SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જૈન દર્શનમાં નય વિના સંભવિત નથી. આ બન્ને ભાષાઓનો અભ્યાસ તો વિશિષ્ટ જિજ્ઞાસુઓ જ કરતા હતા. આથી સામાન્ય જનને શાસ્ત્રોનાં રહસ્ય પામવા કિઠિન જ નહીં પણ દુષ્કર જ બની જાય. આવી પરિસ્થિતિમાં સામાન્ય જીવોનેબાળજીવોને–ભાષાજ્ઞાન વગરના જિજ્ઞાસુઓને તત્ત્વજ્ઞાનની ઇચ્છા પરિપૂર્ણ થાય તે માટે ઉપાધ્યાય યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં સરળ અને સુબોધ ગ્રંથોની રચના કરી છે. દ્રવ્યગુણપર્યાયનો રાસ, ષસ્થાનક ચૌપાઈ તથા સીમંધર સ્વામીનાં સ્તવનોમાં તત્ત્વજ્ઞાનને ખૂબ જ ખૂબીપૂર્વક પીરસવામાં આવ્યું છે. તત્ત્વજ્ઞાનને ગુજરાતી ભાષામાં અવતારવાનું સર્વપ્રથમ કાર્ય ઉપાડ યશોવિજયજીએ કર્યું છે અને આ દ્વારા તેમણે શાસ્ત્રનાં ગંભીર રહસ્યોને સરળ અને સુબોધ શૈલીમાં રજૂ કર્યા છે. આ પણ તેમનું બહુ જ મોટું પ્રદાન છે. દ્વાદશારનયચક્રનો સમુદ્ધાર : આ મલ્લવાદી કૃત દ્વાદશારાયચક્ર એક વિશિષ્ટ ગ્રંથ છે. તેની શૈલી પણ અન્ય ગ્રંથો કરતાં વિશિષ્ટ છે. આ ગ્રંથમાં તત્કાલીન સમગ્ર દર્શનોને સમાવી લેવામાં આવ્યાં છે અને ખૂબીપૂર્વક ગોઠવવામાં આવ્યાં છે. તેની શૈલીંગત વિશેષતા એવી છે કે, દરેક દર્શનમાં સત્યનો અંશ રહેલો છે અને દરેકમાં મર્યાદાઓ પણ રહેલી છે, પરંતુ મર્યાદાઓનું કથન જૈન દર્શન દ્વારા કરાવવામાં ન આવતાં અન્ય દર્શનો દ્વારા કરાવ્યું છે. જેના દર્શન તો ન્યાયાધીશની જેમ માત્ર દ્રષ્ટા તરીકે જ છે. અને અંતે જણાવવામાં આવ્યું છે કે, બધાં જ દર્શનો નય છે અને એ તમામ દર્શનોનો સમૂહ તે જૈન દર્શન છે. આ અદ્ભુત ગ્રંથ ૧૭મી સદીમાં દુર્લભ બન્યો હતો. મૂળ ગ્રંથ તો ૧૨૧૩મી સદીમાં જ નષ્ટ થઈ ગયો હતો પરંતુ તેના ઉપરની આચાર્ય સિંહસૂરિની ૧૮૦૦૦-અઢાર હજાર શ્લોકપ્રમાણ ટીકા ઉપલબ્ધ હતી છતાંય સરળતાથી પ્રાપ્ત થતી ન હતી તે ટીકાગ્રંથ તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોમાં શોધખોળ કરી અંતે પ્રાપ્ત કર્યો, પરંતુ તેની હાલત અત્યંત જીર્ણ હતી. તેનો સમુદ્ધાર કરવાનું કાર્ય સામાન્ય ન હતું. એટલે ગુરુ મહારાજ તથા ગુરુ ભાઈઓ સમક્ષ વાત મૂકી અને શ્રી નવિજય, શ્રી જયસોમપંડિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy