________________
જૈન દર્શનમાં નય દેવસેનની નમ્રતા : | દેવસેને સ્વયં પોતાના વિશે કશું જ લખ્યું નથી તેમજ સમકાલીન આચાર્યોએ કે પશ્ચાતુવર્તી ઇતિહાસકારોએ તેમના જીવન, સંપ્રદાય, ગુરુપરંપરા, ગચ્છાદિ વિશે કોઈ વિશેષ નોંધ લીધી નથી તેથી તેમના સ્વભાવ અને ગુણો વિશે કંઈપણ કહેવું અતિશયોક્તિ જ કહેવાય. તેમ છતાં આરાધનાસાર નામના ગ્રંથના અંતે તેમણે લખેલ ગાથાઓ દ્વારા તેમની નમ્રતા, ઋજુતા અને સરળતાનો ખ્યાલ આવે છે.
ण य मे अस्थि कवित्तं, ण मुणामो छंदलक्खणं किंपि णियभावणाणिमित्तं रइयं आराहणासारम् ॥११४॥ अमुणियतच्चेण इमं भणियं जं किंपि देवसेणेण । सोहंतु तं मुणिंदा अत्थि हु जइ पवयणविरुद्धम् ॥११५॥२
અર્થાતુ મારામાં કવિત્વ નથી, હું છંદશાસ્ત્રનો પારગામી નથી કે તેનાં લક્ષણો પણ જાણતો નથી. મારી પોતાની ભાવના માટે મેં આરાધનાસારની રચના કરી છે. તત્ત્વના અજ્ઞાની દેવસેને જે કંઈ અહીં કહ્યું છે તેમાં જે કાંઈ આગમવિરુદ્ધ હોય તો તેને મુનીન્દ્રો શુદ્ધ કરી લે. આ વાત જ તેમની અત્યંત નમ્રતા અને લઘુતાભાવને દર્શાવે છે. આરાધનાસારમાં આ સિવાય તેમણે પોતાના માટે કોઈ બીજો ઉલ્લેખ કર્યો નથી તેમજ તેમના અન્ય ગ્રંથોમાં પણ કશું જણાવ્યું નથી. વિહાર ક્ષેત્ર :
દર્શનસારની અંતિમ ગાથાઓમાં જણાવ્યા અનુસાર તેમણે દર્શનસાર ગ્રંથની રચના ધારાનગરીમાં આવેલા પાર્શ્વનાથના ચૈત્યમાં રહીને કરી હતી, ૧૩ તેટલી જ માહિતી તેમના સ્થળ વિશે પ્રાપ્ત થાય છે તેને આધારે તેઓ ધારાનગરી, મધ્યપ્રદેશની આસપાસના ક્ષેત્રમાં વિહરતા હશે તેવું અનુમાન કરી શકાય.
આમ આ દેવસેનના જીવન વિશે આપણને પ્રાપ્ત માહિતીને આધારે ઉપરોક્ત જાણકારી મેળવી શકીએ છીએ. તદુપરાંત તેમનાં જન્મસ્થળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org