________________
૭૦
જૈન દર્શનમાં નય
ઉલ્લેખ, કાળને લગતી દિગંબરોની માન્યતા, યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં એનો સ્વીકાર ઇત્યાદિ બાબતો વિચારાઈ છે.
અગિયારમી ઢાલમાં દસ સામાન્ય ગુણનાં નામ દર્શાવી દરેક દ્રવ્યમાં એ પૈકી આઠ આઠ ગુણ છે એમ કહી સોળ વિશેષ ગુણો ગણાવાયા છે. ચેતનત્વાદિ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે, જયારે પરજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ છે એમ કહી સ્વભાવના અગિયાર ગુણોનો નિર્દેશ કરાયો છે. નિમ્નલિખિત સ્વભાવો ન હોય તો શું ? એ વાત ચર્ચાઈ છે :
અસ્તિ ભાવ અને નાસ્તિ ભાવ, નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ, એક-સ્વભાવ અને અનેક-સ્વભાવ, ભેદ-સ્વભાવ અને અભેદસ્વભાવ તેમ જ ભવ્ય-સ્વભાવ અને અભવ્ય-સ્વભાવ.
બારમી ઢાલમાં આ પ્રમાણે ૧૦ વિશેષ સ્વભાવ દર્શાવી એમાં પૂર્વોક્ત ૧૧ સામાન્ય સ્વભાવો ઉમેરતાં જે ૨૧ સ્વભાવ થાય તે પૈકી જીવાદિ છ દ્રવ્યોમાં કેટકેટલા હોય તે બાબત નિરૂપાઈ છે.
તેરમી ઢાલમાં ૨૧ સ્વભાવોને અંગે નયની વિચારણા કરાઈ છે.
ચૌદમી ઢાલમાં પર્યાયના વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય એ બે ભેદ દર્શાવી એનાં લક્ષણ આપી બે બંનેના બે રીતે બન્ને ઉપભેદોનો નિર્દેશ કરાયો છે. વળી આ ભેદાદિકનાં ઉદાહરણ અપાયાં છે. આ ઉપરાંત દિગંબરોની કેટલીક માન્યતાનું ખંડન કરાયું છે. - પંદરમી ઢાલનો વિષય ગીતાર્થોના જ્ઞાનની ખૂબી અને સ્તુતિ છે. સાથે સાથે જ્ઞાનથી વિહીન જનોની ઝાટકણી કઢાઈ છે.
સોળમી ઢાલમાં જિનેશ્વરની વાણીની પ્રશંસા કરાઈ છે.
સત્તરમી ઢાલમાં કર્તાએ પોતાની ગુરુપરંપરાના ગુણ ગાયા છે. વિશેષમાં પોતાના ગુરુની કૃપાથી પોતે ચિત્તામણિકો અભ્યાસ કરી શક્યા એમ કર્તાએ કહ્યું છે.
અંતમાં “કલશ” તરીકે એક પદ્ય અને તાર બાદ સંસ્કૃતમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org