SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં નય પ૯ ૨૭. અનિયતિનય : આત્મદ્રવ્યને અનિયત સ્વભાવવાળો માનનાર આ નયનો સમાવેશ ઉત્પાદત્રય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા અશુદ્ધ સભૂત વ્યવહાર નયમાં સમાવેશ પામે છે. ૨૮. સ્વભાવનય : સંસ્કારોને નિરર્થક કરનારો પ્રસ્તુત નય સ્વચતુષ્ટય ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનય તેમજ શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. ૨૯. અસ્વભાવનય : સંસ્કારને સાર્થક કરવાવાળો આ નય અસત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૦. કાળનય : કોઈ પણની સિદ્ધિ નિયત સમયે જ સંભવે છે તેવું માનનાર આ નય ઉત્પાદ–વ્યય—સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં તથા શુદ્ધ સદભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૩૧. અકાલનય : કાલને આધાર કર્યા વગર જ અકાલે સિદ્ધિ માનનાર આ નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩ર. પુરુષકારનય : આત્માની સિદ્ધિ પ્રયત્ન | પુરુષાર્થને આધીન છે તેવું માનનાર આ નયનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા વ્યવહાર નયમાં અને અસભૂત વ્યવહાર નયમાં થાય છે. દૈવનય : આત્મદ્રવ્યની સિદ્ધિ દૈવ | નિયતિને આધીન છે. આવું માનનાર આ નયનો સમાવેશ અધ્યાત્મપદ્ધતિથી અનુપચરિત અસદ્દભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૪. ઈશ્વરનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય પરતંત્રતા ભોગવે છે. આ નયનો સમાવેશ અસભૂત વ્યવહાર નયમાં થાય છે. ૩૫. અનીશ્વરનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય સ્વતંત્રતા ભોગવે છે. આ નયનો સમાવેશ સ્વચતુષ્ટય ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહ અને નિશ્ચયનય સામાન્યમાં થાય છે. ૩૬. ગુણીનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય ગુણગ્રાહક છે. આ નયનો ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy