________________
જૈન દર્શનમાં નય
નિર્ઝન્થ દર્શનમાં વસ્તુતત્વને અનન્તધર્માત્મક માનેલ છે. પ્રત્યેક વસ્તુ અનેકાનેક ભાવાત્મક અને અભાવાત્મક ગુણધર્મોથી યુક્ત હોય છે એટલું જ નહીં પરંતુ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મ પણ એકસાથે જોવા મળે છે. વસ્તુની આ અનન્તધર્માત્મકતા જ અનેકાન્તવાદનો તાત્ત્વિક આધાર છે. વસ્તુમાં અનેક ગુણધર્મો હોવા છતાં પણ જ્યારે એનું કથન કરીએ છીએ ત્યારે કોઈ એક ધર્મને કોઈ એક અપેક્ષાએ મુખ્ય બનાવીને કથન કરવામાં આવે છે. જયારે કોઈ એક વસ્તુનો વિવિધ પક્ષોના અંતર્ગતના કોઈ એક પક્ષને ધ્યાનમાં રાખીને કથન કરવામાં આવે છે ત્યારે વસ્તુતઃ અન્ય પક્ષ કે ગુણધર્મનો અભાવ થઈ જતો નથી. આ અનંતધર્માત્મક વસ્તુની કોઈ એક એવી કથનશૈલીની જરૂરિયાત છે જે વસ્તુના કોઈ એક ગુણધર્મનું વિધાન કરે ત્યારે અન્ય ગુણધર્મોનો નિષેધ ન થાય. બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સંબંધમાં સાપેક્ષિત કથન કરવામાં આવે છે તે કોઈ અભિપ્રાયવિશેષ કે દૃષ્ટિકોણવિશેષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. વક્તાનો આ અભિપ્રાયવિશેષ અર્થાત્ દૃષ્ટિકોણવિશેષ એ જ નય કહેવાય છે. તદુપરાંત જે અપેક્ષાના આધારે વસ્તુના અનન્ત ગુણધર્મો પૈકી કોઈ એક ગુણધર્મનું વિધાન કે નિષેધ કરવામાં આવે છે તે નય કહેવાય છે. નયનો સંબંધ વસ્તુની અભિવ્યક્તિની શૈલી સાથે છે. માટે જ આચાર્ય સિદ્ધસેને સન્મતિપ્રકરણ(પ્રાયઃ ઈસ્વી સનની પાંચમી સદીનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org