________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૯૧ દ્રવ્ય વ્યંજન પર્યાય સ્વયં સ્પષ્ટ છે પરંતુ શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય તો ક્ષણે ક્ષણે પરિવર્તિત થતું પર્યાય છે. એ કેવી રીતે સંભવિત હોઈ શકે? આ પ્રકારની આશંકાનું ઉપાડ યશોવિજયજીએ ઉપર જણાવેલ તર્કથી જ નિરાકરણ કર્યું છે. આ પ્રકારે ધર્માસ્તિકાય વગેરેમાં અશુદ્ધ દ્રવ્ય વ્યંજન-અર્થ પર્યાય કેવી રીતે સંભવે? એનું સમાધાન પણ ઉપાડ યશોવિજયજીએ આ પ્રમાણે કર્યું છે કે તે તે દ્રવ્ય સાપેક્ષ ગતિ, સ્થિતિ અને અવકાશનો પ્રયત્ન કરે છે એને જ ખંડ ખંડમાં વિભાજિત કરી શકાય છે. તે ખંડરૂપ દ્રવ્ય અશુદ્ધ દ્રવ્ય છે. જેવાં કે ઘટાકાશ, પટાકાશ વગેરે ધર્માસ્તિકાય પ્રસિદ્ધ છે. આ પ્રકારે ઘટ ધર્માસ્તિકાય, પટ ધર્માસ્તિકાય, ઘટ અધર્માસ્તિકાય, પટ અધર્માસ્તિકાય સિદ્ધ થઈ શકે છે. જૈન દર્શનમાં સંયોગાદિ પર્યાય છે ?
અહીં એ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ઘટ અને આકાશનો સંયોગ છે તેને પર્યાય કેવી રીતે મનાય ? જે રીતે આકૃતિ પર્યાય છે એ પ્રકારે સંયોગ પણ પર્યાય છે. સંયોગ દ્રવ્ય નથી એ નક્કી વાત છે પરંતુ સંયોગને ગુણ પણ માનવામાં નથી આવ્યું. જો કે ન્યાય વૈશેષિકમાં એને ગુણ માનવામાં આવે છે. જૈન દર્શનકારો એવો તર્ક રજૂ કરે છે કે ગુણ એ છે જે દ્રવ્યમાં સ્વરૂપ સત્ રહે છે. સંયોગ તો ઉભયનિષ્ઠ છે એથી એને કયા દ્રવ્યનો ગુણ માનીશું ? એક જ ગુણ દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ બની ન શકે, એથી કોઈ એકનો જ ગુણ માનવો જોઈએ પરંતુ કોનો ગુણ માનવામાં આવે એમાં કોઈ પ્રબલ તર્ક નથી. એથી સંયોગ વગેરેને ગુણ માનવો એ વ્યર્થ છે. તો પછી સંયોગ વગેરેને શું માનીશું ? આ પરિસ્થિતિમાં સંયોગાદિને પર્યાય માનવું એ જ યુક્તિસંગત માનવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ પર્યાયના લક્ષણભેદ બતાવતાં સંયોગ વગેરેને પર્યાય માનવામાં આવ્યા છે.
ऐगत्तं च पहुत्तं च, सखा संठाण मेव च ।
संजोगा य विभागा य, पज्जवाण तु लक्खणं ॥ એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ પર્યાય છે. આ પ્રકારે જૈન દર્શનમાં સંયોગ વગેરેને પર્યાય માનવામાં આવે છે. આ જૈન દર્શનનું મૌલિક ચિંતન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org