________________
જૈન દર્શનમાં નય
જીવ અનાદિકાળથી સંસારમાં ભમી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. તેના દુઃખનું કારણ વિરાધક ભાવ છે. જે સાધક સમ્યક દર્શનાદિ રત્નત્રયી રહિત છે, આત્માના વિશુદ્ધ સ્વરૂપનો ત્યાગી છે, આત્મતત્ત્વને જાણતો નથી તેમજ હંમેશા પર દ્રવ્યનું જ ચિંતન કરે છે, વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતો નથી, તેને સમ્યક્દર્શન નથી તેમજ તે વિરાધક છે. આવા વિરાધકભાવને કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી આવા સંસારનાં દુઃખોથી મુક્ત થવા માટે આરાધના કરવી જોઈએ. ગ્રંથકારે સ્વયં આરાધનાના ઉદ્દેશની ચર્ચા કરતાં જણાવ્યું છે કે જ્ઞાનમયી આરાધનાના અભાવમાં જીવ ભૂત, વર્તમાન અને ભાવિ કાળમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તેમાંથી છૂટવા માટે સંસારનાં કારણોનો ત્યાગ કરવો, શુદ્ધ આત્માની આરાધના કરવી અને આવી આરાધના મોક્ષનું કારણ છે. માટે આરાધના અવશ્ય કરવી જોઈએ. આરાધનાની ચતુર્ભગી :
ગ્રંથકારે આરાધનાના ચાર ભેદ વર્ણવ્યા છે. આરાધના, આરાધ્ય, આરાધક, અને ફળ આરાધના ક્રિયા સ્વરૂપ છે. આરાધ્ય પરમેષ્ઠીને ગણી શકાય, આરાધક તે સાધક છે અને પરમપદની પ્રાપ્તિ તે ફળ છે. આ ચારેયને ગ્રંથકારે કંઈક જુદી જ રીતે ગ્રંથમાં ચર્ચા છે. ચારેય – આરાધના, આરાધ્ય, આરાધક, ફળ તે આત્મા છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે આત્માએ આત્મા વડે આત્માની આરાધના કરવી અને તે દ્વારા ફળ પણ આત્મતત્વ જ પ્રાપ્ત થાય છે. આ વિશુદ્ધ આત્મતત્ત્વ જ મોક્ષ છે. અહીં વર્ણવવામાં આવેલ આરાધના વ્યવહાર-આરાધના છે. અને તે નિશ્ચય-આરાધનામાં કારણભૂત હોઈ કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. લેખકે આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પરમ લક્ષ્ય આપ્યું છે. જૈન દર્શન અનુસાર આત્મા અનન્ત ચતુટ્યાત્મક છે. અનન્તજ્ઞાન, અનન્તદર્શન અનન્ત ચારિત્ર અને અનન્ત વીર્ય આત્માના ગુણ છે. ગુણ ગુણીનો અભેદ માનવામાં આવ્યો છે. તેથી સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યચારિત્ર અને તપ એ આત્માના ગુણ હોવાથી આત્મ-સ્વરૂપ છે જયારે રાગ અને દ્વેષ એ મોહનીયના ભેદ છે અને તે કર્મકૃત હોવાથી પર સ્વરૂપ છે. પરનો ત્યાગ કરી આત્માનું શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org