Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 101
________________ ૯૦ જૈન દર્શનમાં નય ઉત્પન્ન પર્યાય છે. એથી એને વિજાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવ્યું છે. ૩. સ્વભાવ ગુણ પર્યાય : પદાર્થમાં રહેતા સ્વાભાવિક ગુણને સ્વભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે કેવલજ્ઞાન. ૪. વિભાવ ગુણ પર્યાય : બીજા પદાર્થથી ઉત્પન્ન પર્યાયને વિભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. જેમ કે મતિજ્ઞાન વગેરે અગાઉ કહેલ ચારે પર્યાય સ્વભાવ અને વિભાવના જ ભેદ છે. દ્રવ્યની ભેદમાં સ્વભાવના સ્થાને સજાતીય અને વિભાવના સ્થાને વિજાતીય પદ સ્વીકારાયું છે. આ જ ફક્ત ફેર છે. કેવલજ્ઞાનમાં અર્થપર્યાયની સિદ્ધિ : ઉપર વર્ણન કરવામાં આવેલ પર્યાયના અર્થપર્યાય અને વ્યંજનપર્યાયના જુદા જુદા ભેદોની ચર્ચા આલાપપદ્ધતિ અને દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ નામના ગ્રંથોમાં કરી છે. દિગંબર પરંપરા મુજબ આત્મા જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે આત્મામાં ફક્ત વ્યંજનપર્યાયની જ સંભાવના છે, અર્થપર્યાયની સંભાવના નથી, કારણ કે અર્થપર્યાય વર્તમાનકાળમાં સંભવે છે. ક્ષણે ક્ષણે ફેરફાર પામતું પર્યાય અર્થપર્યાય છે અને જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે ક્રમથી ઉત્પન્ન થયેલ અન્ય સંયોગ જાનત અર્થપર્યાય સંભવિત નથી. આ વિષયમાં ઉપાયશોવિજયનું કહેવું છે કે જે પ્રકારે અગુરુલઘુ પર્યાયોમાં ક્ષણે ક્ષણે છે પ્રકારે ગુણહાનિવૃદ્ધિ થાય છે તેથી તે અર્થપર્યાય જ છે. આ પ્રકારે કેવલજ્ઞાનમાં પણ ક્ષણના ભેદથી સૂક્ષ્મ પરાવર્તન થતું રહે છે. આ પરાવર્તનના આધાર ' પર કેવલજ્ઞાનમાં પણ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય લક્ષણ સત ઓછું થઈ શકે છે. આગમમાં પણ પદમ સમય નોમિવલ્થ વનનાળે | મઢમસમયસનોઅવસ્થવનાને એટલે કે પ્રથમ સમયમાં સયોગી કેવલજ્ઞાન, આ પ્રથમ ક્ષણમાં સયોગી કેવલજ્ઞાનમાં આદિ વચનો દ્વારા સમય સમયનું કેવલજ્ઞાન જુદું છે. એમ બતાવ્યું છે. ઋજુસૂત્ર નયની વિચારણા મુજબ શુદ્ધ ગુણના પણ અર્થપર્યાય માનવા તે યુક્તિયુક્ત છે. ધર્માસ્તિકાય વગેરેમાં અર્થપર્યાયની સિદ્ધિ : - ધર્માસ્તિકાય વગેરે ત્રણે દ્રવ્ય અખંડ અને એકરૂપ છે. એથી એમાં શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108