________________
૮૪
જૈન દર્શનમાં નય
જોવા મળે છે. જેમ કે પરિસમન્નાદ્રાયઃ પર્યાયઃ –રાજવાર્તિક (૧-૩૩-૧-૬૫૬) એટલે કે જે બધી બાજુએથી ભેદોને પ્રાપ્ત કરે એને પર્યાય કહે છે. આના આધારે આપણે કહી શકીએ કે પર્યાયનો મુખ્ય અર્થ પરિણમન કરવું એ છે. પદાર્થમાં જે જુદી-જુદી અવસ્થા ઉત્પન્ન થાય છે તે પર્યાય છે. પ્રસ્તુત વ્યુત્પત્તિમૂલક વ્યાખ્યાને આધારે જુદા જુદા દાર્શનિક ગ્રંથોમાં અને સૈદ્ધાંતિક ગ્રંથોમાં આની બીજી વ્યાખ્યાઓ જોવા મળે છે. આલાપપદ્ધતિમાં પર્યાયની બીજી વ્યાખ્યા આપતાં આ દેવસેન કહે છે કે
सहभुवो गुणाः क्रमवर्तिनः पर्यायाः । અર્થાત્ જે હંમેશાં દ્રવ્યની સાથે રહે છે તેને ગુણ કહેવાય છે અને જે દ્રવ્યમાં ક્રમશઃ એકની પછી બીજી એમ જે અવસ્થાઓ આવતી અને જતી રહે છે એમને પર્યાય કહે છે. પરમાત્મપ્રકાશમાં પણ આ પ્રકારની વ્યાખ્યા બતાવાઈ છે. ત્યાં કહેવાયું છે કે મુવ નાદિ તારં ગુv મમુર્વપ૩ પુત્તર ન્યાયવિનિશ્ચય(૧૧૫-૭)માં જુગપર્યયવત્ દ્રવ્યું તે સહમવૃત્તયઃ બતાવાયું છે. મોટે ભાગે જૈન દર્શનના બધા જ ગ્રંથોમાં પર્યાયની આ વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. જેમ કે માટીનો ઘડો, ભાંડ, પાત્ર વગેરે પર્યાય.
આલાપપદ્ધતિમાં પર્યાયની એક બીજી પરિભાષા આપણને જોવા મળે છે તે છે "વિવારા: પર્યાયા: ગુણોમાં જે પરિણમન ફેરફારો થાય છે તેને પર્યાય કહેવાય છે. આ પરિભાષા મુજબ માત્ર ગુણોમાં આવતાં પરિવર્તનોને જ પર્યાય માનવામાં આવે છે. જેમ કે જ્ઞાનગુણનું પરિણમન ઘટજ્ઞાન, પટજ્ઞાન વગેરે રૂપથી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મગત ગુણોમાં જે પરિવર્તન આવે છે તે આત્માનો પર્યાય છે. આત્માના ગુણોમાં જે વિકાર આવે છે અને પર્યાય માનવમાં આવે છે. અગાઉની વ્યાખ્યામાં પુદ્ગલ દ્રવ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે પછી આવતી વ્યાખ્યા જીવ દ્રવ્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં પણ આવા પ્રકારની વ્યાખ્યા જોવા મળે છે જેવી કે, તે ગુજઃ વે પર્યાયા: ? અન્વયનો TI વ્યતિઃ પર્યાયાઃ | તેષાં વિજાર વિશેષાત્મના ઉમદમાતા: પર્યાયા: ... घटज्ञानं पटज्ञानं, क्रोधो, मानो, गन्धो वर्णः तीव्रो मन्द इत्येवमादयः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org