________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૫. વિભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : પુદ્ગલના ચણુક-બે પરમાણુઓના સંયોગથી બનેલ સ્કંધ વગેરે.
૬. વિભાવગુણ વ્યંજન પર્યાય : ૨સથી અન્ય રસ અને ગંધથી અન્ય ગંધ રૂપની અવસ્થા.
૮૭
૭. સ્વભાવદ્રવ્ય વ્યંજન પર્યાય : પુદ્ગલની એક શુદ્ધ પરમાણુરૂપ અવસ્થા ૮. સ્વભાવગુણ વ્યંજન પર્યાય : શુદ્ધ પરમાણુમાં એક વર્ણ, એક રસ, એક ગંધ, પરસ્પર અવિરુદ્ધ બે સ્પર્શ, આ બધા પુદ્ગલના સ્વભાવગુણ વ્યંજન પર્યાય છે.
ઉપર કહેવામાં આવેલ ભેદોમાં વ્યંજન પર્યાયના મૂળ બે જ ભેદ છે : દ્રવ્ય વ્યંજન પર્યાય અને ગુણ વ્યંજન પર્યાય.
આ બે પર્યાયમાં સ્વભાવ અને વિભાવ એવા બે બે ભેદ ઉમેરીને ચાર ભેદ કરવામાં આવ્યા છે. પ્રથમ ચાર ભેદ જીવ સંબંધી છે અને અંતિમ ચાર ભેદ અજીવ સંબંધી છે.
અહીં એક વાત ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ દેવસેને આરંભમાં સ્વભાવપર્યાયનું વર્ણન કર્યા પછી વિભાવપર્યાયનું વર્ણન કરતી વખતે ફરીથી સ્વભાવપર્યાયોનું વર્ણન શા માટે કર્યું હશે ? મારી દૃષ્ટિએ પૂર્વોક્ત સ્વભાવ વર્ણનમાં પર્યાયની વાત પૂર્ણ રૂપે કહેવાઈ નથી. એટલે ફરીથી સ્વભાવપર્યાયનું વર્ણન કર્યું હશે. પં. કૈલાશચંદ્ર શાસ્ત્રી ઉ૫૨ કહેલ ભેદોની ચર્ચાના વિશેષાર્થમાં લખે છે કે પર્યાયના બે ભેદ છે : અર્થપર્યાય અને વ્યંજન પર્યાય. અર્થપર્યાય છ દ્રવ્યોમાં હોય છે. તે સૂક્ષ્મ હોય છે અને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે, જ્યારે વ્યંજનપર્યાય સ્થૂલ હોય છે. એનું કથન વચન દ્વારા કરવામાં આવે છે. તે નશ્વર હોવા છતાં પણ સ્થિર હોય છે. આ દેવસેનના પ્રસ્તુત ગ્રંથના આધારે ઉપા યશોવિજયે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસમાં ૧૮મી ઢાલમાં પર્યાયનું વિવેચન ગુજરાતી ભાષામાં કર્યું છે તે વધારે સુવ્યવસ્થિત અને ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યું છે. એનું વર્ણન અત્રે જાણવું જરૂરી છે.
પર્યાયના બે ભેદ છે : ૧. વ્યંજનપર્યાય, ૨. અર્થપર્યાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org