Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 84
________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. તેમને મતે નવ નો છે અને ત્રણ ઉપનયો છે. અધ્યાત્મ મા તો બે જ–નિશ્ચય અને વ્યવહાર–એવા ભેદો સંભવે છે. નયોની સાથે ઉપનયોનો ઉલ્લેખ આચાર્ય સમન્તભ સર્વપ્રથમ આપ્તમીમાંસાની ૧૦૦મી કારિકામાં કર્યો છે. અકલંકે તેમની અષ્ટશતીમાં સંગ્રહ આદિને નય અને તેની શાખા-પ્રશાખાઓ, ભેદ-પ્રભેદોને ઉપનય કહ્યા છે. પણ ઉપનયોના ભેદોની કોઈ ચર્ચા કરી નથી. પરંતુ દેવસેનાચાર્યે નયચક્રમાં નયોના નિકટવર્તીને ઉપનય કહ્યા છે. તેના ત્રણ ભેદ પાડ્યા છે. ઉપનયના ત્રણ ભેદની ચર્ચા યા ઉપનયોની ચર્ચા અમૃતચંદ્રના ગ્રંથોમાં પણ નથી. દેવચંદ્ર અને અમૃતચંદ્ર લગભગ સમકાલીન હતા. તે પૂર્વે ઉપનયોની ચર્ચા નથી. પરંતુ જયસેને ટીકાઓમાં ઉપનયોની ચર્ચા કરેલ છે. નિયોની સંખ્યા વિશેની ઉક્ત સામાન્ય ચર્ચાને આધારે આપણે એ નિષ્કર્ષ ઉપર આવી શકીએ કે મૂળ આગમિક પરંપરા મુજબ નયની સંખ્યા પ્રથમ પાંચ અને પછી સાત હતી ત્યારબાદ નયની સાથે ઉપનયોનો ઉલ્લેખ જોવા મળે છે. પણ નયની સંખ્યા નવ અને ઉપનયોની સંખ્યા ૩ એમ અલગ ભેદોની ગણતરી માત્ર દેવસેનકુત નયચક્રમાં જોવા મળે છે.૩ આના કોઈ પ્રાચીન સાહિત્યિક ઉલ્લેખો પ્રાપ્ત થતા ન હોવાથી આ પરંપરાને પ્રાચીન પરંપરા માની ન શકાય, પરંતુ દેવસેન આચાર્યે જ નવી ઊભી કરેલી પરંપરા જણાય છે. ઉપાયશોવિજયજીએ દેવસેન કૃત નવ-નય તથા ત્રણ ઉપનયની પરંપરાને વિશદ રીતે વર્ણવી છે અને ત્યારબાદ તેની સમાલોચના કરી છે અને મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા નયચક્ર અમરનામ આલાપપદ્ધતિનાં સૂત્રોને ગુજરાતી ભાષાના છંદોમાં સુંદર રીતે વણી લઈ તેનું વિવેચન ઢાળ- ૫, ૬, ૭, ૮માં કરેલું છે. તે નીચે મુજબ છે. નયની વ્યાખ્ય. પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિશ્ચિત કરેલ અનંત ધર્માત્મક વસ્તુના નિશ્ચિત કરેલ અંશ કે અંશોને જે ગ્રહણ કરે અને બાકીના અંશો અંગે ઉદાસીન રહે અર્થાત બાકીના અંશોનો નિષેધ ન કરે તે નય છે. અને બાકીના અંશોનો નિષેધ કરે તે દુર્નય છે. નયના બે પ્રકાર : ૧. નિશ્ચય નય, દ્રવ્યાર્થિક. ૨. વ્યવહાર નય, પર્યાયાર્થિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108