SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં નય પરિષહોથી પીડિત અને દુર્ધર તપના ભયથી ભયભીત લોકોએ ગૃહસ્થકલ્પને સ્થવિરકલ્પ જણાવ્યો છે. (ગા. ૧૩૩) ૧૮ ત્યારબાદ ગ્રંથકારે શ્વેતામ્બર મતની ઉત્પત્તિની કથા વર્ણવી છે. તેમના મતાનુસાર સૌ૨ાષ્ટ્રદેશની વલભી નગરીમાં વિસં૰૧૩૬માં શ્વેતામ્બરસંઘની ઉત્પત્તિ થઈ (ગા. ૧૩૭). એક વાત એ પણ સત્ય છે કે આવા પ્રકારની કથા આ સિવાય અન્ય કોઈ પણ પૂર્વ ગ્રંથોમાં પ્રાપ્ત થતી નથી. અજ્ઞાનમિથ્યાત્વનું કથન કરતાં જણાવ્યું છે કે ભ પાર્શ્વનાથની પરંપરામાં મસ્કરિપૂરણ નામક સાધુ હતા. તે ભગવાન મહાવીરના સમવસરણમાં ગયા. તે ત્યાં ગયા પણ ભગવાનની વાણી પ્રસ્ફુટિત ન થઈ તેથી તે રુષ્ટ થઈને ચાલ્યા ગયા અને પ્રચાર કરવા લાગ્યા કે હું ૧૧ અંગધારક છું છતાં મારા જવાથી ભગવાનની વાણી પ્રસ્ફુટિત ન થઈ અને પોતાના શિષ્ય ગૌતમના આગમનથી થઈ ગૌતમે તો હમણાં જ દીક્ષા લીધી છે અને તે વેદભાષી બ્રાહ્મણ છે. તેથી તે જિનોક્ત શ્રુતને શું જાણે ? આમ કહી તેણે ઘોષણા કરી કે અજ્ઞાન દ્વારા જ મોક્ષ મળે છે. (ગા ૧૬૧. ૧૬૩.) ભગવાન મહાવીર તથા ગૌતમબુદ્ધના સમયમાં મંલિગોશાલ અને પૂરણકશ્યપ નામના બે શાસ્તાઓનો ઉલ્લેખ ત્રિપિટક સાહિત્યમાં મળે છે. મવૃત્તિનું સંસ્કૃત નામ મસ્કરી માનવામાં આવે છે. માટે જ એમ લાગે છે કે મસ્કરી અને પૂરણ આ બંને નામોને મેળવીને એક જ વ્યક્તિ સમજી લેવામાં આવેલ છે. મંખલિગોશાલને નિયતિવાદી માનવામાં આવે છે. આ પાંચેય મિથ્યાત્વીઓની ચર્ચા કર્યા બાદ ચાર્વાક પ્રરૂપિત મિથ્યાત્વનું વર્ણન કર્યું છે. ચાર્વાક મતાનુસાર ચૈતન્ય એ ભૂત(પંચભૂત)નો વિકારમાત્ર છે. ગ્રંથકારે આ મતને કૌલાચાર્યનો મત કહ્યો છે. પરંતુ યશસ્તિલક ગ્રંથના છઠ્ઠા આશ્વાસમાં કૌલિક મતને શૈવતંત્રનું અંગ ગણાવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે બધાં જ પેય-અપેયોમાં અને ભક્ષ્ય-અભક્ષ્યોમાં નિઃશબ્દ ચિત્તથી પ્રવૃત્ત થવું તે કુલાચાર્યનો મત છે. આ ત્રિકમત છે. મતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy