________________
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી માતા-પિતા, શિષ્ય પરિવાર, નિર્વાણદિન, નિર્વાણDળ આદિ સંબંધે સાવ જ અજ્ઞાત છીએ. આ દેવસેન રચિત સાહિત્ય :
આ દેવસેને રચેલા ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છે. ૧. દર્શનસાર ૨. આરાધનાસાર ૩. તત્ત્વસાર ૪. ભાવસંગ્રહ ૫. નયચક્ર ૬. આલાપપદ્ધતિ
ઉપર જણાવેલ છે ગ્રંથોમાંથી માત્ર આલાપપદ્ધતિ સંસ્કૃત ગદ્યમાં રચાયેલ ગ્રંથ છે બાકીના બધા જ ગ્રંથો પ્રાકૃત ભાષામાં પદ્યબંધ ગ્રંથો છે. આપણે હવે આ ગ્રંથો વિશે વિગતવાર માહિતી મેળવીશું. દર્શનસાર :
પ્રાકૃતભાષા નિબદ્ધ માત્ર ૫૧ ગાથામય લઘુગ્રંથનું નામ દર્શનસાર છે. આ ગ્રંથમાં દર્શન અર્થાત્ વિભિન્ન મતોની ઉત્પત્તિ સંબંધી બાબતોનો સાર અર્થાત્ સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીક મહત્ત્વની કહી શકાય તેવી બાબતોનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. આ દેવસેને અન્ય કોઈ પણ ગ્રંથોમાં તે તે ગ્રંથોના રચનાવર્ષનો ઉલ્લેખ કર્યો નથી. માત્ર આ ગ્રંથમાં જ, અંતિમ ગાથામાં જણાવ્યું છે કે ધારા નગરીમાં પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં નિવાસ કરતી વખતે સંવત ૯૦૯, માઘ શુક્લ દશમીના રોજ આ ગ્રંથ સમાપ્ત કર્યો. આના આધારે આo દેવસેનના સમયનું નિર્ધારણ થઈ શક્યું છે.
ગ્રંથની આદિ ગાથામાં તેમજ ૪૯મી ગાથામાં જણાવ્યા અનુસાર આ ગ્રંથની ગાથાઓ પૂર્વાચાર્યકૃત છે. અર્થાત્ પૂર્વે રચાયેલ વિભિન્ન ગાથાઓનો સંગ્રાહક લઘુગ્રંથ છે. આ વિષયમાં નાથુરામ પ્રેમી પણ જણાવે છે કે “લ્લામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org