________________
૨૪
રૂ.
જૈન દર્શનમાં નય २. पं. शिवजीलालकृत दर्शनसार-वचनिका में देवसेन के संस्कृत
नयचक्र का जो उल्लेख है वह भी जान पड़ता है, इसी आलापपद्धति को लक्ष्य कर के किया गया है। इसकी प्रत्येक प्रति में 'देवसेनकृता' लिखा भी मिलता है, जिससे यह निश्चय हो जाता है कि यह नयचक्र के कर्ता देवसेन ही है । प्रस्तुत कृति अन्य किसी की नहीं है ।२२
પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી પણ આ ગ્રંથને દેવસેનકૃત જ માને છે. તેમણે સંપાદિત અનુવાદિત કરેલ આલાપપદ્ધતિના અંતે મૂળ ગ્રંથમાં જ જણાવેલ છે કે
इति सुखबोधार्थमालापपद्धतिः श्री देवसेन पण्डितविरचिता परिसमाप्ता ।
પં. ફૂલચંદ સિદ્ધાન્ત શાસ્ત્રી પણ આ ગ્રંથના કર્તા તરીકે દેવસેનને માને છે. તેઓ જણાવે છે કે
इस ग्रन्थ के कर्ता श्री देवसेन सूरि है । आलापपद्धति के सिवाय आपने दर्शनसार, भावसंग्रह, आराधनासार और तत्त्वसार आदि कई महत्त्वपूर्ण ग्रंथों की रचना की हैं ।२४
આમ દરેક દિગમ્બર વિદ્વાન આ ગ્રંથના કર્તારૂપે દેવસેનને માને છે અને તે દેવસેન એટલે દર્શનસારના કર્તા જ દેવસેન છે તેમ પણ માને છે. આ અંગે તેમણે આપેલ પ્રમાણરૂપે માત્ર ગ્રંથના અંતે આવેલ સમાપ્તિ દર્શક વાક્યમાં દેવસેનના નામનો ઉલ્લેખ છે ! આથી એ વાત તો સત્ય છે કે આ ગ્રંથના રચયિતા દેવસેન જ છે. પરંતુ હવે એ મુખ્ય સંશોધનનો વિષય છે કે દર્શનસારના કર્તા દેવસેન અને આલાપપદ્ધતિના કર્તા દેવસેન એક જ છે કે અન્ય ? આલાપપદ્ધતિના રચયિતા દેવસેન નયચક્રના કે દર્શનસારના રચયિતાથી ભિન્ન હોવાની સંભાવના વધુ છે. તે માટે નીચેનાં પ્રમાણો રજૂ કરી શકાય. ૧. વિક્રમની દશમી શતાબ્દીના અંતે થયેલ દેવસેને બધા જ ગ્રંથો પ્રાકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org