________________
જૈન દર્શનમાં નય
नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोतीति
નવઃ ॥
વિવિધ સ્વભાવોમાંથી કોઈ એક સ્વભાવયુક્ત વસ્તુનું જ્ઞાન કરાવે તે
નય છે.
प्रमाणेन संगृहीतार्थैकांशो नयः ।
પ્રમાણ દ્વારા સંગૃહીત કરવામાં આવેલ ધર્મોમાંથી કોઈ એક અંશને ગ્રહણ કરવો એ નયનું લક્ષણ છે.
તત્ત્વાર્થરાજવાર્તિકમાં નયનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છે : प्रमाण - प्रकाशितोऽर्थ विशेषप्ररूपको नयः ॥
૪૧
અર્થાત્ પ્રમાણ વડે પ્રકાશિત અર્થના પર્યાયોની પ્રરૂપણા કરનાર નય છે. પ્રમાણનયતત્ત્વલોકાલંકાર સૂત્રમાં નયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે ઃ—
नीयते येन श्रुताख्य प्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांश औदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥
અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલા, પ્રમાણના વિષયરૂપ, પદાર્થના અંશરૂપ, અન્ય અંશો તરફ ઉદાસીનતાપૂર્વકનો અભિપ્રાય તે નય છે.
ઉપર જણાવેલ તમામ લક્ષણોમાં સહુથી વધુ પરિષ્કૃત લક્ષણ પ્રમાણનયતત્ત્વલોકાલંકારનું છે. તેમના અનુસાર અનન્તધર્માત્મક વસ્તુ જે શ્રુતનો અને પ્રમાણનો વિષય છે. તે અનન્તધર્માત્મક વસ્તુના કોઈ એક અંશને મુખ્ય કરીને બાકીના તમામ અંશો તરફ ઉદાસીન ભાવ રાખવા પૂર્વક અર્થાત્ ગૌણ ગણીને વક્તાનો અભિપ્રાય વિશેષ એ નય છે. આ જ વાતને અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ એક વસ્તુ સંબંધી જુદી-જુદી દૃષ્ટિએ– અપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા-જુદા યથાર્થ અભિપ્રાયો બાંધવામાં આવે છે તે બધા નય કહેવાય છે.
નયોની અનંતતા
ઉપરોક્ત લક્ષણને આધારે જ્ઞાતાનો અભિપ્રાય વિશેષ નય છે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org