________________
૮૬
જૈન દર્શનમાં નય તથા તે વાણી અને મનના વિષયમાં આવી શકતું નથી, આગમ પ્રમાણથી જ એઓનો સ્વીકાર કરાય છે. દરેક દ્રવ્યમાં એક અગુરુલઘુ નામનો ગુણ હોય છે એમ મનાય છે. એ ગુણને કારણે પ્રત્યેક દ્રવ્યમાં છ પ્રકારની હાનિ અને વૃદ્ધિ હંમેશાં થતી રહે છે. આ સ્વભાવ પર્યાય બાર પ્રકારનું છે : છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ વૃદ્ધિરૂપ પર્યાય : ૧. અનન્તભાગવૃદ્ધિ
૨. અસંખ્યાતભાગવૃદ્ધિ ૩. સંખ્યાતભાગવૃદ્ધિ
૪. સંખ્યાતગુણવૃદ્ધિ ૫. અસંખ્યાતગુણવૃદ્ધિ
૬. અનંતગુણવૃદ્ધિ હાનિરૂપ પર્યાય : ૧. અનંતભાગહાનિ
૨. અસંખ્યાતભાગહાનિ ૩. સંખ્યાતભાગહાનિ
૪. સંખ્યાતગુણહાનિ પ. અસંખ્યાતગુણહાનિ
૬. અનંતગુણહાનિ. આ રીતે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ એમ બાર પ્રકારનું સ્વભાવ પર્યાય છે.
વિભાવપર્યાય : જે પય પર સાપેક્ષ હોય છે એને વિભાવપર્યાય કહેવામાં આવે છે. આલાપપદ્ધતિમાં વિભાવપર્યાયના ભેદોની સંખ્યાનો ઉલ્લેખ નથી પરંતુ જુદા-જુદા વિભાવપર્યાયોનાં ઉદાહરણ આપીને વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે ચાર પ્રકારના મનુષ્ય, નારકી વગેરે પર્યાય અથવા ચોરાસી લાખ યોનિઓ વિભાવપર્યાય છે. ૧. વિભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચ. ૨. વિભાવગુણ વ્યંજન પર્યાય : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૩. સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : અંતિમ શરીરથી થોડું ઓછું સિદ્ધજીવનો
આકાર. ૪. સ્વભાવગુણ વ્યંજન પર્યાય : જીવના અનંત ચતુષ્ટય અનંતજ્ઞાન,
અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org