________________
જૈન દર્શનમાં નય
४७ નિર્દેશ માત્ર કરેલ છે. એમ મનાય છે કે તત્ત્વાર્થ અને સન્મતિપ્રકરણ જેવા ગ્રંથોમાં નયના પંચવિધ, પવિધ તેમજ સપ્તવિધ વર્ગીકરણ કરવામાં આવ્યાં તેમાંથી સપ્તવિધ વર્ગીકરણને જ ગ્રહણ કરીને તે નામોને સ્થાનાંગમાં તેની અંતિમ વાચના સમયે ઉમેરી દેવામાં આવ્યું હશે. આજે પણ અનુયોગદ્વારસૂત્રના નયદ્વારમાં સાત નયોનાં લક્ષણ વગેરેની ચર્ચા મળે છે. ૨૨ પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે અનુયોગદ્વારસૂત્ર, તત્ત્વાર્થ અને સન્મતિપ્રકરણ જેવા દાર્શનિક ગ્રંથો પશ્ચાત્ કાળે લખાયેલ છે. એની દાર્શનિક શૈલી સ્વયં એ તથ્યનું પ્રમાણ છે કે આ આગમગ્રંથ હોવા છતાં પણ તે પરવર્તી કાલનો છે. એમાં પ્રથમ ચાર નય અર્થનયના રૂપમાં અને પછીના ત્રણ નય શબ્દનયના રૂપમાં જોવા મળે છે. ૨૭ અર્થનયનો સંબંધ વસ્તુ કે પદાર્થ સાથે છે. જે નય પદાર્થને પોતાનો વિષય બનાવે છે તે અર્થનય અને જે સંબંધને પોતાનો વિષય બનાવે છે તે શબ્દનય કહેવાય છે. આ પ્રમાણે પરવર્તી આગમોમાં નયોની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. પરંતુ એટલું હંમેશા યાદ રાખવું જોઈએ કે પ્રસ્તુત આગમ દાર્શનિક યુગની જ રચના છે.
દાર્શનિક યુગના ગ્રંથોમાં પ્રાચીનતમ ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. તેના પ્રથમ અધ્યાયમાં નયના ઉલ્લેખ કરતાં ત્રણ સૂત્ર પ્રાપ્ત થાય છે. ૨૮ શરૂઆતમાં કહેવાયું છે કે વસ્તુતત્ત્વનો અભિગમ નય અને પ્રમાણ દ્વારા થાય છે. ર૯ આ પ્રકારે જ્ઞાનપ્રક્રિયામાં નયના સ્થાન અને મહત્ત્વનો સ્વીકાર થયો છે. અધ્યાયનાં અંતિમ બે સૂત્રોમાં નયનું વર્ગીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પહેલા સૂત્રમાં નયોને નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચ નયોમાં વિભાજિત કરવામાં આવેલ છે.૩૦ પછીથી નિગમના બે ભેદ અને શબ્દના ત્રણ-ત્રણ ભેદોનો પણ ઉલ્લેખ મળે છે.૧૧ એમ જણાય છે કે સર્વાર્થસિદ્ધિ-માન્ય પાઠમાં આ બે સૂત્રોના સ્થાન પર એક જ સૂત્ર પ્રાપ્ત થાય છે અને તેમાં સાત નિયોનો એકસાથે નિર્દેશ કરવામાં આવ્યો છે.૩૨
પરવર્તી જૈન દાર્શનિક ગ્રંથોમાં વિભિન્ન નયદષ્ટિઓને ભિન્નભિન્ન દાર્શનિક મંતવ્યો સાથે જોડીને એમ કહેવાયું છે કે વેદાંત સંગ્રહનયની અપેક્ષાથી, બૌદ્ધ દર્શન ઋજુસૂત્રનયની અપેક્ષાથી ન્યાય-વૈશેષિક દર્શન નૈગમનયની અપેક્ષાથી વસ્તુ-તત્ત્વનું વિવેચન કરે છે. પરંતુ વિભિન્ન નયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org