________________
૯૨
વિભાગજાત પર્યાય :
ઉપર જણાવેલ દિગંબર પરંપરાને સંમત પર્યાયોના ભેદમાં બધા પ્રકારના પર્યાયોનો સમાવેશ થઈ જાય છે છતાં પણ વિભાગજનિત પર્યાયોનો સમાવેશ નથી થતો. જે રીતે બે દ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન અવસ્થાને પર્યાય મનાયું છે એ જ રીતે બે દ્રવ્યોના વિભાગથી ઉત્પન્ન અવસ્થાને પણ પર્યાય માનવું જોઈએ. આ પ્રકારના ભેદોને પણ અહીં સમાવી લેવા જોઈએ. સંમતિતર્કમાં ૫૨માણુની વિભાગજાત અવસ્થાને પર્યાય સ્વરૂપ બતાવાયું છે. એથી યશોવિજય પર્યાયના ઉપરોક્ત ભેદોને પ્રાયિક અર્થાત્ સંભવિત કહીને અન્ય ભેદોની ઉપસ્થિતિ સ્પષ્ટ કરે છે.
જૈન દર્શનમાં નય
પર્યાય એ ગુણનો વિકાર છે કે નહિ ?
આ દેવસેને પર્યાયનું એક લક્ષણ ગુણોના વિકારને બતાવ્યું છે. ભેદ સ્વરૂપ દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય બતાવ્યું છે. ઉપા યશોવિજયજી ગુણના વિકારને પર્યાય માનવાને લીધે દ્રવ્ય પર્યાય ભેદની આવશ્યકતા પર આપત્તિ આવે એમ જણાવે છે. એમનું માનવું છે કે જો ગુણોનો વિકાર એને જ જો પર્યાય છે એમ કહીશું તો પછી દ્રવ્ય પર્યાય ભેદની આવશ્યકતા જ ક્યાં રહી? અને આ દેવસેન તો દ્રવ્ય પર્યાય પણ સ્વીકારે છે. એથી કહેવામાં આવેલું લક્ષણ એ સત્ લક્ષણ નથી. એક બીજી આપત્તિ બતાવી છે કે પર્યાયના દ્રવ્ય પર્યાય અને ગુણપર્યાય એવા બે ભેદ માનવાની આવશ્યકતા જ નથી, માત્ર દ્રવ્ય પર્યાય માનવું જ યોગ્ય છે. મતિજ્ઞાન વગેરે પર્યાય ગુણ સાપેક્ષ હોવા છતાં પણ દ્રવ્યમાં જ રહે છે. દ્રવ્યવૃત્તિ પર્યાય હોવાને કારણે દ્રવ્ય પર્યાય જ માનવું યોગ્ય ગણાયું છે, ગુણમાં કોઈ પર્યાય રહેતું નથી. ગુણના વિકારને પર્યાય માનવું એ યુક્તિબાધિત છે.
દ્રવ્ય અને પર્યાયનો સંબંધ :
આલાપપદ્ધતિમાં દ્રવ્ય અને પર્યાયના સંબંધના વિષયમાં કોઈ ચર્ચા જોવા મળતી નથી. પરંતુ જૈન દર્શનના અનેક ગ્રંથોમાં આ વિષયને લગતી વિસ્તૃત ચર્ચા થયેલી જોવા મળે છે.
દ્રવ્ય અને પર્યાય સાપેક્ષ છે. દ્રવ્યના વિના પર્યાય અને પર્યાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org