________________
૮૨
જૈન દર્શનમાં નય આમ છતાં તમે આગ્રહપૂર્વક બે નયોને ભિન્ન માનશો તો વિભાગનો વિભાગ એવા દોષોની આપત્તિ આવશે. તેમજ પ્રયોજન વગર ભેદો પાડવા નિરર્થક છે. માટે સાત જ મૂળ નવો માનવા જોઈએ.
ઉક્ત ભેદો જો ઉપલક્ષણ (કહેવા માટે) માત્રથી જ કરવામાં આવે તો કશો જ વાંધો નથી. પરંતુ વાસ્તવિકતા સિદ્ધ કરવા આવા ભેદો કરવામાં આવે તો તે ઉચિત નથી. કારણ કે આગમમાં તો અનેક સ્થળોએ બેટ્સ, પUસટ્ટયાબૅક્સ ક્રયા પાઠો મળે છે. અર્થાત્ દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે. એટલે કે દ્રવ્ય અને પર્યાય જેટલું જ વ્યક્તિત્વ પ્રદેશ પણ ધરાવે છે. માટે પ્રદેશાર્થિક નય પણ અલગ માનવો જોઈએ. તેમજ નયની સમીપ હોવાથી અને ઉપચારથી ગણાતા ત્રણ ઉપનયો છે. એમ માનવું પણ શાસ્ત્રસમ્મત નથી. સદ્દભૂત વ્યવહાર આદિ ત્રણ ભેદો પણ નૈગમ અને વ્યવહારમાં સમાવિષ્ટ થતા હોવાથી અલગ નય ન જ માનવા જોઈએ. વળી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૧.૩૫) ભાષ્યમાં વ્યવહાર નયની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્નોસિમ રૂપરાપ્રાય વિસ્તૃતાર્થો વ્યવહાર: [૨, સૂત્ર ૩૫ ભાષ્ય]
લૌકિક સમાન, ઘણું કરીને ઔપચારિક રીતે વિસ્તાર અર્થવાળો વ્યવહાર નય છે. આથી ઉપચારથી મનાતી હકીકતો વ્યવહાર નયમાં સમાવિષ્ટ થઈ જતી હોવાથી ઉપચાર નિયોને અલગ ઉપનયો તરીકે માનવાની જરૂર નથી. આમ છતાં જો આચાર્ય દેવસેનનો ઉપનયો માનવાનો આગ્રહ જ હોય તો ઉપા. યશોવિજયજી તેઓની સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત કરતાં કહે છે કે તો પછી તમે પ્રમાણની જેમ ઉપપ્રમાણનો સ્વીકાર કેમ કરતા નથી ? તેમજ પ્રમાણના ભેદોનો સમાવેશ પ્રમાણમાં જ કરવામાં આવે છે. તેવી જ રીતે ઉપનયોનો સમાવેશ નયોમાં જ કરવો જોઈએ પણ અલગ ભેદો ઉપસ્થિત ન કરવા જોઈએ.
અંતે યશોવિજયજી જણાવે છે કે બે નયો નિશ્ચય અને વ્યવહાર છે. તેમાં પણ નિશ્ચય નય મુખ્ય છે અને વ્યવહાર નય ગૌણ છે તેવી દિગમ્બર માન્યતા યુક્તિયુક્ત નથી, કારણ કે બન્નેના વિષયો ભિન્ન છે. જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org