુણ, પર્યાય અને સ્વભાવનું વર્ણન કરનાર અનેક પ્રૌઢ ગ્રંથો છે. તેમાંથી નવનીતરૂપે તારવેલ પદાર્થને સરળ અને સંક્ષેપ શૈલીમાં અહીં રજૂ કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં ગુણ, પર્યાય, સ્વભાવ, નય, ઉપનય, ગુણની વ્યુત્પત્તિ, પર્યાયની વ્યુત્પત્તિ, સ્વભાવોની વ્યુત્પત્તિ, સ્વભાવ અને ગુણમાં ભેદ, પદાર્થોને સર્વથા અસ્તિ આદિ એક સ્વભાવવાળો માનવામાં દૂષણ, નયદૃષ્ટિથી વસ્તુસ્વભાવ વર્ણન, પ્રમાણનું લક્ષણ, વ્યુત્પત્તિ અને તેના ભેદ, નયનું લક્ષણ, વ્યુત્પત્તિ અને ભેદ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય, તથા તેના ભેદોની વ્યુત્પત્તિ, નય અને ઉપનયોના સ્વરૂપનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૨૧ ગ્રંથ કર્તા : દિગમ્બર પરંપરાના પં૰ નાથૂરામ પ્રેમી, પં. શ્રી કૈલાશચંદ્ર શાસ્ત્રી, પં. શ્રી ફૂલચંદ શાસ્ત્રી આદિ બધા જ વિદ્વાનો આલાપપદ્ધતિને દેવસેનકૃત જ માને છે. અને આ દેવસેન તેમજ દર્શનસારના કર્તા દેવસેનને એક જ માને છે. આ અંગે ચર્ચા કરતાં પૂર્વે આ ગ્રંથના કર્તા સ્વરૂપે દેવસેનને માનવા માટે તેમણે આપેલી દલીલોની સંક્ષેપમાં ચર્ચા કરીશું. ૧. भाण्डारकर रिसर्च इन्स्टिट्यूट, पूना में इस ग्रन्थ की एक प्रति है । प्रति के अन्त में लेखक ने लिखा है કૃતિ सुखबोधार्थमालापपद्धतिः श्री देवसेन विरचिता समाप्ता । इति श्री नयचक्र सम्पूर्णम् ॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રૂ. જૈન દર્શનમાં નય २. पं. शिवजीलालकृत दर्शनसार-वचनिका में देवसेन के संस्कृत नयचक्र का जो उल्लेख है वह भी जान पड़ता है, इसी आलापपद्धति को लक्ष्य कर के किया गया है। इसकी प्रत्येक प्रति में 'देवसेनकृता' लिखा भी मिलता है, जिससे यह निश्चय हो जाता है कि यह नयचक्र के कर्ता देवसेन ही है । प्रस्तुत कृति अन्य किसी की नहीं है ।२२ પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી પણ આ ગ્રંથને દેવસેનકૃત જ માને છે. તેમણે સંપાદિત અનુવાદિત કરેલ આલાપપદ્ધતિના અંતે મૂળ ગ્રંથમાં જ જણાવેલ છે કે इति सुखबोधार्थमालापपद्धतिः श्री देवसेन पण्डितविरचिता परिसमाप्ता । પં. ફૂલચંદ સિદ્ધાન્ત શાસ્ત્રી પણ આ ગ્રંથના કર્તા તરીકે દેવસેનને માને છે. તેઓ જણાવે છે કે इस ग्रन्थ के कर्ता श्री देवसेन सूरि है । आलापपद्धति के सिवाय आपने दर्शनसार, भावसंग्रह, आराधनासार और तत्त्वसार आदि कई महत्त्वपूर्ण ग्रंथों की रचना की हैं ।२४ આમ દરેક દિગમ્બર વિદ્વાન આ ગ્રંથના કર્તારૂપે દેવસેનને માને છે અને તે દેવસેન એટલે દર્શનસારના કર્તા જ દેવસેન છે તેમ પણ માને છે. આ અંગે તેમણે આપેલ પ્રમાણરૂપે માત્ર ગ્રંથના અંતે આવેલ સમાપ્તિ દર્શક વાક્યમાં દેવસેનના નામનો ઉલ્લેખ છે ! આથી એ વાત તો સત્ય છે કે આ ગ્રંથના રચયિતા દેવસેન જ છે. પરંતુ હવે એ મુખ્ય સંશોધનનો વિષય છે કે દર્શનસારના કર્તા દેવસેન અને આલાપપદ્ધતિના કર્તા દેવસેન એક જ છે કે અન્ય ? આલાપપદ્ધતિના રચયિતા દેવસેન નયચક્રના કે દર્શનસારના રચયિતાથી ભિન્ન હોવાની સંભાવના વધુ છે. તે માટે નીચેનાં પ્રમાણો રજૂ કરી શકાય. ૧. વિક્રમની દશમી શતાબ્દીના અંતે થયેલ દેવસેને બધા જ ગ્રંથો પ્રાકૃત Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ભાષામાં રચ્યા છે અને તે બધા જ પદ્ય-બદ્ધ છે. પ્રાકૃત નયચક્રનું અવલોકન કરી લખાયેલ પ્રસ્તુત આલાપપદ્ધતિ સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. છતાં તેમાં પ્રાકૃત નયચક્રના વિષયોનું અનુસરણ કરવામાં આવ્યું નથી. ૩. વિષયોને પુષ્ટ કરવા માટે ઉદ્ધત કરવામાં આવેલ નય વિષયક શ્લોકો પણ નયચક્રમાંથી લેવામાં આવ્યા નથી. ૪. દિગમ્બર પરંપરામાં એકાધિક દેવસેન થયેલા છે. તેથી પ્રસ્તુત દેવસેન એ પ્રથમ દેવસેનથી ભિન્ન દેવસેન પણ સંભવી શકે. ૫. પ્રથમ દેવસેને પોતાના ગ્રંથોમાં મુનિનાથ, ગણિ જેવાં વિશેષણો વાપર્યા છે. જ્યારે અહીં ગ્રંથના અંતે પંડિત દેવસેન એવું લખ્યું છે. જ્યારે મૂળ દેવસેન તો વિનયી અને સરળ છે. તેઓ પોતાના માટે પંડિત એવો શબ્દ પ્રયોગ ન કરે. ઉપાધ્યાય યશોવિજયનું જીવન : સત્તરમી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય યશોવિજયજીએ અનેક ગ્રંથોની રચના કરી જૈન દર્શનને વધુ સમૃદ્ધ બનાવવાનું ઉત્તમોત્તમ કાર્ય કર્યું છે. અનેક વિષયો ઉપર તલાવગાહી જ્ઞાન ધરાવનાર ઉપાયશોવિજય મની કલમમાં સાહિત્યિકતા છે, સાથે સાથે તીક્ષ્ણતા છે. છતાંય ક્યાંય વિવેકભંગ થતો જણાતો નથી. તમામ વાતો અને યુક્તિ-પ્રયુક્તિઓ શાસ્ત્રોક્ત અને સાધાર જોવા મળે છે. આ તેમની વિશેષતા છે. પદે પદે તેમની નવનવોન્મેષ પ્રજ્ઞાના દર્શન થાય છે. ગંભીર પદાવલીઓ પંડિતોની પ્રજ્ઞાને પણ મૂંઝવી દે તેવી છે. સાથે સાથે સરળ ગ્રંથો, સરળ ગુજરાતી ભાષામાં રચાયેલ સુબોધ ગ્રંથોમાં ગહન શાસ્ત્રગ્રંથોના રહસ્યને સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કર્યા છે. આવી ઉભય પ્રકારની વિશેષતા ધરાવતી ઉપા. યશોવિજયજીની પ્રજ્ઞાને વારંવાર વંદન કરવાનું મન થાય. તેઓશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત અને તળપદી ગુજરાતી ભાષામાં ગ્રંથો રચી જૈન સાહિત્યક્ષેત્રે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન દર્શનમાં નય બહુ મોટું યોગદાન કર્યું છે. ઉપા. યશોવિજયજી નાનપણથી જ તીવ્ર સ્મરણ-શક્તિ ધરાવતા હતા. બાલ્યકાળમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી વિદ્યાભ્યાસનો પ્રારંભ કર્યો. ગુરુભગવંતોની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરી તૈયાર થયા અને અમદાવાદમાં અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો. તેમની પ્રજ્ઞાથી પ્રભાવિત થયેલ શ્રાવકોએ તેમનામાં આ હરિભદ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિનાં દર્શન કર્યા. આથી જ તેમના ગુરુ મહારાજને વિનંતી કરી બનારસ ભણવા મોકલ્યા. બનારસમાં ટૂંક સમયમાં જ જટિલતમ વિદ્યાશાખા નવ-ન્યાય અને અન્ય ભારતીય દર્શનનો અભ્યાસ કરી પારંગત બન્યા. અનેક પંડિતોને વાદમાં હરાવી અજેય બન્યા અને જૈન ધર્મની વિજયપતાકા લહેરાવી અભુત શાસનપ્રભાવના કરી. ત્યાંથી આગ્રા જઈ બાકી રહેલ દર્શનોનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરી પુનઃ ગુજરાતમાં પધાર્યા અને ત્યારબાદ તો તેમણે આજીવન સાહિત્ય-સર્જનનું અભૂતપૂર્વ કાર્ય ચાલુ કરી દીધું. નબન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાન્ત આદિ અનેક વિષયો ઉપર લખાણ થવા લાગ્યું. જે જે વિષય ઉપર લખવાનો પ્રારંભ કરતા તે તે વિષયોના મૂળ સુધી પહોંચી જતા. કોઈ પણ વિષય, પછી તે દર્શનનો હોય કે સિદ્ધાન્તનો, સ્વસમયનો હોય કે પર સમયનો તેની સૂક્ષ્મ વિવેચના કરે અને તે તે વિષયના પ્રૌઢ ગ્રંથોનાં ઉદ્ધરણો આપી વાતને પુષ્ટ કરે. આવી અદ્ભુત શૈલી ધરાવનાર યશોવિજયજીએ વિપુલ પ્રમાણમાં બહુમૂલ્ય સાહિત્ય-સર્જન કરી જૈન દર્શનમાં મૂલ્યવાન યોગદાન કર્યું છે જેના માટે જૈન ધર્મ સદીઓ સુધી તેમનો ઋણી રહેશે. તેઓશ્રીએ દિગંબરાચાર્ય સમતભદ્રકૃત અષ્ટસહસ્ત્રી, પતંજલિકૃત યોગસૂત્ર, મમ્મટ કૃત કાવ્યપ્રકાશ, જાનકીનાથ શર્મા કૃત ન્યાયસિદ્ધાન્તમંજરી ઈત્યાદિ ગ્રંથો પર વૃત્તિ લખી તથા યોગવાશિષ્ઠ, ઉપનિષદુ, શ્રીમદભગવદ્ગીતામાંથી સેંકડો આધારો આપ્યા છે, જે તેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દૃષ્ટિનો પરિચય કરાવે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૨૭ ઉપાધ્યાય મહારાજ દાર્શનિક વિષયના પારદ્રષ્ટા હતા, તેમણે જૈન દર્શનનાં તત્ત્વને નવ્યન્યાયની શૈલીમાં રજૂ કર્યાં છે. જૈન દર્શનશાસ્ત્રમાં તેમ જ અધ્યાત્મ-યોગમાં પણ એમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આવિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા એવા જ ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન્ પૂર્વાચાર્યોનું સ્મરણ કરાવે છે. જૈન તત્ત્વમીમાંસાને નવ્ય શૈલીમાં રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ : મિથિલામાં ૧૨મી સદીમાં ગંગેશ ઉપાધ્યાય નામના મહાપંડિત થઈ ગયા. તેમણે ન્યાયદર્શનનાં લક્ષણોની અવચ્છેદક-અવિચ્છિન્નની નવી શૈલી દ્વારા સમાલોચના કરી અને લક્ષણોમાં રહેલ ક્ષતિઓનું નિવારણ કરી સંપૂર્ણ વ્યાખ્યા રજૂ કરી. આથી જ તેઓ નવ્યન્યાયના જનક ગણાય છે. અને તેમણે તત્ત્વચિંતામણિ નામના પ્રૌઢ ગ્રંથની રચના કરી. આ શૈલીની વિશિષ્ટતા ને સૂક્ષ્મતાને કારણે તે ધીરે ધીરે વધુ ને વધુ પ્રચલિત બનતી ગઈ અને ન્યાયદર્શન ઉપરાંત અન્ય દર્શનના વિદ્વાનોએ પણ આ શૈલી અપનાવી પોતપોતાના દર્શનના ગ્રંથોની રચના નવ્યશૈલીમાં કરવા લાગી ગયા હતા. આટલું જ નહિ પરંતુ અન્ય વિદ્યાશાખાઓમાં પણ શૈલીનો પ્રચાર થઈ ચૂક્યો હતો. ન્યાયદર્શન સિવાય સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ વગેરે શાસ્ત્રો પણ નવ્ય શૈલીમાં રચાવા લાગ્યાં હતાં. અર્થાત્ સમગ્ર ભારતમાં આ શૈલી પ્રચલિત થઈ ચૂકી હતી. પરંતુ હજુ જૈન દર્શનના ગ્રંથો આ શૈલીમાં રચાયા ન હતા. નવ્યશૈલીનો અભ્યાસ કરવા માટે સહુ પ્રથમ ન્યાયદર્શનનો અભ્યાસ કરવો પડતો હતો. જૈન દર્શનને માથે એક મહેણું હતું કે જૈન દર્શનના ગ્રંથો નવ્યશૈલીમાં લખાયા નથી. આ મહેણાને ભાગવાનું શ્રેય ઉપા યશોવિજયજીને જાય છે. તેઓએ જૈન દર્શનના પદાર્થો અને પ્રમાણનાં લક્ષણોને દર્શનની મર્યાદામાં રહીને નવ્ય શૈલીમાં રચ્યાં. શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકામાં તેમણે નવ્યન્યાયનો પ્રચુર માત્રામાં ઉપયોગ કર્યો છે. આ ટીકાગ્રંથ તેમની પ્રૌઢ રચના છે. તેમાં તમામ દર્શનોની ખૂબ જ સૂક્ષ્મતા સાથે સમાલોચના કરી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન દર્શનમાં નય આ ઉપરાંત સમંતભદ્ર કૃત આપ્તમીમાંસા ઉપર રચાયેલ મૂર્ધન્ય ગ્રંથ અષ્ટસહસી નામની ટીકા ઉપર ઉપાડ યશોવિજયજીએ આઠ હજાર શ્લોકપ્રમાણ બીજી નવી અષ્ટસહસ્ત્રી નામની ટીકાની રચના કરી છે. આ ગ્રંથમાં પણ પદે પદે નવ્ય શૈલીનો ઉપયોગ કરી જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને મંડિત કર્યું છે. આ ઉપરાંત તેઓએ અન્ય ગ્રંથોમાં પણ આ શૈલીનો પ્રયોગ કર્યો છે. આમ જૈન દર્શનના ગ્રંથોને નવ્ય શૈલીમાં ઢાળવાનું સર્વપ્રથમ સફળ કાર્ય ઉપા. યશોવિજયજીએ કર્યું. આ તેઓશ્રીનું સહુથી મોટું પ્રદાન છે. વિકભોગ્ય ગ્રંથોની રચના સાથે છાત્રોપયોગી ગ્રંથોની રચના : સત્તરમી સદી સુધીમાં જૈન દર્શનમાં અનેક ગ્રંથોની રચના થઈ ચૂકી હતી. દ્વાદશાર-નયચક્ર ને સન્મતિતર્ક જેવા અત્યંત પ્રૌઢ ગ્રંથો ઉપલબ્ધ હતા. નયચક્ર પરની સિંહસૂરિની ટીકા તથા સન્મતિસૂત્ર પરની અભયદેવસૂરિની બૃહત્ ટીકા તો જૈન દર્શનના શ્રેષ્ઠ ગ્રંથો છે. આ ઉપરાંત ગૌતમના ન્યાયસૂત્રની તુલના કરી શકે તેવી કલિકાલ સર્વજ્ઞનો પ્રમાણમીમાંસા ગ્રંથ હતો. જોકે અત્યારે તે સંપૂર્ણ રૂપે ઉપલબ્ધ થતો નથી છતાંય જેટલો અંશ ઉપલબ્ધ છે તેમાં પણ ખૂબ જ ગંભીર અને અકાઢ્ય યુક્તિઓ દ્વારા જૈન દર્શનનાં તત્ત્વોની અત્યન્ત સુંદર રીતે રજૂઆત કરી છે. બૌદ્ધ શાસ્ત્રોની તર્કજાળ અને યુક્તિ-પ્રયુક્તિઓ ખૂબ જ પ્રચલિત છે. કમલશીલના તત્ત્વસંગ્રહની તુલના કરી શકે તેવો ગ્રંથ શાસ્ત્રવાર્તાસમુચ્ચય રચવાનું શ્રેય આ હરિભદ્રસૂરિને છે. જૈન દર્શનનાં પ્રમાણોનું લક્ષણ આ સિદ્ધસેન દિવાકર સૂરિએ ન્યાયાવતાર સૂત્રમાં કર્યું જ હતું, પણ તેને વિસ્તારપૂર્વક સુવ્યવસ્થિત કરવાનું કાર્ય બુદ્ધિસાગરસૂરિએ પ્રમાલક્ષ્મ નામના ગ્રંથમાં કર્યું છે. આમ અનેક શાસ્ત્રગ્રંથો ઉપલબ્ધ હતા તેમાં ઉપાધ્યાયજીએ ટીકાગ્રંથોની અને સ્વતંત્ર ગ્રંથોની રચના કરી વૃદ્ધિ કરી. આમ વિપુલ દાર્શનિક સાહિત્ય ઉપલબ્ધ હોવા છતાં તેમને જૈન દર્શનમાં પ્રવેશ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે કોઈ સરળ ગ્રંથની ઊણપ ખટકી હશે. જૈન દર્શનમાં પ્રૌઢ ગ્રંથોની કોઈ જ કમી ન હતી પરંતુ છાત્રને દાર્શનિક ક્ષેત્રે પ્રવેશ કરવા માટે પરોપજીવિતા અનુભવવી પડતી હતી. Page #40 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૨૯ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ તર્કસંગ્રહ અને મુક્તાવલી જેવા અન્ય દર્શનના ગ્રંથોનો અભ્યાસ કરવો પડતો હતો. કેશવ મિશ્રની તર્કભાષાનો અભ્યાસ કરવો જરૂરી જણાતો હતો. આ કારણે વિદ્યાર્થીના કુમળા માનસપટ ઉપર તે તે દર્શનોના સંસ્કારો રૂઢ થઈ જતા હતા. આ પરિસ્થિતિમાં તેમણે વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવા સંસ્કરણની આવશ્યકતા જણાઈ હશે. આથી જ તેઓએ તર્કભાષા-જૈનતર્કભાષા નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં જૈન તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષયો પ્રમાણ-નય-નિક્ષેપની સરળ ભાષામાં રજૂઆત કરી છે. કોઈ પણ વિદ્યાર્થી જૈન દર્શનનો અભ્યાસ કરવા ઇચ્છતો હોય તો તેના માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી થાય તેવો છે. જૈન દર્શનના અગાધ જ્ઞાનસાગરમાં અવગાહવા માટેની નાવ સમાન ગ્રંથ અન્ય બે તર્કભાષાઓ (૧) ન્યાયદર્શનનાં તત્ત્વોની વ્યાખ્યા કરનાર કેશવ મિશ્રની તર્કભાષા અને (૨) મોક્ષાકર ગુપ્તની બૌદ્ધદર્શનના પદાર્થોની વ્યાખ્યા કરનાર તર્કભાષા કરતાં અનેક રીતે ચડિયાતો અને સુવ્યવસ્થિત છે. ઉપા. યશોવિજયજી મ. સા. વિરચિત જૈનતર્કભાષા સ્યાદ્વાદરત્નાકર અને વિશેષાવશ્યકભાષ્યના સારરૂપ ગ્રંથ છે. જૈનના મહત્ત્વપૂર્ણ નિયસિદ્ધાન્તનો સુપેરે બોધ થાય તે માટે શ્વેતામ્બર પરંપરામાં સ્વતંત્ર સાહિત્યનો અભાવ હતો. સન્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર ટીકા, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા આદિ ગ્રંથોમાં નયની વિશદ છણાવટ કરવામાં આવી છે છતાંય આ બધા જ ગ્રંથો ક્લિષ્ટ અને વિદ્ધભોગ્ય હોવા ઉપરાંત છાત્રોને ખૂબ જ કઠિન પડે તેવા હોવાથી ઉપા. યશોવિજયજીએ છાત્રોને ઉપયોગી થાય તેવા નયપ્રદીપ નામના સરળ ગ્રંથની રચના કરી છે તેમ જ નરહસ્ય અને નયોપદેશ જેવા પ્રૌઢ ગ્રંથની રચના પણ કરી છે. સર્વજનોપયોગી ગ્રંથો રચવાનું મહાન કાર્ય : સંસ્કૃત અને પ્રાકૃત ભાષા અર્થબહુલ છે. સંસ્કૃત ભાષા તો પંડિતોની ભાષા તરીકે પ્રાચીનકાળથી જ પ્રચલિત છે. અને પ્રાકૃત ભાષાનો પ્રચાર પણ ધીરે ધીરે અલ્પ થતો જવાને કારણે સંસ્કૃત ભાષાની જેમ શાસ્ત્રોની ભાષા બની ગઈ. આથી દર્શન અને સિદ્ધાન્તના ગ્રંથોનો તાગ ઉક્ત ભાષાજ્ઞાન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન દર્શનમાં નય વિના સંભવિત નથી. આ બન્ને ભાષાઓનો અભ્યાસ તો વિશિષ્ટ જિજ્ઞાસુઓ જ કરતા હતા. આથી સામાન્ય જનને શાસ્ત્રોનાં રહસ્ય પામવા કિઠિન જ નહીં પણ દુષ્કર જ બની જાય. આવી પરિસ્થિતિમાં સામાન્ય જીવોનેબાળજીવોને–ભાષાજ્ઞાન વગરના જિજ્ઞાસુઓને તત્ત્વજ્ઞાનની ઇચ્છા પરિપૂર્ણ થાય તે માટે ઉપાધ્યાય યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં સરળ અને સુબોધ ગ્રંથોની રચના કરી છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, ષસ્થાનક ચૌપાઈ તથા સીમંધર સ્વામીનાં સ્તવનોમાં તત્ત્વજ્ઞાનને ખૂબ જ ખૂબીપૂર્વક પીરસવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનને ગુજરાતી ભાષામાં અવતારવાનું સર્વપ્રથમ કાર્ય ઉપાડ યશોવિજયજીએ કર્યું છે અને આ દ્વારા તેમણે શાસ્ત્રનાં ગંભીર રહસ્યોને સરળ અને સુબોધ શૈલીમાં રજૂ કર્યા છે. આ પણ તેમનું બહુ જ મોટું પ્રદાન છે. દ્વાદશારનયચક્રનો સમુદ્ધાર : આ મલ્લવાદી કૃત દ્વાદશારાયચક્ર એક વિશિષ્ટ ગ્રંથ છે. તેની શૈલી પણ અન્ય ગ્રંથો કરતાં વિશિષ્ટ છે. આ ગ્રંથમાં તત્કાલીન સમગ્ર દર્શનોને સમાવી લેવામાં આવ્યાં છે અને ખૂબીપૂર્વક ગોઠવવામાં આવ્યાં છે. તેની શૈલીંગત વિશેષતા એવી છે કે, દરેક દર્શનમાં સત્યનો અંશ રહેલો છે અને દરેકમાં મર્યાદાઓ પણ રહેલી છે, પરંતુ મર્યાદાઓનું કથન જૈન દર્શન દ્વારા કરાવવામાં ન આવતાં અન્ય દર્શનો દ્વારા કરાવ્યું છે. જેના દર્શન તો ન્યાયાધીશની જેમ માત્ર દ્રષ્ટા તરીકે જ છે. અને અંતે જણાવવામાં આવ્યું છે કે, બધાં જ દર્શનો નય છે અને એ તમામ દર્શનોનો સમૂહ તે જૈન દર્શન છે. આ અદ્ભુત ગ્રંથ ૧૭મી સદીમાં દુર્લભ બન્યો હતો. મૂળ ગ્રંથ તો ૧૨૧૩મી સદીમાં જ નષ્ટ થઈ ગયો હતો પરંતુ તેના ઉપરની આચાર્ય સિંહસૂરિની ૧૮૦૦૦-અઢાર હજાર શ્લોકપ્રમાણ ટીકા ઉપલબ્ધ હતી છતાંય સરળતાથી પ્રાપ્ત થતી ન હતી તે ટીકાગ્રંથ તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોમાં શોધખોળ કરી અંતે પ્રાપ્ત કર્યો, પરંતુ તેની હાલત અત્યંત જીર્ણ હતી. તેનો સમુદ્ધાર કરવાનું કાર્ય સામાન્ય ન હતું. એટલે ગુરુ મહારાજ તથા ગુરુ ભાઈઓ સમક્ષ વાત મૂકી અને શ્રી નવિજય, શ્રી જયસોમપંડિત, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી શ્રી લાભવિજય, શ્રી કીર્તિરત્નમણિ, શ્રી તત્ત્વવિજયજી અને શ્રી રવિવિજયજી એમ સાત મુનિ ભગવંતોએ મળી ૧૫ દિવસમાં જ ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ પ્રસ્તુત ગ્રંથનો સમુદ્ધાર કર્યો. આમાંથી ૪૮૦૦ શ્લોકનું લખાણ તો સ્વયં યશોવિજયજી મહારાજે કર્યું છે. આ તેમની શ્રુતભક્તિ તો હતી જ પરંતુ આ દુર્લભ ગ્રંથનું રક્ષણ કરી સુરક્ષિત કરવાનું ભગીરથ કાર્ય અનેક ગ્રંથોની રચના વચ્ચે પણ કરવું તે ખૂબ જ મોટી વાત છે. આમ તેમણે પ્રસ્તુત ગ્રંથની નવી નકલ તૈયાર કરી ગ્રંથ સુરક્ષિત કર્યો તે તેમનું મોટું પ્રદાન છે. નવા વિચારકોના વિચારોની આલોચના : કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ બાદ શાસ્ત્રરચનાના કાર્યમાં ઓટ આવી અને અનેક રાજકીય તથા અન્ય આફતોને કારણે ધર્મના પ્રભાવમાં પણ ઓટ આવેલી તે ઓટનો સામનો આચાર્ય હીરસૂરિનાં તપ અને ચારિત્રના તેજે કર્યો, અને પુનઃ શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ વેગવંતી બની. હીરસૂરિ મહારાજના શિષ્યોએ અનેક શાસ્ત્રગ્રંથોની રચના કરી. પરંતુ અન્ય દર્શનોએ કરેલા આક્ષેપો અને નવા ઉદ્દભવેલા વિચારોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સામનો કરવો બાકી હતો. તે કાર્ય ઉપાધ્યાયજી મહારાજે કર્યું છે. પ્રતિમાશતક, ધર્મપરીક્ષા, ચોરાશીબોલપ્રયુક્તિ વગેરે ગ્રંથોમાં તત્કાલીન વિચારધારાઓની સમાલોચના કરી છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથો ખૂબ જ મૂલ્યવાન છે. તદુપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ તો આ ગ્રંથો ખૂબ જ ઉપયોગી છે. - પૂર્વે જણાવ્યું તેમ ઉપાધ્યાય યશોવિજયજીએ જૈન દર્શનના અત્યંત કઠિન કહી શકાય તેવા પદાર્થ વિજ્ઞાનને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપને અને તેના ભેદ-પ્રભેદની વાતોને ગુજરાતી ગેય કાવ્ય રૂપે દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ નામક કૃતિમાં રજૂ કરી છે. જૂની ગુજરાતીમાં રચાયેલ આ કાવ્યની પ્રસિદ્ધિ ઘણી થઈ છે. આજે પણ સાધુ-સાધ્વીજી મ. સા. આ ગ્રંથનો અભ્યાસ કરે છે. આ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ તત્ત્વજ્ઞાનથી ગ્રંથની મહત્તા વધી છે. તેમજ ગ્રંથનું પારાયણ પણ આજેય અવિચ્છિન્ન રૂપે ચાલુ છે. ગ્રંથ રચાયો ત્યારબાદ તરત જ તેમના ગુરુ મહારાજે આ ગ્રંથની પ્રતિલિપિ તૈયાર Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન દર્શનમાં નય કરી હતી તેથી પણ તે જ કાળે ગ્રંથની મહત્તા સિદ્ધ થઈ ચૂકી હતી તેમ કહી શકાય. આ ગ્રંથની મહત્તા જોઈને ભોજસાગરે આ ગ્રંથને આધારે સંસ્કૃત ભાષામાં દ્રવ્યાનુયોગ તર્કણા નામના ગ્રંથની રચના કરી. સામાન્યત: મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ગ્રંથને આધારે ગુજરાતી વિવેચનો | અનુવાદો લખાય કે છપાય તે સામાન્ય ગણાય પરંતુ ગુજરાતી ગ્રંથના આધારે સંસ્કૃત ગ્રંથોની રચના જૂજ જોવા મળે છે. તે દૃષ્ટિએ આ ઘટના અસામાન્ય ગણી શકાય. