________________
૮૯
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર સંયોગથી ઉત્પન્ન ચિરસ્થાયી ગુણને અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. જેમ કે ચેતન દ્રવ્યમાં રહેતા મતિજ્ઞાન વગેરે જ્ઞાનરૂપ ગુણ.
૫. શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય : પદાર્થના સ્વાભાવિક ક્ષણસ્થાયી પર્યાયને શુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય કહેવામાં આવે છે, જેમ કે, પદાર્થનું અત્યંતર પર્યાય.
૬. અશુદ્ધ દ્રવ્ય અર્થ પર્યાય : પદાર્થના પરસંયોગથી ઉત્પન્ન થયેલ ક્ષણસ્થાયી પર્યાયને અશુદ્ધ દ્રવ્ય અર્થપર્યાય કહેવાય છે. જેમ કે, પદાર્થના અલ્પબદુત્વ વગેરે પર્યાય.
૭. શુદ્ધ ગુણ અર્થ પર્યાય : પદાર્થના સ્વાભાવિક ક્ષણમાત્ર સ્થાયી ગુણને શુદ્ધ ગુણ અર્થ પર્યાય કહેવાય છે.
૮. અશુદ્ધ ગુણ અર્થ પર્યાય : પદાર્થના અસ્વાભાવિક પર સંયોગથી ઉત્પન્ન ક્ષણમાત્ર સ્થાયી ગુણને અશુદ્ધગુણ અર્થપર્યાય કહેવામાં આવે છે.
આ પ્રમાણે અજીવ પદાર્થમાં પણ અગાઉ કહેવામાં આવેલ ભેદોનું વિવેચન કરી શકાય છે. જેમ કે પરમાણુ દ્રવ્ય ત્રિકાલ સ્થાયી છે. તે પગલાસ્તિકાયના શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય છે અને કયણુકાદિ સંયોગથી ઉત્પન્ન થાય છે. તેથી તે શુદ્ધ નથી. એને પુદ્ગલ દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કહી શકાય. પરમાણુમાં રૂપાદિ ગુણોને શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય અને ચણકાદિમાં રહેલ રૂપ વગેરે અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય માનવમાં આવશે. આ ઉપરાંત ઉપા. યશોવિજયજીએ પર્યાયના બીજા ભેદોની પણ ચર્ચા કરી છે. જેમ કે.
૧. સજાતીય દ્રવ્ય પર્યાય ૨. વિજાતીય દ્રવ્ય પર્યાય. ૩. સ્વભાવ ગુણ પર્યાય ૪. વિભાવ ગુણ પર્યાય.
૧. સજાતીય દ્રવ્ય પર્યાય : એક જ જાતિનાં બે દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન પર્યાયને સજાતીય દ્રવ્ય પર્યાય કહેવાય છે. જેમ કે બે પરમાણુના સંયોગથી ઉત્પન્ન કયણુક.
૨. વિજાતીય દ્રવ્ય પર્યાય : જુદી જુદી જાતિનાં દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન પર્યાયને વિજાતીય દ્રવ્ય પર્યાય કહે છે. જેમ કે મનુષ્યાદિ પર્યાય. આ પર્યાય માત્ર આત્મા કે કર્મ પુદ્ગલનું નથી પરંતુ બંનેના સંયોગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org