________________
૮૮
જૈન દર્શનમાં નય ૧. વ્યંજન પર્યાય : જે પર્યાય પદાર્થની સાથે પાછળ ને પાછળ અનુસરીને રહે એટલે કે ત્રણે કાળમાં રહે તે પદાર્થનું વ્યંજનપર્યાય કહેવાય છે. જેમ કે ઘટ દ્રવ્યનું માટી પર્યાય હંમેશાં હોય છે એથી એને વ્યંજન પર્યાય કહીશું.
૨. અર્થપર્યાય : જે પર્યાય પદાર્થમાં વર્તમાન કાળમાં ક્ષણમાત્ર સ્થાયી હોય એને અર્થપર્યાય કહેવામાં આવે છે. જેમ કે ઘટદ્રવ્યમાં ક્ષણે ક્ષણે જે ફેરફાર થાય છે તે બધા અર્થપર્યાય છે તે તે ક્ષણે હાજર હોય છે.
ઉપર જણાવેલ વ્યંજન પર્યાય અને અર્થપર્યાય એ બંનેના દ્રવ્ય અને ગુણ બે-બે ભેદ અને એમના શુદ્ધ અને અશુદ્ધ એવા બે બે ભેદ બતાવ્યા છે અર્થાત્ બધા થઈને નીચે જણાવેલ આઠ ભેદ બતાવ્યા છે.
૧. શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૨. અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૩. શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ૪. અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય ૫. શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય ૬. અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય ૭. શુદ્ધ ગુણ અર્થ પર્યાય ૮. અશુદ્ધ ગુણ અર્થ પર્યાય
૧. શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય : ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોમાં સ્વાભાવિક રૂપે લાંબા સમય સુધી જે પર્યાય રહે છે એને શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે છે. જેમ કે આત્મ દ્રવ્યમાં સિદ્ધ પર્યાય.
૨. અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય : જે પર્યાય સ્વાભાવિક નથી પરંતુ બીજાના સંયોગે ઉત્પન્ન થઈ લાંબા સમય સુધી દ્રવ્ય ગત રહે એને અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. જેમ કે, ચેતનમાં મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચ પર્યાય. આ પર્યાય લાંબા સમય સુધી ચેતન તત્ત્વની સાથે રહે છે પરંતુ ચેતનની સ્વાભાવિક પર્યાય નથી. તે તો કર્મ પુદ્ગલના સંયોજનથી ઉત્પન્ન થાય છે.
૩. શુદ્ધગુણ વ્યંજન પર્યાય : દ્રવ્યમાં રહેતા સ્વાભાવિક ચિરસ્થાયી ગુણને શુદ્ધ ગુણ બંડ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે ચેતનદ્રવ્યના કેવલ જ્ઞાનરૂપ ગુણ.
૪. અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય : દ્રવ્યમાં રહેતા અસ્વાભાવિક અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org