________________
૪૬
જૈન દર્શનમાં નય છે. આ જ પ્રમાણે પર્યાયાર્થિક દૃષ્ટિને વિશેષ કે ભેદગામી દૃષ્ટિ પણ કહી શકાય છે. ૧૬
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં નયોનું વર્ગીકરણ નિશ્ચય અને વ્યવહારના રૂપમાં પણ જોવા મળે છે. નિશ્ચય નય વસ્તુના પારમાર્થિક કે યથાર્થ સ્વરૂપને અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુના સ્વભાવ પક્ષને પોતાનો વિષય બનાવે છે. આ સંબંધિત એક ઉદાહરણ આ સૂત્રમાં આ પ્રકારે જોવા મળે છે–જ્યારે ભગવાન્ મહાવીરને પૂછવામાં આવ્યું કે-“હે ભગવંત ! ફણિત- (પ્રવાહી ગોળ)નો સ્વાદ કેવો હોય છે ?” તેમણે ઉત્તર આપ્યો કે“હે ગૌતમ ! વ્યવહારનયથી તો તે મીઠો હોય છે પરંતુ નિશ્ચયનયથી તો તે પાંચ પ્રકારના સ્વાદોથી યુક્ત છે. ૧૭
આ ઉપરાંત પ્રાચીન કાળમાં જ્ઞાનનય અને ક્રિયાનય તેમજ શબ્દનય અને અર્થનય એવા પણ બે પ્રકારના વર્ગીકરણ પ્રાપ્ત થાય છે. ૧૮ જે નય જ્ઞાનને મહત્ત્વ આપે છે તે જ્ઞાનનય છે. ૧૯ અને જે નય ક્રિયા પર ભાર આપે છે તે ક્રિયાનય છે.૨૦ તેને આપણે જ્ઞાનમાર્ગી જીવનદષ્ટિ અને ક્રિયામાર્ગી જીવનદષ્ટિ કહીએ છીએ. આ જ પ્રમાણે જે દૃષ્ટિકોણ શબ્દગાહી હોય તે શબ્દનય અને જે નય અર્થગ્રાહી હોય તે અર્થનયના નામથી ઓળખાય છે. ૨૨ આ પ્રમાણે ભગવતીસૂત્ર જેવા પ્રાચીન આગમોમાં નયોનું વિભિન્ન અપેક્ષાઓના આધાર પર વિભિન્ન શૈલીઓમાં વિવિધ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવેલ છે. અહીં આપણને નયોની સંક્ષિપ્ત વર્ગીકરણશૈલીનો ખ્યાલ આવે છે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં નયોનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમાં તેના ભેદપ્રભેદોની કોઈ જ ચર્ચા જોવા મળતી નથી. આ આધાર પરથી એમ માની શકાય કે ઉત્તરાધ્યયનના સૈદ્ધાત્તિક અધ્યાયોના સમય(ઈસ્વી. ૧લી-રજી સદી)સુધી નયના વર્ગીકરણ માટે સંક્ષિપ્ત શૈલી જ અસ્તિત્વમાં રહી હતી.
અપેક્ષાએ પરવર્તી આગમ સ્થાનાંગસૂત્ર (સંકલન પ્રાયઃ ઈસ્વી. ૩૬૩)૨૪ અને અનુયોગદ્વારસૂત્ર(પ્રાયઃ ગુપ્તકાલ)માં નયોનું સપ્તવિધ વર્ગીકરણ પ્રાપ્ત થાય છે. અહીં દાર્શનિક કાળના સાત નયોનાં નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org