________________
૫૦
જૈન દર્શનમાં નય છે તે સમ્યફ છે. આ આધાર ઉપર તેમણે જૈન દર્શનને મિથ્યામત સમૂહના રૂપમાં પ્રતિપાદિત કર્યું છે. તેમનું તાત્પર્ય એ છે કે વિભિન્ન નય દૃષ્ટિઓ જે સ્વયંમાં કેન્દ્રિત થઈને અન્યની નિષેધક હોવાથી મિથ્યાદષ્ટિ છે એ જ જયારે પરસ્પર સમન્વિત થઈ જાય છે ત્યારે સમ્યક્ દષ્ટિ બની જાય છે. આ અર્થમાં આચાર્ય સિદ્ધસેને જૈન દર્શનને મિથ્યામત-સમૂહ કહ્યો છે. કારણ કે તે અનેકાન્તના આધાર પર વિભિન્ન નય કે દષ્ટિકોણનો સમાવેશ કરે છે. આચાર્ય સિદ્ધસેનના નયચિંતનની એક વિશેષતા એ છે કે તેમણે નય ચિંતનને એક વ્યાપક પરિમાણ પ્રદાન કર્યું છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક દૃષ્ટિના સો સો ભેદોની કલ્પના આગમિક વ્યાખ્યા સાહિત્યમાં ઉપલબ્ધ છે. આ પ્રમાણે જો અન્ય નયોની પણ સો સો નય પ્રમાણે કલ્પના કરીએ તો નયોના સર્વાધિક ભેદોના આધાર પર સાતસો નયોની કલ્પના પણ યોગ્ય માની શકાય. મલ્લવાદીના દ્વાદશારનયચક્રમાં નયાના આ સાતસો ભેદોનો નિર્દેશમાત્ર પ્રાપ્ત થાય છે. દર
નયોના સાતસો ભેદો કરવાની આ પરંપરા દ્વાદશાર-નયચક્ર પૂર્વેની હશે. આપણે જોયું કે સિદ્ધસેન દિવાકરે સર્વ પ્રથમ એક ડગલું આગળ વધીને કહ્યું હતું કે નયો અસંખ્ય હોઈ શકે છે. વસ્તુતઃ વસ્તુના પ્રતિપાદનની જેટલી શૈલીઓ હોઈ શકે તેટલી જ નય કે નયદષ્ટિની હોઈ શકે. તેમજ જેટલી નદૃષ્ટિઓ હોય છે તેટલા પર-દર્શન હોય છે. કારણ કે પ્રત્યેક દર્શન કોઈ દષ્ટિ વિશેષનો સ્વીકાર કરીને વસ્તુ તત્ત્વનું વિવેચન કરે છે. ૩ આચાર્ય સિદ્ધસેનનો નયના સંદર્ભમાં આ અતિવ્યાપક દષ્ટિકોણ પરવર્તી જૈન ગ્રંથોમાં યથાવત માન્ય રહ્યો છે. વિશેષાવશ્યકભાષ્યના કર્તા જિનભદ્ર(પ્રાય: ઈસ્વી. પપ૦-પ૯૪) પણ નયોના સંદર્ભમાં આ વ્યાપક દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. સિદ્ધસેનના સન્મતિપ્રકરણની “નીવડ્યા વયવહા” ગાથા કેટલાક ભાષાંતર સાથે વિશેષાવશ્યકભાષ્યમાં પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ નયદષ્ટિ એક બની બેઠેલી દૃષ્ટિ નથી. તેમાં વ્યાપકતા રહેલી છે અને જૈન આચાર્યો એ આ વ્યાપક દૃષ્ટિને આધાર માની ને પોત-પોતાના વિચારથી નયોનું વિવેચન પણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org