SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી અસ્તિત્વનો સ્વીકાર કરે છે. અહીં ઉપર જણાવેલાં પ્રમાણોને આધારે સ્પષ્ટ રૂપે કહી શકાય કે દિગમ્બર પરંપરામાં એક કરતાં વધારે (ઓછામાં ઓછા ચાર) દેવસેન નામના આચાર્યો થઈ ગયા છે. તેમાંથી અહીં જેમના વિશે ચર્ચા અને અધ્યયન રજૂ કરવામાં આવી રહ્યાં છે તે પ્રથમ દેવસેન કે જેઓ દર્શનસાર આદિ ગ્રંથોના કર્તા છે અને વિક્રમની દશમી શતાબ્દીના અંતે થઈ ગયા છે. દેવસેનનો સમય : આગળ જણાવ્યું તે પ્રમાણે પ્રસ્તુત પ્રથમ દેવસેન વિક્રમની દશમી શતાબ્દીમાં થઈ ગયા છે. તેમણે દર્શનસાર નામની એક લઘુકૃતિની રચના કરી છે તે કૃતિના અંતે પ્રાપ્ત થતા શ્લોકો ઐતિહાસિક દષ્ટિએ અને સમયનું નિર્ધારણ કરવા માટે અત્યંત મહત્ત્વના છે. તેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વાચાર્યો દ્વારા રચેલી ગાથાઓનો એક જગ્યાએ સંચય કરીને શ્રી દેવસેનગણિએ ધારાનગરીમાં નિવાસ કરતાં પાર્શ્વનાથના મંદિરમાં મહા સુદિ દશમીના વિક્રમ સંવત ૯૯૦માં આ દર્શનસાર રચ્યો. દર્શનસારના આ ઉલ્લેખમાં એક વાત ધ્યાન રાખવા યોગ્ય છે કે અન્ય ગાથાઓમાં જયાં જયાં સંવતનો ઉલ્લેખ કર્યો છે ત્યાં વિક્રમીયમ્સ મરાપરર્સ એવા ઉલ્લેખ સાથે વિક્રમ સંવતનો જ ઉલ્લેખ કર્યો છે. તેમ જ ધારા(માલવા)માં વિક્રમ સંવતનો જ પ્રચાર હતો તેથી અહીં પણ વિક્રમ સંવત જ ગ્રહણ કરેલ છે. આ સિવાય તેમના અન્ય કોઈપણ ગ્રંથમાં તેમના જીવન વિશે કે ગ્રંથ રચના તથા સંવત વિશે ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. માટે જ આ ઉલ્લેખ પ્રથમ દેવસેનના સમયનિર્ધારણમાં ખૂબ મહત્ત્વનો છે. આ ઉલ્લેખના આધારે જ વિદ્વાનોએ તેમના અસ્તિત્વ | સત્તાકાળ વિશેનું નિર્ધારણ કર્યું છે. આ અંગે આ સિવાય બીજો કોઈ જ આધાર મળતો ન હોવાથી આપણે પણ આને જ આધારભૂત માની આગળ વધવું જોઈએ. સંપ્રદાય : આ દેવસેનના કોઈપણ ગ્રંથમાં તેમના ગચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી તેમના સંઘ કે ગચ્છ વિશે કહેવું અત્યંત કઠિન કાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy