________________
૪૪
જૈન દર્શનમાં નય
આશય એ છે કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક અથવા દ્રવ્ય-પર્યાયાત્મક છે. સામાન્ય અથવા દ્રવ્યાંશને ગ્રહણ કરનાર દૃષ્ટિને દ્રવ્યાર્થિક નય અને વિશેષ, અથવા પર્યાપાર્થને ગ્રહણ કરનાર દષ્ટિને પર્યાયાર્થિક નય કહેવાય છે. આથી મૂળમાં બે જ નયો છે. આ બે નયો ઉપરાંત આ જ વાતને આ દેવસેનની આલાપપદ્ધતિમાં જરા જુદી રીતે પણ વર્ણવવામાં આવી છે.
णिच्छय ववहारणया, मूलिमभेदा णयाण सव्वाणं । । णिच्छयसाहणहेअ, दव्वपज्जत्थिया मुणह ॥
નિશ્ચયનય અને વ્યવહારનય આ બે જ નયો મૂલ નન્યો છે. નિશ્ચયનય અને વ્યવહાર નયને સાધવા માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. અહીં તાત્ત્વિક-પારમાર્થિક અર્થને ગ્રહણ કરનારો નય નિશ્ચયનય યાને પારમાર્થિક નય છે અને લૌકિક-વ્યાવહારિક અર્થને ગ્રહણ કરનારો નય વ્યવહારનય છે. આ આગમિક નયો છે. તે પછી દાર્શનિક નયોનો ઉદય અને વિકાસ થયો છે. નયોનું વર્ગીકરણ :
આગમમાં સાત નયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અનુયોગદ્વારસૂત્ર અને સ્થાનાંગસૂત્રમાં જણાવ્યું છે કે सत्तमूलणया पण्णत्ता-तं जहा-णेगमे, संगहे, ववहारे, उज्जुसूए, सद्दे, समभिरुढे, एवंभूते ॥
અર્થાત્ સાત મૂલ નો જણાવ્યા છે તે નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત છે. સિદ્ધસેન દિવાકર સાત નય સ્વીકારતા નથી. તેમના મતે છ નયો છે. તેઓ નૈગમને અલગ નય ન માનતા સંગ્રહમાં અને વ્યવહારમાં સમાવિષ્ટ કરે છે. અર્થાત્ સામાન્યગ્રાહી નૈગમનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નૈગમનો વ્યવહારનયમાં સમાવેશ કરે છે. તત્ત્વાર્થાધિગમના રચયિતા વાચક ઉમાસ્વાતિ ઉક્ત સાત નયોને જુદી જ રીતે વર્ણવે છે. તેમના મતે પાંચ નયો છે. તત્ત્વાર્થ સૂત્રમાં જણાવે છે કે,
नैगम-संग्रह-व्यवहार-ऋजुसूत्र-शब्दा नयाः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org