________________
જૈન દર્શનમાં નય
૪૯ આ બે મૂળ નયોમાં સમાવેશ કર્યો ૩૭ સિદ્ધસેનની વિશેષતા એ છે કે તે નૈગમાદિ સાત નયોમાં નૈગમ નયનો નિષેધ કરીને માત્ર છ નયોનો સ્વીકાર કરે છે.૩૮ નૈગમનયના અસ્વીકારનું મૂળ કારણ એ હોઈ શકે કે કોઈ પણ નય વસ્તુના સ્વરૂપનો કોઈ એક દૃષ્ટિકોણથી વિચાર કરી શકે છે. જયારે નૈગમમાં સામાન્ય અને વિશેષ એ બે દૃષ્ટિકોણોનો સમાવેશ મનાય છે. માટે તે સ્વતંત્ર નય કે દૃષ્ટિ હોઈ શકે નહિ જો નૈગમ દ્રવ્યને અખંડિત રૂપમાં પ્રહણ કરે તો તે સંગ્રહ નયમાં સમાવિષ્ટ થશે અને જો તે વસ્તુને ભેદના રૂપમાં કે વિશેષ રૂપમાં ગ્રહણ કરશે તો તે વ્યવહારનયથી આભાસિત થશે. તેથી નગમનાં સંયુક્ત નય બની શકે છે પરંતુ સ્વતંત્ર નય ન બની શકે.
સિદ્ધસેન દિવાકરે નયોનું એક વિભાજન સુનય અને દુર્નયના રૂપમાં પણ કર્યું છે. ૩૯ વસ્તુતઃ જયારે પ્રત્યેક નય દૃષ્ટિ કોઈ દર્શન વિશેષ સાથે સંયોજન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે ત્યારે જૈનસંઘમાં એ પ્રશ્ન સામૂહિક રૂપથી ઉત્પન્ન થયો હશે કે પ્રત્યેક દર્શન કોઈ નય વિશેષ પર આશ્રિત | આધારિત છે માટે તે દર્શન સમ્યગ્દર્શન મનાશે, મિથ્યાદર્શન નહીં મનાય. આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ સામાન્યતઃ આચાર્ય સિદ્ધસેને નયોના બે પ્રકારો અર્થાત સુનય અને દુર્નયની ઉદ્દભાવના કરી હશે. કારણ કે કોઈ નય વિશેષનો સ્વીકાર કરીને પણ દૃષ્ટિકોણનો આગ્રહ રાખે તો તે દૃષ્ટિકોણ સમ્યફ ન થઈ શકે. જે નય અથવા દષ્ટિ પોતાને જ એક માત્ર સત્ય માને અને બીજાનો નિષેધ કરે તે દૃષ્ટિ સમ્યક્ દષ્ટિ કે સુનય દષ્ટિ ન હોઈ શકે. અન્ય દર્શન જો પોતાના જ દૃષ્ટિકોણને એકમાત્ર સત્ય માને તો તે નયાશ્રિત હોવા છતાં પણ સુનયની કોટિમાં આવી શકે નહિ તેથી તેમનો એ દષ્ટિકોણ દુર્નય કહેવાશે. કારણ કે તે અનેકાન્ત દૃષ્ટિનો નિષેધક છે. સિદ્ધસેન અનુસાર જે નય બીજા નો અર્થાત દષ્ટિઓના નિષેધક નથી હોતા તે સુનય છે. એથી વિરુદ્ધ જે નય પોતાના સિવાય બીજા નયોનો નિષેધ કરે છે કે તેને મિથ્યા માને છે તે નયનું દુર્નયમાં આરોપણ થાય છે.)
આચાર્ય સિદ્ધસેનના નય વિવેચનની વિશેષતા એ છે કે નય દષ્ટિના સમ્યક કે મિથ્યા હોવાના આધાર એના દ્વારા અન્ય નયોના નિષેધ પર આધારિત છે. જે નય પોતાના સિવાય બીજા નયો કે દૃષ્ટિકોણનો સ્વીકાર કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org