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો આધાર : આ જૂની ગુજરાતી કૃતિની રચનાનો મૂળ આધાર આ દેવસેનત નયચક્ર અને તેમની જ અન્ય કૃતિ આલાપપદ્ધતિ છે. આ બન્નેનો આધાર લઈ આ ગ્રંથની રચના કરી છે. સાથે-સાથે ઘણી જ મહત્ત્વપૂર્ણ બાબતો અંગે સમાલોચના પણ કરી છે. આ ગ્રંથ અંગે લખતાં પં. દલસુખ માલવણિયા જણાવે છે કે આ ગ્રંથનું નિર્માણ કરવામાં ઉપાધ્યાયજીએ અનેક ગ્રંથોનાં અવતરણોનો ઉપયોગ કરેલ છે. તેથી તેમની બહુશ્રુતતા સિદ્ધ થાય છે અને તેથી જ કહી શકાય કે ભગવાન મહાવીરથી માંડીને ઈસાની સત્તરમી સદી સુધીમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વિશે ભારતીય દર્શનોમાં જે વિચારણા થઈ હશે તેનું પરીક્ષણ આમાં છે. અને છેવટે તે બાબતમાં જૈન દર્શનની માન્યતાની સ્થાપના ઉપાધ્યાયજી જેવા બહુશ્રુત વિદ્વાન્ કરે એ પણ અપેક્ષિત છે જ. ગ્રંથનું પારાયણ કરતાં એ બાબત સ્પષ્ટ થાય છે કે આમાં ઉપાધ્યાયજીએ એ અપેક્ષાને ન્યાય આપ્યો જ છે. જૂના કાળથી ચાલી આવતી ચર્ચા–જ્ઞાન ચડે કે ક્રિયા-એ ચર્ચા એમના કાળમાં પણ શમી ન હતી. એટલું જ નહીં પણ કેટલાક જ્ઞાનની સર્વથા ઉપેક્ષા જ કરતા હતા. તેમાં સ્થાનકવાસી સંપ્રદાય પણ એક હતો. એટલે ગ્રંથના પ્રારંભમાં શાસ્ત્રનાં અવતરણો આપીને ઉપાધ્યાયજીએ સિદ્ધ કર્યું છે કે જ્ઞાન વિનાની ક્રિયા નિષ્ફળ છે અને આચારમાં પણ અપવાદ કરવા પડે તો તેમ કરીને પણ જ્ઞાનની આરાધના કરવી જોઈએ એમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન ઉપાધ્યાયજીએ કર્યો છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી તેરમી ઢાળ સુધી દ્રવ્યાદિ વિચાર કરવામાં આવ્યો છે. ચૌદમી ઢાળમાં જ્ઞાન અને ક્રિયાનું ચિંતન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જ્ઞાનરહિત શુભક્રિયા અને ક્રિયારહિત શુભ જ્ઞાન એ બે વચ્ચે ઘણું જ મોટું અંતર છે. જ્ઞાનરહિતની ક્રિયાથી કોઈ લાભ થતો નથી તે માટે તેમણે હરિભદ્રસૂરિરચિત યોગદષ્ટિ સમુચ્ચયનું ઉદ્ધરણ આપતાં જણાવ્યું છે કે : तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ અર્થાત્ જ્ઞાન એ સૂર્ય સમાન છે અને ભાવશૂન્ય ક્રિયા આગિયાના તેજ જેવી છે માટે તેવી શુષ્ક ક્રિયા છોડવી. તે ઉપરાંત એક અન્ય દષ્ટાંત આપતાં જણાવે છે કે માત્ર ક્રિયા દ્વારા થતો કર્મક્ષય દેડકાંના ચૂર્ણ જેવો છે અને જ્ઞાન દ્વારા થતો કર્મનો ક્ષય દગ્ધ દેડકાનાં ચૂર્ણ સમાન છે. અર્થાત જેવી રીતે દેડકાંનું ચૂર્ણ વરસાદનું પાણી મળતાં જ જીવંત થઈ ઊઠે છે તેવી રીતે ક્રિયા દ્વારા થયેલ કર્મક્ષય ક્ષણિક હોય છે. પરંતુ જ્ઞાન દ્વારા કરવામાં આવેલ કર્મક્ષય શેકેલ મંડૂકચૂર્ણ સમાન છે. શેકેલ મંડૂકયૂર્ણ ઉપર વરસાદનું પાણી પડે તો પણ પુનઃ સજીવન થતું નથી માટે કર્મક્ષય માટે જ્ઞાનની આવશ્યકતા છે. આ ઢાળને અંતે સ્પષ્ટ રૂપે જણાવે છે કે : નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવનવપોત, મિથ્યા મતિતમ ભેદવા નાણ મહાઉદ્યોત // અર્થાત જ્ઞાન એ આત્માનો શ્રેષ્ઠ ગુણ છે અને ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન છે. તેમજ મિથ્યામતિરૂપ અંધકારને છેદવા માટે મહાન પ્રકાશ સમાન છે. - પંદરમી ઢાળમાં જ્ઞાનરહિત ક્રિયાવંતની આકરી ટીકા કરી છે. જ્ઞાનરહિત માત્ર ક્રિયાવંત યતિ કપટી છે. તેનાથી જૈન મતની પુષ્ટિ થતી નથી. વળી આવા યતિઓ પોતાના દુર્ગણો તો જોતા નથી અને બીજાના અવગુણો બોલ્યા કરે છે. આ પ્રકારનું આચરણ કરનાર માટે ઉપાડ યશોવિજય ધર્મિષ્ઠ બગલાની ઉપમા આપે છે. કહે છે કે અરે લક્ષ્મણ ! પંપા સરોવરમાં પેલો ધર્મિષ્ઠ બગલો જીવો ઉપરની દયાથી ધીમે ધીમે કેવાં પગલાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન દર્શનમાં નય ભરે છે ? તે તું જો તો ખરો. આવા લોકોનાં ટોળાં જોઈને યશોવિજયનો આત્મા કકળી ઊઠ્યો હશે તેથી જ જણાવે છે કે અજ્ઞાનીઓનાં ટોળાં એકઠાં થાય તો તે જ્ઞાની બની જતાં નથી. સેંકડો અંધજન એકઠાં થાય તો પણ તે બધાં દેખતાં થઈ જતાં નથી. માટે તે બધાં જ આત્મસાધના બાબતે તો અકુશળ છે. આવા જ્ઞાનરહિત લોકો જિનશાસનનું ધન ચોરી રહ્યા છે. તેવા શિથિલ લોકોનો હું ત્યાગ કરું છું. - સોળમી ઢાળમાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરી છે. કહે છે કે જ્ઞાનમાર્ગ આટલો ઉત્તમ છે તો પછી આગમો બધા લોકભાષા પ્રાકૃતમાં કેમ કહ્યા ? ઉત્તરમાં જણાવે છે કે મોક્ષાર્થીને માટે પ્રાકૃતમાં રચના કરી છે. ટબામાં જણાવ્યું છે કે बालस्त्री-मन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः । અને આગમ વચન ઉપર પોતાની શ્રદ્ધા દર્શાવવા જણાવે છે કે સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી ભલી પરિ સાંભલો તત્ત્વવયણની ખાણી એ શુભમતિ માતા, દુર્મતિ-વેલી-કૃપાણી, એ શિવસુખ સુરતરુફલરસ સ્વાદ નિસાણી કેટલીક હિતશિક્ષા પણ આપેલી છે. શકિત હૃદયયુક્ત આત્મા વડે સમાધિ-શાંતિ મેળવી શકાતી નથી. જો કે ગધેડો પારકી દ્રાક્ષ ચરી જાય, તેમાં આપણને તો કાંઈ પણ નુકસાન થતું જ નથી, પરંતુ એ અયોગ્ય ઘટના જોઈને મનમાં દુઃખ તો થાય જ. ગીતાર્થના વચને કરીને હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું જોઈએ. ધોળા વાળ આવી જવા છતાં જ્ઞાનાભ્યાસ ચાલુ રાખવો જોઈએ. ધનવાળા ત્યાં પહોંચી શકતા નથી જયાં જ્ઞાનીઓ પહોંચી શકે છે. • ઊલટું ચાલનાર હોડકું અને લુચ્ચાની જીભ બને ભયંકર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી ૩૫ પાદટીપ :૧. દર્શનસાર, ગાથા ૪૩, પૃ. ૫૮ સંપા. નાથુરામ પ્રેમી; પ્રકા માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૭૪. ૨. ભાવસંગ્રહ, ગાથા ૭૦૧, પૃ. ૧૪૭ સંપા. પન્નાલાલ સોની; પ્રકા માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હિંદી ગ્રંથમાલા સમિતિ, હિંદી ગ્રંથરત્નાકર, મુંબઈ વિ. સં. ૧૯૭૮. ૩. આરાધનાસાર, ગાથા ૧, પૃ. ૨, સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકા માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૩. ૪. દર્શનસાર, ગાથા ૧, પૃ. ૨, સંપા. નાથુરામ પ્રેમી; પ્રકા, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૭૪. ૫. નયચક્રાદિસંગ્રહ, ગાથા ૧, પૃ. ૧; સંપા. પં. બંસીધર; પ્રકાર નાથૂરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૭. ૬. એજન. ૭. ભાવસંગ્રહ, ગાથા ૧, પૃ. ૧, સંપા. પન્નાલાલ સોની; પ્રકા નાથૂરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, વિ. સં. ૧૯૭૮. ૮. દર્શનસાર, ગાથા ૧, પૃ. ૩, સંપા. પન્નાલાલ સોની; પ્રકા, નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૭૪. ૯, આરાધનાસાર, ગાથા ૧, પૃ. ૨, સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકા, નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૩. ૧૦. દર્શનસાર, ગાથા ૪૯, પૃ. ૨૦, સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકાર નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૭૪. ૧૧. તત્ત્વસાર, ગાથા ૭૪, પૃ. ૧૫૧, સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકા નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, જૈન ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ વિ. સં. ૧૯૭૫. ૧૨. આરાધનાસાર, ગાથા ૧૧૪-૧૫૫, પૃ. ૧૨૪-૧૨૫, સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકા, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૩. Page #47 -------------------------------------------------------------------------- ________________ 38 જૈન દર્શનમાં નય ૧૩. દર્શનસાર, ગાથા ૪૯, પૃ. ૨૦, સંપા. અને પ્રકાર નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૪. ૧૪. દર્શનસાર, ગાથા ૫૦, પૃ ૨૦, સંપા. અને પ્રકા નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૪. १५. 'दर्शन-सार' (विवेचना) पृ० २२, संपा० और प्रका० नाथूराम प्रेमी, जैनग्रन्थ रत्नाकरकार्यालय, बम्बई वि. सं० १९७४. ૧૬. નીતિસાર, ગાથા ૧૦, પૃ. ૫૯; સંપા. મનોહરલાલ શાસ્ત્રી; પ્રકાર નાથુરામ પ્રેમી, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, વિ. સં. ૧૯૭૫. १७.६शनसार', (विवेयन) पृ. २४, संपा. तथा isto नाथूराम प्रेमी, हैन अंथरत्ना४२ अर्यालय, मुंबई, वि. सं. १८७४. १८. जैन साहित्य और इतिहास, द्वितीय संशोधित परिवर्द्धित संस्करण, लेखक : नाथूराम प्रेमी, प्रका० संशोधितसाहित्यमाला, ठाकुरद्वार, बम्बई २, अक्टूबर, १९५६, पृ० १७०. ૧૯. નયચક્રાદિસંગ્રહ, સંપા. પં. બંસીધર; પ્રકા માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલા समिति, मुंबई, वि. सं. १८७७, पृ. १४८. २०. जैन साहित्य और इतिहास, द्वितीय संशोधित परिवद्धित संस्करण, लेखक : नाथूराम प्रेमी, प्रका० संशोधितसाहित्यमाला, ठाकुरद्वार, बम्बई, २ अक्टूबर, १९५६, पृ० १७०. २१. आलापपद्धति : एक समीक्षात्मक अध्ययन डॉ. देवेन्द्रकुमार शास्त्री, पृ० ६७७ सिद्धान्ताचार्य पं० फूलचंद शास्त्री अभिनंदन ग्रंथ, वाराणसी, १९८५. २२. जैन साहित्य और इतिहास, द्वितीय संशोधित परिवर्द्धित संस्करण, लेखक : नाथूराम प्रेमी, प्रका० संशोधितसाहित्यमाला, ठाकुरद्धार, बम्बई २, अक्टूबर १९५६, पृ० १७० १७१. ૨૩. દર્શનસાર, સંપા. પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી. २४. आलापपद्धति : एक समीक्षात्मक अध्ययन ‘डॉ. देवेन्द्रकुमार शास्त्री, पृ० ६७७ सिद्धान्ताचार्य पं० फूलचंद शास्त्री अभिनंदन ग्रंथ, वाराणसी, १९८५. Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય નિર્ઝન્થ દર્શનમાં વસ્તુતત્વને અનન્તધર્માત્મક માનેલ છે. પ્રત્યેક વસ્તુ અનેકાનેક ભાવાત્મક અને અભાવાત્મક ગુણધર્મોથી યુક્ત હોય છે એટલું જ નહીં પરંતુ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ પણ એકસાથે જોવા મળે છે. વસ્તુની આ અનન્તધર્માત્મકતા જ અનેકાન્તવાદનો તાત્ત્વિક આધાર છે. વસ્તુમાં અનેક ગુણધર્મો હોવા છતાં પણ જ્યારે એનું કથન કરીએ છીએ ત્યારે કોઈ એક ધર્મને કોઈ એક અપેક્ષાએ મુખ્ય બનાવીને કથન કરવામાં આવે છે. જયારે કોઈ એક વસ્તુનો વિવિધ પક્ષોના અંતર્ગતના કોઈ એક પક્ષને ધ્યાનમાં રાખીને કથન કરવામાં આવે છે ત્યારે વસ્તુતઃ અન્ય પક્ષ કે ગુણધર્મનો અભાવ થઈ જતો નથી. આ અનંતધર્માત્મક વસ્તુની કોઈ એક એવી કથનશૈલીની જરૂરિયાત છે જે વસ્તુના કોઈ એક ગુણધર્મનું વિધાન કરે ત્યારે અન્ય ગુણધર્મોનો નિષેધ ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સંબંધમાં સાપેક્ષિત કથન કરવામાં આવે છે તે કોઈ અભિપ્રાયવિશેષ કે દૃષ્ટિકોણવિશેષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વક્તાનો આ અભિપ્રાયવિશેષ અર્થાત્ દૃષ્ટિકોણવિશેષ એ જ નય કહેવાય છે. તદુપરાંત જે અપેક્ષાના આધારે વસ્તુના અનન્ત ગુણધર્મો પૈકી કોઈ એક ગુણધર્મનું વિધાન કે નિષેધ કરવામાં આવે છે તે નય કહેવાય છે. નયનો સંબંધ વસ્તુની અભિવ્યક્તિની શૈલી સાથે છે. માટે જ આચાર્ય સિદ્ધસેને સન્મતિપ્રકરણ(પ્રાયઃ ઈસ્વી સનની પાંચમી સદીનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે : Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન દર્શનમાં નય जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया । અર્થાત્ કથનની જેટલી શૈલી કે જેટલાં વચન પદ હોય છે તેટલા નયવાદ હોય છે તથા જેટલા નયવાદ હોય છે તેટલાં પર-સમય અર્થાત પરદર્શન હોય છે. આ આધાર પરથી સિદ્ધ થાય છે કે નયોની સંખ્યા અનંત છે. કારણ કે વસ્તુના અનંત ગુણધર્મોની અભિવ્યક્તિ માટે વિવિધ દૃષ્ટિકોણોની સહાય લેવી પડે છે. આ બધા દષ્ટિકોણ નય આશ્રિત જ હોય છે. જૈનદર્શનમાં નયોની ચર્ચા વિભિન્ન રૂપોમાં કરવામાં આવી છે. સર્વપ્રથમ આગમ યુગમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિથી વસ્તુનું વિવેચન જોવા મળે છે. વસ્તુના દ્રવ્યાત્મક કે નિત્યત્વને જે પોતાનો વિષય બનાવે છે તેને “દ્રવ્યાર્થિક-નય' કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ પરિવર્તનશીલ પક્ષને જે નય પોતાનો વિષય બનાવે છે તે નય “પર્યાયાર્થિકનય' કહેવાય છે. તેમજ પ્રમાણ અને યથાર્થતાના આધાર પર પણ પ્રાચીન આગમોમાં બે પ્રકારના નયોનો ઉલ્લેખ મળે છે. જે નય વસ્તુના મૂળભૂત સ્વાભાવિક સ્વરૂપને પોતાનો વિષય બનાવે છે તે “નિશ્ચયનય અને જે નય વસ્તુના પ્રમાણજન્ય વિષયને પોતાનો વિષય બનાવે છે તે “વ્યવહારનય કહેવાય છે. પ્રાચીન આગમોમાં મુખ્યતઃ આ બે પ્રકારના નિયોની ચર્ચા કરવામાં આવી છે. ક્યારેક વ્યવહારનય કે દ્રવ્યાર્થિક નય અથવા અવ્યચ્છિત્તિ-નય તેમજ પર્યાયાર્થિક-નય કે નિશ્ચયનયને બુચ્છિત્તિ-નય કહેવામાં આવે છે. નયોના આ બે પ્રકારના વિવેચન ઉપરાંત આપણને તેના અન્ય વર્ગીકરણ પણ ઉપલબ્ધ થાય છે. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્ર (પ્રાયઃ ઈસ્વી. ૩૫૦)માં નૈગમાદિ પાંચ મૂળ નયોનો ઉલ્લેખ કર્યો છે. સિદ્ધસેન દિવાકરે સન્મતિપ્રકરણમાં નૈગમનય છોડીને બીજા છ નયોની ચર્ચા કરી છે. તત્ત્વાર્થસૂત્રના દિગંબર ટીકાકાર તેમજ કેટલાક અન્ય આચાર્યો સાત નયોની ચર્ચા કરે છે. ૧૦ દ્વાદશાર-નયચક્રના ગ્રંથકર્તા મલવાદી(ઈસ્વી. ૫૫૦૬૦૦)એ નૂતન દૃષ્ટિકોણોનો આધાર લઈ બાર નિયોની ચર્ચા કરી છે. આ વિભિન્ન નયો અને તેના વિભિન્ન સંયોગોના આધાર પર કોઈ એક આચાર્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૩૯ સાતસો નયોની ચર્ચા કરી હતી. સપ્તશતાર-નયચક્ર નામે ગ્રંથમાં આ સાતસો નયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એવો ઉલ્લેખ દ્વાદશારનયચક્રની સિંહસૂરી (સિહજૂર)ની ટીકા(પ્રાયઃ ઈસ્વી. ૬૭૫)માં ઉપલબ્ધ છે. ૧૨ સંક્ષેપમાં કહી શકાય કે જૈન પરંપરામાં નયોના વર્ગીકરણની વિવિધ શૈલીઓ છે. (૧) વર્ગીકરણની સંક્ષિપ્ત શૈલી :- આ શૈલી અંતર્ગત સામાન્યત: દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, વ્યચ્છિત્તિ-અશ્રુચ્છિત્તિ જેવાં રૂપોમાં નયોના બે વિભાગ કરવામાં આવ્યા છે. વર્ગીકરણની મધ્યમ શૈલી :- આ શૈલી અંતર્ગત સામાન્ય અને વિશેષને આધાર રાખીને નયોના ચતુર્વિધ, પંચવિધ, પવિધ, સપ્તવિધ જેવા ભેદ પાડવામાં આવ્યા છે. (૩) વર્ગીકરણની વિસ્તૃત શૈલી :- આ શૈલી વર્તમાનમાં પ્રચલિત નથી, પરંતુ પ્રાચીન કાળમાં આ શૈલી અસ્તિત્વમાં હતી. કારણ કે સપ્તશતાર નયચક્રના ઉલ્લેખ ઉપરથી કહી શકાય કે વિભિન્ન દૃષ્ટિકોણોના આધાર પર નયોનું સાતસો રૂપોમાં વિભાજન કરવામાં આવતું હતું. પરંતુ વર્તમાન યુગમાં નયોના વર્ગીકરણની સંક્ષિપ્ત અને મધ્યમ શૈલી જ પ્રચલિત છે. જૈન દર્શનમાં નયની વ્યાપકતા અનેકાન્તવાદના આધારભૂત નયવાદની મહત્તા આગમકાળમાં સ્થપાઈ ચૂકી હતી, જે પછીના કાળમાં ઉત્તરોત્તર વધતી જ ગઈ હતી. જૈન દર્શનમાં પ્રત્યેક પદાર્થને નયદષ્ટિથી મૂલવવાની પદ્ધતિ પણ પ્રાચીન છે. આગમના પ્રત્યેક સૂત્રને વિભિન્ન નથી વિચારવા અને શ્રોતા અનુસાર તેનું કથન કરવાની પ્રણાલી હતી તેથી નયના ભેદપ્રભેદની સંખ્યા પણ વધતી જ ગઈ હતી. આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલા નિયોના સાતસો કે પાંચસો ભેદ આ વાતની પુષ્ટિ કરે છે. જૈન દર્શનનાં પ્રત્યેક સૂત્રો પણ નયને આધારે કહેવાય છે. આમ નયની સર્વવ્યાપકતા જૈન દર્શનમાં જોવા મળે છે. આવશ્યકનિર્યુક્તિમાં | વિશેષાવશ્યકભાષ્યમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન દર્શનમાં નય नत्थि नएहि विहुणं, सुत्तं अत्थो य जिणमए किंचि । आसज्ज उ सोयारं, नए नयविसारओ बूआ ॥२२७७॥ અર્થાત્ જૈન દર્શનમાં નયરહિત કોઈ સૂત્ર કે અર્થ નથી, તેથી નયવિશારદ નયમાં નિષ્ણાતગુરુ) યોગ્ય શ્રોતા મળતાં નયનું વિવિધ પ્રકારે વર્ણન કરે. આથી જ પછીના કાળમાં પ્રત્યેક જૈન દાર્શનિકોએ નય અંગે ઊંડું ચિંતન કર્યું છે અને તેના વિશે લખ્યું છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયવિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ થાય છે. નયના વિશદ વર્ણન કરતાં ગ્રંથોની સંખ્યા અલ્પ છે. પરંતુ દર્શનના ગ્રંથમાં યત્ર તત્ર નયની ચર્ચા થયેલી છે. તેમાં નયના લક્ષણની પણ ચર્ચા થયેલ છે. વિભિન્ન ગ્રંથોમાં નયોનું લક્ષણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. અનુયોગદ્વારવૃત્તિમાં નયનું લક્ષણ આપતાં જણાવ્યું છે કે सर्वानानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः ॥ અર્થાત્ અનન્તધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર બોધ તે નય છે. ન્યાયાવતાર(શ્લોક ર૯)ની ટીકામાં સિદ્ધર્ષિ નયની વ્યાખ્યા કરતાં જણાવે છે કે अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति-प्रापयति संवेदनमारोहयतीति नयः । અર્થાતુ અનંતધર્મોથી વિશિષ્ટ વસ્તુને પોતાને અભિમત એવા એક ધર્મથી યુક્ત બતાવે છે તે નય છે. દિગમ્બર પરંપરામાં નયનું લક્ષણ જણાવતાં કહ્યું છે કે ज्ञातुरभिप्रायः श्रुतविकल्पो वा नयः ॥ અર્થાત્ જ્ઞાતાનો અભિપ્રાય અથવા શ્રુત વિકલ્પ નય છે. આ ઉપરાંત યશોવિજયજીએ સપ્તભંગી નયપ્રદીપમાં અન્ય લક્ષણો પણ નોંધ્યાં છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोतीति નવઃ ॥ વિવિધ સ્વભાવોમાંથી કોઈ એક સ્વભાવયુક્ત વસ્તુનું જ્ઞાન કરાવે તે નય છે. प्रमाणेन संगृहीतार्थैकांशो नयः । પ્રમાણ દ્વારા સંગૃહીત કરવામાં આવેલ ધર્મોમાંથી કોઈ એક અંશને ગ્રહણ કરવો એ નયનું લક્ષણ છે. તત્ત્વાર્થરાજવાર્તિકમાં નયનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છે : प्रमाण - प्रकाशितोऽर्थ विशेषप्ररूपको नयः ॥ ૪૧ અર્થાત્ પ્રમાણ વડે પ્રકાશિત અર્થના પર્યાયોની પ્રરૂપણા કરનાર નય છે. પ્રમાણનયતત્ત્વલોકાલંકાર સૂત્રમાં નયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે ઃ— नीयते येन श्रुताख्य प्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांश औदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥ અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલા, પ્રમાણના વિષયરૂપ, પદાર્થના અંશરૂપ, અન્ય અંશો તરફ ઉદાસીનતાપૂર્વકનો અભિપ્રાય તે નય છે. ઉપર જણાવેલ તમામ લક્ષણોમાં સહુથી વધુ પરિષ્કૃત લક્ષણ પ્રમાણનયતત્ત્વલોકાલંકારનું છે. તેમના અનુસાર અનન્તધર્માત્મક વસ્તુ જે શ્રુતનો અને પ્રમાણનો વિષય છે. તે અનન્તધર્માત્મક વસ્તુના કોઈ એક અંશને મુખ્ય કરીને બાકીના તમામ અંશો તરફ ઉદાસીન ભાવ રાખવા પૂર્વક અર્થાત્ ગૌણ ગણીને વક્તાનો અભિપ્રાય વિશેષ એ નય છે. આ જ વાતને અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ એક વસ્તુ સંબંધી જુદી-જુદી દૃષ્ટિએ– અપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા-જુદા યથાર્થ અભિપ્રાયો બાંધવામાં આવે છે તે બધા નય કહેવાય છે. નયોની અનંતતા ઉપરોક્ત લક્ષણને આધારે જ્ઞાતાનો અભિપ્રાય વિશેષ નય છે અથવા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન દર્શનમાં નય વસ્તુના અનન્તધર્મોમાંથી કોઈ એક ધર્મને કહેવો તે નય છે. તો પછી જગતમાં અનેક જ્ઞાતાઓ છે અને તેમના અભિપ્રાયો પણ અનન્ત થશે અને અનન્તધર્માત્મક વસ્તુ હોવાથી તેના એક એક અંશને પ્રધાન કરી અન્ય અંશોને ગૌણ કરવા પૂર્વક કહેવાના માર્ગો પણ અનન્ત થશે તેથી નયોની સંખ્યા પણ અનન્ત થશે. આ અંગે આચાર્ય સિદ્ધસેન દિવાકર જણાવે છે કે जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया । जावइया नयवाया, तावइया चेव परसमया ॥ અર્થાત્ જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે અને જેટલાં નયાત્મક વચનો છે–નયવાદ છે તેટલાં જ પરસમય–અન્યાન્ય દર્શનો છે. આમ નયોની સંખ્યા અનન્ત છે એટલું જ નહીં પરંતુ દર્શનોની સંખ્યા પણ અનન્ત છે. સૂત્રકૃતાંગસૂત્રમાં વિભિન્ન ૩૬૩ દષ્ટિઓની વાત કરી છે. આ તમામ દૃષ્ટિઓ પોતાના અભિપ્રાયોને સત્ય માને છે અને અન્ય અભિપ્રાયોને અસત્ય મિથ્યા માને છે. આથી તેઓ એકાંગી બની જાય છે. અને જે એકાંગી છે તે મિથ્યા છે. એકાત્તવાદનો જૈન દર્શને સર્વત્ર નિષેધ કરેલો છે. પ્રત્યેક દષ્ટિમાં સત્યનો અંશ છે અને તે તમામ અંશોનો સમૂહ એકઠો થાય તો સંપૂર્ણ સત્ય બની શકે. માટે કોઈ પણ દૃષ્ટિનો નિષેધ કરવો તે મિથ્યાત્વને આમંત્રણ આપવા સમાન છે. જ્યાં મિથ્યાત્વનું આગમન થાય છે ત્યાં સત્યની પ્રાપ્તિ થતી નથી માટે તમામ અંશોને સ્વીકારવા અને તેના રહસ્યને જાણવું તે જૈનદર્શનનો નયવાદનો પ્રધાન સૂર છે. આ સિદ્ધસેન દિવાકર તો ત્યાં સુધી જણાવે છે કે भई मिच्छादसणसमूहमइस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ॥ અર્થાત્ મિથ્યાદર્શનોના સમૂહ સ્વરૂપ, અમૃત આપનાર, સંવિગ્નસુખનો અધિગમ કરાવનાર ભગવાનના જિનવચનનું કલ્યાણ થાઓ. અહીં જિનવચનને મિથ્યાદર્શનના સમૂહરૂપ જણાવ્યું છે. સમગ્ર મિથ્યાદર્શનના સમૂહરૂપ જૈન દર્શન છે. તેથી એમ નથી સમજવાનું કે સર્વથામિથ્યા સ્વરૂપ છે. પરંતુ પ્રત્યેક દૃષ્ટિમાં સ ત્ત્વનો અંશ રહેલો છે Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૪૩ પરંતુ તે અંશ મિથ્યા એટલા માટે છે કે તે બીજા સમ્યફ અંશનો નિષેધ કરે છે જયારે તે જ અંશ બીજા અંશનો સ્વીકાર કરવા લાગે છે ત્યારે તે અંશમાં રહેલી સત્યતા સાચા અર્થમાં સત્ય બની રહે છે. માટે અહીં મિથ્યાદર્શનના સમૂહ સ્વરૂપ જૈન દર્શન એમ કહ્યું છે. દ્વાદશાર નયચક્રમાં પણ આ વાતને સમજાવવામાં આવી છે. મુખ્ય બે ભેદ : નયોની અનન્તતા હોય તો તેનો બોધ થઈ જ ન શકે. નયનો બોધ ન થાય તો નય દ્વારા અનેકાન્તની સિદ્ધિ ન થઈ શકે. આમ નથી પરંતુ જગતમાં કોઈ પણ વ્યક્તિ પદાર્થનો બોધ કરવાની શરૂઆત કરે છે ત્યારે તે પદાર્થને ભેદદષ્ટિથી કે અભેદદષ્ટિથી જોવાનો પ્રયાસ કરે છે. આ દ્વારા જ તે બોધ પ્રાપ્ત કરે છે. ભેદદષ્ટિ તે વિશેષ દૃષ્ટિ છે અને અભેદગામી દષ્ટિ તે સામાન્ય દૃષ્ટિ છે. ભેદગામી અને અભેદગામી દૃષ્ટિમાં જ બાકીની અનન્ત દૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે. આથી મૂળમાં તો બે જ દષ્ટિ રહેલી છે. અને આ ભેદગામી દૃષ્ટિ તે જ પર્યાયાર્થિક નય છે. અને અભેદગામી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય છે. આથી અસંખ્ય નયોને આ બે ભાગમાં વહેંચી શકાય. કહ્યું तिथ्थयर वयण संगह विसेस पत्थार मूलवागरणी दव्वट्ठयो य पज्जवणओ य सेस्सा वियप्पा सिं ॥१-३॥ અર્થાત્ તીર્થકરોનાં વચનોના સામાન્ય અને વિશેષ રૂપ રાશિઓના મૂળ પ્રતિપાદક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના એ બેના જ ભેદો છે. આ વાતને આ દેવસેને નયચક્રમાં નીચે પ્રમાણે જણાવી છે. दो चेव मूलिमणया भणिया दव्वत्थ पज्जयत्थगया अण्णं असंख्य संखा ते तब्भेया मुणेयव्वा ॥ ॥ ॥ અર્થાત્ બે જ મૂળ નયો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક છે બાકીના અસંખ્ય નયો તો આ બેના જ ભેદો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન દર્શનમાં નય આશય એ છે કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક અથવા દ્રવ્ય-પર્યાયાત્મક છે. સામાન્ય અથવા દ્રવ્યાંશને ગ્રહણ કરનાર દૃષ્ટિને દ્રવ્યાર્થિક નય અને વિશેષ, અથવા પર્યાપાર્થને ગ્રહણ કરનાર દષ્ટિને પર્યાયાર્થિક નય કહેવાય છે. આથી મૂળમાં બે જ નયો છે. આ બે નયો ઉપરાંત આ જ વાતને આ દેવસેનની આલાપપદ્ધતિમાં જરા જુદી રીતે પણ વર્ણવવામાં આવી છે. णिच्छय ववहारणया, मूलिमभेदा णयाण सव्वाणं । । णिच्छयसाहणहेअ, दव्वपज्जत्थिया मुणह ॥ નિશ્ચયનય અને વ્યવહારનય આ બે જ નયો મૂલ નન્યો છે. નિશ્ચયનય અને વ્યવહાર નયને સાધવા માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. અહીં તાત્ત્વિક-પારમાર્થિક અર્થને ગ્રહણ કરનારો નય નિશ્ચયનય યાને પારમાર્થિક નય છે અને લૌકિક-વ્યાવહારિક અર્થને ગ્રહણ કરનારો નય વ્યવહારનય છે. આ આગમિક નયો છે. તે પછી દાર્શનિક નયોનો ઉદય અને વિકાસ થયો છે. નયોનું વર્ગીકરણ : આગમમાં સાત નયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અનુયોગદ્વારસૂત્ર અને સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે सत्तमूलणया पण्णत्ता-तं जहा-णेगमे, संगहे, ववहारे, उज्जुसूए, सद्दे, समभिरुढे, एवंभूते ॥ અર્થાત્ સાત મૂલ નો જણાવ્યા છે તે નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત છે. સિદ્ધસેન દિવાકર સાત નય સ્વીકારતા નથી. તેમના મતે છ નયો છે. તેઓ નૈગમને અલગ નય ન માનતા સંગ્રહમાં અને વ્યવહારમાં સમાવિષ્ટ કરે છે. અર્થાત્ સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં સમાવેશ કરે છે. તત્ત્વાર્થાધિગમના રચયિતા વાચક ઉમાસ્વાતિ ઉક્ત સાત નયોને જુદી જ રીતે વર્ણવે છે. તેમના મતે પાંચ નયો છે. તત્ત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે, नैगम-संग्रह-व्यवहार-ऋजुसूत्र-शब्दा नयाः ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૪૫ અર્થાત્ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ એ નયો છે. પરંતુ ઉમાસ્વાતિએ પોતાની બુદ્ધિથી આ વિભાજન કલ્પેલ નથી. આનો મૂળ આધા૨ આવશ્યકનિર્યુક્તિ છે. હજુ પણ આ ભેદોનો વધુ સંક્ષેપ કરી શકાય. ઉક્ત પાંચ ભેદોમાં નૈગમને સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ કરવામાં આવે તો ચાર નયો—સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ વર્ણવી શકાય. તત્ત્વાર્થસૂત્રકારે શબ્દના ત્રણ ભેદ સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત કરેલા છે. એટલે આ પ્રકારના વર્ગીકરણ પ્રમાણે સાત નયો ગણાવી શકાય આગમકાળમાં નવિભાજન : પ્રાચીન અર્ધમાગધી આગમ સાહિત્યમાં સર્વપ્રથમ નયોની ચર્ચા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અપરનામ ભગવતીસૂત્ર(ઈસ્વી. ૨જી-૩જી સદી)માં જોવા મળે છે. તેમાં સામાન્યતઃ દ્રવ્યાર્થિક અને પર્યાયર્થિક તેમજ નિશ્ચય અને વ્યવહા૨ નયોની ચર્ચા થઈ છે.૧૩ દ્રવ્યાર્થિક નયનો દૃષ્ટિકોણ એ છે જે સત્તાના શાશ્વત પક્ષને બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્યને જ પોતાનો વિષય બનાવે છે. જ્યારે પર્યાયાર્થિક નય સત્તા કે દ્રવ્યના પરિવર્તનશીલ પક્ષને, જે પરંપરાગત શૈલીમાં પર્યાય તરીકે ઓળખાય છે, તેને પોતાનો વિષય બનાવે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં તેના માટે અવ્યુચ્છિત્તિ-નય અને વ્યચ્છિત્તિ-નય શબ્દ પ્રયોગ જોવા મળે છે. જે દ્રવ્યાર્થિક નય છે તેને અવ્યચ્છિત્તિ-નય કહેલ છે.૧૪ અવ્યુચ્છિત્તિ-નયનો વિષય સત્તાનો સામાન્ય અને શાશ્વત પક્ષ હોય છે. સત્તાના પર્યાયાર્થિક પક્ષને કે પરિવર્તનશીલ પક્ષને વ્યચ્છિત્તિ-નય કહેવાય છે, તેમજ એક જ વસ્તુની વ્યાખ્યા આ બે દૃષ્ટિકોણોના આધાર પર બે પ્રકારે કરવામાં આવી છે. જેમ કે, દ્રવ્યાર્થિક દૃષ્ટિ કે અવ્યુચ્છિત્ત-નયની અપેક્ષાથી વસ્તુને શાશ્વત મનાય છે. જ્યારે પર્યાયાર્થિક દૃષ્ટિ કે વ્યચ્છિત્તિનયની અપેક્ષાથી વસ્તુ અશાશ્વત કે અનિત્ય મનાય છે. આ જ બે દૃષ્ટિકોણોના આધાર પર આગળ જતાં સામાન્ય-દૃષ્ટિકોણ અને વિશેષદૃષ્ટિકોણની ચર્ચા કરવામાં આવી છે. સન્મુતિપ્રકરણમાં અભેદગામી દૃષ્ટિકોણને સામાન્ય અને ભેદગામી દૃષ્ટિકોણને વિશેષ કહેવામાં આવે છે.૧૫ વસ્તુનો સામાન્ય પક્ષ સામાન્યતઃ નિત્ય હોય છે અને વિશેષ પક્ષ અનિત્ય હોય છે. માટે જ દ્રવ્યાર્થિક દૃષ્ટિને સામાન્ય કે અભેદગામી દિષ્ટ પણ કહે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન દર્શનમાં નય છે. આ જ પ્રમાણે પર્યાયાર્થિક દૃષ્ટિને વિશેષ કે ભેદગામી દૃષ્ટિ પણ કહી શકાય છે. ૧૬ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં નયોનું વર્ગીકરણ નિશ્ચય અને વ્યવહારના રૂપમાં પણ જોવા મળે છે. નિશ્ચય નય વસ્તુના પારમાર્થિક કે યથાર્થ સ્વરૂપને અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સ્વભાવ પક્ષને પોતાનો વિષય બનાવે છે. આ સંબંધિત એક ઉદાહરણ આ સૂત્રમાં આ પ્રકારે જોવા મળે છે–જ્યારે ભગવાન્ મહાવીરને પૂછવામાં આવ્યું કે-“હે ભગવંત ! ફણિત- (પ્રવાહી ગોળ)નો સ્વાદ કેવો હોય છે ?” તેમણે ઉત્તર આપ્યો કે“હે ગૌતમ ! વ્યવહારનયથી તો તે મીઠો હોય છે પરંતુ નિશ્ચયનયથી તો તે પાંચ પ્રકારના સ્વાદોથી યુક્ત છે. ૧૭ આ ઉપરાંત પ્રાચીન કાળમાં જ્ઞાનનય અને ક્રિયાનય તેમજ શબ્દનય અને અર્થનય એવા પણ બે પ્રકારના વર્ગીકરણ પ્રાપ્ત થાય છે. ૧૮ જે નય જ્ઞાનને મહત્ત્વ આપે છે તે જ્ઞાનનય છે. ૧૯ અને જે નય ક્રિયા પર ભાર આપે છે તે ક્રિયાનય છે.૨૦ તેને આપણે જ્ઞાનમાર્ગી જીવનદષ્ટિ અને ક્રિયામાર્ગી જીવનદષ્ટિ કહીએ છીએ. આ જ પ્રમાણે જે દૃષ્ટિકોણ શબ્દગાહી હોય તે શબ્દનય અને જે નય અર્થગ્રાહી હોય તે અર્થનયના નામથી ઓળખાય છે. ૨૨ આ પ્રમાણે ભગવતીસૂત્ર જેવા પ્રાચીન આગમોમાં નયોનું વિભિન્ન અપેક્ષાઓના આધાર પર વિભિન્ન શૈલીઓમાં વિવિધ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. અહીં આપણને નયોની સંક્ષિપ્ત વર્ગીકરણશૈલીનો ખ્યાલ આવે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નયોનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમાં તેના ભેદપ્રભેદોની કોઈ જ ચર્ચા જોવા મળતી નથી. આ આધાર પરથી એમ માની શકાય કે ઉત્તરાધ્યયનના સૈદ્ધાત્તિક અધ્યાયોના સમય(ઈસ્વી. ૧લી-રજી સદી)સુધી નયના વર્ગીકરણ માટે સંક્ષિપ્ત શૈલી જ અસ્તિત્વમાં રહી હતી. અપેક્ષાએ પરવર્તી આગમ સ્થાનાંગસૂત્ર (સંકલન પ્રાયઃ ઈસ્વી. ૩૬૩)૨૪ અને અનુયોગદ્વારસૂત્ર(પ્રાયઃ ગુપ્તકાલ)માં નયોનું સપ્તવિધ વર્ગીકરણ પ્રાપ્ત થાય છે. અહીં દાર્શનિક કાળના સાત નયોનાં નામનો Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ४७ નિર્દેશ માત્ર કરેલ છે. એમ મનાય છે કે તત્ત્વાર્થ અને સન્મતિપ્રકરણ જેવા ગ્રંથોમાં નયના પંચવિધ, પવિધ તેમજ સપ્તવિધ વર્ગીકરણ કરવામાં આવ્યાં તેમાંથી સપ્તવિધ વર્ગીકરણને જ ગ્રહણ કરીને તે નામોને સ્થાનાંગમાં તેની અંતિમ વાચના સમયે ઉમેરી દેવામાં આવ્યું હશે. આજે પણ અનુયોગદ્વારસૂત્રના નયદ્વારમાં સાત નયોનાં લક્ષણ વગેરેની ચર્ચા મળે છે. ૨૨ પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થ અને સન્મતિપ્રકરણ જેવા દાર્શનિક ગ્રંથો પશ્ચાત્ કાળે લખાયેલ છે. એની દાર્શનિક શૈલી સ્વયં એ તથ્યનું પ્રમાણ છે કે આ આગમગ્રંથ હોવા છતાં પણ તે પરવર્તી કાલનો છે. એમાં પ્રથમ ચાર નય અર્થનયના રૂપમાં અને પછીના ત્રણ નય શબ્દનયના રૂપમાં જોવા મળે છે. ૨૭ અર્થનયનો સંબંધ વસ્તુ કે પદાર્થ સાથે છે. જે નય પદાર્થને પોતાનો વિષય બનાવે છે તે અર્થનય અને જે સંબંધને પોતાનો વિષય બનાવે છે તે શબ્દનય કહેવાય છે. આ પ્રમાણે પરવર્તી આગમોમાં નયોની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. પરંતુ એટલું હંમેશા યાદ રાખવું જોઈએ કે પ્રસ્તુત આગમ દાર્શનિક યુગની જ રચના છે. દાર્શનિક યુગના ગ્રંથોમાં પ્રાચીનતમ ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. તેના પ્રથમ અધ્યાયમાં નયના ઉલ્લેખ કરતાં ત્રણ સૂત્ર પ્રાપ્ત થાય છે. ૨૮ શરૂઆતમાં કહેવાયું છે કે વસ્તુતત્ત્વનો અભિગમ નય અને પ્રમાણ દ્વારા થાય છે. ર૯ આ પ્રકારે જ્ઞાનપ્રક્રિયામાં નયના સ્થાન અને મહત્ત્વનો સ્વીકાર થયો છે. અધ્યાયનાં અંતિમ બે સૂત્રોમાં નયનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પહેલા સૂત્રમાં નયોને નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચ નયોમાં વિભાજિત કરવામાં આવેલ છે.૩૦ પછીથી નિગમના બે ભેદ અને શબ્દના ત્રણ-ત્રણ ભેદોનો પણ ઉલ્લેખ મળે છે.૧૧ એમ જણાય છે કે સર્વાર્થસિદ્ધિ-માન્ય પાઠમાં આ બે સૂત્રોના સ્થાન પર એક જ સૂત્ર પ્રાપ્ત થાય છે અને તેમાં સાત નિયોનો એકસાથે નિર્દેશ કરવામાં આવ્યો છે.૩૨ પરવર્તી જૈન દાર્શનિક ગ્રંથોમાં વિભિન્ન નયદષ્ટિઓને ભિન્નભિન્ન દાર્શનિક મંતવ્યો સાથે જોડીને એમ કહેવાયું છે કે વેદાંત સંગ્રહનયની અપેક્ષાથી, બૌદ્ધ દર્શન ઋજુસૂત્રનયની અપેક્ષાથી ન્યાય-વૈશેષિક દર્શન નૈગમનયની અપેક્ષાથી વસ્તુ-તત્ત્વનું વિવેચન કરે છે. પરંતુ વિભિન્ન નયોને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈન દર્શનમાં નય વિભિન્ન દર્શન સાથે જોડવાની આ શૈલી પરવર્તીકાળની છે. તત્ત્વાર્થભાષ્યના કાળ સુધી આપણને તેનો ઉલ્લેખ મળતો નથી. તત્ત્વાર્થભાષ્યમાં એ પ્રશ્ન ઉપસ્થિત કરાયો છે કે નૈગમાદિ નવ તન્ત્રાન્તર્ગત છે કે સ્વતંત્ર છે ? અને તેનો ઉત્તર આપતાં ઉમાસ્વાતિ કહે છે : “નૈગમાદિ નય તન્ત્રાન્તર્ગત નથી કે સ્વતંત્ર પણ નથી. કારણ કે શેય પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે ય પદાર્થને ભિન્ન-ભિન્ન દૃષ્ટિઓથી જાણવા માટે આ નયોનો આવિર્ભાવ થયો છે.”૩૩ આ પરથી એ સાબિત થાય છે કે વાચક ઉમાસ્વાતિના કાળ સુધી દર્શનોને વિભિન્ન નયોથી જોડવાની શૈલીનો વિકાસ થયો ન હતો. આ એક પરવર્તી વિકાસ છે. આમ તો તંત્ર શબ્દનો એક અન્ય અર્થ કરીને આ વિષય પર એક અન્ય દૃષ્ટિથી પણ વિચાર થઈ શકે. પ્રાચીન ગ્રંથોમાં આગમ શબ્દ માટે પણ તંત્ર શબ્દનો ઉલ્લેખ થયો છે. જેમ કે હરિભદ્રસૂરિએ યાપનીય-તંત્રનો ઉલ્લેખ કર્યો છે. આ આધાર પરથી આપણે કહી શકીએ કે ઉમાસ્વાતિની સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો હશે કે જે નૈગમાદિ સાત નય છે તે તે સમયના આગમોમાં ઉલ્લેખિત ન હતા. તેથી આ ચર્ચા થઈ હશે કે આ નય આગમને અનુકૂળ છે કે પ્રતિકૂળ. આ વાતનું નિરાકરણ ઉમાસ્વાતિએ આ પ્રમાણે કર્યું છે–આ નય આગમમાં તો નથી પરંતુ આગમના અનુસાર વસ્તુ-તત્ત્વનું વિવેચન કરવાથી આગમને પ્રતિકૂળ પણ નથી.૩૫ આ સમગ્ર ચર્ચા પરથી એ નિષ્કર્ષ પર પહોંચાય છે કે જૈન પરંપરામાં નયોનું અવતરણ વસ્તુ-તત્ત્વના વિભિન્ન પક્ષની પૃથપૃથફ દૃષ્ટિથી વ્યાખ્યાબદ્ધ કરવા માટે થયું છે. વસ્તુની પરિણામિતા જ અલગઅલગ યદષ્ટિઓનો આધાર છે. વિભિન્ન દર્શનોની સાથે નયોનું સંયોજન કરવાની શૈલી અપેક્ષાએ પરવર્તી છે. સન્મતિપ્રકરણમાં નયોના વિભિન્ન ભેદ-પ્રભેદોની અને તેની જ્ઞાનસભાના વિસ્તારનું વિવેચન કરેલ છે.૩૬ નયોનું આટલું વિસ્તૃત વિવેચન આગમિક સાહિત્યમાં અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર જેવા આરંભના દર્શનગ્રંથોમાં જોવા મળતું નથી. આચાર્ય સિદ્ધસેન દિવાકરે મૂળમાં આગમનું અનુસરણ કરીને બે નયોનું પ્રતિપાદન કર્યું અને દાર્શનિક યુગમાં નૈગમ જેવા નયોનો Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૪૯ આ બે મૂળ નયોમાં સમાવેશ કર્યો ૩૭ સિદ્ધસેનની વિશેષતા એ છે કે તે નૈગમાદિ સાત નયોમાં નૈગમ નયનો નિષેધ કરીને માત્ર છ નયોનો સ્વીકાર કરે છે.૩૮ નૈગમનયના અસ્વીકારનું મૂળ કારણ એ હોઈ શકે કે કોઈ પણ નય વસ્તુના સ્વરૂપનો કોઈ એક દૃષ્ટિકોણથી વિચાર કરી શકે છે. જયારે નૈગમમાં સામાન્ય અને વિશેષ એ બે દૃષ્ટિકોણોનો સમાવેશ મનાય છે. માટે તે સ્વતંત્ર નય કે દૃષ્ટિ હોઈ શકે નહિ જો નૈગમ દ્રવ્યને અખંડિત રૂપમાં પ્રહણ કરે તો તે સંગ્રહ નયમાં સમાવિષ્ટ થશે અને જો તે વસ્તુને ભેદના રૂપમાં કે વિશેષ રૂપમાં ગ્રહણ કરશે તો તે વ્યવહારનયથી આભાસિત થશે. તેથી નગમનાં સંયુક્ત નય બની શકે છે પરંતુ સ્વતંત્ર નય ન બની શકે. સિદ્ધસેન દિવાકરે નયોનું એક વિભાજન સુનય અને દુર્નયના રૂપમાં પણ કર્યું છે. ૩૯ વસ્તુતઃ જયારે પ્રત્યેક નય દૃષ્ટિ કોઈ દર્શન વિશેષ સાથે સંયોજન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે ત્યારે જૈનસંઘમાં એ પ્રશ્ન સામૂહિક રૂપથી ઉત્પન્ન થયો હશે કે પ્રત્યેક દર્શન કોઈ નય વિશેષ પર આશ્રિત | આધારિત છે માટે તે દર્શન સમ્યગ્દર્શન મનાશે, મિથ્યાદર્શન નહીં મનાય. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ સામાન્યતઃ આચાર્ય સિદ્ધસેને નયોના બે પ્રકારો અર્થાત સુનય અને દુર્નયની ઉદ્દભાવના કરી હશે. કારણ કે કોઈ નય વિશેષનો સ્વીકાર કરીને પણ દૃષ્ટિકોણનો આગ્રહ રાખે તો તે દૃષ્ટિકોણ સમ્યફ ન થઈ શકે. જે નય અથવા દષ્ટિ પોતાને જ એક માત્ર સત્ય માને અને બીજાનો નિષેધ કરે તે દૃષ્ટિ સમ્યક્ દષ્ટિ કે સુનય દષ્ટિ ન હોઈ શકે. અન્ય દર્શન જો પોતાના જ દૃષ્ટિકોણને એકમાત્ર સત્ય માને તો તે નયાશ્રિત હોવા છતાં પણ સુનયની કોટિમાં આવી શકે નહિ તેથી તેમનો એ દષ્ટિકોણ દુર્નય કહેવાશે. કારણ કે તે અનેકાન્ત દૃષ્ટિનો નિષેધક છે. સિદ્ધસેન અનુસાર જે નય બીજા નો અર્થાત દષ્ટિઓના નિષેધક નથી હોતા તે સુનય છે. એથી વિરુદ્ધ જે નય પોતાના સિવાય બીજા નયોનો નિષેધ કરે છે કે તેને મિથ્યા માને છે તે નયનું દુર્નયમાં આરોપણ થાય છે.) આચાર્ય સિદ્ધસેનના નય વિવેચનની વિશેષતા એ છે કે નય દષ્ટિના સમ્યક કે મિથ્યા હોવાના આધાર એના દ્વારા અન્ય નયોના નિષેધ પર આધારિત છે. જે નય પોતાના સિવાય બીજા નયો કે દૃષ્ટિકોણનો સ્વીકાર કરે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન દર્શનમાં નય છે તે સમ્યફ છે. આ આધાર ઉપર તેમણે જૈન દર્શનને મિથ્યામત સમૂહના રૂપમાં પ્રતિપાદિત કર્યું છે. તેમનું તાત્પર્ય એ છે કે વિભિન્ન નય દૃષ્ટિઓ જે સ્વયંમાં કેન્દ્રિત થઈને અન્યની નિષેધક હોવાથી મિથ્યાદષ્ટિ છે એ જ જયારે પરસ્પર સમન્વિત થઈ જાય છે ત્યારે સમ્યક્ દષ્ટિ બની જાય છે. આ અર્થમાં આચાર્ય સિદ્ધસેને જૈન દર્શનને મિથ્યામત-સમૂહ કહ્યો છે. કારણ કે તે અનેકાન્તના આધાર પર વિભિન્ન નય કે દષ્ટિકોણનો સમાવેશ કરે છે. આચાર્ય સિદ્ધસેનના નયચિંતનની એક વિશેષતા એ છે કે તેમણે નય ચિંતનને એક વ્યાપક પરિમાણ પ્રદાન કર્યું છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિના સો સો ભેદોની કલ્પના આગમિક વ્યાખ્યા સાહિત્યમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે જો અન્ય નયોની પણ સો સો નય પ્રમાણે કલ્પના કરીએ તો નયોના સર્વાધિક ભેદોના આધાર પર સાતસો નયોની કલ્પના પણ યોગ્ય માની શકાય. મલ્લવાદીના દ્વાદશારનયચક્રમાં નયાના આ સાતસો ભેદોનો નિર્દેશમાત્ર પ્રાપ્ત થાય છે. દર નયોના સાતસો ભેદો કરવાની આ પરંપરા દ્વાદશાર-નયચક્ર પૂર્વેની હશે. આપણે જોયું કે સિદ્ધસેન દિવાકરે સર્વ પ્રથમ એક ડગલું આગળ વધીને કહ્યું હતું કે નયો અસંખ્ય હોઈ શકે છે. વસ્તુતઃ વસ્તુના પ્રતિપાદનની જેટલી શૈલીઓ હોઈ શકે તેટલી જ નય કે નયદષ્ટિની હોઈ શકે. તેમજ જેટલી નદૃષ્ટિઓ હોય છે તેટલા પર-દર્શન હોય છે. કારણ કે પ્રત્યેક દર્શન કોઈ દષ્ટિ વિશેષનો સ્વીકાર કરીને વસ્તુ તત્ત્વનું વિવેચન કરે છે. ૩ આચાર્ય સિદ્ધસેનનો નયના સંદર્ભમાં આ અતિવ્યાપક દષ્ટિકોણ પરવર્તી જૈન ગ્રંથોમાં યથાવત માન્ય રહ્યો છે. વિશેષાવશ્યકભાષ્યના કર્તા જિનભદ્ર(પ્રાય: ઈસ્વી. પપ૦-પ૯૪) પણ નયોના સંદર્ભમાં આ વ્યાપક દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. સિદ્ધસેનના સન્મતિપ્રકરણની “નીવડ્યા વયવહા” ગાથા કેટલાક ભાષાંતર સાથે વિશેષાવશ્યકભાષ્યમાં પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ નયદષ્ટિ એક બની બેઠેલી દૃષ્ટિ નથી. તેમાં વ્યાપકતા રહેલી છે અને જૈન આચાર્યો એ આ વ્યાપક દૃષ્ટિને આધાર માની ને પોત-પોતાના વિચારથી નયોનું વિવેચન પણ કર્યું છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કી હૈ 11 ) નિ જિના श्री महावीर जैन आरा । केन्द्र જૈન દર્શનમાં નય બિના, જિ. મીર : ૩ ૨૦૦૫ સમ્યફમિથ્યાનય, સુનય–દુર્નય–પ્રમાણ : અનેકાન્તાત્મક વસ્તુના કોઈ એક અંશને સાપેક્ષિક રૂપે ગ્રહણ કરે તે સુનય કહેવાય. જે નય સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરે અને અન્ય અંશનો અપલાપ ન કરે તે સુનય છે પરંતુ જે નય સ્વાભિપ્રેત અંશને ગ્રહણ કરે અને અન્ય તમામ અંશોનું નિરાકરણ કરે તે દુર્નય છે. આ સુનય અને દુર્નયની વ્યાખ્યા આ હેમચન્દ્ર અન્યયોગ-વ્યવચ્છેદિકામાં જણાવી છે. તેમના મતે સત્ એવો વ્યવહાર કરવો સુનય છે અને સદેવ એવો વ્યવહાર કરવો દુર્નય છે. આ વાતને આ મલ્લેિષણસૂરિએ ટીકામાં વધુ સ્પષ્ટ રીતે વર્ણવી छे सदेवेति दुर्नयः । दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यारूपत्वं । तन्न ધર્માતરીપ સંતાપ નિહૃવત્ ! અર્થાત જે પદાર્થને સત માત્ર માને છે તે દુર્નય છે. તે અન્ય ધર્મોનો તિરસ્કાર કરે છે માટે મિથ્યારૂપ હોવાથી દુર્નય છે. સુનયની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે सदिति उल्लेखनात् नयः । स हि घटः इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषधर्मेषु गजनिमिलिकामवलम्बते । न चास्य दुर्नयत्वं धर्मान्तरातिरस्कारात् । न च प्रमाणत्वं । स्यात्-शब्देन अयाञ्चितत्वात् । स्यात् सदिति स्यात् कथञ्चित् सद् वस्तु प्रमाणम् । અર્થાત્ સત એવો ઉલ્લેખ કરવો તે નય છે. તે ઘટ છે. અર્થાત્ ઘટમાં સ્વાભિમત અસ્તિત્વધર્મને સાધતો અન્ય ધર્મો પ્રત્યે ગજનિમીલિકા ન્યાયને અનુસરતો હોવાને કારણે સુનય છે. પણ સાથે સાથે ધર્માન્તરનો તિરસ્કાર ન થતો હોવાથી તે સુનય છે. સ્યાત્ પદ લગાડવાથી તે પ્રમાણ બને છે. સુનય અને દુર્નયના મૂળ સમ્યનય અને મિથ્યાનમાં પડેલા છે. આ સિદ્ધસેન સન્મતિતર્ક પ્રકરણમાં જણાવે છે કે તે બધા જ નય મિથ્યાદષ્ટિ છે જે પોતાના પક્ષનો જ આગ્રહ રાખે છે અને પર પક્ષનો નિષેધ કરે છે. પરંતુ તે જ જયારે પરસ્પર સાપેક્ષ બને છે ત્યારે તે સમ્યક બની જાય છે. સમયસાર(૧૪૩)માં જણાવ્યું છે કે સ્વસમી વ્યક્તિ બને નયને જાણે છે જયારે દુર્નયી વ્યક્તિ કોઈ એક જ પક્ષને ગ્રહણ કરે છે. આ અંગે આપ્તમીમાંસામાં જણાવ્યું છે કે નિરપેક્ષા નયા મિથ્થા સાપેક્ષા વતુર્થવૃત્ | Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જૈન દર્શનમાં નય અર્થાત્ નિરપેક્ષ નય મિથ્યા છે. અને સાપેક્ષ નય સાર્થક હોય છે. આ વાત કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ જણાવી છે કે તે સાવરવા સુપયા ઉછરવેRવા તે વિ તુuખયા હાંતિ (ઋત્તિo To ર૬૬). આમ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં સુજ્ય અને દુર્નયની પરંપરા પણ પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. નય ઉત્તરોત્તર સૂક્ષ્મ અને અલ્પ વિષયક છે : નૈગમાદિ સાત નયોમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા અને અલ્પવિષયતા છે. નૈગમનન્ય સકલગ્રાહી હોવાથી સત્ અને અસત બન્નેને વિષય કરે છે. જયારે સંગ્રહનય સત્ સુધી જ સીમિત છે. નૈગમન ભેદ અને અભેદ બન્નેને ગૌણ–મુખ્યભાવે વિષય કરે છે, જ્યારે સંગ્રહનયની દષ્ટિ કેવળ અભેદ પર છે. આથી નૈગમનય મહાવિષયક અને સ્થૂળ છે, જયારે સંગ્રહાય અલ્પવિષયક અને સૂક્ષ્મ છે. સંગ્રહનય સમસ્ત સામાન્ય પદાર્થને જાણે છે, જયારે વ્યવહારનય સંગ્રહનય દ્વારા જાણેલી વસ્તુને વિશેષ રૂપે જાણે છે માટે વ્યવહારનયનો વિષય સંગ્રહનયની અપેક્ષાએ સૂક્ષ્મ છે. વ્યવહારનય ત્રણેય કાળના પદાર્થોને જાણે છે અને ઋજુસૂત્ર કેવળ વર્તમાનકાલીન પદાર્થને જ પોતાનો વિષય બનાવે છે. માટે વ્યવહારનયનો વિષય ઋજુસૂત્ર નય કરતાં વિશેષ છે. શબ્દનય કાળ આદિના ભેદથી વર્તમાન પર્યાયને જાણે છે, જયારે ઋજુસૂત્રમાં કાલ આદિનો કોઈ ભેદ નથી માટે ઋજુસૂત્રનો વિષય શબ્દનય કરતાં વધુ છે. સમભિરૂઢનય ઇન્દ્ર, શક્ર આદિ પર્યાયવાચી શબ્દને વ્યુત્પત્તિભેદે ભિન્ન માને છે પરંતુ શબ્દનયમાં આ સૂતા નથી રહેતી માટે સમભિરૂઢ નય કરતાં શબ્દનયનો વિષય અધિક છે. સમભિરૂઢથી જાણેલ પદાર્થોમાં ક્રિયાભેદે વસ્તુભેદ માનવો એ એવંભૂતનયનો વિષય છે. માટે એવંભૂતનય કરતાં સમભિરૂઢનયનો વિષય અધિક છે. આમ પૂર્વ-પૂર્વનય અધિક વિષયવાળા અને ઉત્તર-ઉત્તરનય અલ્પ વિષયવાળા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૩ અવક્તવ્યનય જૈન દર્શનમાં નય નયના ૪૭ ભેદો અને તેનું વિવેચન : કુન્દકુન્દ્રાચાર્ય વિરચિત પ્રવચનસારની તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં અમૃતચંદ્રાચાર્યે નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અને નૈગમાદિ સાત નયોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી પરિશિષ્ટમાં ૪૭ નયોની ચર્ચા કરી છે. તે નયો નીચે મુજબ છે. ૧. દ્રવ્યનય ૨. પર્યાયના ૩. અસ્તિત્વનય ૪. નાસ્તિત્વનય ૫. અસ્તિત્વનાસ્તિત્વનય ૬. અવક્તવ્યનય ૭. અસ્તિત્વ- ૮. નાસ્તિત્વ ૯. અસ્તિત્વનાસ્તિત્વ અવક્તવ્યનય. ૧૦.વિકલ્પનય ૧૧. અવિકલ્પનય અવક્તવ્યના ૧૨. નામનય ૧૩. સ્થાપનાનય ૧૪. દ્રવ્યનય ૧૫. ભાવનય ૧૬. સામાન્યનય ૧૭. વિશેષનય ૧૮. નિત્યનય ૧૯. અનિત્યનય ૨૦. સર્વગતનય ૨૧. અસવંગતનય ૨૨. શૂન્યનય ૨૩. અશૂન્યનય ૨૪. જ્ઞાનશે અદ્વૈતનય ૨૫. જ્ઞાનજ્ઞેયદ્વતનય ૨૬. નિયતિનય ર૭. અનિયતિનય ૨૮. સ્વભાવનય ૨૯. અસ્વભાવનય ૩૦.કાલય ૩૧. અકાલય ૩ર. પુરુષકારનય ૩૩. દૈવનય ૩૪. ઈશ્વરનય અનીશ્વરનય ૩૬. ગુણીનય ૩૭. અગુણીનય ૩૮. કર્તુનય ૩૯. અકર્તન ૪૦. ભોક્તનય ૪૧. અભીષ્ક્રય ૪૨. ક્રિયાનય ૪૩. જ્ઞાનનય ૪૪. વ્યવહારનય ૪૫. નિશ્ચયનય ૪૬. અશુદ્ધના ૪૭. શુદ્ધનય. આમ કુલ ૪૭ નો જણાવ્યા છે. પૂર્વે જણાવ્યા મુજબ મૂળ તો બે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના બધા જ નયો તે બે નયોમાં ૩૫. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન દર્શનમાં નય સમાવિષ્ટ થઈ જાય છે. તે બે નયોનો જ વિસ્તાર છે. અહીં પણ પ્રથમ બે નયમાં જ બાકીના ૪૫ નયોનો સમાવેશ થઈ શકે તેમ છે. છતાં તે અહીં દર્શાવેલ નયોનો આધાર વિચારણીય છે. નં. ૩થી લઈને ૯ સુધીના અસ્તિત્વ આદિ ૭ નય સપ્તભંગીને ગ્રહણ કરીને ઉત્પન્ન થયેલ છે. નં ૧૨થી ૧૫ સુધીના નામાદિ નય ચારનિક્ષેપોને ગ્રહણ કરીને કરેલા ભેદો છે. અને ૨૮થી ૩૩ સુધીના નો સ્વભાવાદિ છે નય વસ્તુની સ્વતંત્ર કાર્ય વ્યવસ્થાના પાંચ સમવાયનો આશ્રય લઈને કરવામાં આવેલ ભેદ છે. આ બધા નો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિસ્તારરૂપે જ છે. આમ ઉક્ત ૪૭ નો મૂળ બે નયોના વિસ્તાર સ્વરૂપ છે. આ અમૃતચંદ્રાચાર્યે પ્રત્યેક નયને આત્મદ્રવ્યને આધારે ઘટાવ્યા છે. તેનું સંક્ષિપ્ત વર્ણન તેમજ તે મૂળ કયા નયમાં સમાવેશ પામી શકે તેમ છે તેની ચર્ચા અહીં કરવામાં આવે છે. ૧. દ્રવ્યનય : આત્મદ્રવ્ય દ્રવ્યનયની અપેક્ષાએ પટમાત્રની જેમ કેવળ ચિન્માત્ર છે. આ નયનો સમન્વય કરતાં જિનેન્દ્રવર્ણી જણાવે છે કે દ્રવ્યનયનું તાત્પર્ય આગમપદ્ધતિના શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહનય છે, તેમ જ અધ્યાત્મપદ્ધતિના શુદ્ધનિશ્ચય નય છે. કેમકે દ્રવ્યને સૈકાલિક પારિણામિક ભાવ સ્વભાવી દર્શાવવામાં આવ્યો છે. પર્યાયનય : આત્મા પર્યાયનયથી વસ્ત્રના પૃથક્ પૃથક્ તંતુઓની જેમ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ છે. આ નયના લક્ષણને આધારે આગમપદ્ધતિના અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહારનય અને અધ્યાત્મપદ્ધતિના સભૂત વ્યવહારનય પ્રતિ લક્ષ્ય છે, કેમ કે અહીં ગુણ-ગુણીના ભેદનો સંબંધ છે. અસ્તિત્વનય : આત્મદ્રવ્ય અસ્તિત્વનયથી સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિત્વવાળો છે. જેમ લોઢાનું બાણ સ્વક્ષેત્રથી કમાનની વચ્ચે રાખેલું, સ્વકાળથી ધનુષ પર ખેચેલું, સ્વભાવથી લક્ષ્યનુખ છે. સ્વચતુષ્ટયથી અદ્વૈતતા દર્શાવવા માટે આગમ પદ્ધતિના સ્વચતુષ્ટ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહ ન તથા અધ્યાત્મ-પદ્ધતિના નિશ્ચયનયમાં આ નયનો સમાવેશ થશે. ૩. Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૪. ૫. ૐ. ૭. નાસ્તિત્વનય : આત્મદ્રવ્ય નાસ્તિત્વ નયથી ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિત્વ સ્વરૂપ છે. જેવી રીતે પૂર્વોક્ત તીર અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ લોહમયી નથી, ક્ષેત્રથી તે જ કમાનમાં નથી, કાળથી તે જ કાળે નથી અને ભાવથી તે જ લક્ષ્યોન્મુખ નથી. અહીં પરચતુષ્ટયનો નિષેધરૂપ દ્વૈત કરવાથી આગમપદ્ધતિના પર ચતુષ્ટય ગ્રાહક અશુદ્ઘ દ્રવ્યાર્થિક તથા વ્યવહારનયમાં અને અધ્યાત્મપદ્ધતિના અસદ્ભૂત વ્યવહારનયમાં અન્તર્ભાવ થશે. કેમકે પર ચતુષ્ટયનો સંયોગ અને વિયોગ બંને જ આ નય ગ્રહણ કરે છે. અસ્તિત્વનાસ્તિ નય : આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિત્વ નયથી ક્રમશઃ સ્વ, પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અસ્તિત્વનાસ્તિત્વરૂપ છે. લોહમયી તથા અલોહમયી કમાન અને દોરીની વચ્ચે રાખેલું તથા કમાન અને દોરીની વચ્ચે નહીં રાખેલ સાધિત અવસ્થામાં રહેલ તથા સાધિત અવસ્થામાં નહીં રહેલ, લક્ષ્યોન્મુખ અને અલક્ષ્યોન્મુખ એવા તીરની જેમ, આ લક્ષણ અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને વિધિનિષેધાત્મક દ્વૈત રૂપ છે તેથી આગમ પદ્ધતિના નૈગમનય અથવા સામાન્ય દ્રવ્યાર્થિકનયમાં અને અધ્યાત્મપદ્ધતિમાં સામાન્યનિશ્ચય નયમાં સમાવિષ્ટ થશે. ૫૫ અવક્તવ્ય નય : આત્મદ્રવ્ય અવક્તવ્યનયથી યુગપત્ સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અવક્તવ્ય છે. આ લક્ષણ દ્રવ્યના અનિર્વચનીય અખંડભાવનું પ્રદર્શન કરે છે માટે આગમ પદ્ધતિના શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહ નયમાં તથા અધ્યાત્મપદ્ધતિના શબ્દનિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે. અસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મ દ્રવ્ય અસ્તિત્વ અવક્તવ્ય નયની અપેક્ષા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપત્ સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિત્વવાળો અવક્તવ્ય છે. આ લક્ષણ આગમપદ્ધતિના સામાન્ય દ્રવ્યાર્થિક અથવા નૈગમ નયમાં તથા અધ્યાત્મપદ્ધતિના સામાન્ય નિશ્ચયમાં સમાવિષ્ટ થશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૮. નાસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મદ્રવ્ય નાસ્તિત્વ અવક્તવ્ય નયની અપેક્ષા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપતું સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિત્વ યુક્ત અવક્તવ્ય છે. આ લક્ષણ આગમપદ્ધતિના સામાન્ય દ્રવ્યાર્થિક અથવા નૈગમનયમાં તથા અધ્યાત્મપદ્ધતિથી સામાન્ય નિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે. અસ્તિત્વ નાસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મ દ્રવ્ય અસ્તિત્વ, નાસ્તિત્વ અવક્તવ્ય નયની અપેક્ષા ક્રમશ: સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી, પર દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપતુ સ્વપર દ્રવ્યક્ષેત્ર કાલ ભાવથી અસ્તિત્વ નાસ્તિત્વ અવક્તવ્ય છે. આ નય પણ આગમ પદ્ધતિથી સામાન્ય દ્રવ્યાર્થિક ય અથવા નૈગમન તથા અધ્યાત્મપદ્ધતિથી સામાન્ય નિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે. ૧૦. વિકલ્પનય : આત્મદ્રવ્ય વિકલ્પનયને આધારે બાળક, કુમાર, વૃદ્ધ એવા એક પુરુષ સમાન સવિકલ્પ છે. અભેદ દ્રવ્યમાં વૈત ઉત્પન્ન કરવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિના ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહારનયમાં તથા અધ્યાત્મપદ્ધતિના સદૂભૂત વ્યવહારનયમાં સમાવિષ્ટ થશે. ૧૧. અવિકલ્પનય : આત્મ દ્રવ્ય અવિકલ્પ નયથી એક પુરુષમાત્રની જેમ અવિકલ્પ છે. આ લક્ષણ અભેદને ગ્રહણ કરે છે માટે આગમપદ્ધતિના ભેદ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક અથવા સંગ્રહનયમાં અને અધ્યાત્મપદ્ધતિના શુદ્ધ નિશ્ચય નયમાં સમાવિષ્ટ થશે. ૧૨. નામનય : આત્મદ્રવ્ય નામ નયની અપેક્ષાએ નામવાળાની જેમ શબ્દબ્રહ્મને સ્પર્શ કરનારો છે. આ લક્ષણ વાચ્ય, વાચક દ્વતને ગ્રહણ કરવાને કારણે આગમપદ્ધતિના અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહાર નયમાં અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહાર સામાન્યમાં સમાવેશ થશે તે મજ પર્યાયરૂપ શબ્દને વિષય કરનાર હોવાને કારણે આગમપદ્ધતિના પર્યાયાર્થિક તથા શબ્દનામાં અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારનયમાં સમાવેશ પામશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય પ૭ ૧૩. સ્થાપનાનય : આત્મદ્રવ્ય સ્થાપનાનય દ્વારા મૂર્તિમાનની જેમ બધા પુદ્ગલોનો અવલંબન કરે છે. બે દ્રવ્યમાં અદ્વૈત સાધવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિથી અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહાર ન માં તથા અધ્યાત્મપદ્ધતિથી અસદૂભૂત વ્યવહારનયમાં સમાવિષ્ટ થાય છે. ૧૪. દ્રવ્યનય : આત્મદ્રવ્ય પ્રસ્તુતનયની અપેક્ષાએ બાળક, શેઠની જેમ અને શ્રમણ રાજાની જેમ અનાગમ અને અતીત પર્યાયવાળો છે. ભૂતકાળ અને ભવિષ્ય કાળ પર્યાયોમાં એકત્વ ગ્રહણ કરવાને કારણે આ લક્ષણ આગમપદ્ધતિથી અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા ભૂતભાવિ નૈગમનમાં અને અધ્યાત્મપદ્ધતિથી નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. દ્રવ્ય અને પર્યાયનું ગ્રહણ કરવાને કારણે કથંચિત્ પર્યાયાર્થી નય અથવા સ્થૂળ ઋજુસૂત્રમાં પણ સમાવેશ કરી શકાય. ભાવનય : આત્મદ્રવ્ય ભાવનયની અપેક્ષાએ પુરુષનય સમાન પ્રવર્તતી સ્ત્રીની જેમ તત્કાળના પર્યાયથી પ્રકાશિત થાય છે. કોઈ એક પર્યાય વિશેષથી સન્મય દ્રવ્યની સત્તા દેખવાથી આ લક્ષણ આગમપદ્ધતિ અનુસાર અશુદ્ધ નિશ્ચય નય છે. સામાન્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય હાર, કંઠી અને દોરાની જેમ વ્યાપક છે. અનેક પર્યાયોમાં અનુસ્મૃત એક સૈકાલિક દ્રવ્યને વિષય કરવાને કારણે આ લક્ષણ આગમ પદ્ધતિમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નય. અથવા સંગ્રહ નયમાં અને અધ્યાત્મપદ્ધતિમાં શુદ્ધ નિશ્ચયમાં સમાવિષ્ટ થાય છે. ૧૭. વિશેષનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય માળાના એક મોતીની જેમ અવ્યાપક છે. પૃથફ પર્યાયોની સ્વતંત્ર સત્તા સ્વીકારનાર આ નય પર્યાયાર્થિક ઋજુસૂત્રમાં અને વ્યવહારનયમાં સમાવેશ પામે છે. ૧૮. નિત્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય નટની જેમ અવસ્થાયી છે. અર્થાત્ અનેક પર્યાયોમાં અનુસ્મૃત એક જ દ્રવ્યને માનવાવાળો આ નય સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, સંગ્રહનય અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે (૧૬મા પ્રકારની જેમ). ૧૬. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન દર્શનમાં નય ૨૦. ૧૯. અનિત્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય રામરાવણની જેમ અનવસ્થાપી દ્રવ્ય છે. પૃથક્ પૃથક્ પર્યાયોની સ્વતંત્ર સત્તા સ્વીકારનાર આ નય પર્યાયાર્થિક ઋજુસૂત્ર અને વ્યવહાર નયમાં સમાવેશ પામે છે (૧૭માં પ્રકારની જેમ). સર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય ખુલ્લી આંખોની જેમ સર્વગત છે. આત્મદ્રવ્યની વ્યાપકતા દર્શાવનાર પ્રસ્તુત નય અસભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૨૧. અસર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય મીંચેલી બીડેલી આંખોની જેમ આત્મવર્તી જ છે. આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, સંગ્રહનય અને શુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૨૨. શૂન્યનય : શૂન્ય ઘરની જેમ આત્મદ્રવ્યને એકલો માને તે શૂન્યનય. આ નયનો સમાવેશ કર્યદ્રવ્ય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા શુદ્ધ સંગ્રહ અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે. ૨૩. અશૂન્યનય : માણસોથી ભરેલા વાહનની જેમ આત્મદ્રવ્યને સંમિલિત માનનાર આ નયનો સમાવેશ અનુપચરિત અસભૂત વ્યવહાર નયમાં કરી શકાય. ૨૪. જ્ઞાનશેય અદ્વૈતનય : બહુ જ મોટા ઈંધણને કારણે સમૂહરૂપમાં પરિણત અગ્નિ સ્વરૂપ આત્મદ્રવ્યને જ્ઞાનશેય અદ્વૈત રૂપ માનનાર આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનામાં તેમજ શુદ્ધ નિશ્ચયનયમાં કરી શકાય. ૨૫. જ્ઞાનય દૈતનય : બીજાનાં પ્રતિબિબોથી સંયુક્ત દર્પણની જેમ આત્મદ્રવ્ય જ્ઞાનશેય ત નય સ્વરૂપ છે. આ નયનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક અને અસભૂત વ્યવહારનયમાં કરી શકાય. ર૬. નિયતિનય : આત્મદ્રવ્યને નિયત સ્વભાવવાળો માનનાર આ નયનો સમાવેશ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય પ૯ ૨૭. અનિયતિનય : આત્મદ્રવ્યને અનિયત સ્વભાવવાળો માનનાર આ નયનો સમાવેશ ઉત્પાદત્રય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા અશુદ્ધ સભૂત વ્યવહાર નયમાં સમાવેશ પામે છે. ૨૮. સ્વભાવનય : સંસ્કારોને નિરર્થક કરનારો પ્રસ્તુત નય સ્વચતુષ્ટય ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનય તેમજ શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. ૨૯. અસ્વભાવનય : સંસ્કારને સાર્થક કરવાવાળો આ નય અસત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૦. કાળનય : કોઈ પણની સિદ્ધિ નિયત સમયે જ સંભવે છે તેવું માનનાર આ નય ઉત્પાદ–વ્યય—સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં તથા શુદ્ધ સદભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૧. અકાલનય : કાલને આધાર કર્યા વગર જ અકાલે સિદ્ધિ માનનાર આ નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩ર. પુરુષકારનય : આત્માની સિદ્ધિ પ્રયત્ન | પુરુષાર્થને આધીન છે તેવું માનનાર આ નયનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા વ્યવહાર નયમાં અને અસભૂત વ્યવહાર નયમાં થાય છે. દૈવનય : આત્મદ્રવ્યની સિદ્ધિ દૈવ | નિયતિને આધીન છે. આવું માનનાર આ નયનો સમાવેશ અધ્યાત્મપદ્ધતિથી અનુપચરિત અસદ્દભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૪. ઈશ્વરનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય પરતંત્રતા ભોગવે છે. આ નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૫. અનીશ્વરનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય સ્વતંત્રતા ભોગવે છે. આ નયનો સમાવેશ સ્વચતુષ્ટય ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહ અને નિશ્ચયનય સામાન્યમાં થાય છે. ૩૬. ગુણીનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય ગુણગ્રાહક છે. આ નયનો ૩૩. Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય સમાવેશ અસભૂત વ્યવહારનયમાં થાય છે. ૩૭. અગુણીનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય અગ્રણી અર્થાત્ માત્ર સાક્ષીભાવ ધરાવે છે. આ નયનો સમાવેશ પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધનિશ્ચય નયમાં થશે. ૩૮. કર્તનય : રંગનારની જેમ આત્મદ્રવ્ય રાગદ્વેષથી રંગાઈ જનારો છે. તેવું માનનાર આ નયનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, અશુદ્ધ સંગ્રહ નય તથા અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૩૯. અકર્તનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય માત્ર સાક્ષી ભાવ ધરાવે છે. આ નયનો ૩૭ નંબરના પ્રકાર અનુસાર પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે છે. ૪૦. ભોક્તનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય કર્માનુસાર સુખદુઃખ ભોગવનાર છે. આનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં, અશુદ્ધ સંગ્રહનામાં અને અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. અભોīનય : આત્મદ્રવ્ય કર્મના ફળને ભોગવતો નથી, માત્ર સાક્ષીભાવે જુએ છે. આનો સમાવેશ ૩૭માં પ્રકારની જેમ પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા શુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધનિશ્ચય નયમાં થાય છે. ૪૨. ક્રિયાનય : અનુષ્ઠાન આદિ ક્રિયાની પ્રધાનતા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તેવું માનનાર આ નયનો સમાવેશ અસભૂત વ્યવહારનયમાં થાય છે. ૪૩. જ્ઞાનનય : આ નયાનુસાર આત્મદ્રવ્ય વિવેક આદિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેવું માનનાર છે. તેનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા અશુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધ નિશ્ચયનયમાં થાય છે. ૪૪. વ્યવહારનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય બંધન અને મુક્તિના દ્વતનું અનુસરણ કરે છે. અનુપચરિત અસભૂત વ્યવહારનયમાં આનો સમાવેશ થાય છે. ૪૧. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૬૧ ૪૫. નિશ્ચયનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય બંધન અને મોક્ષને વિશે અદ્વૈતનું અનુસરણ કરનાર છે. તેનો સમાવેશ શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને સંગ્રહનયમાં તથા શુદ્ધનિશ્ચય નયમાં સમાવેશ થાય છે. ૪૬. અશુદ્ધનય : ઘટ, કળશ આદિ વિશિષ્ટ માટીને કારણે સોપાધિક હોય છે તેવી રીતે આત્મદ્રવ્યને પણ સોપાધિક માનનાર આ નયનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા અશુદ્ધ સંગ્રહ તથા અશુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. ૪૭. શુદ્ધનય : આત્મદ્રવ્ય નિરુપાધિક છે તેવું માનનાર આ નયનો સમાવેશ કર્મ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય તેમજ શુદ્ધ સંગ્રહમાં અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામી શકે છે આમ ઉપરોક્ત ૪૭ નયના ભેદોનો સમાવેશ દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નયના ભેદોમાં તથા સિદ્ધાન્ત માન્ય સાત નયોમાં થઈ જતો હોવાથી અચાન્ય નયો માનવાની જરૂર રહેતી નથી. માત્ર નમોના અનેક ભેદો સંભવી શકે છે તેવું દર્શાવનાર આ પદ્ધતિ જાણવા યોગ્ય છે. દ્વાદશાર નયચક્રગત નયોનું વિભાજન : સમગ્ર જૈન દાર્શનિક પરંપરામાં દ્વાદશાર નયચક્ર એક વિલક્ષણ દાર્શનિક ગ્રંથ છે. દ્વાદશાર નયચક્રમાં આગમપ્રસિદ્ધ નયોના દ્વિવિધ વર્ગીકરણનો સ્વીકાર કરીને તેમાં દર્શન યુગના સાત નિયોનો સમાવેશ તો કર્યો છે પરંતુ તે સિવાય જૈન દર્શનમાં અન્યત્ર અનુપલબ્ધ એવા વિધિ, નિયમ, વિધિ-વિધિ જેવા બાર નયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૪૫ તેમના દ્વારા આ નય દ્વાદશવિધ નય વર્ગીકરણ કયા પ્રકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા દ્વિવિધ અને નૈગમ આદિ સાત નયોમાં વિભાગીકરણ થાય છે તે નીચે જણાવેલ કોષ્ટક પરથી સાબિત થાય છે. १. विधि द्रव्यार्थिक व्यवहार ૨. વિવિધ द्रव्यार्थिक संग्रहनय ३. विध्युभयम् द्रव्यार्थिक संग्रहनय Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન દર્શનમાં નય ૪. વિધિનિયમ द्रव्याथिक संग्रहनय ५. उभयम् द्रव्यार्थिक नैगमनय ૬. ૩મવિધિ द्रव्यार्थिक नैगमनय ७. उभयोभयम् पर्यायार्थिक ऋजुसूत्र ૮. મમ: पर्यायार्थिक शब्दनय ૨. નિયમ: पर्यायार्थिक शब्दनय ૨૦. નિયમવિધિ पर्यायार्थिक समभिरूढ़ ११. नियमोभयम् पर्यायार्थिक समभिरूढ़ १२. नियमनियमः पर्यायार्थिक एवंभूतनय ઉપર્યુક્ત બાર “અર” દ્વાદશાર-નયચક્રની સ્વયં વિશેષતા છે. વિધિ અને નિયમ શબ્દનો અર્થ અનુક્રમે સત્નો સ્વીકાર અને અસ્વીકાર છે. આ બે શબ્દોના સંયોજનથી જ બાર ભેદ કરાયા છે. તેમાં તે યુગના સમગ્ર ભારતીય દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર અરમાં સતને નિત્ય માનતાં દર્શનોનો સમાવેશ કરાયો છે. ઉભયાદિ ચાર અરમાં સને નિત્યાનિત્યાત્મક માનતાં દર્શનોનો તેમજ અંતના ચાર અરમાં સતને અનિત્ય માનતાં દર્શનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં ગ્રંથકારે પોતે કહ્યું છે કે વિધિ આદિ શબ્દ આગમમાંથી ઉદ્ધત કરાયા છે, પરંતુ વિધિનિયમ શબ્દનો પ્રયોગ કરીને નયોનું વિભાજન કરવાની શૈલી જૈન દર્શનના ઉપલબ્ધ સાહિત્યમાં અન્ય કોઈ જગ્યાએ દષ્ટિગોચર થતી નથી. તત્કાલીન સમગ્ર દર્શનોનો જૈન દર્શનમાં સમાવેશ કરવા માટે જ ગ્રંથકારે વિધિ નિયમ શબ્દોનો પ્રયોગ કરીને બાર અરનું વિવેચન કર્યું છે, એમ માલૂમ થાય છે. આ પ્રમાણે જૈન દર્શનમાં નયોનો ક્રમિક વિકાસ થયો છે પરંતુ દ્વાદશાર-નયચક્રમાં પ્રયોજાયેલ શૈલી તેમજ નયોનાં નામ નયચક્રના પૂર્વવર્તી કે પરવર્તી સાહિત્યમાં ઉપલબ્ધ થતાં નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ટિપ્પણો : ૧. નન્નધત્સવ તત્ત્વમતોથા સર્વમસૂપપત્િન્ ! હેમચન્દ્ર, અન્યયોગ વ્યવચ્છેદિકા શ્લો. ૨૨, સં. મુનિશ્રી સૂર્યોદયવિજયજી, ચંદનની સુવાસ, શ્રી શ્વે, મૂ. પૂ. જૈન સંઘ, કરાડ સં. ૨૦૨૦. પૃ. ૨૪૧. ૨. નો જ્ઞાતુમિપ્રાય: લઘીયસ્ત્રયી, ગ્લો. પ૫ સં. મહેન્દ્રકુમાર શાસ્ત્રી, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ ૧૯૯૬, પૃ. ૧૦. જ્ઞાતૃમમન્વય: રઘ7 નયા: | સિદ્ધિવિનિશ્ચય ટીકા, ભટ્ટ અકલંક, સં. મહેન્દ્રકુમાર જૈન, ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, ૧૯૪૪ પૃ. ૫૧૭. 3. अनन्तधर्माध्यासितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति-प्रापयति संवेदनमारोहयतीति નથઃ ન્યાયાવતાર-વાર્તિકવૃત્તિ, શાંતિસૂરિ, પ્રથમ આવૃત્તિ, સં. પં. દલસુખ માલવણિયા, સિથી જૈન ગ્રંથમાલા, મુંબઈ ૧૯૪૯, પૃ. ૭૩. ૪. સન્મતિપ્રકરણ ભા. ૪, સં. પં. સુખલાલ સંઘવી-પં. બેચરદાસ દોશી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૧૯૩૨, ૩.૪૭. ૫. સન્મતિ પ્રકરણ ૧.૪-૫. ૬. મહેન્દ્રકુમાર જૈન, જૈન દર્શન, શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથમાલા, વારાણસી, ૧૯૭૪. પૃ૩૫૧-૩૫૪. ૭. ન્યાયાવતારવાનિવૃત્તિ, પૃ. ૨૨. ૮. સૈમસંગ્રહવ્યવહારસૂત્રશાનયા: એ તત્ત્વાર્થસૂત્ર ૧.૩૪, સં. પં. સુખલાલ સંઘવી, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, વારાણસી ૧૯૭૬. ૯. સન્મતિપ્રકરણ ૧.૪-૫. ૧૦. નામસંગ્રહવ્યવહારનુકૂશદ્નયાઃ | તત્ત્વાર્થસૂત્ર ૧.૩૪. ૧૧. દ્વાદશાર નયચક્ર, સં. મુનિ જંબૂવિજય, શ્રી જૈને આત્માનંદ સભા, ભાવનગર ૧૯૮૮, ભા. ૧, પૃ. ૧૦. ૧૨. સીતારનવાધ્યયને | દ્વાદશાર નયચક્ર, પૃ૮૮૬. ૧૩. છરિયા vi અંતે ! પુછી ! યા ! પસ્થ તો નયા ભવંતિ, તું નહીં- છઠ્ઠન[ ૨ વાવહારિયનય | વિયાહપણત્તિસુત્ત, સં. પં. બેચરદાસ દોશી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, પૃ. ૮૧૪. ૧૪. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ, “પ્રસ્તાવના”, પૃ. ૨૨. १५. तित्थयरवयणसंगह-विसेस पत्थार मूलवागरणी । दव्वढिओ य पज्जवणओ य से सा Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ વિપ્પ ફ્રિ । સન્મતિપ્રકરણ ૧.૩. ૧૬. સન્મતિપ્રકરણ ભા ૧, પૃ. ૨. ૧૭. પાળિયખુલે ખં મંતે ! તિવળે, ઋતિબંધ, તિસે, ઋતિાસે પન્નત્તે ? ગોયમા ! एत्थं दो नया जवंति, तं जहा - नेच्छयियनए य वावहारियनए य । वावहारियनयस्स गोड्डे છાલિયમુતે, નેન્ડ્સ નયલ્સ પંચવળે, તુ ંધે, પંવરસે, અદૃાસે પન્નતે । વિયાહપણત્તિ ભા ૨, પૃ ૮૧૩. જૈન દર્શનમાં નય ૧૮. સ્થાનાંગ-સમવાયાંગ સં. મુનિ જંબૂવિજયજી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, પૃ. ૩૩૮. ૧૯. જ્ઞાન માત્ર પ્રાધાન્યા મ્યુપામપદ્ય જ્ઞાનનયા: । જૈનતર્કભાષા સં. દલસુખ માલવણિયા, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ ૧૯૯૩, પૃ. ૨૩. ૨૦. જિયા માત્ર પ્રાધાન્યામ્બુવામપરાશ વિાનયા: ॥ જૈનતર્કભાષા પૃ૦ ૨૩. ૨૧. પ્રાધાન્યન શબ્દ ચોપરા‰ન્દ્ર નયાઃ । જૈનતર્કભાષા પૃ. ૨૩. ૨૨. પ્રાધાન્યનાર્થોવરત્નાર્થ નયા: ॥ જૈનતર્કભાષા પૃ. ૨૩. ૨૩. સવ્વનયાન અનુમદ્ રમેષ્ના સંનમે મુની ॥ ઉત્તરાધ્યયનસૂત્ર, સં. મુનિ જંબૂવિજયજી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૭, ગ્રંથાંક ૧૫, ૩૬.૨૪૯, પૃ. ૩૨૬ (અહીં અર્ધમાગધી ભાષા અનુસાર શબ્દ-રૂપ લેવામાં આવ્યા છે.) ૨૪. સત્ત મૂળના પન્નતા, તં નહા-નૈમે, સંગેહિ, વવહારે કન્નુત્તુતે, સરે, સમિરૂપે, વંભૂતે । ઠાણંગસુત્ત, સં. મુનિ જંબૂવિજય, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, ૫ ૨૨૫. ૨૫. સત્ત મૂલના પળતા । તં નહીં-ખેમે, સંદે વવહારે, અન્નુપુર, સરે, સમિરૂ, વંભૂતે । નંદીસુત્ત અનુયોગદારાઇ, સં. પં. બેચરદાસ દોશી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, પૃ ૨૦૪. ૨૬. એજન ૨૭. તિન્નેં સળયાળ । અણુઓગદ્દારસુત્ત, પૃ. ૭૦. ૨૮. પ્રમાળનવૈધિામ: નૈનમસંગ્રહવ્યવહારનુંસૂત્રશનયા: । આદ્યશૌદ્ઘિત્રિખેવૌ । તત્ત્વાર્થાધિગમસૂત્ર, ક્રમશઃ ૧-૬, ૧-૩૪, ૧-૩૫. ૨૯. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ૧-૬. Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય ૬૫ ૩૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ૧-૩૪. ૩૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ૧-૩૫. ૩૨. સૈમસંગ્રહવ્યવહારનુંસૂત્રશબ્દસમિઢવમૂતા નયા: સર્વાર્થસિદ્ધિ, ૧.૩૩, સં. પં. ફૂલચંદ સિદ્ધાંતશાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, નવી દિલ્હી ૧૯૯૧. 33. अत्राह-किमते तन्वन्तरीया वादित आहोस्वत्स्वतन्त्रा । एव चोदक पक्ष ग्राहिणो मतिभेदेन विप्रधाविता इति । आलोच्यते-नैते तन्त्रान्तरीया नापि स्वतंत्रा मतिभेदेन । વિપ્રધવિતા: ૫ રેયસ્થ વણાચ્યવસાયાન્તા પેતન સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, પૃ. ૬૩. ૩૪. સ્ત્રીવ્ર તાસામfપ...થોડું યાપનીય તત્રે / લલિતવિસ્તરા, સં. વિક્રમસેન વિ. મ. સા., ભુવન ભટૂંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર, મદ્રાસ વિસં. ૨૦૫૧, પૃ. ૪૨૭-૪૨૮. ૩૫. સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર. ભાષાનુવાદ, પં. ખૂબચંદ્રજી, શ્રીમદ્રાજચંદ્ર આશ્રમ, અગાસ ૧૯૩૨, પૃ. ૬૩. ૩૬. સન્મતિપ્રકરણ, પ્રથમ કાંડ તથા તૃતીય કાંડ. ३७. तित्थयर वयण संगह-विसेस पत्थारमूलवागरणी । दव्वढिओ य पज्जवणओ य सेसा વિક્રપ્પા fસ | સન્મતિપ્રકરણ- ૧.૩. ૩૮. સન્મતિપ્રકરણ- ૧.૪-૫. 3८. जह एए तह अण्णे पत्तेयं दुग्णया णया सव्वे । हंदि हु मूलणयाणं पण्णवणे वावडा તે વિ છે સન્મતિપ્રકરણ- ૧.૧૫. ૪૦. સન્મતિપ્રકરણ- ૧.૨૨-૨૮. ४१. भई मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्ग મુદ્દાઢમક્ષ સન્મતિપ્રકરણ ૩.૬૯. ૪૨. મર્દ×નીત મૈાદ્રિ પ્રત્યેક શત વંધ્ય પ્રાત્મક સનાતર નયT ध्ययनानुसारिषु । નયચક્ર-વૃત્તિ, પૃ. ૮૮૬ પક્ષે ય મત વિધો. (ભાવ) નિ. ક્વ૨)... તિ તથ્ય શતમેશ્ય સત નય શતર નવ | નયચક્રવૃત્તિ, માઈલ્લ ધવલ, સં. પં. કૈલાશચંદ્ર શાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૧૯૭૧, પૃ. ૭૮૯. ४३. जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव पर સમય છે સન્મતિપ્રકરણ ૩.૪૭. Page #77 -------------------------------------------------------------------------- ________________ ६६ જૈન દર્શનમાં નય ४४. जावन्तो वयणपहा तावन्तो वा नया विसद्दाओ । ते चेव य परसमया सम्मत्तं समुदिया सव्वे ॥ विशेषावश्यमाध्य, स्वोपत्रवृत्ति सहित, सं., ६५सु५ भाववाल्या, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ-૮, પ્રથમ सं२४२४१, १८६८, द्वितीय (भाग-00-२२६५, पृ. ५२७. ४५. तयोर्भङ्गाः - १. विधिः, २. विधि-विधिः, ३. विधेविधि-नियमम, ४. विधेनियमः, ५. विधि-नियमम्, ६. विधि-नियमस्य विधिः, ७. विधिनियमस्य विधिनियमम् ८. विधिनियमस्य नियमः, ९. नियमः, १०. नियमस्य विधिः, ११. नियमस्य विधिनियमम् १२. नियमस्य नियमः ॥ द्वाहशा२-नयय, पृ. १०. ४६. तत्र विधिभङ्गाश्चत्वार आद्या उभयभङ्गा मध्यमाश्चत्वारो नियमभङ्गाश्चत्वारः पाश्चात्या यथासंख्यं नित्यप्रतिज्ञाः, नित्यानित्यप्रतिज्ञाः अनित्यप्रतिज्ञाश्च । वा२-नयय वृत्ति, पृ. ८७७. Page #78 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દેવસેન કૃત નયચક્રનો પરિચય પૂર્વે આપવામાં આવ્યો છે. તેમણે તેમાં નયોનું સુવિસ્તર વર્ણન કર્યું છે. અહીં પ્રથમ ઉપા. યશોવિજયજી વિરચિત દ્રવ્યગુણ પર્યાયનો રાસ ગ્રંથનો સંક્ષેપમાં પરિચય આપ્યા બાદ તેમાં વર્ણવવામાં આવેલ નયોની દેવસેન કૃત નયચક્ર સાથે સમાલોચના કરવામાં આવશે. દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : (ઉ. વિ. સં. ૧૭૧૧)–આ કૃતિ ૧૭ ઢાલમાં વિભક્ત છે. એની કડીઓની અનુક્રમે સંખ્યા આ મુજબ છે : ૯, ૧૬, ૧૫, ૧૪, ૧૯, ૧૬, ૧૯, ૨૫, (?), ૨૮, ૨૧, ૧૨, ૧૪, ૧૮, ૧૯ + ૮, ૧૩, ૭ અને ૧૧. એમાં કળશની એક કડી ઉમેરતાં ૨૮૪ કડી થાય છે. પહેલા કાગળ(પૃ. ૧૦૧)માં દ્રવ્યગુણપર્યાયરાસ તરીકે કર્તાએ જાતે ઓળખાવેલી આ કૃતિ દ્રવ્યાનુયોગ અંગેની ગુજરાતી પદ્યાત્મક કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. એનો પ્રથમાદર્શ કર્તાના ગુરુ પં. નયવિજયે સિદ્ધપુરમાં વિ. સં. ૧૭૧૧માં લખ્યો એથી આની મહત્તા સૂચવાય છે. પહેલી ઢાલમાં જીતવિજય અને નિયવિજયને ગુરુ તરીકે સંબોધી પ્રસ્તુત કૃતિ આત્માર્થીના ઉપકારાર્થે રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ઢાલમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનનું અને એના જ્ઞાનીનું મહત્ત્વ દર્શાવાયું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય બીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણનું એકેક લક્ષણ, સામાન્યના ઊર્ધ્વતા-સામાન્ય અને તિર્યસામાન્ય એ બે પ્રકારો, ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ, દિગંબર મતનું ખંડન, ગુણાર્થિક જ્યની અનુપપત્તિ અને દ્રવ્યાદિના સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી ભેદ એમ વિવિધ બાબતો વિચારાઈ છે. ત્રીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં એકાન્ત ભેદ માનવાથી ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ, અનવસ્થાદોષ અને વ્યવહારનો નાશ, સંઘ અને દેશ(અવયવોમાં ભેદ માનવાથી બમણો ભાર તેમ જ તૈયાયિક અને યોગાચારના મતનો નિર્દેશ એ બાબતો નિરૂપાઈ છે. ચોથી ઢાલમાં ભેદભેદના વિરોધનો પરિહાર કરાયો છે અને સપ્તભંગીનું સ્વરૂપ વર્ણવાયું છે. પાંચમી ઢાલમાં પ્રમાણ અને નય વચ્ચે ભેદ દર્શાવી દિગંબર માન્યતા મુજબ નવ નય અને ત્રણ ઉપચારનો ઉલ્લેખ કરી, અધ્યાત્મશૈલીએ બે જ નય છે એમ કહી નવ નય પૈકી દ્રવ્યાર્થિક નયના દસ પ્રકારો સમજાવાયા છે. છઠ્ઠી ઢાલમાં નવ નય પૈકી પર્યાયાર્થિકના છ પ્રકારોનું તેમ જ નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિચારાયું છે. આમ અહીં અવશિષ્ટ આઠ નયોની હકીકત અપાઈ છે. નિંગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨ અને ઋજુસૂત્રના ૨ ભેદ ગણાવી કુલ્લે નયના ૨૮ ભેદનો નિર્દેશ કરાયો છે. સાતમી ઢાલમાં ઉપનયોના પ્રકારો દર્શાવાયા છે. સદ્દભૂત વ્યવહારને પ્રથમ ઉપનયનો ભેદ કહી એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારો જણાવાયા છે. ત્યારબાદ અસદૂભૂત વ્યવહારના નવ પ્રકાર ગણાવી અન્ય અપેક્ષાએ એના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. વળી ઉપચરિતોપચરિત અસંભૂત વ્યવહારના પણ ત્રણ પ્રકાર સૂચવાયા છે. આઠમી ઢાલમાં નિશ્ચય-નયના બે ભેદ દર્શાવી વ્યવહાર-નયના બે Page #80 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૯ ભેદ અને બંને ભેદના બળે ઉપભેદનું નિરૂપણ છે. ત્યારબાદ દિગંબરો જે નવ નય માને છે તેનું ખંડન કરાયું છે. અર્પિત અને અનર્પિતને દિગંબરોએ જુદા કેમ ગણાવ્યા નથી એ પ્રશ્ન એમને પુછાયો છે. ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સંખ્યા પરત્વે જિનભદ્રગણિજી અને સિદ્ધસેન દિવાકરજીમાં મતભેદ છે એમ કહ્યું છે. વિભક્તને વિભાગ ગણતાં વ્યવસ્થા રહે નહિ અને ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે એ બાબત દર્શાવી નિશ્ચય-નય અને વ્યવહાર-નયનું એકેક લક્ષણ અપાયું છે. દેવસેને નયચક્રમાં નવ નવ વગેરેનું નિરૂપણ કર્યું છે તે બાળજીવોના બોધ માટે છે, નહિ કે તાત્ત્વિક એમ કહી આ ઢાલ પૂર્ણ કરાઈ છે. નવમી ઢાલમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિશે વિસ્તૃત નિરૂપણ છે. આ ઢાલના પ્રારંભમાં કહ્યું છે કે એકે એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એ ત્રણમાં પરસ્પર વિરોધ નથી. આ સંબંધમાં સુવર્ણના ઘડા અને મુગટનું સુપ્રસિદ્ધ ઉદાહરણ અપાયું છે. ઈષ્ટાનિષ્ટ વાસનાના ભેદથી વસ્તુમાં ભેદ ન માનવો એ બૌદ્ધ માન્યતાનું નિમિત્તના ભેદની યુક્તિથી ખંડન કરાયું છે. યોગાચાર બૌદ્ધ મત માનવાથી માધ્યમિક બૌદ્ધનો મત આવી જાય એમ કહી એનું પણ ખંડન કરી ઉત્પાદ અને વ્યયનો એકાન્ત ભેદ માનનારા નૈયાયિકના મતનું નિરસન કરાયું છે. દહીં, દૂધ અને ગોરસ(ગાયનો રસ)ના દૃષ્ટાંત દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરાયું છે. સંઘયણાદિક ભવભાવથી સિદ્ધ થતાં કેવલજ્ઞાન થાય એ બાબત સમ્મઈપયરણમાંથી દર્શાવાઈ છે. ઉત્પાદનો પ્રયોગજન્ય અને વિસ્ત્રસા અર્થાત્ સ્વભાવજનિત એમ બે પ્રકારો, વિનાશના રૂપાંતર-પરિણામ-વિનાશ અને અર્થાન્તર ભાવગમન-વિનાશ એમ બે પ્રકારો તેમ જ ધ્રૌવ્યના સ્થળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો દર્શાવી તેની સમજણ અપાઈ છે. દસમી ઢાલમાં શરૂઆતમાં સમ્પર્વના આદર માટે ભલામણ કરાઈ છે. ત્યાર બાદ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં નામ અને લક્ષણ દર્શાવાયાં છે. કાળ એ જીવ અને અજીવના પર્યાયરૂપ છે એ એક માન્યતા અને જયોતિગઝની ગતિ અનુસાર જૂનું નવું કરનાર-ઉત્પન્ન થનારી ભાવસ્થિતિનું અપેક્ષાકારણ તે કાળ છે એ બીજી માન્યતા. અને બંનેનો ધમ્મસંગહણીમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન દર્શનમાં નય ઉલ્લેખ, કાળને લગતી દિગંબરોની માન્યતા, યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં એનો સ્વીકાર ઇત્યાદિ બાબતો વિચારાઈ છે. અગિયારમી ઢાલમાં દસ સામાન્ય ગુણનાં નામ દર્શાવી દરેક દ્રવ્યમાં એ પૈકી આઠ આઠ ગુણ છે એમ કહી સોળ વિશેષ ગુણો ગણાવાયા છે. ચેતનત્વાદિ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે, જયારે પરજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ છે એમ કહી સ્વભાવના અગિયાર ગુણોનો નિર્દેશ કરાયો છે. નિમ્નલિખિત સ્વભાવો ન હોય તો શું ? એ વાત ચર્ચાઈ છે : અસ્તિ ભાવ અને નાસ્તિ ભાવ, નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ, એક-સ્વભાવ અને અનેક-સ્વભાવ, ભેદ-સ્વભાવ અને અભેદસ્વભાવ તેમ જ ભવ્ય-સ્વભાવ અને અભવ્ય-સ્વભાવ. બારમી ઢાલમાં આ પ્રમાણે ૧૦ વિશેષ સ્વભાવ દર્શાવી એમાં પૂર્વોક્ત ૧૧ સામાન્ય સ્વભાવો ઉમેરતાં જે ૨૧ સ્વભાવ થાય તે પૈકી જીવાદિ છ દ્રવ્યોમાં કેટકેટલા હોય તે બાબત નિરૂપાઈ છે. તેરમી ઢાલમાં ૨૧ સ્વભાવોને અંગે નયની વિચારણા કરાઈ છે. ચૌદમી ઢાલમાં પર્યાયના વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય એ બે ભેદ દર્શાવી એનાં લક્ષણ આપી બે બંનેના બે રીતે બન્ને ઉપભેદોનો નિર્દેશ કરાયો છે. વળી આ ભેદાદિકનાં ઉદાહરણ અપાયાં છે. આ ઉપરાંત દિગંબરોની કેટલીક માન્યતાનું ખંડન કરાયું છે. - પંદરમી ઢાલનો વિષય ગીતાર્થોના જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. સાથે સાથે જ્ઞાનથી વિહીન જનોની ઝાટકણી કઢાઈ છે. સોળમી ઢાલમાં જિનેશ્વરની વાણીની પ્રશંસા કરાઈ છે. સત્તરમી ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાના ગુણ ગાયા છે. વિશેષમાં પોતાના ગુરુની કૃપાથી પોતે ચિત્તામણિકો અભ્યાસ કરી શક્યા એમ કર્તાએ કહ્યું છે. અંતમાં “કલશ” તરીકે એક પદ્ય અને તાર બાદ સંસ્કૃતમાં એક Page #82 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૧ પદ્ય છે અને એ દ્વારા જૈન વાઝેવીની ધ્યાનરૂપ પુષ્પો વડે ચરણપૂજા હો, એમ કહ્યું છે. ઉલ્લેખ–મૂળ કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : ઉત્તરાધ્યનન (૧૭૦, ૨૩૬), ઉપદે શપદ (૩, ૨૪૯), ઉપદેશમાલા (૫), ગચ્છાચાર (૨૬૧), ચિન્તામણિ (૨૮૨), તત્ત્વાર્થ (૯, ૧૧૭, ૧૭૩), ધર્મસંગ્રહણી (૧૭૩), નયચક્ર (૧૧૫), પંચકલ્પભાષ્ય (૪), બૃહત્કલ્પભાષ્ય (૨૫૧), ભગવાઈ (૧૭૨), મહાનિશીથ (૨૫૦), મહાભાષ્ય (૧૨૦), યોગદષ્ટિસમુચ્ચય (૨૪૭, ૨૬૭), યોગશાસ્ત્ર (૧૭૫), વિશેષાવશ્યક (૬૦), ષોડશક (૨૪૬), સમય (૧૭૧), સમ્મતિ (૨, ૭, ૯, ૨૦, ૬૦, ૧૪૬, ૨૧૭, ૨૩૧), સમ્મતિવૃત્તિ (૨૦)) અને સૂત્ર (૨૧, ૧૭૮). ગ્રંથકાર તરીકે નીચે મુજબનાં નામ છે : | જિનભદ્રજી (૧૨૮), દેવસેન (૧૩૧, ૨૪૨), અને સિદ્ધસેનજી (૧૨૧). અન્ય વિશેષ નામો નીચે પ્રમાણે છે : દેવદત્ત (૪૫, ૧૧૪), નૈયાયિક (૩૪, ૪૦, ૧૪૦), બુદ્ધ (૧૩૮), યોગાચાર (૩૬), અને સાંગ (૪૦). સ્વપજ્ઞ ટબો—યશોવિજયગણિએ જાતે દ્રવ્યગુણપર્યાયરાસ ઉપર ગુજરાતીમાં એ રાસના સ્પષ્ટીકરણરૂપે દબો રચ્યો છે. એ દ્વારા કેવળ મૂળ લખાણને વિશદ બનાવાયું છે એટલું જ નહિ પણ સમર્થનાર્થે અવતરણો આપી એને સમૃદ્ધ કરાયું છે. એમાં અનેક ગ્રંથોની સાક્ષી અપાઈ છે. એ પૈકી કેટલાંકનાં જ નામ હું અહીં નોંધું છું - અનુયોગદ્વાર (પૃ ૭૪, ૭૮), અનેકાન્તવ્યવસ્થા (પૃ. ૪૧), અન્યયોગ-વ્યવચ્છેદદ્ધાત્રિશિકા (પૃ૦ ૩૧, ૩૨, ૮૩), આકર (પૃ. ૭૯), આચારાંગ સૂત્ર (પૃ. ૩), આવશ્યક (પૃ. ૭૨, ૧૬૭, ૧૬૮), ઉત્તરાધ્યયન (પૃ. ૧૧૦, ૧૪૭, ૧૫૩, ૧૫૯), ઉપદેશમાલા (પૃ. ૬), ઉપદેશરહસ્ય Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જૈન દર્શનમાં નય (પૃ. ૧૫૯), કલ્પ (પૃ. ૮), ગચ્છાચાર (પૃ૧૬૫), ગણિતશાસ્ત્ર (પૃ. ૧૯), ગીતા (પૃ. ૧૬), ચન્દ્રપ્રજ્ઞપ્તિ (પૃ. ૩), ચિન્તામણિ (પૃ. ૧૭૮), જીવાભિગમ (પૃ. ૧૧૦), જ્ઞાતા (પૃ. ૩), તત્ત્વાર્થ (પૃ. ૩, ૧૧, ૭૧, ૭૨, ૭૯, ૯૦, ૧૧૨), તર્કશાસ્ત્ર (પૃ. ૪૮, ૧૭૮), દષ્ટિવાદાધ્યયન (પૃ. ૮), દ્રવ્યસંગ્રહ (પૃ. ૪૮, ૧૧૩), દ્વાદશારનયચક્ર (પૃ. ૩૭), ધર્મસંગ્રહણી (પૃ. ૧૧૨), નયચક્ર (પૃ. ૭૧, ૮૨, ૧૫૪, ૧૫૬), નિશીથ (પૃ. ૮), નિશ્ચય-ધાર્નાિશિકા (પૃ. ૧૧૨), પંચકલ્પભાષ્ય (પૃ. ૫), પ્રજ્ઞાપનાવૃત્તિ (પૃ. ૧૦૦), પ્રશમરતિ (પૃ. ૬, ૧૦૫), બૃહત્કલ્પ (પૃ. ૧૬૦), ભગવતી (સૂત્ર) (પૃ. ૧૧૧, ૧૧૫), ભાષારહસ્યપ્રકરણ (પૃ. ૧૨૪), મહાનિશીથ (પૃ. ૧૫૯), યોગદષ્ટિસમુચ્ચય (પૃ. ૧૫૮, ૧૭૦), યોગશાસ્ત્ર (પૃ. ૧૧૩, ૧૧૬), લલિતવિસ્તરા (પૃ. ૯, ૧૬૭), વિશેષાવશ્યક (પૃ. ૪૬, ૭૩, ૮૦), વસી (પૃ૧૬), વિશિકા (પૃ. ૧૦૩), વ્યવહાર (પૃ. ૮), શતાવનયચક્રાધ્યયન (પૃ. ૩૭), શિરોમણિ (પૃ. ૧૭૮), ષોડશક (પૃ. ૫, ૧૫૭), સમ્મતિ (પૃ. ૩, ૪, ૮, ૯, ૧૮, ૧૯, ૩૫, ૪૬, ૮૧, ૯૩, ૯૪, ૯૬, ૯૭, ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૪૩, ૧૫૦, ૧૫૫), સમ્મતિવૃત્તિ (પૃ. ૧૩૪), સિદ્ધાન્ત (પૃ. ૮૧), સૂત્ર (પૃ. ૭૮, ૧૦૮, ૧૧૫), અને સૂત્રકૃતાંગ (પૃ. ૩, ૫). નવ્ય ન્યાયની છાંટ–નવમી ઢાલની પાંચમી કડીના ટબામાં નિમ્નલિખિત પંક્તિમાં “અવચ્છેદ'નો પ્રયોગ કરાયો છે : “સર્પનઇ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ, ઉદરાવચ્છેદઈ નથી. તથા સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહવાઈ છઇ.” દ્રવ્યાનુયોગતર્કણાવ્યગુણપર્યાયરાસ જોઈ એ ઉપરથી પ્રેરણા મેળવી “તપા' ગચ્છના વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત વિજયદયાસૂરિના રાજય(વિ. સં. ૧૭૮૫-૧૮૦૯)માં રચી છે. દિગમ્બર પરંપરામાં પણ મુખ્યત્વે સાત નયોની પરંપરા જ પ્રચલિત છે. પરંતુ દેવસેન નયચક્રમાં એક જુદી જ રીતે નયોના ભેદોનો ઉલ્લેખ કરે Page #84 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તેમને મતે નવ નો છે અને ત્રણ ઉપનયો છે. અધ્યાત્મ મા તો બે જ–નિશ્ચય અને વ્યવહાર–એવા ભેદો સંભવે છે. નયોની સાથે ઉપનયોનો ઉલ્લેખ આચાર્ય સમન્તભ સર્વપ્રથમ આપ્તમીમાંસાની ૧૦૦મી કારિકામાં કર્યો છે. અકલંકે તેમની અષ્ટશતીમાં સંગ્રહ આદિને નય અને તેની શાખા-પ્રશાખાઓ, ભેદ-પ્રભેદોને ઉપનય કહ્યા છે. પણ ઉપનયોના ભેદોની કોઈ ચર્ચા કરી નથી. પરંતુ દેવસેનાચાર્યે નયચક્રમાં નયોના નિકટવર્તીને ઉપનય કહ્યા છે. તેના ત્રણ ભેદ પાડ્યા છે. ઉપનયના ત્રણ ભેદની ચર્ચા યા ઉપનયોની ચર્ચા અમૃતચંદ્રના ગ્રંથોમાં પણ નથી. દેવચંદ્ર અને અમૃતચંદ્ર લગભગ સમકાલીન હતા. તે પૂર્વે ઉપનયોની ચર્ચા નથી. પરંતુ જયસેને ટીકાઓમાં ઉપનયોની ચર્ચા કરેલ છે. નિયોની સંખ્યા વિશેની ઉક્ત સામાન્ય ચર્ચાને આધારે આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે મૂળ આગમિક પરંપરા મુજબ નયની સંખ્યા પ્રથમ પાંચ અને પછી સાત હતી ત્યારબાદ નયની સાથે ઉપનયોનો ઉલ્લેખ જોવા મળે છે. પણ નયની સંખ્યા નવ અને ઉપનયોની સંખ્યા ૩ એમ અલગ ભેદોની ગણતરી માત્ર દેવસેનકુત નયચક્રમાં જોવા મળે છે.૩ આના કોઈ પ્રાચીન સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત થતા ન હોવાથી આ પરંપરાને પ્રાચીન પરંપરા માની ન શકાય, પરંતુ દેવસેન આચાર્યે જ નવી ઊભી કરેલી પરંપરા જણાય છે. ઉપાયશોવિજયજીએ દેવસેન કૃત નવ-નય તથા ત્રણ ઉપનયની પરંપરાને વિશદ રીતે વર્ણવી છે અને ત્યારબાદ તેની સમાલોચના કરી છે અને મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા નયચક્ર અમરનામ આલાપપદ્ધતિનાં સૂત્રોને ગુજરાતી ભાષાના છંદોમાં સુંદર રીતે વણી લઈ તેનું વિવેચન ઢાળ- ૫, ૬, ૭, ૮માં કરેલું છે. તે નીચે મુજબ છે. નયની વ્યાખ્ય. પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિશ્ચિત કરેલ અનંત ધર્માત્મક વસ્તુના નિશ્ચિત કરેલ અંશ કે અંશોને જે ગ્રહણ કરે અને બાકીના અંશો અંગે ઉદાસીન રહે અર્થાત બાકીના અંશોનો નિષેધ ન કરે તે નય છે. અને બાકીના અંશોનો નિષેધ કરે તે દુર્નય છે. નયના બે પ્રકાર : ૧. નિશ્ચય નય, દ્રવ્યાર્થિક. ૨. વ્યવહાર નય, પર્યાયાર્થિક. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય નયના નવ પ્રકાર : ૧. દ્રવ્યાર્થિક નય, ૨. પર્યાયાર્થિક નય, ૩. નૈગમ નય, ૪. સંગ્રહ નય, પ. વ્યવહાર નય, ૬. ઋજુસૂત્ર નય, ૭. શબ્દ નય, ૮. સમભિરૂઢ નય, ૯ એવંભૂત નય. ઉપનય એટલે નય સમીપ તે ઉપનય; અથવા નયનું એક અંગ ગ્રહણ કરી અનેક વિકલ્પ કરી કથન તે ઉપનય તેના ત્રણ પ્રકાર : ૧. સભૂત વ્યવહાર નય. ૨. અસભૂત વ્યવહાર નય. ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર નય. દ્રવ્યાર્થિક નયના દશ ભેદઃ પર્યાયાર્થિકના ૬ ભેદ ૧. દ્રવ્યાર્થિક નયના દશ ભેદ : ૧. કપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય :- જેમકે- સંસારી જીવ સિદ્ધ જેવો જ શુદ્ધાત્મા છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” ૨. (ઉત્પાદ, વ્યયને ગૌણ કરી કેવળ) સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યા નય :- યથા-દ્રવ્ય નિત્ય છે, જીવ નિત્ય છે, પરમાણુ નિત્ય છે. ૩. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાનય :- જેમકે, નિજ ગુણ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. ૪. કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. નય :- જેમકે, ક્રોધાદિ કર્મ જ ભાવ આત્મા. ૫. ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાનય :- જેમકે, એક જ સમયે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય યુક્ત તે દ્રવ્ય. ૬. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. નય :- જેમકે, આત્માના દર્શન, જ્ઞાનાદિ ગુણ, જ્ઞાન અને દર્શનાદિ પોતે જ આત્મા છે, છતાં ભેદ કલ્પના કરી “ના” વડે જુદા પાડ્યા. ૭. અન્વય દ્રવ્યા. નય :- જેમકે, ગુણ-પર્યાય યુક્ત તે દ્રવ્ય. Page #86 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૫ ૮. સ્વજાતિગ્રાહક અથવા સ્વદ્રવ્યાદિગ્રાહક અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવગ્રાહક દ્રવ્યો નય :- જેમકે-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિની અપેક્ષાએ એ દ્રવ્ય. ૯. પરજાતિગ્રાહક દ્રવ્યાનય :- જેમકે પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિની અપેક્ષાએ એ દ્રવ્ય નથી. અથવા સુવર્ણ રજત નથી; રજત દ્રવ્ય, રજત ક્ષેત્રે, રજત કાળે કે રજત ભાવે સુવર્ણ રજત નથી. કોઈ કાળે, કોઈ ક્ષેત્રે, કોઈ દ્રવ્ય, કોઈ ભાવે સુવર્ણ રજત નથી. અથવા આત્મા દ્રવ્ય (જીવ) પગલા દ્રવ્ય (અજીવ) નથી, ચેતન દ્રવ્ય જડ દ્રવ્ય નથી. જડના દ્રવ્યથી, કે જડના ક્ષેત્રથી, કે જડના કાળથી કે જડના ભાવથી ચેતન જડ નથી. સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વભાવે, સર્વદ્રવ્ય ચેતન તે ચેતન જ છે; અચેતન નથી, જડ નથી. તેમજ જડ ને ચેતન નથી. બંને પ્રગટ ભિન્ન છે. બંને પોતપોતાના ભાવે સ્થિત છે. જડમાં ચેતન નથી ભળી જતું; ચેતનમાં જડ નથી ભળી જતું. એકનો સ્વભાવ બીજામાં ન આવે, અને બીજાનો પહેલામાં ન આવે. દરેક દ્રવ્ય નિરનિરાળા પોતપોતાના સ્વભાવે સ્થિત છે. ઇત્યાદિ. ૧૦. પરમગ્રાહક દ્રવ્યા. નય અથવા પારિણામિક ભાવ ગ્રાહક દ્રવ્યા. નય :- જેમકે-જ્ઞાનસ્વરૂપ એ આત્મા. અહીંયાં ઘણા સ્વભાવમાંથી જ્ઞાનને પરમ સ્વભાવ ગમ્યો. ૨. પર્યાયાર્થિક નયના છ ભેદ : ૧. અનાદિ નિત્ય પર્યાયાર્થિક નય અથવા અનાદ્યનંત પર્યાયાર્થિક નય : જેમકે- પુગલ પર્યાય નિત્ય છે. મેર આદિ. (પ્રાય: એ ગિરિશાશ્વતો, અથવા શાશ્વતી જિન પ્રતિમા.) મેરુ એ પુદ્ગલનો પર્યાય છે. ૨. સાદિ નિત્ય અથવા સાદિ અનંત પર્યા. નય :- જેમકે-સિદ્ધ પર્યાય (કેમકે સિદ્ધ એ જીવનો પર્યાય છે.) નિત્ય છે. ૩. (સત્તા ગૌણ કરી) ઉત્પાદ, વ્યય ગ્રાહક સ્વભાવવાળો નિત્ય અશુદ્ધ પર્યા. નય :- જેમકે, પર્યાયો ક્ષણે ક્ષણે પલટે છે. ૪. સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાનય : જેમકે એક સમયે ત્રણ WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય રૂપવાળો તે પર્યાય. અર્થાત્ પૂર્વે પર્યાયનો નાશ, ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય. ૭૬ ૫. કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યા નય :- જેમકે— સિદ્ધના પર્યાય જેવા સંસારીના પર્યાય (જ્ઞાનાદિ) શુદ્ધ છે. ૬. કર્મોપાધિ સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યા. નય :- જેમકે (સંસારી) જીવો ઊપજે છે અને મરે છે. ૩. નૈગમ નયના ત્રણ ભેદ : ૧. ભૂતનૈગમ (૨) ભાવિ નૈગમ, (૩) વર્તમાન નૈગમ. ૧. ભૂતને વિશે વર્તમાનનું આરોપવું એ ભૂત નૈગમ. જેમકે, આજ દિવાળીને દિવસે શ્રીવર્ધમાનસ્વામી મોક્ષે પધાર્યા. (જો કે તેમને થઈ ગયે સેંકડો વરસ થઈ ગયાં.) ૨. ભાવિને વિશે ભૂતનું આરોપણ એ ભાવિ નૈગમ :- જેમકે જે થવાનું છે તે થયું ગણવું. અર્હત્ તે સિદ્ધ, સમકિત તે મુક્ત. આમાં અર્હત્ એ દેહધારી રૂપે છે, સિદ્ધ થયા નથી; પણ અર્હત્ હોવાથી દેહમુક્ત થયે નિયમા સિદ્ધ થશે; એ નિશ્ચયને લઈ સિદ્ધ થવા રૂપ ભાવિનું સિદ્ધ થયા રૂપે આરોપણ કર્યું. તેમજ સમકિતી નિયમા મુક્ત થાય; હજી મુક્ત થયેલ નથી, છતાં નિશ્ચયને લઈ મુક્ત થવા રૂપ ભાવિનું સમકિતીને વિશે આરોપણ કર્યું, ઇત્યાદિ. ૩. કરવા માંડેલી વસ્તુ થઈ છે, નથી થઈ અને કહેવું કે થાય છે. અથવા થાય છે અને કહેવું કે થઈ તે વર્તમાન નૈગમ. જેમકે, ચોખા હાંડલીમાં રાંધવા ઓર્યા, ગંધાયા નથી અને કહેવું કે ગંધાય છે. અથવા ‘કડેમાણે કર્ડ' થાય છે તે થયું. ૪. સંગ્રહ નયના બે ભેદ : ૧. સામાન્ય સંગ્રહ : ૨. વિશેષ સંગ્રહ : જેમકે, દ્રવ્યમાત્ર પરસ્પર અવિરોધી છે. જેમકે, જીવમાત્ર પરસ્પર અવિરોધી છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૫. વ્યવહાર નયના બે ભેદ : ૧. સામાન્ય સંગ્રહ ભેદક વ્ય૰ : - જેમકે, દ્રવ્ય બે : જીવ અને અજીવ. ૨. વિશેષ સંગ્રહ ભેદક વ્ય :- જેમકે, જીવ બે પ્રકારના : સિદ્ધ અને સંસારી. ૬. ઋજુસૂત્ર નયના બે ભેદ : ૧. સૂક્ષ્મ ઋજુસૂત્ર : જેમકે, એક સમય જ જેની સ્થિતિ છે તે પર્યાય. ૨. સ્થૂળ ઋજુસૂત્ર : જેમકે, મનુષ્યાદિ પર્યાય આયુકાળ પ્રમાણ. ૭. શબ્દ નયનો એક ભેદ :- જેમકે, દારા, ભાર્યા, કલત્ર, અથવા જલ, આપઃ. ૮ સમભિરૂઢ નયનો એક ભેદ :- જેમકે, ગાય એ પશુ છે. ૯. એવંભૂત નયનો એક ભેદ :- જેમકે, ઇંદે તે ઇન્દ્ર. ૭૭ આમ નયના અઠ્ઠાવીસ ભેદ થયા : દ્રવ્યાર્થિકના ૧૦, પર્યાયાર્થિકના ૬, નૈગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨, ઋજુસૂત્રના ૨, શબ્દનો ૧, સમભિરૂઢનો ૧, એવંભૂતનો ૧,કુલ ૨૮. ઉપનય ત્રણ : તેના ભેદ પ્રતિભેદ : ૧. સદ્ભૂત વ્યવહાર ઉપનય, તે બે પ્રકારે : ૧. શુદ્ધ સદ્ભૂત વ્ય. ઉપનય :- જેમકે, શુદ્ધગુણ- શુદ્ધ ગુણી અને શુદ્ધ પર્યાય-શુદ્ધ પર્યાયીના ભેદનું કહેવું તે (સિદ્ધ પર્યાય સિદ્ધજીવ.) ૨. અશુદ્ધ સદ્ભૂત વ્ય. ઉપનય : જેમકે અશુદ્ધ ગુણ અશુદ્ધ ગુણી અને અશુદ્ધ પર્યાય-અશુદ્ધ પર્યાયીના ભેદનું કહેવું તે. (મનુષ્ય પર્યાય સંસારી જીવ.) ૨. અસદ્ભૂત વ્યવહાર ઉપનય તે ત્રણ પ્રકારે : ૧. સ્વજાતિ અસદ્ભૂત વ્ય : જેમકે, પરમાણુ બહુપ્રદેશી. ૨. વિજાતિ અસદ્ભૂત વ્ય :- જેમકે, મતિજ્ઞાન મૂર્ત છે. કેમકે મૂર્ત Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય દ્રવ્યથી ઊપજેલું છે. જ્ઞાન અમૂર્ત છે, છતાં મતિજ્ઞાનને મૂર્ત ગણ્યું. કેમકે વિજાતિ એવાં મૂર્ત પુદ્ગલથી ઊપજ્યું છે. ७८ ૩. સ્વજાતિ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર : જેમકે, જ્ઞાનનો વિષય હોવાથી શેય એવા જીવ અને અજીવને વિશે જ્ઞાનનું કથન છે. ૩. ઉપચિરત અસદ્ભૂત વ્યવહાર ઉપનય, ત્રણ પ્રકારે : ૧. સ્વજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર :- જેમકે, મારાં સ્ત્રી, પુત્રાદિ (સજીવ.) ૨. વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર : જેમકે, મારાં હાટ, હવેલી, ઘર, વસ્ત્રાદિ (નિર્જીવ.) ૨. સ્વજાતિ વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહા૨ જેમકે, મારો દેશ, રાજ્ય, પ્રજા, ધણ, દુર્ગાદિ (સજીવ, નિર્જીવ.) આમ ઉપનયના આઠ ભેદ થયા, અને નયના પૂર્વે જણાવેલ અઠ્ઠાવીસ ભેદ ગણતાં કુલ છત્રીસ ભેદ થાય. દેવસેનાચાર્યે આલાપપદ્ધતિમાં ઉપરોક્ત ભેદ-પ્રભેદ કરી તેની સંક્ષેપમાં ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. તે જ બાબતોને યશોવિજયજી દ્વારા ગુજરાતી ભાષામાં અતિરત કરી ઢાળોમાં તથા સ્તંબકમાં સુંદર રજૂઆત કરવામાં આવી છે. તુલનાત્મક દૃષ્ટિએ આ દેવસેન કૃત મૂળ સંસ્કૃત પંક્તિ અને ઉપા યશોવિજય કૃત ગુજરાતી કડીઓ અને સ્તબકનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. દેવસેન નયચક્રમાં જણાવે છે કે कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिको यथा संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा । पृ० २१४ — કર્મોપાધિ નિરપેક્ષ—કર્મોની ઉપાધિની અપેક્ષા ન કરવાવાળો શુદ્ધ દ્રવ્યાર્થિક નય—જેમ કે સંસારી જીવ સિદ્ધની જેમ શુદ્ધ આત્મા છે. આ વાતને યશોવિજયજીએ આ રીતે બતાવી છે. શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણો, ૨-૬૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૭૯ જિન-સંસારી પ્રાણિઓ, સિદ્ધ સમોવડિ ગણિઈ રે, સહજભાવ આગલિ કરી, ભવ પર્યાય ન ગણિઈ રે. ૬૪. અર્થાત્ સંસારના ભવ પર્યાયની વિવક્ષા ન કરી માત્ર સહજ ભાવને જ પ્રધાનરૂપે ગણીએ તો બધા જ સંસારી જીવો સિદ્ધ સમાન છે. આવા ભાવને અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યાર્થિક નય નામ આપવામાં આવ્યું છે. વળી દેવસેન નયચક્રમાં બીજો ભેદ જણાવતાં કહે છે કે उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्ध द्रव्यार्थिको, यथा द्रव्यं नित्यम् ॥ | ઉત્પાદ અને વ્યયને ગૌણ કરી સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય-જેમ કે દ્રવ્ય નિત્ય છે. આ વાતને યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં સુંદર રીતે અવતરિત કરી છે. ઉત્પાદ વ્યય ગણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે, ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે-૬૫ સ્તબકમાં દેવસેન કૃત પંક્તિનું જ ઉદ્ધરણ આપ્યું છે કે ઉત્પાદ્રિવ્ય ખત્વે સત્તા પ્રાહિ? શુદ્ધ દ્રવ્યfથ: દ્રવ્ય નિત્ય છે. માત્ર પર્યાયો પલટાય છે. દ્રવ્ય તો ત્રણેય કાળમાં અવિચલ રહે છે. પુદ્ગલાદિ દ્રવ્યની સત્તા કદાપિ ચલિત થતી નથી. આમ પૂર્વે જણાવેલ નયના પ્રત્યેક ભેદને સુંદર રીતે સહજ શૈલીમાં રજૂ કરવામાં આવેલ છે. આઠમી ઢાળમાં યશોવિજયજી જણાવે છે કે નય અને ઉપનયના ભેદ દેવસેને નયચક્રમાં જણાવેલ છે. પરંતુ તેમણે જણાવેલ પરંપરામાં દર્શાવેલ ભેદ સાથે શ્વેતામ્બરોનો કોઈ મોટો વિષય-ભેદ નથી. તેમ છતાં ઊલટી પરિભાષા દેખી ખેદ થાય છે. સ્તબકમાં આ જ વાતને દર્શાવતાં એક સુભાષિત પ્રયુક્ત કરેલ છે. यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्ट्वा तथापि परिखिद्यते चेतः ॥ અર્થાત્ પરાઈ દ્રાક્ષ ખાતા ગધેડાથી કાંઈ વિશેષ હાનિ થતી નથી છતાં પણ અસંગત પરિસ્થિતિ જોવાથી મનને ખેદ તો થાય જ છે. તેવી રીતે અહીં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જૈન દર્શનમાં નય પણ ઊલટી પરિભાષા જોઈને મનને ખેદ ઉત્પન્ન થાય છે. વિપરીત પરિભાષા માટે શાસ્ત્રપાઠો આપતાં જણાવે છે કે તત્ત્વાર્થપ્રમુખ ગ્રંથોમાં તો સાત અથવા પાંચ ભેદની જ વાત કરી છે. અર્થાત્ આગમપ્રમાણને આધારે પણ સાત જ નય ઘટે છે. તેના બદલે તે જ સાત નયોમાં આંતરભાવિત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોને જુદા તારવી તેનો યોગ કરી સાત નયોની જગ્યાએ નવ નિયોની પ્રરૂપણા કરી છે, તેવો પ્રપંચ શા માટે ? આ દેવસેન દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયને સાત નયોથી અલગ માની સાતને બદલે નવ નય જણાવે છે તેમની સમક્ષ ઉપાડ યશોવિજય એક નવી જ આપત્તિ ઉપસ્થિત કરતાં કહે છે કે જેમ તમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને અલગ નય ગણો છો તેવી જ રીતે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં અર્પિત અને અનર્પિત એવા બે ભેદ પાડવામાં આવ્યા છે તેને પણ અલગ નય ગણાવી નવ નયને બદલે ૧૧ નય કેમ નથી ગણાવતા ? - આ પ્રશ્નના જવાબમાં કોઈ એમ જણાવે કે અર્પિત અને અનર્પિત એવા ભેદની અલગ ગણતરી કરવી જરૂરી નથી, કારણ કે અર્પિત એટલે વિશેષ અને અનર્પિત એટલે સામાન્ય અર્થાત્ અર્પિતનો વ્યવહારનયમાં અને અનર્પિતનો સંગ્રહનામાં સમાવેશ થઈ જતો હોવાથી અર્પિત અને અનર્પિત એ બે નયોને અલગ માનવાની કે ગણવાની જરૂર જણાતી નથી. આવા ખુલાસા સામે યશોવિજયજી યુક્તિપૂર્વક જણાવે છે કે જો તમે અર્પિતઅનર્પિત જે શાસ્ત્રોક્ત છે તેને અલગ ન ગણતાં અન્ય નયોમાં સમાવિષ્ટ કરો છો તો પછી જે શરૂઆતના ૪ નયો–નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક નયના ભેદ છે અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પર્યાયાર્થિક નયના ભેદ છે તો તે બે નયોને સાત નયોમાં આંતરભાવિત કરી સાત જ મૂળ નયો કેમ ગણતા નથી ? વળી આ સાત નયોની પદ્ધતિ વધુ પ્રાચીન અને શાસ્ત્રસમ્મત છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં અને સિદ્ધસેન દિવાકરે સન્મતિતર્ક સૂત્રમાં વર્ણવી છે. આમ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય શાસ્ત્રસમ્મત નૈગમ આદિ સાત નયોમાં આન્તરભાવિત થઈ જાય છે. તો પછી તેનો અલગ ઉપદેશ શા માટે આપો Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૧ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છો ? અર્થાત્ અલગ નય શા માટે ગણાવો છો ? આવા ખુલાસા સામે કોઈ દિગમ્બર વિદ્વાન્ એમ કહી શકે કે જેવી રીતે તત્ત્વાર્થસૂત્રમાં પાંચ નય વર્ણવ્યા છે ત્યારબાદ તેમાં શબ્દના ત્રણ ભેદ કરી સાત નય ગણાવ્યા છે. તેવી જ રીતે અમે પણ સાત નયમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભેળવી કુલ ૯ નય દર્શાવીએ છીએ તેમાં કયો દોષ ? આ બાબતે યશોવિજયજી જણાવે છે કે તત્ત્વાર્થમાં અંતિમ ત્રણ નયોને એક સંજ્ઞાએ સંગ્રહી પાંચ નયની ગણતરી કરાવી છે. પણ તે નયોના વિષય ભિન્ન છે. તેથી મૂળ તો સાત જ નય છે. માટે મૂળ સાત નયોની પરંપરાને સ્વીકારવી જ ઉચિત છે. તેમજ આ દેવસેને દ્રવ્યાર્થિક નયના દશ ભેદો પ્રદર્શિત કર્યા છે તે સર્વેનો સમાવેશ શુદ્ધાશુદ્ધ સંગ્રહનયમાં થઈ જાય છે અને પર્યાયાર્થિક નયના ૬ ભેદોનો સમાવેશ ઉપચરિતાનુપચરિત વ્યવહાર નય તથા શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રમાં થઈ જતો હોવાથી અલગ નય માનવા ઉચિત નથી. તેમજ વૃત્તિવચા અર્થાત શબ્દભેદ માત્રથી ભેદ ગણવામાં આવે તો નયોની સંખ્યા અગણિત થઈ જશે. સ્વાદસ્યવ, સ્ટાન્નાસ્ટેવ વગેરે સપ્તભંગી અને તેમાં અર્પિત-અનર્પિત, સત્ત્વગ્રાહક, અસત્ત્વગ્રાહક વગેરે અસંખ્યભેદો ઉદ્ભવશે. નૈગમનો વિષય સંગ્રહ અને વ્યવહારનયની સાથે સામ્ય ધરાવે છે. અર્થાત નૈગમના બે ભેદ છે : ૧. સામાન્યગ્રાહી નૈગમ, ૨. વિશેષગ્રાહી નૈગમ. આ બન્ને ભેદો તો સામાન્ય સંગ્રહ નયમાં અને વ્યવહાર નયમાં આત્તરભાવિત થઈ જતાં હોવા છતાં તેને અલગ ગણી છના બદલે સાત નયો ગણવામાં આવે છે તેવી જ રીતે અહીં પણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને ભિન્ન ગણીને સાતને સ્થાને નવ નયો ગણવામાં કોઈ દોષ આવતો નથી. તેવી યુક્તિ પ્રયુક્ત કરનારને યશોવિજયજી જણાવે છે કે તમારી વાત કાંઈક અંશે સત્ય છે છતાં પણ પ્રસ્થપ્રદેશ આદિની વિવક્ષાએ નૈગમન કાંઈક ભિન્ન છે. અર્થાત્ તે સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ થતો નથી તેથી ગમનયની અલગ ગણતરી કરી છે જ્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય નૈગમઆદિ નયોથી અભિન્ન છે. તો પછી તેને ભિન્ન ગણીને નવ ભેદ કેવી રીતે દેખાડો છો ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન દર્શનમાં નય આમ છતાં તમે આગ્રહપૂર્વક બે નયોને ભિન્ન માનશો તો વિભાગનો વિભાગ એવા દોષોની આપત્તિ આવશે. તેમજ પ્રયોજન વગર ભેદો પાડવા નિરર્થક છે. માટે સાત જ મૂળ નવો માનવા જોઈએ. ઉક્ત ભેદો જો ઉપલક્ષણ (કહેવા માટે) માત્રથી જ કરવામાં આવે તો કશો જ વાંધો નથી. પરંતુ વાસ્તવિકતા સિદ્ધ કરવા આવા ભેદો કરવામાં આવે તો તે ઉચિત નથી. કારણ કે આગમમાં તો અનેક સ્થળોએ બેટ્સ, પUસટ્ટયાબૅક્સ ક્રયા પાઠો મળે છે. અર્થાત્ દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે. એટલે કે દ્રવ્ય અને પર્યાય જેટલું જ વ્યક્તિત્વ પ્રદેશ પણ ધરાવે છે. માટે પ્રદેશાર્થિક નય પણ અલગ માનવો જોઈએ. તેમજ નયની સમીપ હોવાથી અને ઉપચારથી ગણાતા ત્રણ ઉપનયો છે. એમ માનવું પણ શાસ્ત્રસમ્મત નથી. સદ્દભૂત વ્યવહાર આદિ ત્રણ ભેદો પણ નૈગમ અને વ્યવહારમાં સમાવિષ્ટ થતા હોવાથી અલગ નય ન જ માનવા જોઈએ. વળી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧.૩૫) ભાષ્યમાં વ્યવહાર નયની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્નોસિમ રૂપરાપ્રાય વિસ્તૃતાર્થો વ્યવહાર: [૨, સૂત્ર ૩૫ ભાષ્ય] લૌકિક સમાન, ઘણું કરીને ઔપચારિક રીતે વિસ્તાર અર્થવાળો વ્યવહાર નય છે. આથી ઉપચારથી મનાતી હકીકતો વ્યવહાર નયમાં સમાવિષ્ટ થઈ જતી હોવાથી ઉપચાર નિયોને અલગ ઉપનયો તરીકે માનવાની જરૂર નથી. આમ છતાં જો આચાર્ય દેવસેનનો ઉપનયો માનવાનો આગ્રહ જ હોય તો ઉપા. યશોવિજયજી તેઓની સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહે છે કે તો પછી તમે પ્રમાણની જેમ ઉપપ્રમાણનો સ્વીકાર કેમ કરતા નથી ? તેમજ પ્રમાણના ભેદોનો સમાવેશ પ્રમાણમાં જ કરવામાં આવે છે. તેવી જ રીતે ઉપનયોનો સમાવેશ નયોમાં જ કરવો જોઈએ પણ અલગ ભેદો ઉપસ્થિત ન કરવા જોઈએ. અંતે યશોવિજયજી જણાવે છે કે બે નયો નિશ્ચય અને વ્યવહાર છે. તેમાં પણ નિશ્ચય નય મુખ્ય છે અને વ્યવહાર નય ગૌણ છે તેવી દિગમ્બર માન્યતા યુક્તિયુક્ત નથી, કારણ કે બન્નેના વિષયો ભિન્ન છે. જેટલું Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રાધાન્ય નિશ્ચય નયનું છે તેટલું જ પ્રાધાન્ય વ્યવહાર નયનું છે. એક મુખ્ય હોય ત્યારે બીજો ગૌણ હોય પણ એક સર્વથા મુખ્ય અને બીજો નય સર્વથા ગૌણ તેમ માનવું બરાબર નથી. દિગમ્બરાચાર્ય દેવસેન સમ્મત નય વિભાજન યુક્તિયુક્ત નથી તેમ જ શાસ્ત્રસંમત પણ નથી છતાં યશોવિજયજીએ નય વિષયક વિસ્તારપૂર્વકની ચર્ચા શા માટે કરી હશે ? તેવો પ્રશ્ન કોઈના મનમાં ઊઠે તેનો જવાબ આપતાં યશોવિજયજી જણાવે છે કે કેટલાક બાળજીવોને બોધ પમાડવા માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક નિયોનું જ્ઞાન તો શ્વેતામ્બર ગ્રંથોને આધારે જ શક્ય છે તેમ જણાવી આઠમી ઢાળનું સમાપન કરતાં જણાવ્યું છે કે દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ વિચારવું જોઈએ. અશુદ્ધનો ત્યાગ કરવો જોઈએ તેમજ સ્વસમય અને પરસમયનું અંતર જાણી પરમાર્થજ્ઞાન પામી હૃદયને વિશે હર્ષ ધારણ કરવો જોઈએ. સસ્તબક દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં ઉપાધ્યાય યશોવિજયજીએ દેવસેનાચાર્ય કૃત નયચક્રના ભેદોનું સવિસ્તર વિવેચન કરી તેની સમાલોચના કરી છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયના ભેદપ્રભેદોની ચર્ચા અને તુલના માટે આ ગ્રંથનાં ઉક્ત પ્રકરણો અત્યંત ઉપયોગી અને રોચક માહિતી પૂરી પાડે છે. તેથી નય વિષયક માહિતી મેળવવા માટે આ ગ્રંથ એક અગત્યનું સોપાન છે. પર્યાય આલાપપદ્ધતિમાં પર્યાયની ત્રણ વ્યાખ્યાઓ ઉપલબ્ધ થાય છે. ક્રમમાં ત્રીજી પરંતુ પર્યાયની વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યાની સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું જે આ મુજબ છે. स्वभाव-विभावरूपतया याति-पर्येति परिणमति इति पर्याय इति पर्यायस्य व्युत्पत्तिः । જે સ્વભાવ અને વિભાવરૂપથી પરિણમન–ફેરફાર કરે છે એને પર્યાય કહેવાય. આ પ્રકારની વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યા રાજવાર્તિક ગ્રંથમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન દર્શનમાં નય જોવા મળે છે. જેમ કે પરિસમન્નાદ્રાયઃ પર્યાયઃ –રાજવાર્તિક (૧-૩૩-૧-૬૫૬) એટલે કે જે બધી બાજુએથી ભેદોને પ્રાપ્ત કરે એને પર્યાય કહે છે. આના આધારે આપણે કહી શકીએ કે પર્યાયનો મુખ્ય અર્થ પરિણમન કરવું એ છે. પદાર્થમાં જે જુદી-જુદી અવસ્થા ઉત્પન્ન થાય છે તે પર્યાય છે. પ્રસ્તુત વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યાને આધારે જુદા જુદા દાર્શનિક ગ્રંથોમાં અને સૈદ્ધાંતિક ગ્રંથોમાં આની બીજી વ્યાખ્યાઓ જોવા મળે છે. આલાપપદ્ધતિમાં પર્યાયની બીજી વ્યાખ્યા આપતાં આ દેવસેન કહે છે કે सहभुवो गुणाः क्रमवर्तिनः पर्यायाः । અર્થાત્ જે હંમેશાં દ્રવ્યની સાથે રહે છે તેને ગુણ કહેવાય છે અને જે દ્રવ્યમાં ક્રમશઃ એકની પછી બીજી એમ જે અવસ્થાઓ આવતી અને જતી રહે છે એમને પર્યાય કહે છે. પરમાત્મપ્રકાશમાં પણ આ પ્રકારની વ્યાખ્યા બતાવાઈ છે. ત્યાં કહેવાયું છે કે મુવ નાદિ તારં ગુv મમુર્વપ૩ પુત્તર ન્યાયવિનિશ્ચય(૧૧૫-૭)માં જુગપર્યયવત્ દ્રવ્યું તે સહમવૃત્તયઃ બતાવાયું છે. મોટે ભાગે જૈન દર્શનના બધા જ ગ્રંથોમાં પર્યાયની આ વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. જેમ કે માટીનો ઘડો, ભાંડ, પાત્ર વગેરે પર્યાય. આલાપપદ્ધતિમાં પર્યાયની એક બીજી પરિભાષા આપણને જોવા મળે છે તે છે "વિવારા: પર્યાયા: ગુણોમાં જે પરિણમન ફેરફારો થાય છે તેને પર્યાય કહેવાય છે. આ પરિભાષા મુજબ માત્ર ગુણોમાં આવતાં પરિવર્તનોને જ પર્યાય માનવામાં આવે છે. જેમ કે જ્ઞાનગુણનું પરિણમન ઘટજ્ઞાન, પટજ્ઞાન વગેરે રૂપથી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મગત ગુણોમાં જે પરિવર્તન આવે છે તે આત્માનો પર્યાય છે. આત્માના ગુણોમાં જે વિકાર આવે છે અને પર્યાય માનવમાં આવે છે. અગાઉની વ્યાખ્યામાં પુદ્ગલ દ્રવ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે પછી આવતી વ્યાખ્યા જીવ દ્રવ્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં પણ આવા પ્રકારની વ્યાખ્યા જોવા મળે છે જેવી કે, તે ગુજઃ વે પર્યાયા: ? અન્વયનો TI વ્યતિઃ પર્યાયાઃ | તેષાં વિજાર વિશેષાત્મના ઉમદમાતા: પર્યાયા: ... घटज्ञानं पटज्ञानं, क्रोधो, मानो, गन्धो वर्णः तीव्रो मन्द इत्येवमादयः । Page #96 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૮૫ (સર્વાર્થસિદ્ધિ ૫-૩૮) અર્થાત્ ગુણ કોને કહેવામાં આવે છે ? પર્યાય કોને કહેવામાં આવે છે ? જે અન્વય છે તે ગુણ છે અને જે વ્યતિરેકી છે તે પર્યાય છે. ગુણોના વિકારો જે વિશેષાત્મથી ભેદાય છે તે પર્યાય છે. જેમ કે ઘટજ્ઞાન પટજ્ઞાન વગેરે. પરંતુ સર્વાર્થસિદ્ધિમાં એક બીજી વ્યાખ્યા પણ આપણને જોવા મળે છે જેમાં ગુણને દ્રવ્યસ્વરૂપ અને પર્યાયને દ્રવ્યના વિકારસ્વરૂપ બતાવવામાં આવ્યું છે, જેમ કે गुण इदि दव्वविहाणं, दव्वविकारो हि पज्जवो भणिदो ॥ (સર્વાર્થસિદ્ધિ—૫-૩૮) આ વ્યાખ્યા પ્રમાણે દ્રવ્યના વિકારને જ પર્યાય કહેવાયું છે, ગુણના વિકારને નહિ. આ વ્યાખ્યાઓના આધાર મુજબ સાર એ જોવા મળે છે કે દ્રવ્ય અને ગુણોના વિકારને પર્યાય કહેવાયું છે. આ એક વિચારવા જેવો મુદ્દો છે. છતાં પણ અહીં એટલું કહેવાય કે સત્ અર્થાત્ દ્રવ્યમાં જે કંઈ પરિણમન થાય છે—તે પછી ભલે ગુણોનું હોય કે દ્રવ્યનું હોય—એને પર્યાય કહેવાય છે. આ પ્રકારે આપણને ઘણા જૈન ગ્રંથોમાં પર્યાયની જુદી જુદી વ્યાખ્યાઓ પ્રાપ્ત થાય છે. પર્યાયના પર્યાયવાચી શબ્દ : પર્યાયના પર્યાયવાચી શબ્દ પણ આપણને જોવા મળે છે. સ્યાદ્વાદમંજરીમાં પર્યાય માટે પર્યય, પર્યવ અને પર્યાવ જેવા શબ્દોને સમાનાર્થક શબ્દ કહ્યા છે. સર્વાર્થસિદ્ધિમાં વિશેષ, અપવાદ, વ્યાવૃત્તિ જેવા શબ્દો પર્યાય અર્થમાં યોજાયા છે. તથા ગોમ્મટસાર જીવકાંડમાં વ્યવહાર, વિકલ્પ, ભેદ, · અન્યત્ર અંશ, પર્યાય, ભાગ, હાર, વિદ્યા, પ્રકાર, ભેદ, છેદ, ભંગ જેવા શબ્દો પર્યાયના અર્થમાં પ્રયોજાયા છે. આલાપપદ્ધતિમાં પર્યાયના ભેદ : પર્યાયની વ્યાખ્યા કર્યા પછી તરત જ આલાપપદ્ધતિમાં પર્યાયના ભેદોનું વિવરણ કરાયું છે. પર્યાયના બે પ્રકાર છે ઃ ૧. સ્વભાવ પર્યાય, ૨. વિભાવ પર્યાય. જે પર્યાય પર નિરપેક્ષ હોય છે તે સ્વભાવ પર્યાય છે. દેવસેન અગુરુલઘુ ગુણોના વિકારને સ્વભાવ પર્યાય કહે છે. આને પં કૈલાશચન્દ્ર શાસ્ત્રી અર્થપર્યાય કહે છે. એમના મત મુજબ છ દ્રવ્યોમાં જે અર્થપર્યાય છે એને સ્વભાવ પર્યાય કહે છે. તે પર્યાય અત્યંત સૂક્ષ્મ હોય છે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન દર્શનમાં નય તથા તે વાણી અને મનના વિષયમાં આવી શકતું નથી, આગમ પ્રમાણથી જ એઓનો સ્વીકાર કરાય છે. દરેક દ્રવ્યમાં એક અગુરુલઘુ નામનો ગુણ હોય છે એમ મનાય છે. એ ગુણને કારણે પ્રત્યેક દ્રવ્યમાં છ પ્રકારની હાનિ અને વૃદ્ધિ હંમેશાં થતી રહે છે. આ સ્વભાવ પર્યાય બાર પ્રકારનું છે : છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ વૃદ્ધિરૂપ પર્યાય : ૧. અનન્તભાગવૃદ્ધિ ૨. અસંખ્યાતભાગવૃદ્ધિ ૩. સંખ્યાતભાગવૃદ્ધિ ૪. સંખ્યાતગુણવૃદ્ધિ ૫. અસંખ્યાતગુણવૃદ્ધિ ૬. અનંતગુણવૃદ્ધિ હાનિરૂપ પર્યાય : ૧. અનંતભાગહાનિ ૨. અસંખ્યાતભાગહાનિ ૩. સંખ્યાતભાગહાનિ ૪. સંખ્યાતગુણહાનિ પ. અસંખ્યાતગુણહાનિ ૬. અનંતગુણહાનિ. આ રીતે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ એમ બાર પ્રકારનું સ્વભાવ પર્યાય છે. વિભાવપર્યાય : જે પય પર સાપેક્ષ હોય છે એને વિભાવપર્યાય કહેવામાં આવે છે. આલાપપદ્ધતિમાં વિભાવપર્યાયના ભેદોની સંખ્યાનો ઉલ્લેખ નથી પરંતુ જુદા-જુદા વિભાવપર્યાયોનાં ઉદાહરણ આપીને વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે ચાર પ્રકારના મનુષ્ય, નારકી વગેરે પર્યાય અથવા ચોરાસી લાખ યોનિઓ વિભાવપર્યાય છે. ૧. વિભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચ. ૨. વિભાવગુણ વ્યંજન પર્યાય : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૩. સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : અંતિમ શરીરથી થોડું ઓછું સિદ્ધજીવનો આકાર. ૪. સ્વભાવગુણ વ્યંજન પર્યાય : જીવના અનંત ચતુષ્ટય અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય. Page #98 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૫. વિભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : પુદ્ગલના ચણુક-બે પરમાણુઓના સંયોગથી બનેલ સ્કંધ વગેરે. ૬. વિભાવગુણ વ્યંજન પર્યાય : ૨સથી અન્ય રસ અને ગંધથી અન્ય ગંધ રૂપની અવસ્થા. ૮૭ ૭. સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : પુદ્ગલની એક શુદ્ધ પરમાણુરૂપ અવસ્થા ૮. સ્વભાવગુણ વ્યંજન પર્યાય : શુદ્ધ પરમાણુમાં એક વર્ણ, એક રસ, એક ગંધ, પરસ્પર અવિરુદ્ધ બે સ્પર્શ, આ બધા પુદ્ગલના સ્વભાવગુણ વ્યંજન પર્યાય છે. ઉપર કહેવામાં આવેલ ભેદોમાં વ્યંજન પર્યાયના મૂળ બે જ ભેદ છે : દ્રવ્ય વ્યંજન પર્યાય અને ગુણ વ્યંજન પર્યાય. આ બે પર્યાયમાં સ્વભાવ અને વિભાવ એવા બે બે ભેદ ઉમેરીને ચાર ભેદ કરવામાં આવ્યા છે. પ્રથમ ચાર ભેદ જીવ સંબંધી છે અને અંતિમ ચાર ભેદ અજીવ સંબંધી છે. અહીં એક વાત ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ દેવસેને આરંભમાં સ્વભાવપર્યાયનું વર્ણન કર્યા પછી વિભાવપર્યાયનું વર્ણન કરતી વખતે ફરીથી સ્વભાવપર્યાયોનું વર્ણન શા માટે કર્યું હશે ? મારી દૃષ્ટિએ પૂર્વોક્ત સ્વભાવ વર્ણનમાં પર્યાયની વાત પૂર્ણ રૂપે કહેવાઈ નથી. એટલે ફરીથી સ્વભાવપર્યાયનું વર્ણન કર્યું હશે. પં. કૈલાશચંદ્ર શાસ્ત્રી ઉ૫૨ કહેલ ભેદોની ચર્ચાના વિશેષાર્થમાં લખે છે કે પર્યાયના બે ભેદ છે : અર્થપર્યાય અને વ્યંજન પર્યાય. અર્થપર્યાય છ દ્રવ્યોમાં હોય છે. તે સૂક્ષ્મ હોય છે અને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે, જ્યારે વ્યંજનપર્યાય સ્થૂલ હોય છે. એનું કથન વચન દ્વારા કરવામાં આવે છે. તે નશ્વર હોવા છતાં પણ સ્થિર હોય છે. આ દેવસેનના પ્રસ્તુત ગ્રંથના આધારે ઉપા યશોવિજયે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસમાં ૧૮મી ઢાલમાં પર્યાયનું વિવેચન ગુજરાતી ભાષામાં કર્યું છે તે વધારે સુવ્યવસ્થિત અને ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યું છે. એનું વર્ણન અત્રે જાણવું જરૂરી છે. પર્યાયના બે ભેદ છે : ૧. વ્યંજનપર્યાય, ૨. અર્થપર્યાય. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન દર્શનમાં નય ૧. વ્યંજન પર્યાય : જે પર્યાય પદાર્થની સાથે પાછળ ને પાછળ અનુસરીને રહે એટલે કે ત્રણે કાળમાં રહે તે પદાર્થનું વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે ઘટ દ્રવ્યનું માટી પર્યાય હંમેશાં હોય છે એથી એને વ્યંજન પર્યાય કહીશું. ૨. અર્થપર્યાય : જે પર્યાય પદાર્થમાં વર્તમાન કાળમાં ક્ષણમાત્ર સ્થાયી હોય એને અર્થપર્યાય કહેવામાં આવે છે. જેમ કે ઘટદ્રવ્યમાં ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય છે તે બધા અર્થપર્યાય છે તે તે ક્ષણે હાજર હોય છે. ઉપર જણાવેલ વ્યંજન પર્યાય અને અર્થપર્યાય એ બંનેના દ્રવ્ય અને ગુણ બે-બે ભેદ અને એમના શુદ્ધ અને અશુદ્ધ એવા બે બે ભેદ બતાવ્યા છે અર્થાત્ બધા થઈને નીચે જણાવેલ આઠ ભેદ બતાવ્યા છે. ૧. શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૨. અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૩. શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ૪. અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ૫. શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય ૬. અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય ૭. શુદ્ધ ગુણ અર્થ પર્યાય ૮. અશુદ્ધ ગુણ અર્થ પર્યાય ૧. શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય : ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં સ્વાભાવિક રૂપે લાંબા સમય સુધી જે પર્યાય રહે છે એને શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. જેમ કે આત્મ દ્રવ્યમાં સિદ્ધ પર્યાય. ૨. અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય : જે પર્યાય સ્વાભાવિક નથી પરંતુ બીજાના સંયોગે ઉત્પન્ન થઈ લાંબા સમય સુધી દ્રવ્ય ગત રહે એને અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. જેમ કે, ચેતનમાં મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચ પર્યાય. આ પર્યાય લાંબા સમય સુધી ચેતન તત્ત્વની સાથે રહે છે પરંતુ ચેતનની સ્વાભાવિક પર્યાય નથી. તે તો કર્મ પુદ્ગલના સંયોજનથી ઉત્પન્ન થાય છે. ૩. શુદ્ધગુણ વ્યંજન પર્યાય : દ્રવ્યમાં રહેતા સ્વાભાવિક ચિરસ્થાયી ગુણને શુદ્ધ ગુણ બંડ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે ચેતનદ્રવ્યના કેવલ જ્ઞાનરૂપ ગુણ. ૪. અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય : દ્રવ્યમાં રહેતા અસ્વાભાવિક અર્થાત Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૯ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર સંયોગથી ઉત્પન્ન ચિરસ્થાયી ગુણને અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. જેમ કે ચેતન દ્રવ્યમાં રહેતા મતિજ્ઞાન વગેરે જ્ઞાનરૂપ ગુણ. ૫. શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય : પદાર્થના સ્વાભાવિક ક્ષણસ્થાયી પર્યાયને શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય કહેવામાં આવે છે, જેમ કે, પદાર્થનું અત્યંતર પર્યાય. ૬. અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય : પદાર્થના પરસંયોગથી ઉત્પન્ન થયેલ ક્ષણસ્થાયી પર્યાયને અશુદ્ધ દ્રવ્ય અર્થપર્યાય કહેવાય છે. જેમ કે, પદાર્થના અલ્પબદુત્વ વગેરે પર્યાય. ૭. શુદ્ધ ગુણ અર્થ પર્યાય : પદાર્થના સ્વાભાવિક ક્ષણમાત્ર સ્થાયી ગુણને શુદ્ધ ગુણ અર્થ પર્યાય કહેવાય છે. ૮. અશુદ્ધ ગુણ અર્થ પર્યાય : પદાર્થના અસ્વાભાવિક પર સંયોગથી ઉત્પન્ન ક્ષણમાત્ર સ્થાયી ગુણને અશુદ્ધગુણ અર્થપર્યાય કહેવામાં આવે છે. આ પ્રમાણે અજીવ પદાર્થમાં પણ અગાઉ કહેવામાં આવેલ ભેદોનું વિવેચન કરી શકાય છે. જેમ કે પરમાણુ દ્રવ્ય ત્રિકાલ સ્થાયી છે. તે પગલાસ્તિકાયના શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય છે અને કયણુકાદિ સંયોગથી ઉત્પન્ન થાય છે. તેથી તે શુદ્ધ નથી. એને પુદ્ગલ દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહી શકાય. પરમાણુમાં રૂપાદિ ગુણોને શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય અને ચણકાદિમાં રહેલ રૂપ વગેરે અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય માનવમાં આવશે. આ ઉપરાંત ઉપા. યશોવિજયજીએ પર્યાયના બીજા ભેદોની પણ ચર્ચા કરી છે. જેમ કે. ૧. સજાતીય દ્રવ્ય પર્યાય ૨. વિજાતીય દ્રવ્ય પર્યાય. ૩. સ્વભાવ ગુણ પર્યાય ૪. વિભાવ ગુણ પર્યાય. ૧. સજાતીય દ્રવ્ય પર્યાય : એક જ જાતિનાં બે દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન પર્યાયને સજાતીય દ્રવ્ય પર્યાય કહેવાય છે. જેમ કે બે પરમાણુના સંયોગથી ઉત્પન્ન કયણુક. ૨. વિજાતીય દ્રવ્ય પર્યાય : જુદી જુદી જાતિનાં દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન પર્યાયને વિજાતીય દ્રવ્ય પર્યાય કહે છે. જેમ કે મનુષ્યાદિ પર્યાય. આ પર્યાય માત્ર આત્મા કે કર્મ પુદ્ગલનું નથી પરંતુ બંનેના સંયોગથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન દર્શનમાં નય ઉત્પન્ન પર્યાય છે. એથી એને વિજાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવ્યું છે. ૩. સ્વભાવ ગુણ પર્યાય : પદાર્થમાં રહેતા સ્વાભાવિક ગુણને સ્વભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે કેવલજ્ઞાન. ૪. વિભાવ ગુણ પર્યાય : બીજા પદાર્થથી ઉત્પન્ન પર્યાયને વિભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે મતિજ્ઞાન વગેરે અગાઉ કહેલ ચારે પર્યાય સ્વભાવ અને વિભાવના જ ભેદ છે. દ્રવ્યની ભેદમાં સ્વભાવના સ્થાને સજાતીય અને વિભાવના સ્થાને વિજાતીય પદ સ્વીકારાયું છે. આ જ ફક્ત ફેર છે. કેવલજ્ઞાનમાં અર્થપર્યાયની સિદ્ધિ : ઉપર વર્ણન કરવામાં આવેલ પર્યાયના અર્થપર્યાય અને વ્યંજનપર્યાયના જુદા જુદા ભેદોની ચર્ચા આલાપપદ્ધતિ અને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નામના ગ્રંથોમાં કરી છે. દિગંબર પરંપરા મુજબ આત્મા જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે આત્મામાં ફક્ત વ્યંજનપર્યાયની જ સંભાવના છે, અર્થપર્યાયની સંભાવના નથી, કારણ કે અર્થપર્યાય વર્તમાનકાળમાં સંભવે છે. ક્ષણે ક્ષણે ફેરફાર પામતું પર્યાય અર્થપર્યાય છે અને જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે ક્રમથી ઉત્પન્ન થયેલ અન્ય સંયોગ જાનત અર્થપર્યાય સંભવિત નથી. આ વિષયમાં ઉપાયશોવિજયનું કહેવું છે કે જે પ્રકારે અગુરુલઘુ પર્યાયોમાં ક્ષણે ક્ષણે છે પ્રકારે ગુણહાનિવૃદ્ધિ થાય છે તેથી તે અર્થપર્યાય જ છે. આ પ્રકારે કેવલજ્ઞાનમાં પણ ક્ષણના ભેદથી સૂક્ષ્મ પરાવર્તન થતું રહે છે. આ પરાવર્તનના આધાર ' પર કેવલજ્ઞાનમાં પણ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણ સત ઓછું થઈ શકે છે. આગમમાં પણ પદમ સમય નોમિવલ્થ વનનાળે | મઢમસમયસનોઅવસ્થવનાને એટલે કે પ્રથમ સમયમાં સયોગી કેવલજ્ઞાન, આ પ્રથમ ક્ષણમાં સયોગી કેવલજ્ઞાનમાં આદિ વચનો દ્વારા સમય સમયનું કેવલજ્ઞાન જુદું છે. એમ બતાવ્યું છે. ઋજુસૂત્ર નયની વિચારણા મુજબ શુદ્ધ ગુણના પણ અર્થપર્યાય માનવા તે યુક્તિયુક્ત છે. ધર્માસ્તિકાય વગેરેમાં અર્થપર્યાયની સિદ્ધિ : - ધર્માસ્તિકાય વગેરે ત્રણે દ્રવ્ય અખંડ અને એકરૂપ છે. એથી એમાં શુદ્ધ Page #102 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૯૧ દ્રવ્ય વ્યંજન પર્યાય સ્વયં સ્પષ્ટ છે પરંતુ શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય તો ક્ષણે ક્ષણે પરિવર્તિત થતું પર્યાય છે. એ કેવી રીતે સંભવિત હોઈ શકે? આ પ્રકારની આશંકાનું ઉપાડ યશોવિજયજીએ ઉપર જણાવેલ તર્કથી જ નિરાકરણ કર્યું છે. આ પ્રકારે ધર્માસ્તિકાય વગેરેમાં અશુદ્ધ દ્રવ્ય વ્યંજન-અર્થ પર્યાય કેવી રીતે સંભવે? એનું સમાધાન પણ ઉપાડ યશોવિજયજીએ આ પ્રમાણે કર્યું છે કે તે તે દ્રવ્ય સાપેક્ષ ગતિ, સ્થિતિ અને અવકાશનો પ્રયત્ન કરે છે એને જ ખંડ ખંડમાં વિભાજિત કરી શકાય છે. તે ખંડરૂપ દ્રવ્ય અશુદ્ધ દ્રવ્ય છે. જેવાં કે ઘટાકાશ, પટાકાશ વગેરે ધર્માસ્તિકાય પ્રસિદ્ધ છે. આ પ્રકારે ઘટ ધર્માસ્તિકાય, પટ ધર્માસ્તિકાય, ઘટ અધર્માસ્તિકાય, પટ અધર્માસ્તિકાય સિદ્ધ થઈ શકે છે. જૈન દર્શનમાં સંયોગાદિ પર્યાય છે ? અહીં એ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ઘટ અને આકાશનો સંયોગ છે તેને પર્યાય કેવી રીતે મનાય ? જે રીતે આકૃતિ પર્યાય છે એ પ્રકારે સંયોગ પણ પર્યાય છે. સંયોગ દ્રવ્ય નથી એ નક્કી વાત છે પરંતુ સંયોગને ગુણ પણ માનવામાં નથી આવ્યું. જો કે ન્યાય વૈશેષિકમાં એને ગુણ માનવામાં આવે છે. જૈન દર્શનકારો એવો તર્ક રજૂ કરે છે કે ગુણ એ છે જે દ્રવ્યમાં સ્વરૂપ સત્ રહે છે. સંયોગ તો ઉભયનિષ્ઠ છે એથી એને કયા દ્રવ્યનો ગુણ માનીશું ? એક જ ગુણ દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ બની ન શકે, એથી કોઈ એકનો જ ગુણ માનવો જોઈએ પરંતુ કોનો ગુણ માનવામાં આવે એમાં કોઈ પ્રબલ તર્ક નથી. એથી સંયોગ વગેરેને ગુણ માનવો એ વ્યર્થ છે. તો પછી સંયોગ વગેરેને શું માનીશું ? આ પરિસ્થિતિમાં સંયોગાદિને પર્યાય માનવું એ જ યુક્તિસંગત માનવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ પર્યાયના લક્ષણભેદ બતાવતાં સંયોગ વગેરેને પર્યાય માનવામાં આવ્યા છે. ऐगत्तं च पहुत्तं च, सखा संठाण मेव च । संजोगा य विभागा य, पज्जवाण तु लक्खणं ॥ એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ પર્યાય છે. આ પ્રકારે જૈન દર્શનમાં સંયોગ વગેરેને પર્યાય માનવામાં આવે છે. આ જૈન દર્શનનું મૌલિક ચિંતન છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૨ વિભાગજાત પર્યાય : ઉપર જણાવેલ દિગંબર પરંપરાને સંમત પર્યાયોના ભેદમાં બધા પ્રકારના પર્યાયોનો સમાવેશ થઈ જાય છે છતાં પણ વિભાગજનિત પર્યાયોનો સમાવેશ નથી થતો. જે રીતે બે દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન અવસ્થાને પર્યાય મનાયું છે એ જ રીતે બે દ્રવ્યોના વિભાગથી ઉત્પન્ન અવસ્થાને પણ પર્યાય માનવું જોઈએ. આ પ્રકારના ભેદોને પણ અહીં સમાવી લેવા જોઈએ. સંમતિતર્કમાં ૫૨માણુની વિભાગજાત અવસ્થાને પર્યાય સ્વરૂપ બતાવાયું છે. એથી યશોવિજય પર્યાયના ઉપરોક્ત ભેદોને પ્રાયિક અર્થાત્ સંભવિત કહીને અન્ય ભેદોની ઉપસ્થિતિ સ્પષ્ટ કરે છે. જૈન દર્શનમાં નય પર્યાય એ ગુણનો વિકાર છે કે નહિ ? આ દેવસેને પર્યાયનું એક લક્ષણ ગુણોના વિકારને બતાવ્યું છે. ભેદ સ્વરૂપ દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય બતાવ્યું છે. ઉપા યશોવિજયજી ગુણના વિકારને પર્યાય માનવાને લીધે દ્રવ્ય પર્યાય ભેદની આવશ્યકતા પર આપત્તિ આવે એમ જણાવે છે. એમનું માનવું છે કે જો ગુણોનો વિકાર એને જ જો પર્યાય છે એમ કહીશું તો પછી દ્રવ્ય પર્યાય ભેદની આવશ્યકતા જ ક્યાં રહી? અને આ દેવસેન તો દ્રવ્ય પર્યાય પણ સ્વીકારે છે. એથી કહેવામાં આવેલું લક્ષણ એ સત્ લક્ષણ નથી. એક બીજી આપત્તિ બતાવી છે કે પર્યાયના દ્રવ્ય પર્યાય અને ગુણપર્યાય એવા બે ભેદ માનવાની આવશ્યકતા જ નથી, માત્ર દ્રવ્ય પર્યાય માનવું જ યોગ્ય છે. મતિજ્ઞાન વગેરે પર્યાય ગુણ સાપેક્ષ હોવા છતાં પણ દ્રવ્યમાં જ રહે છે. દ્રવ્યવૃત્તિ પર્યાય હોવાને કારણે દ્રવ્ય પર્યાય જ માનવું યોગ્ય ગણાયું છે, ગુણમાં કોઈ પર્યાય રહેતું નથી. ગુણના વિકારને પર્યાય માનવું એ યુક્તિબાધિત છે. દ્રવ્ય અને પર્યાયનો સંબંધ : આલાપપદ્ધતિમાં દ્રવ્ય અને પર્યાયના સંબંધના વિષયમાં કોઈ ચર્ચા જોવા મળતી નથી. પરંતુ જૈન દર્શનના અનેક ગ્રંથોમાં આ વિષયને લગતી વિસ્તૃત ચર્ચા થયેલી જોવા મળે છે. દ્રવ્ય અને પર્યાય સાપેક્ષ છે. દ્રવ્યના વિના પર્યાય અને પર્યાયના Page #104 -------------------------------------------------------------------------- ________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિના દ્રવ્યનું અસ્તિત્વ જ સંભવતું નથી. સ્યાદ્વાદમંજરીમાં આ સંબંધમાં એક કારિકા છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દ્રવ્ય અને પર્યાય બંને સાપેક્ષ છે. એમની જુદી જુદી ઉપસ્થિતિ કોઈ પણ સમયે કોઈએ પણ કોઈ પણ પ્રમાણ દ્વારા જોઈ નથી. યથા द्रव्यं पर्यायवियुक्तं, पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ॥ વિશેષાવશ્યક ભાષ્ય(ગાથા નં.૨૧૮૧)માં પણ કહેવામાં આવ્યું છે કે दव्वं पज्जव विज्जअं दव्वविउत्ता ये पज्जवा नत्थि ॥ દ્રવ્ય વિના પર્યાય અને પર્યાય વિના દ્રવ્ય ન હોઈ શકે. એટલે એ સ્પષ્ટ છે કે બંનેનો સંબંધ સાપેક્ષ છે. નહિ તો માત્ર દ્રવ્યને જ સત્ય માનીએ તો જગતના જુદા જુદા પદાર્થોમાં પ્રાપ્ત થતી વિચિત્રતા બ્રાંત થઈ જશે અથવા માત્ર પર્યાયને જ સત્ય માનવાને લીધે ધ્રૌવ્ય વ્યર્થ બની જશે. તેથી ઉત્પાદ વગેરે સિદ્ધિમાં બતાવાયું છે કે માત્ર ભેદ જ છે એવું નહિ, માત્ર અભેદ છે એવું નહિ. વસ્તુ કંઈ બીજી જ છે અને તે દ્રવ્યગુણ પર્યાયાત્મક, ભેદાભદાત્મક અર્થાત્ અનેકાંત સ્વરૂપ છે. આ રીતે સંક્ષેપમાં પર્યાયના સ્વરૂપનું ચિંતન કરવામાં આવ્યું છે. ટિપ્પણો :૧. દ્રવ્યગુણપર્યાયનો રાસ, પ્રકાશ્રી જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ વિ. સં. ૨૦૨૦. ૨. નયચક્કસંગ્રહ, શ્રીમદેવસેનાચાર્યવિરચિત, સંપા. બંસીધર, પ્રકા નાથુરામ પ્રેમી, શ્રી માણિકચંદદિગંબર, જૈન ગ્રંથમાલા સમિતિ, મુંબઈ, વિ. સં. ૧૯૭૭, શ્લોક ૧૧-૧૨, ૫, ૩. ૩. નયચક્ર, એજન. ૪. નામ: સંગ્રહો વ્યવહાર: ઋગુસૂત્ર: શબ્દ રૂતે પડ્યું નયા મવતિ || ૧-૩૪ / તત્ત્વાર્થાધિગમસૂત્ર. ૫. વ્યર્થઃ પર્યાયfથા નૈગામ: સંપ્રદ્દઃ, વ્યવહા, 8નુકૂવઃ શબ્દઃ, સમરૂઢ પર્વમૂતઃ इति नव नयाः स्मृताः । Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧. નયો ૧. નિશ્ચય નય–(૯) ૧. દ્રવ્યાર્થિક-૧૦ ૪. સંગ્રહ-૨ ૭. શબ્દ-૧ ૧. દ્રવ્યાર્થિક-૧૦. ૧. શુદ્ધ ૨. અશુદ્ધ ૩. મિશ્ર ૨. પર્યાયાર્થિક-૬ ૧. શુદ્ધ પરિશિષ્ટ તર્કશાસ્ત્રની દૃષ્ટિથી ૨. ઉપનયો અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી ૨. વ્યવહાર. ૨. પર્યાયાર્થિક-દ ૫. વ્યવહા૨-૨ ૮. સમભિરૂઢ-૧ ૧. કર્મોપાધિ રહિત. ૨. સત્તાગ્રાહક ૩. ભેદકલ્પના રહિત. ૧. કર્મોપાધિ સાપેક્ષ. ૨. ઉત્પાદ અને વ્યય સાપેક્ષ. ૩. ભેદ કલ્પના સાપેક્ષ. ૧. અન્વય. ૨. સ્વદ્રવ્યાદિ ગ્રાહક ૩. પરદ્રવ્યાદિ ગ્રાહક. ૪. ૫૨મભાવ ગ્રાહક. ૧. અનાદિ નિત્ય. ૨. આદિ નિત્ય. ૩. અનિત્ય. ૩. નૈગમ-૩ ૬. ઋજુસૂત્ર-૨ ૯. એવંભૂત-૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨. અશુદ્ધ ૧. નિત્ય. ૨. કર્મોપાધિ રહિત નિત્ય. ૩. કર્મોપાધિ સાપેક્ષ નિત્ય. ૩. નૈગમ-૩. ૧. ભૂતનો વર્તમાનમાં આરોપ. ૨. ભાવિનો ભૂતમાં આરોપ. ૩. ભૂત અને ભાવિનો વર્તમાનમાં આરોપ. ૪. સંગ્રહ-૨. ૧. ઓઘ સંગ્રહ. ૨. વિશેષ સંગ્રહ. ૫. વ્યવહાર-૨ ૧. સામાન્ય સંગ્રહ ભેદક. ૨. વિશેષ સંગ્રહ ભેદક ૬. ઋજુસૂત્ર (૨) ૧. સ્થૂલ ઋજુસૂત્ર ૨. સૂક્ષ્મ ઋજુસૂત્ર. ૭. શબ્દ ૮. સમભિરૂઢ ૯. એવંભૂત કુલ ૨૮ ભેદ ઉપનયો-૩. ૧. સભૂત વ્યવહાર ૧. શુદ્ધ. ૨. અશુદ્ધ. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં નય - ૨. અસભૂત વ્યવહાર ૯. ૧. દ્રવ્યનો દ્રવ્યમાં ઉપચાર ૨. ગુણનો ગુણમાં ઉપચાર. ૩. પર્યાયનો પર્યાયમાં ઉપચાર ૪. ગુણનો દ્રવ્યમાં ઉપચાર. પ. પર્યાયનો દ્રવ્યમાં ઉપચાર. ૬. દ્રવ્યનો ગુણમાં ઉપચાર. ૭. દ્રવ્યનો પર્યાયમાં ઉપચાર. ૮. પર્યાયનો ગુણમાં ઉપચાર. ૯. ગુણનો પર્યાયમાં ઉપચાર. ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર-૬. ૧. શુભ ઉપચરિત-૩. ૧. સ્વજાતિ અસભૂત વ્યવહાર. ૨. વિજાતિ અસભૂત વ્યવહાર. ૩. સ્વજાતિ-વિજાતિ અસદ્દભૂત વ્યવહાર. ૨. ઉપચરિતોપચરિત-અસદ્દભૂત વ્યવહાર ૩. ૧. સ્વજાતિ ઉપચરિત-અસભૂત- વ્યવહાર. ૨. વિજાતિ ઉપચરિત-અસદ્દભૂત વ્યવહાર. ૩. સ્વજાતિ-વિજાતિ ઉપચરિત-અસભૂત વ્યવહાર. આધ્યાત્મિક નયો- ૧. નિશ્ચય -૨. ૧. શુદ્ધ નિશ્ચય નય ૨. અશુદ્ધનિશ્ચય નય. ૨. વ્યવહાર-૨. ૧. સદ્દભૂત વ્યવહાર. ૨. અસભૂત વ્યવહાર. ૧. સદ્દભૂત વ્યવહાર-૨. ૧. ઉપચરિત સભૂત ૨. અનુપચરિત સભૂત. ૨. અસભૂત વ્યવહાર-૨. ૧. ઉપચરિત અસદ્દભૂત ૨. અનુપચરિત-અસદ્દભૂત Page #108 -------------------------------------------------------------------------- ________________ ભો. જે. વિધાભવનનાં પ્રાપ્ય પ્રકાશનો Indian Dialectics, Vols. I & II The Jain Image Inscriptions of By Dr. E.A.Soloman Rs. 160-00 Ahmadabad પ્રબન્ધાદિમાં ઐતિહાસિક તથા સામાજિક by P.C.Parikh & B.K.Shelat Rs. 300-00 વસ્તુ લે. ડૉ, ભોગીલાલ સાંડેસરા मांगलिक प्रतीक, ले.डॉ. ए.एल. श्रीवास्तव રૂા. 15-00 1 , 220-00 અવતારો અને અવતારવાદ A Descriptive Catalogue of લે. : ડૉલરરાય માંકડ રૂા. 10-00 Gujarati, Hindi, and Marathi ManuFestivals, Sports and Pastimes of scripts of B. J. Institute Museum, India By Dr. V.G.Raghavan Part-1 - Rs. 160-00 Rs. 50-00 A Descriptive Catalogue of SanCoins : The Source of Indian skrit and Prakrit Manuscripts of History By Dr. P.L.Gupta B.J.Institute Museum, Part-III of Rs. 28-00 Rs. 120-00 New Bearing of Indian Literary A Supplement of the Catalogue to Theory and Criticism the Catalogue of the Persian and By Dr. Krishnamoorthy Arabic Manuscripts of B.J.Institute Rs. 20-00 Museum, Part-III Rs. 120-00 નવપુરાતત્ત્વ છે. : ડૉ. હસમુખ સાંકળિયા Underground Shrine : Queen's રૂા. 20-00 Step-well at Patan, by Jaikishandas History And Culture of Madhya Sadani 1998 Rs. 125-00 Pradesh By Prof. K.D.Bajpai “ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક Rs. 100-00 ઇતિહાસ ગ્રંથમાલા”, સંપા.: પ્રો.૨.છો. A Historical and Cultural Study પરીખ અને ડૉ. હ.ગં.શાસ્ત્રી, ગ્રંથ 1-7ii of the Inscriptions of Gujarat By Dr. H.G.Shastri Rs. 130-00 સંપા. : ડૉ. હ.ગં, શાસ્ત્રી અને ડૉ .પ્રચિ.પરીખ The Bhagavata, (Critical edition) avata (Critical edition) 219CVol. I ed. by Dr. H.G.Shastri ગ્રંથ 5 : સલ્તનતકાલ | ‘રૂા.૨૫-૫૦ Rs. 500-00 ગ્રંથ 6 : મુઘલકાલ રૂા. 19-45 Vol. II ed. by Dr. Bharati Shelat ગ્રંથ 7 : મરાઠાકાલ રૂા. 13-25 Rs. 800-00 ગ્રંથ 8 : બ્રિટિશકાલ (ઈ.સ. 1818Vol. III ed. by Dr. H. G. Shastri, Dr. B.K.Shelat, 1914) . e રૂા. 20-40 Dr. K.K.Shastree Rs.800-00 ગ્રંથ 9 : આઝાદી પહેલાં અને પછી Vol. IV, Part I ed. by. (ઈ.સ. 1915 થી 1960) રૂા. 40-40 - Dr. K K Shasto Rs. 1,000-00 જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગ્દરીન) માતાન Part II ed. by. Dr. K.K.Shastri Rs. 400-00 અને કેવલજ્ઞાનની વિભાવના લે. ડૉ. નગીન શાહ રૂા. 31-00 Available at ગુજરાત વિધાસભા ભો. જે. વિદ્યાભવના પ્રેમાભાઈ હૉલ, ભદ્ર, | આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ અમદાવાદ-૩૮૦OO૯ For Rwale & Personal SEO