________________
જૈન દર્શનમાં નય
૩૯ સાતસો નયોની ચર્ચા કરી હતી. સપ્તશતાર-નયચક્ર નામે ગ્રંથમાં આ સાતસો નયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એવો ઉલ્લેખ દ્વાદશારનયચક્રની સિંહસૂરી (સિહજૂર)ની ટીકા(પ્રાયઃ ઈસ્વી. ૬૭૫)માં ઉપલબ્ધ છે. ૧૨ સંક્ષેપમાં કહી શકાય કે જૈન પરંપરામાં નયોના વર્ગીકરણની વિવિધ શૈલીઓ છે. (૧) વર્ગીકરણની સંક્ષિપ્ત શૈલી :- આ શૈલી અંતર્ગત સામાન્યત: દ્રવ્યાર્થિક
પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, વ્યચ્છિત્તિ-અશ્રુચ્છિત્તિ જેવાં રૂપોમાં નયોના બે વિભાગ કરવામાં આવ્યા છે. વર્ગીકરણની મધ્યમ શૈલી :- આ શૈલી અંતર્ગત સામાન્ય અને વિશેષને આધાર રાખીને નયોના ચતુર્વિધ, પંચવિધ, પવિધ, સપ્તવિધ
જેવા ભેદ પાડવામાં આવ્યા છે. (૩) વર્ગીકરણની વિસ્તૃત શૈલી :- આ શૈલી વર્તમાનમાં પ્રચલિત નથી,
પરંતુ પ્રાચીન કાળમાં આ શૈલી અસ્તિત્વમાં હતી. કારણ કે સપ્તશતાર નયચક્રના ઉલ્લેખ ઉપરથી કહી શકાય કે વિભિન્ન દૃષ્ટિકોણોના આધાર પર નયોનું સાતસો રૂપોમાં વિભાજન કરવામાં આવતું હતું. પરંતુ વર્તમાન યુગમાં નયોના વર્ગીકરણની સંક્ષિપ્ત અને મધ્યમ શૈલી
જ પ્રચલિત છે. જૈન દર્શનમાં નયની વ્યાપકતા
અનેકાન્તવાદના આધારભૂત નયવાદની મહત્તા આગમકાળમાં સ્થપાઈ ચૂકી હતી, જે પછીના કાળમાં ઉત્તરોત્તર વધતી જ ગઈ હતી. જૈન દર્શનમાં પ્રત્યેક પદાર્થને નયદષ્ટિથી મૂલવવાની પદ્ધતિ પણ પ્રાચીન છે. આગમના પ્રત્યેક સૂત્રને વિભિન્ન નથી વિચારવા અને શ્રોતા અનુસાર તેનું કથન કરવાની પ્રણાલી હતી તેથી નયના ભેદપ્રભેદની સંખ્યા પણ વધતી જ ગઈ હતી. આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલા નિયોના સાતસો કે પાંચસો ભેદ આ વાતની પુષ્ટિ કરે છે. જૈન દર્શનનાં પ્રત્યેક સૂત્રો પણ નયને આધારે કહેવાય છે. આમ નયની સર્વવ્યાપકતા જૈન દર્શનમાં જોવા મળે છે. આવશ્યકનિર્યુક્તિમાં | વિશેષાવશ્યકભાષ્યમાં તો એટલે સુધી કહેવામાં આવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org