________________
૧૨
જૈન દર્શનમાં નય
લાગે, આહાર, આસન, નિદ્રા, આદિ આપણી ઉપર વિજય મેળવે, અંગોપાંગ અને સંધિઓ શિથિલ થાય, મૃત્યુના ભયથી દેહ કંપવા લાગે તે પૂર્વે સંયમ સ્વીકારવો જોઈએ, તપનું આચરણ કરવું જોઈએ. આત્મસ્વરૂપ પ્રાપ્તિના અન્ય માર્ગો
આ દેવસેને આત્મતત્ત્વ પામવા માટેના અન્ય માર્ગોનું પણ કથન કર્યું છે. અધ્યાત્મવિદ્યાના કોઈપણ સાધક માટે અત્યંત ઉપયોગી સૂચનો કર્યાં છે. અહીં તેમાંનાં કેટલાંક સૂચનોનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય.
૧. ક્ષેત્ર આદિ બાહ્ય ગ્રંથિ (આસક્તિ), મિથ્યાત્વાદિ આવ્યંતર ગ્રંથિ(આસક્તિ)નો ત્યાગ કરી આત્મતત્ત્વનું ધ્યાન કરવું.
૨. સંગ જ બધાં દુ:ખનું કારણ મનાય છે માટે સંગત્યાગ કરવો. સંગત્યાગથી ઉપશમભાવ જન્મે છે. ઉપશમ-ભાવથી જીવ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે.
૩. જ્યાં સુધી પરિગ્રહનો ત્યાગ નથી થતો ત્યાં સુધી ચિત્તની મલિનતા નાશ પામતી નથી. પરિગ્રહનો નાશ થતાં જ ચિત્તની મલિનતા નાશ પામે છે.
૪. જ્યાં સુધી કષાયોની સંલ્લેખના ક૨વામાં ન આવે ત્યાં સુધી બહારની બધી જ સંલ્લેખનાઓ નિરર્થક છે. કષાયોની સંલ્લેખના કરવાથી જ આત્મા-તત્ત્વમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૫.
ક્રોધ, માન, માયા, લોભ રૂપી ચાર કષાયો કૃશ થાય તો ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
૬. સમ્યજ્ઞાન દ્વારા ઉપસર્ગો અને પરિગ્રહો ઉપર વિજય મેળવવો જોઈએ.
૭. અસંયમિત ઇન્દ્રિયો અને ચંચળ મન વિષયરૂપી વન તરફ દોડે છે. તેમજ બધા જ પ્રકારના ત્યાગ પછી મન વિષયો તરફ જ દોડતું હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ બધું જ નિષ્ફળ થઈ જાય છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org