________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૭૫ ૮. સ્વજાતિગ્રાહક અથવા સ્વદ્રવ્યાદિગ્રાહક અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવગ્રાહક દ્રવ્યો નય :- જેમકે-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર આદિની અપેક્ષાએ એ દ્રવ્ય.
૯. પરજાતિગ્રાહક દ્રવ્યાનય :- જેમકે પરદ્રવ્ય, પરક્ષેત્ર આદિની અપેક્ષાએ એ દ્રવ્ય નથી. અથવા સુવર્ણ રજત નથી; રજત દ્રવ્ય, રજત ક્ષેત્રે, રજત કાળે કે રજત ભાવે સુવર્ણ રજત નથી. કોઈ કાળે, કોઈ ક્ષેત્રે, કોઈ દ્રવ્ય, કોઈ ભાવે સુવર્ણ રજત નથી. અથવા આત્મા દ્રવ્ય (જીવ) પગલા દ્રવ્ય (અજીવ) નથી, ચેતન દ્રવ્ય જડ દ્રવ્ય નથી. જડના દ્રવ્યથી, કે જડના ક્ષેત્રથી, કે જડના કાળથી કે જડના ભાવથી ચેતન જડ નથી. સર્વ કાળે, સર્વ ક્ષેત્રે, સર્વભાવે, સર્વદ્રવ્ય ચેતન તે ચેતન જ છે; અચેતન નથી, જડ નથી. તેમજ જડ ને ચેતન નથી. બંને પ્રગટ ભિન્ન છે. બંને પોતપોતાના ભાવે સ્થિત છે. જડમાં ચેતન નથી ભળી જતું; ચેતનમાં જડ નથી ભળી જતું. એકનો સ્વભાવ બીજામાં ન આવે, અને બીજાનો પહેલામાં ન આવે. દરેક દ્રવ્ય નિરનિરાળા પોતપોતાના સ્વભાવે સ્થિત છે. ઇત્યાદિ.
૧૦. પરમગ્રાહક દ્રવ્યા. નય અથવા પારિણામિક ભાવ ગ્રાહક દ્રવ્યા. નય :- જેમકે-જ્ઞાનસ્વરૂપ એ આત્મા. અહીંયાં ઘણા સ્વભાવમાંથી જ્ઞાનને પરમ સ્વભાવ ગમ્યો. ૨. પર્યાયાર્થિક નયના છ ભેદ :
૧. અનાદિ નિત્ય પર્યાયાર્થિક નય અથવા અનાદ્યનંત પર્યાયાર્થિક નય : જેમકે- પુગલ પર્યાય નિત્ય છે. મેર આદિ. (પ્રાય: એ ગિરિશાશ્વતો, અથવા શાશ્વતી જિન પ્રતિમા.) મેરુ એ પુદ્ગલનો પર્યાય છે.
૨. સાદિ નિત્ય અથવા સાદિ અનંત પર્યા. નય :- જેમકે-સિદ્ધ પર્યાય (કેમકે સિદ્ધ એ જીવનો પર્યાય છે.) નિત્ય છે.
૩. (સત્તા ગૌણ કરી) ઉત્પાદ, વ્યય ગ્રાહક સ્વભાવવાળો નિત્ય અશુદ્ધ પર્યા. નય :- જેમકે, પર્યાયો ક્ષણે ક્ષણે પલટે છે.
૪. સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાનય : જેમકે એક સમયે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org