________________
જૈન દર્શનમાં નય
૬૧ ૪૫. નિશ્ચયનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય બંધન અને મોક્ષને વિશે
અદ્વૈતનું અનુસરણ કરનાર છે. તેનો સમાવેશ શુદ્ધ દ્રવ્યાર્થિક નય
અને સંગ્રહનયમાં તથા શુદ્ધનિશ્ચય નયમાં સમાવેશ થાય છે. ૪૬. અશુદ્ધનય : ઘટ, કળશ આદિ વિશિષ્ટ માટીને કારણે સોપાધિક હોય
છે તેવી રીતે આત્મદ્રવ્યને પણ સોપાધિક માનનાર આ નયનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા અશુદ્ધ સંગ્રહ તથા અશુદ્ધ
નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. ૪૭. શુદ્ધનય : આત્મદ્રવ્ય નિરુપાધિક છે તેવું માનનાર આ નયનો
સમાવેશ કર્મ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય તેમજ શુદ્ધ સંગ્રહમાં અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામી શકે છે
આમ ઉપરોક્ત ૪૭ નયના ભેદોનો સમાવેશ દ્રવ્યાર્થિક નય તથા પર્યાયાર્થિક નયના ભેદોમાં તથા સિદ્ધાન્ત માન્ય સાત નયોમાં થઈ જતો હોવાથી અચાન્ય નયો માનવાની જરૂર રહેતી નથી. માત્ર નમોના અનેક ભેદો સંભવી શકે છે તેવું દર્શાવનાર આ પદ્ધતિ જાણવા યોગ્ય છે. દ્વાદશાર નયચક્રગત નયોનું વિભાજન :
સમગ્ર જૈન દાર્શનિક પરંપરામાં દ્વાદશાર નયચક્ર એક વિલક્ષણ દાર્શનિક ગ્રંથ છે. દ્વાદશાર નયચક્રમાં આગમપ્રસિદ્ધ નયોના દ્વિવિધ વર્ગીકરણનો સ્વીકાર કરીને તેમાં દર્શન યુગના સાત નિયોનો સમાવેશ તો કર્યો છે પરંતુ તે સિવાય જૈન દર્શનમાં અન્યત્ર અનુપલબ્ધ એવા વિધિ, નિયમ, વિધિ-વિધિ જેવા બાર નયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૪૫ તેમના દ્વારા આ નય દ્વાદશવિધ નય વર્ગીકરણ કયા પ્રકારે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા દ્વિવિધ અને નૈગમ આદિ સાત નયોમાં વિભાગીકરણ થાય છે તે નીચે જણાવેલ કોષ્ટક પરથી સાબિત થાય છે. १. विधि द्रव्यार्थिक
व्यवहार ૨. વિવિધ द्रव्यार्थिक
संग्रहनय ३. विध्युभयम् द्रव्यार्थिक
संग्रहनय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org