________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી
મનને તથા ઇન્દ્રિયોને વશ કરવાં જોઈએ.
આમ આત્મભાવને પામવાના માર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શુદ્ધ ભાવ અને રત્નત્રયનું એકત્વ દર્શાવ્યું છે. તેમજ ધ્યાનયોગીને ગુણો સ્વાધીન હોય છે. માટે મન શૂન્ય બનવું જોઈએ પણ આત્મસદ્ભાવ શૂન્ય ન બનવો જોઈએ. મનના વિકલ્પો નાશ પામતા જ આત્મતત્ત્વ પ્રકાશે છે. જેવી રીતે પાણીના યોગથી મીઠું ઓગળી જાય છે તેવી જ રીતે ધ્યાનના યોગથી ચિત્ત વિલીન થઈ જાય છે અને શુભાશુભ કર્મનો નાશ થઈ આત્મભાવ પ્રકાશ પામે છે. આ પ્રકારનો જ દુહો દોહાપાહુડમાં રામસિંહે
પ્રયોજ્યો છે.
" लवणव्व सलिलजोए झाणे चित्तं विलीयए जस्स । तस्स सुहासुहडहणो अप्पाअणलो पयासेइ ॥८४॥
આમ આરાધનાસારમાં આત્મતત્ત્વની પ્રાપ્તિ જ મુખ્યત્વે વર્ણવી છે.
૧૩
તત્ત્વસાર :
આચાર્ય દેવસેન કૃત પ્રાકૃતભાષામય ગાથાબદ્ધ લઘુકાય ગ્રંથ છે. કુલ ૭૪ ગાથાઓમાં તત્ત્વની વાત કરવામાં આવી છે. ગ્રંથકારે આદિમાં ગ્રંથનામની સ્પષ્ટતા કરેલી છે.
झाणग्गिदकम्मे णिम्मल सुविसुद्धलद्ध - सब्भावे । णमिऊण परमसिद्धे सु तच्चसारं पवोच्छामि ॥१॥
ધ્યાનાગ્નિ વડે નષ્ટ કર્મવાળા, નિર્મળ-સુવિશુદ્ધ-લબ્ધ-સદ્ભાવવાળા ૫૨મસિદ્ધોને નમસ્કાર કરી તત્ત્વસારને (હું) કહીશ. ગ્રંથાત્તે પણ આ જ
નામનો ઉલ્લેખ કર્યો છે. તત્ત્વસાર એ નામ સાંભળતાં જ મનમાં જૈનદર્શન સમ્મત નવતત્ત્વ કે ષદ્રવ્યનો વિચાર ઉપસ્થિત થાય, પરંતુ અહીં તે તત્ત્વોની ચર્ચા કરવામાં આવી નથી. અહીં આ દેવસેને શુદ્ધ આત્મતત્ત્વને જ તત્ત્વરૂપે સ્વીકારી તેના સારનું કથન કર્યું છે. આ લઘુગ્રંથમાં ધ્યાન અને આત્માના શુદ્ધ સ્વરૂપનો મહિમા ગાયો છે. સાધકને માટે અત્યંત ઉપયોગી એવો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં આત્મતત્ત્વના સ્વરૂપનું કથન તેમજ ધ્યાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org