SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન દર્શનમાં નય ભરે છે ? તે તું જો તો ખરો. આવા લોકોનાં ટોળાં જોઈને યશોવિજયનો આત્મા કકળી ઊઠ્યો હશે તેથી જ જણાવે છે કે અજ્ઞાનીઓનાં ટોળાં એકઠાં થાય તો તે જ્ઞાની બની જતાં નથી. સેંકડો અંધજન એકઠાં થાય તો પણ તે બધાં દેખતાં થઈ જતાં નથી. માટે તે બધાં જ આત્મસાધના બાબતે તો અકુશળ છે. આવા જ્ઞાનરહિત લોકો જિનશાસનનું ધન ચોરી રહ્યા છે. તેવા શિથિલ લોકોનો હું ત્યાગ કરું છું. - સોળમી ઢાળમાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરી છે. કહે છે કે જ્ઞાનમાર્ગ આટલો ઉત્તમ છે તો પછી આગમો બધા લોકભાષા પ્રાકૃતમાં કેમ કહ્યા ? ઉત્તરમાં જણાવે છે કે મોક્ષાર્થીને માટે પ્રાકૃતમાં રચના કરી છે. ટબામાં જણાવ્યું છે કે बालस्त्री-मन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः । અને આગમ વચન ઉપર પોતાની શ્રદ્ધા દર્શાવવા જણાવે છે કે સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી ભલી પરિ સાંભલો તત્ત્વવયણની ખાણી એ શુભમતિ માતા, દુર્મતિ-વેલી-કૃપાણી, એ શિવસુખ સુરતરુફલરસ સ્વાદ નિસાણી કેટલીક હિતશિક્ષા પણ આપેલી છે. શકિત હૃદયયુક્ત આત્મા વડે સમાધિ-શાંતિ મેળવી શકાતી નથી. જો કે ગધેડો પારકી દ્રાક્ષ ચરી જાય, તેમાં આપણને તો કાંઈ પણ નુકસાન થતું જ નથી, પરંતુ એ અયોગ્ય ઘટના જોઈને મનમાં દુઃખ તો થાય જ. ગીતાર્થના વચને કરીને હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું જોઈએ. ધોળા વાળ આવી જવા છતાં જ્ઞાનાભ્યાસ ચાલુ રાખવો જોઈએ. ધનવાળા ત્યાં પહોંચી શકતા નથી જયાં જ્ઞાનીઓ પહોંચી શકે છે. • ઊલટું ચાલનાર હોડકું અને લુચ્ચાની જીભ બને ભયંકર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy