________________
૮૩
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રાધાન્ય નિશ્ચય નયનું છે તેટલું જ પ્રાધાન્ય વ્યવહાર નયનું છે. એક મુખ્ય હોય ત્યારે બીજો ગૌણ હોય પણ એક સર્વથા મુખ્ય અને બીજો નય સર્વથા ગૌણ તેમ માનવું બરાબર નથી.
દિગમ્બરાચાર્ય દેવસેન સમ્મત નય વિભાજન યુક્તિયુક્ત નથી તેમ જ શાસ્ત્રસંમત પણ નથી છતાં યશોવિજયજીએ નય વિષયક વિસ્તારપૂર્વકની ચર્ચા શા માટે કરી હશે ? તેવો પ્રશ્ન કોઈના મનમાં ઊઠે તેનો જવાબ આપતાં યશોવિજયજી જણાવે છે કે કેટલાક બાળજીવોને બોધ પમાડવા માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક નિયોનું જ્ઞાન તો શ્વેતામ્બર ગ્રંથોને આધારે જ શક્ય છે તેમ જણાવી આઠમી ઢાળનું સમાપન કરતાં જણાવ્યું છે કે દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ વિચારવું જોઈએ. અશુદ્ધનો ત્યાગ કરવો જોઈએ તેમજ સ્વસમય અને પરસમયનું અંતર જાણી પરમાર્થજ્ઞાન પામી હૃદયને વિશે હર્ષ ધારણ કરવો જોઈએ.
સસ્તબક દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં ઉપાધ્યાય યશોવિજયજીએ દેવસેનાચાર્ય કૃત નયચક્રના ભેદોનું સવિસ્તર વિવેચન કરી તેની સમાલોચના કરી છે. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં નયના ભેદપ્રભેદોની ચર્ચા અને તુલના માટે આ ગ્રંથનાં ઉક્ત પ્રકરણો અત્યંત ઉપયોગી અને રોચક માહિતી પૂરી પાડે છે. તેથી નય વિષયક માહિતી મેળવવા માટે આ ગ્રંથ એક અગત્યનું સોપાન છે.
પર્યાય
આલાપપદ્ધતિમાં પર્યાયની ત્રણ વ્યાખ્યાઓ ઉપલબ્ધ થાય છે. ક્રમમાં ત્રીજી પરંતુ પર્યાયની વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યાની સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું જે આ મુજબ છે.
स्वभाव-विभावरूपतया याति-पर्येति परिणमति इति पर्याय इति पर्यायस्य व्युत्पत्तिः ।
જે સ્વભાવ અને વિભાવરૂપથી પરિણમન–ફેરફાર કરે છે એને પર્યાય કહેવાય. આ પ્રકારની વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યા રાજવાર્તિક ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org