________________
૮૧
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છો ? અર્થાત્ અલગ નય શા માટે ગણાવો છો ?
આવા ખુલાસા સામે કોઈ દિગમ્બર વિદ્વાન્ એમ કહી શકે કે જેવી રીતે તત્ત્વાર્થસૂત્રમાં પાંચ નય વર્ણવ્યા છે ત્યારબાદ તેમાં શબ્દના ત્રણ ભેદ કરી સાત નય ગણાવ્યા છે. તેવી જ રીતે અમે પણ સાત નયમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય ભેળવી કુલ ૯ નય દર્શાવીએ છીએ તેમાં કયો દોષ ? આ બાબતે યશોવિજયજી જણાવે છે કે તત્ત્વાર્થમાં અંતિમ ત્રણ નયોને એક સંજ્ઞાએ સંગ્રહી પાંચ નયની ગણતરી કરાવી છે. પણ તે નયોના વિષય ભિન્ન છે. તેથી મૂળ તો સાત જ નય છે. માટે મૂળ સાત નયોની પરંપરાને
સ્વીકારવી જ ઉચિત છે. તેમજ આ દેવસેને દ્રવ્યાર્થિક નયના દશ ભેદો પ્રદર્શિત કર્યા છે તે સર્વેનો સમાવેશ શુદ્ધાશુદ્ધ સંગ્રહનયમાં થઈ જાય છે અને પર્યાયાર્થિક નયના ૬ ભેદોનો સમાવેશ ઉપચરિતાનુપચરિત વ્યવહાર નય તથા શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રમાં થઈ જતો હોવાથી અલગ નય માનવા ઉચિત નથી. તેમજ વૃત્તિવચા અર્થાત શબ્દભેદ માત્રથી ભેદ ગણવામાં આવે તો નયોની સંખ્યા અગણિત થઈ જશે. સ્વાદસ્યવ, સ્ટાન્નાસ્ટેવ વગેરે સપ્તભંગી અને તેમાં અર્પિત-અનર્પિત, સત્ત્વગ્રાહક, અસત્ત્વગ્રાહક વગેરે અસંખ્યભેદો ઉદ્ભવશે.
નૈગમનો વિષય સંગ્રહ અને વ્યવહારનયની સાથે સામ્ય ધરાવે છે. અર્થાત નૈગમના બે ભેદ છે : ૧. સામાન્યગ્રાહી નૈગમ, ૨. વિશેષગ્રાહી નૈગમ. આ બન્ને ભેદો તો સામાન્ય સંગ્રહ નયમાં અને વ્યવહાર નયમાં આત્તરભાવિત થઈ જતાં હોવા છતાં તેને અલગ ગણી છના બદલે સાત નયો ગણવામાં આવે છે તેવી જ રીતે અહીં પણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને ભિન્ન ગણીને સાતને સ્થાને નવ નયો ગણવામાં કોઈ દોષ આવતો નથી. તેવી યુક્તિ પ્રયુક્ત કરનારને યશોવિજયજી જણાવે છે કે તમારી વાત કાંઈક અંશે સત્ય છે છતાં પણ પ્રસ્થપ્રદેશ આદિની વિવક્ષાએ નૈગમન કાંઈક ભિન્ન છે. અર્થાત્ તે સંગ્રહ અને વ્યવહારમાં સમાવિષ્ટ થતો નથી તેથી ગમનયની અલગ ગણતરી કરી છે જ્યારે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય નૈગમઆદિ નયોથી અભિન્ન છે. તો પછી તેને ભિન્ન ગણીને નવ ભેદ કેવી રીતે દેખાડો છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org