________________
૧૪
જૈન દર્શનમાં નય મહિમા બહુ જ ખૂબીપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. તેની સંક્ષેપમાં અહીં ચર્ચા કરવી અસ્થાને નહીં ગણાય. તત્ત્વનો ભેદ
તત્ત્વ બે પ્રકારના છે : ૧. સ્વગત તત્ત્વ ૨. પરગત તત્ત્વ.
સ્વગત તત્ત્વ : પોતાની અંદર રહેલું તત્ત્વ તે સ્વગત તત્ત્વ. ગ્રંથકારે સ્વયં આ તત્ત્વ માટે આપેલ દષ્ટાંત છે નિજ આત્મા.
પરગત તત્ત્વ :- બીજામાં રહેલ પરમ તત્ત્વ તે પરગત તત્ત્વ છે. પરગત તત્ત્વ એટલે બીજામાં રહેલ ઉચ્ચ આત્મતત્ત્વ એવો અર્થ કરી શકાય. અહીં ઉદાહરણરૂપે પંચપરમેષ્ઠીને લીધા છે. ગ્રંથમાં આત્મતત્ત્વની જ વાત પ્રધાનપણે કરવાની હોવાથી ગ્રંથકર્તાએ અજીવ આદિ તત્ત્વોના ભેદાદિની ચર્ચા કરી જ નથી.
સ્વગત તત્ત્વના ભેદ :
સ્વગતતત્વ જે નિજ આત્મા છે તે, તેના બે ભેદ પાડવામાં આવ્યા છે : ૧. સવિકલ્પ સ્વગત તત્ત્વ, ૨. અવિકલ્પ સ્વગત તત્ત્વ.
સવિકલ્પ તત્ત્વ :- વિકલ્પોયુક્ત, વિચારયુક્ત તત્ત્વ સવિકલ્પ તત્ત્વ છે. આવી અવસ્થામાં મનની ચંચળતા જ પ્રધાનપણે ભાગ ભજવતી હોવાથી આને સાગ્નવ-આસ્રવ સહિતની અવસ્થા ગણી છે. આવી અવસ્થામાં રહેલ જીવાત્મા કર્મબંધ કરી સંસારમાં પરિભ્રમણ કરે છે.
અવિકલ્પ તત્ત્વ :- મન વિકલ્પરહિત બની જાય, શાંત બની જાય ઇન્દ્રિયો, વિષયોથી વિમુખ બની જાય, ત્યારે આત્મા અવિકલ્પમાં સ્થિર થાય છે. આવી અવસ્થાને નિરાશ્રવ અવસ્થા કહી છે. નવાં કર્મોનું આગમન અટકી જાય છે. મન નિશ્ચલ બની જાય છે. શુદ્ધ સ્વભાવમાં સ્થિર આત્મા જ ખરું તત્ત્વ છે. તેનો સાર એ જ મોક્ષનું કારણ છે. એવા વિશુદ્ધ આત્મતત્ત્વને જાણીને ધ્યાનમાં મગ્ન બનવું જોઈએ. આવી અવિકલ્પ અવસ્થા પામવાના માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org