________________
૫૪
જૈન દર્શનમાં નય
સમાવિષ્ટ થઈ જાય છે. તે બે નયોનો જ વિસ્તાર છે. અહીં પણ પ્રથમ બે નયમાં જ બાકીના ૪૫ નયોનો સમાવેશ થઈ શકે તેમ છે. છતાં તે અહીં દર્શાવેલ નયોનો આધાર વિચારણીય છે. નં. ૩થી લઈને ૯ સુધીના અસ્તિત્વ આદિ ૭ નય સપ્તભંગીને ગ્રહણ કરીને ઉત્પન્ન થયેલ છે. નં ૧૨થી ૧૫ સુધીના નામાદિ નય ચારનિક્ષેપોને ગ્રહણ કરીને કરેલા ભેદો છે. અને ૨૮થી ૩૩ સુધીના નો સ્વભાવાદિ છે નય વસ્તુની સ્વતંત્ર કાર્ય વ્યવસ્થાના પાંચ સમવાયનો આશ્રય લઈને કરવામાં આવેલ ભેદ છે. આ બધા નો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિસ્તારરૂપે જ છે. આમ ઉક્ત ૪૭ નો મૂળ બે નયોના વિસ્તાર સ્વરૂપ છે. આ અમૃતચંદ્રાચાર્યે પ્રત્યેક નયને આત્મદ્રવ્યને આધારે ઘટાવ્યા છે. તેનું સંક્ષિપ્ત વર્ણન તેમજ તે મૂળ કયા નયમાં સમાવેશ પામી શકે તેમ છે તેની ચર્ચા અહીં કરવામાં આવે છે. ૧. દ્રવ્યનય : આત્મદ્રવ્ય દ્રવ્યનયની અપેક્ષાએ પટમાત્રની જેમ કેવળ
ચિન્માત્ર છે. આ નયનો સમન્વય કરતાં જિનેન્દ્રવર્ણી જણાવે છે કે દ્રવ્યનયનું તાત્પર્ય આગમપદ્ધતિના શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહનય છે, તેમ જ અધ્યાત્મપદ્ધતિના શુદ્ધનિશ્ચય નય છે. કેમકે દ્રવ્યને સૈકાલિક પારિણામિક ભાવ સ્વભાવી દર્શાવવામાં આવ્યો છે. પર્યાયનય : આત્મા પર્યાયનયથી વસ્ત્રના પૃથક્ પૃથક્ તંતુઓની જેમ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ છે. આ નયના લક્ષણને આધારે આગમપદ્ધતિના અશુદ્ધ દ્રવ્યાર્થિક અથવા વ્યવહારનય અને અધ્યાત્મપદ્ધતિના સભૂત વ્યવહારનય પ્રતિ લક્ષ્ય છે, કેમ કે અહીં ગુણ-ગુણીના ભેદનો સંબંધ છે. અસ્તિત્વનય : આત્મદ્રવ્ય અસ્તિત્વનયથી સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિત્વવાળો છે. જેમ લોઢાનું બાણ સ્વક્ષેત્રથી કમાનની વચ્ચે રાખેલું, સ્વકાળથી ધનુષ પર ખેચેલું, સ્વભાવથી લક્ષ્યનુખ છે. સ્વચતુષ્ટયથી અદ્વૈતતા દર્શાવવા માટે આગમ પદ્ધતિના સ્વચતુષ્ટ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહ ન તથા અધ્યાત્મ-પદ્ધતિના નિશ્ચયનયમાં આ નયનો સમાવેશ થશે.
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org