SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ૬૯ ભેદ અને બંને ભેદના બળે ઉપભેદનું નિરૂપણ છે. ત્યારબાદ દિગંબરો જે નવ નય માને છે તેનું ખંડન કરાયું છે. અર્પિત અને અનર્પિતને દિગંબરોએ જુદા કેમ ગણાવ્યા નથી એ પ્રશ્ન એમને પુછાયો છે. ત્યાર પછી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની સંખ્યા પરત્વે જિનભદ્રગણિજી અને સિદ્ધસેન દિવાકરજીમાં મતભેદ છે એમ કહ્યું છે. વિભક્તને વિભાગ ગણતાં વ્યવસ્થા રહે નહિ અને ઉપનયોનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે એ બાબત દર્શાવી નિશ્ચય-નય અને વ્યવહાર-નયનું એકેક લક્ષણ અપાયું છે. દેવસેને નયચક્રમાં નવ નવ વગેરેનું નિરૂપણ કર્યું છે તે બાળજીવોના બોધ માટે છે, નહિ કે તાત્ત્વિક એમ કહી આ ઢાલ પૂર્ણ કરાઈ છે. નવમી ઢાલમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વિશે વિસ્તૃત નિરૂપણ છે. આ ઢાલના પ્રારંભમાં કહ્યું છે કે એકે એક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. એ ત્રણમાં પરસ્પર વિરોધ નથી. આ સંબંધમાં સુવર્ણના ઘડા અને મુગટનું સુપ્રસિદ્ધ ઉદાહરણ અપાયું છે. ઈષ્ટાનિષ્ટ વાસનાના ભેદથી વસ્તુમાં ભેદ ન માનવો એ બૌદ્ધ માન્યતાનું નિમિત્તના ભેદની યુક્તિથી ખંડન કરાયું છે. યોગાચાર બૌદ્ધ મત માનવાથી માધ્યમિક બૌદ્ધનો મત આવી જાય એમ કહી એનું પણ ખંડન કરી ઉત્પાદ અને વ્યયનો એકાન્ત ભેદ માનનારા નૈયાયિકના મતનું નિરસન કરાયું છે. દહીં, દૂધ અને ગોરસ(ગાયનો રસ)ના દૃષ્ટાંત દ્વારા પ્રસ્તુત વિષયનું સમર્થન કરાયું છે. સંઘયણાદિક ભવભાવથી સિદ્ધ થતાં કેવલજ્ઞાન થાય એ બાબત સમ્મઈપયરણમાંથી દર્શાવાઈ છે. ઉત્પાદનો પ્રયોગજન્ય અને વિસ્ત્રસા અર્થાત્ સ્વભાવજનિત એમ બે પ્રકારો, વિનાશના રૂપાંતર-પરિણામ-વિનાશ અને અર્થાન્તર ભાવગમન-વિનાશ એમ બે પ્રકારો તેમ જ ધ્રૌવ્યના સ્થળ અને સૂક્ષ્મ એમ બે પ્રકારો દર્શાવી તેની સમજણ અપાઈ છે. દસમી ઢાલમાં શરૂઆતમાં સમ્પર્વના આદર માટે ભલામણ કરાઈ છે. ત્યાર બાદ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં નામ અને લક્ષણ દર્શાવાયાં છે. કાળ એ જીવ અને અજીવના પર્યાયરૂપ છે એ એક માન્યતા અને જયોતિગઝની ગતિ અનુસાર જૂનું નવું કરનાર-ઉત્પન્ન થનારી ભાવસ્થિતિનું અપેક્ષાકારણ તે કાળ છે એ બીજી માન્યતા. અને બંનેનો ધમ્મસંગહણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy