________________
૮૦
જૈન દર્શનમાં નય પણ ઊલટી પરિભાષા જોઈને મનને ખેદ ઉત્પન્ન થાય છે. વિપરીત પરિભાષા માટે શાસ્ત્રપાઠો આપતાં જણાવે છે કે તત્ત્વાર્થપ્રમુખ ગ્રંથોમાં તો સાત અથવા પાંચ ભેદની જ વાત કરી છે. અર્થાત્ આગમપ્રમાણને આધારે પણ સાત જ નય ઘટે છે. તેના બદલે તે જ સાત નયોમાં આંતરભાવિત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોને જુદા તારવી તેનો યોગ કરી સાત નયોની જગ્યાએ નવ નિયોની પ્રરૂપણા કરી છે, તેવો પ્રપંચ શા માટે ?
આ દેવસેન દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયને સાત નયોથી અલગ માની સાતને બદલે નવ નય જણાવે છે તેમની સમક્ષ ઉપાડ યશોવિજય એક નવી જ આપત્તિ ઉપસ્થિત કરતાં કહે છે કે જેમ તમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને અલગ નય ગણો છો તેવી જ રીતે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં અર્પિત અને અનર્પિત એવા બે ભેદ પાડવામાં આવ્યા છે તેને પણ અલગ નય ગણાવી નવ નયને બદલે ૧૧ નય કેમ નથી ગણાવતા ? - આ પ્રશ્નના જવાબમાં કોઈ એમ જણાવે કે અર્પિત અને અનર્પિત એવા ભેદની અલગ ગણતરી કરવી જરૂરી નથી, કારણ કે અર્પિત એટલે વિશેષ અને અનર્પિત એટલે સામાન્ય અર્થાત્ અર્પિતનો વ્યવહારનયમાં અને અનર્પિતનો સંગ્રહનામાં સમાવેશ થઈ જતો હોવાથી અર્પિત અને અનર્પિત એ બે નયોને અલગ માનવાની કે ગણવાની જરૂર જણાતી નથી. આવા ખુલાસા સામે યશોવિજયજી યુક્તિપૂર્વક જણાવે છે કે જો તમે અર્પિતઅનર્પિત જે શાસ્ત્રોક્ત છે તેને અલગ ન ગણતાં અન્ય નયોમાં સમાવિષ્ટ કરો છો તો પછી જે શરૂઆતના ૪ નયો–નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક નયના ભેદ છે અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પર્યાયાર્થિક નયના ભેદ છે તો તે બે નયોને સાત નયોમાં આંતરભાવિત કરી સાત જ મૂળ નયો કેમ ગણતા નથી ? વળી આ સાત નયોની પદ્ધતિ વધુ પ્રાચીન અને શાસ્ત્રસમ્મત છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં અને સિદ્ધસેન દિવાકરે સન્મતિતર્ક સૂત્રમાં વર્ણવી છે. આમ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય શાસ્ત્રસમ્મત નૈગમ આદિ સાત નયોમાં આન્તરભાવિત થઈ જાય છે. તો પછી તેનો અલગ ઉપદેશ શા માટે આપો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org