________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિના દ્રવ્યનું અસ્તિત્વ જ સંભવતું નથી. સ્યાદ્વાદમંજરીમાં આ સંબંધમાં એક કારિકા છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દ્રવ્ય અને પર્યાય બંને સાપેક્ષ છે. એમની જુદી જુદી ઉપસ્થિતિ કોઈ પણ સમયે કોઈએ પણ કોઈ પણ પ્રમાણ દ્વારા જોઈ નથી. યથા
द्रव्यं पर्यायवियुक्तं, पर्याया द्रव्यवर्जिताः ।
क्व कदा केन किंरूपा दृष्टा मानेन केन वा ॥ વિશેષાવશ્યક ભાષ્ય(ગાથા નં.૨૧૮૧)માં પણ કહેવામાં આવ્યું છે કે
दव्वं पज्जव विज्जअं दव्वविउत्ता ये पज्जवा नत्थि ॥ દ્રવ્ય વિના પર્યાય અને પર્યાય વિના દ્રવ્ય ન હોઈ શકે. એટલે એ સ્પષ્ટ છે કે બંનેનો સંબંધ સાપેક્ષ છે. નહિ તો માત્ર દ્રવ્યને જ સત્ય માનીએ તો જગતના જુદા જુદા પદાર્થોમાં પ્રાપ્ત થતી વિચિત્રતા બ્રાંત થઈ જશે અથવા માત્ર પર્યાયને જ સત્ય માનવાને લીધે ધ્રૌવ્ય વ્યર્થ બની જશે. તેથી ઉત્પાદ વગેરે સિદ્ધિમાં બતાવાયું છે કે માત્ર ભેદ જ છે એવું નહિ, માત્ર અભેદ છે એવું નહિ. વસ્તુ કંઈ બીજી જ છે અને તે દ્રવ્યગુણ પર્યાયાત્મક, ભેદાભદાત્મક અર્થાત્ અનેકાંત સ્વરૂપ છે.
આ રીતે સંક્ષેપમાં પર્યાયના સ્વરૂપનું ચિંતન કરવામાં આવ્યું છે.
ટિપ્પણો :૧. દ્રવ્યગુણપર્યાયનો રાસ, પ્રકાશ્રી જૈન સાહિત્યવર્ધક સભા, અમદાવાદ વિ. સં.
૨૦૨૦. ૨. નયચક્કસંગ્રહ, શ્રીમદેવસેનાચાર્યવિરચિત, સંપા. બંસીધર, પ્રકા નાથુરામ પ્રેમી,
શ્રી માણિકચંદદિગંબર, જૈન ગ્રંથમાલા સમિતિ, મુંબઈ, વિ. સં. ૧૯૭૭, શ્લોક
૧૧-૧૨, ૫, ૩. ૩. નયચક્ર, એજન. ૪. નામ: સંગ્રહો વ્યવહાર: ઋગુસૂત્ર: શબ્દ રૂતે પડ્યું નયા મવતિ || ૧-૩૪ /
તત્ત્વાર્થાધિગમસૂત્ર. ૫. વ્યર્થઃ પર્યાયfથા નૈગામ: સંપ્રદ્દઃ, વ્યવહા, 8નુકૂવઃ શબ્દઃ, સમરૂઢ પર્વમૂતઃ
इति नव नयाः स्मृताः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org