________________
૩૧
આચાર્ય દેવસેન અને ઉપાધ્યાય યશોવિજયજી શ્રી લાભવિજય, શ્રી કીર્તિરત્નમણિ, શ્રી તત્ત્વવિજયજી અને શ્રી રવિવિજયજી એમ સાત મુનિ ભગવંતોએ મળી ૧૫ દિવસમાં જ ૧૮૦૦૦ શ્લોકપ્રમાણ પ્રસ્તુત ગ્રંથનો સમુદ્ધાર કર્યો. આમાંથી ૪૮૦૦ શ્લોકનું લખાણ તો સ્વયં યશોવિજયજી મહારાજે કર્યું છે. આ તેમની શ્રુતભક્તિ તો હતી જ પરંતુ આ દુર્લભ ગ્રંથનું રક્ષણ કરી સુરક્ષિત કરવાનું ભગીરથ કાર્ય અનેક ગ્રંથોની રચના વચ્ચે પણ કરવું તે ખૂબ જ મોટી વાત છે. આમ તેમણે પ્રસ્તુત ગ્રંથની નવી નકલ તૈયાર કરી ગ્રંથ સુરક્ષિત કર્યો તે તેમનું મોટું પ્રદાન છે. નવા વિચારકોના વિચારોની આલોચના :
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ બાદ શાસ્ત્રરચનાના કાર્યમાં ઓટ આવી અને અનેક રાજકીય તથા અન્ય આફતોને કારણે ધર્મના પ્રભાવમાં પણ ઓટ આવેલી તે ઓટનો સામનો આચાર્ય હીરસૂરિનાં તપ અને ચારિત્રના તેજે કર્યો, અને પુનઃ શાસ્ત્રરચનાની પ્રવૃત્તિ વેગવંતી બની. હીરસૂરિ મહારાજના શિષ્યોએ અનેક શાસ્ત્રગ્રંથોની રચના કરી. પરંતુ અન્ય દર્શનોએ કરેલા આક્ષેપો અને નવા ઉદ્દભવેલા વિચારોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સામનો કરવો બાકી હતો. તે કાર્ય ઉપાધ્યાયજી મહારાજે કર્યું છે. પ્રતિમાશતક, ધર્મપરીક્ષા, ચોરાશીબોલપ્રયુક્તિ વગેરે ગ્રંથોમાં તત્કાલીન વિચારધારાઓની સમાલોચના કરી છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથો ખૂબ જ મૂલ્યવાન છે. તદુપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ તો આ ગ્રંથો ખૂબ જ ઉપયોગી છે. - પૂર્વે જણાવ્યું તેમ ઉપાધ્યાય યશોવિજયજીએ જૈન દર્શનના અત્યંત કઠિન કહી શકાય તેવા પદાર્થ વિજ્ઞાનને દ્રવ્ય, ગુણ, પર્યાયના સ્વરૂપને અને તેના ભેદ-પ્રભેદની વાતોને ગુજરાતી ગેય કાવ્ય રૂપે દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ નામક કૃતિમાં રજૂ કરી છે. જૂની ગુજરાતીમાં રચાયેલ આ કાવ્યની પ્રસિદ્ધિ ઘણી થઈ છે. આજે પણ સાધુ-સાધ્વીજી મ. સા. આ ગ્રંથનો અભ્યાસ કરે છે. આ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ તત્ત્વજ્ઞાનથી ગ્રંથની મહત્તા વધી છે. તેમજ ગ્રંથનું પારાયણ પણ આજેય અવિચ્છિન્ન રૂપે ચાલુ છે. ગ્રંથ રચાયો ત્યારબાદ તરત જ તેમના ગુરુ મહારાજે આ ગ્રંથની પ્રતિલિપિ તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org