Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 85
________________ જૈન દર્શનમાં નય નયના નવ પ્રકાર : ૧. દ્રવ્યાર્થિક નય, ૨. પર્યાયાર્થિક નય, ૩. નૈગમ નય, ૪. સંગ્રહ નય, પ. વ્યવહાર નય, ૬. ઋજુસૂત્ર નય, ૭. શબ્દ નય, ૮. સમભિરૂઢ નય, ૯ એવંભૂત નય. ઉપનય એટલે નય સમીપ તે ઉપનય; અથવા નયનું એક અંગ ગ્રહણ કરી અનેક વિકલ્પ કરી કથન તે ઉપનય તેના ત્રણ પ્રકાર : ૧. સભૂત વ્યવહાર નય. ૨. અસભૂત વ્યવહાર નય. ૩. ઉપચરિત અસભૂત વ્યવહાર નય. દ્રવ્યાર્થિક નયના દશ ભેદઃ પર્યાયાર્થિકના ૬ ભેદ ૧. દ્રવ્યાર્થિક નયના દશ ભેદ : ૧. કપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય :- જેમકે- સંસારી જીવ સિદ્ધ જેવો જ શુદ્ધાત્મા છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” ૨. (ઉત્પાદ, વ્યયને ગૌણ કરી કેવળ) સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યા નય :- યથા-દ્રવ્ય નિત્ય છે, જીવ નિત્ય છે, પરમાણુ નિત્ય છે. ૩. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાનય :- જેમકે, નિજ ગુણ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. ૪. કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. નય :- જેમકે, ક્રોધાદિ કર્મ જ ભાવ આત્મા. ૫. ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાનય :- જેમકે, એક જ સમયે ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય યુક્ત તે દ્રવ્ય. ૬. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. નય :- જેમકે, આત્માના દર્શન, જ્ઞાનાદિ ગુણ, જ્ઞાન અને દર્શનાદિ પોતે જ આત્મા છે, છતાં ભેદ કલ્પના કરી “ના” વડે જુદા પાડ્યા. ૭. અન્વય દ્રવ્યા. નય :- જેમકે, ગુણ-પર્યાય યુક્ત તે દ્રવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108