________________
જૈન દર્શનમાં નય દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક આ બે નયોને સાત નર્યમાં ઉમેરી નવ નય અને ત્રણ ઉપનયો સાથે બાર નયની વ્યાખ્યા સાથે ચર્ચા કરી છે. આ અંગે આગળ વિશદ વર્ણન કરવામાં આવનાર છે તેથી અહીં તેનું વિસ્તારપૂર્વકનું વર્ણન ટાળ્યું છે. આલાપપદ્ધતિ :
દિગમ્બર પરંપરામાં આલાપપદ્ધતિ નામક લઘુગ્રંથ ખૂબ જ પ્રચલિત છે. સંસ્કૃત ભાષા નિબદ્ધ પ્રસ્તુત ગ્રંથ સૂત્રાત્મક શૈલીમાં રચાયેલ છે, તેમ છતાં ભાષા સરળ અને સુબોધ હોવાને કારણે આ ગ્રંથ ખૂબ જ લોકપ્રિય અને પઠનીય બન્યો છે. તેથી જ આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને અનુવાદો પ્રકાશિત થયાં છે જયારે શ્વેતામ્બર પરંપરામાં આ ગ્રંથ અલ્પજ્ઞાત રહ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજીએ આ ગ્રંથનો ઉપયોગ કરી દ્રવ્યગુણ પર્યાયનો રાસ રચ્યો છે અને તેમાં અનેક સ્થળે દેવસેનના નયચક્રનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમની માન્યતાઓની સમાલોચના કરી છે. ગ્રંથનામ :
આ ગ્રંથનું નામ આલાપપદ્ધતિ છે. પરંતુ મુંબઈના દિગમ્બર જૈન મંદિરના ભંડારમાં આ ગ્રંથને “નયચક્ર સંસ્કૃત ગદ્ય” નામથી નોંધવામાં આવ્યો છે. તેમજ પ. શિવજીલાલ કૃત દર્શનસાર-વચનિકામાં દેવસેનના સંસ્કૃત નયચક્રનો ઉલ્લેખ છે. આમ કેટલાક વિદ્વાનો આ ગ્રંથને જ્યચક્ર એવું નામ આપે છે. ઉપાયશોવિજય પણ આ ગ્રંથને નયચક્ર નામ આપે છે. પરંતુ આ ગ્રંથનું મૂળ નામ આલાપપદ્ધતિ જ છે. ગ્રંથના આદિમાં ગ્રંથકાર સ્વયં જણાવે છે કે નીપદ્ધતિર્વવનરવનાનુPUા નિયત્ર રોપણી ૩ષ્યતે | અર્થાત પ્રશ્નોત્તર પદ્ધતિથી નયચક્ર ઉપર આલાપપદ્ધતિ નામના ગ્રંથની રચના કરવામાં આવી રહી છે. તેમજ અંતે જણાવ્યું છે કે
इति सुखबोधार्धपालापपद्धतिः श्रीमद् देवसेन पाण्डतविरचिता परिसमाप्ता ॥२९
અર્થાત્ આ પ્રમાણે સુખપૂર્વક બોધ કરાવવા માટે દેવસેન પડિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org