________________
જૈન દર્શનમાં નય
૪૩ પરંતુ તે અંશ મિથ્યા એટલા માટે છે કે તે બીજા સમ્યફ અંશનો નિષેધ કરે છે જયારે તે જ અંશ બીજા અંશનો સ્વીકાર કરવા લાગે છે ત્યારે તે અંશમાં રહેલી સત્યતા સાચા અર્થમાં સત્ય બની રહે છે. માટે અહીં મિથ્યાદર્શનના સમૂહ સ્વરૂપ જૈન દર્શન એમ કહ્યું છે. દ્વાદશાર નયચક્રમાં પણ આ વાતને સમજાવવામાં આવી છે. મુખ્ય બે ભેદ :
નયોની અનન્તતા હોય તો તેનો બોધ થઈ જ ન શકે. નયનો બોધ ન થાય તો નય દ્વારા અનેકાન્તની સિદ્ધિ ન થઈ શકે. આમ નથી પરંતુ જગતમાં કોઈ પણ વ્યક્તિ પદાર્થનો બોધ કરવાની શરૂઆત કરે છે ત્યારે તે પદાર્થને ભેદદષ્ટિથી કે અભેદદષ્ટિથી જોવાનો પ્રયાસ કરે છે. આ દ્વારા જ તે બોધ પ્રાપ્ત કરે છે. ભેદદષ્ટિ તે વિશેષ દૃષ્ટિ છે અને અભેદગામી દષ્ટિ તે સામાન્ય દૃષ્ટિ છે. ભેદગામી અને અભેદગામી દૃષ્ટિમાં જ બાકીની અનન્ત દૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે. આથી મૂળમાં તો બે જ દષ્ટિ રહેલી છે. અને આ ભેદગામી દૃષ્ટિ તે જ પર્યાયાર્થિક નય છે. અને અભેદગામી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય છે. આથી અસંખ્ય નયોને આ બે ભાગમાં વહેંચી શકાય. કહ્યું
तिथ्थयर वयण संगह विसेस पत्थार मूलवागरणी
दव्वट्ठयो य पज्जवणओ य सेस्सा वियप्पा सिं ॥१-३॥ અર્થાત્ તીર્થકરોનાં વચનોના સામાન્ય અને વિશેષ રૂપ રાશિઓના મૂળ પ્રતિપાદક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય છે. બાકીના એ બેના જ ભેદો છે. આ વાતને આ દેવસેને નયચક્રમાં નીચે પ્રમાણે જણાવી છે.
दो चेव मूलिमणया भणिया दव्वत्थ पज्जयत्थगया
अण्णं असंख्य संखा ते तब्भेया मुणेयव्वा ॥ ॥ ॥ અર્થાત્ બે જ મૂળ નયો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક છે બાકીના અસંખ્ય નયો તો આ બેના જ ભેદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org