________________
જૈન દર્શનમાં નય
૪.
૫.
ૐ.
૭.
નાસ્તિત્વનય : આત્મદ્રવ્ય નાસ્તિત્વ નયથી ૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિત્વ સ્વરૂપ છે. જેવી રીતે પૂર્વોક્ત તીર અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ લોહમયી નથી, ક્ષેત્રથી તે જ કમાનમાં નથી, કાળથી તે જ કાળે નથી અને ભાવથી તે જ લક્ષ્યોન્મુખ નથી. અહીં પરચતુષ્ટયનો નિષેધરૂપ દ્વૈત કરવાથી આગમપદ્ધતિના પર ચતુષ્ટય ગ્રાહક અશુદ્ઘ દ્રવ્યાર્થિક તથા વ્યવહારનયમાં અને અધ્યાત્મપદ્ધતિના અસદ્ભૂત વ્યવહારનયમાં અન્તર્ભાવ થશે. કેમકે પર ચતુષ્ટયનો સંયોગ અને વિયોગ બંને જ આ નય ગ્રહણ કરે છે. અસ્તિત્વનાસ્તિ નય : આત્મદ્રવ્ય અસ્તિત્વ નાસ્તિત્વ નયથી ક્રમશઃ સ્વ, પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અસ્તિત્વનાસ્તિત્વરૂપ છે. લોહમયી તથા અલોહમયી કમાન અને દોરીની વચ્ચે રાખેલું તથા કમાન અને દોરીની વચ્ચે નહીં રાખેલ સાધિત અવસ્થામાં રહેલ તથા સાધિત અવસ્થામાં નહીં રહેલ, લક્ષ્યોન્મુખ અને અલક્ષ્યોન્મુખ એવા તીરની જેમ, આ લક્ષણ અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને વિધિનિષેધાત્મક દ્વૈત રૂપ છે તેથી આગમ પદ્ધતિના નૈગમનય અથવા સામાન્ય દ્રવ્યાર્થિકનયમાં અને અધ્યાત્મપદ્ધતિમાં સામાન્યનિશ્ચય નયમાં સમાવિષ્ટ થશે.
૫૫
અવક્તવ્ય નય : આત્મદ્રવ્ય અવક્તવ્યનયથી યુગપત્ સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અવક્તવ્ય છે. આ લક્ષણ દ્રવ્યના અનિર્વચનીય અખંડભાવનું પ્રદર્શન કરે છે માટે આગમ પદ્ધતિના શુદ્ધ દ્રવ્યાર્થિક અને સંગ્રહ નયમાં તથા અધ્યાત્મપદ્ધતિના શબ્દનિશ્ચયનયમાં સમાવિષ્ટ થશે.
અસ્તિત્વ અવક્તવ્ય નય : આત્મ દ્રવ્ય અસ્તિત્વ અવક્તવ્ય નયની અપેક્ષા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તથા યુગપત્ સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિત્વવાળો અવક્તવ્ય છે. આ લક્ષણ આગમપદ્ધતિના સામાન્ય દ્રવ્યાર્થિક અથવા નૈગમ નયમાં તથા અધ્યાત્મપદ્ધતિના સામાન્ય નિશ્ચયમાં સમાવિષ્ટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org