________________
જૈન દર્શનમાં નય
રૂપવાળો તે પર્યાય. અર્થાત્ પૂર્વે પર્યાયનો નાશ, ઉત્તર પર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય.
૭૬
૫. કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યા નય :- જેમકે— સિદ્ધના પર્યાય જેવા સંસારીના પર્યાય (જ્ઞાનાદિ) શુદ્ધ છે.
૬. કર્મોપાધિ સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યા. નય :- જેમકે (સંસારી) જીવો ઊપજે છે અને મરે છે.
૩. નૈગમ નયના ત્રણ ભેદ :
૧. ભૂતનૈગમ (૨) ભાવિ નૈગમ, (૩) વર્તમાન નૈગમ.
૧. ભૂતને વિશે વર્તમાનનું આરોપવું એ ભૂત નૈગમ. જેમકે, આજ દિવાળીને દિવસે શ્રીવર્ધમાનસ્વામી મોક્ષે પધાર્યા. (જો કે તેમને થઈ ગયે સેંકડો વરસ થઈ ગયાં.)
૨. ભાવિને વિશે ભૂતનું આરોપણ એ ભાવિ નૈગમ :- જેમકે જે થવાનું છે તે થયું ગણવું. અર્હત્ તે સિદ્ધ, સમકિત તે મુક્ત. આમાં અર્હત્ એ દેહધારી રૂપે છે, સિદ્ધ થયા નથી; પણ અર્હત્ હોવાથી દેહમુક્ત થયે નિયમા સિદ્ધ થશે; એ નિશ્ચયને લઈ સિદ્ધ થવા રૂપ ભાવિનું સિદ્ધ થયા રૂપે આરોપણ કર્યું. તેમજ સમકિતી નિયમા મુક્ત થાય; હજી મુક્ત થયેલ નથી, છતાં નિશ્ચયને લઈ મુક્ત થવા રૂપ ભાવિનું સમકિતીને વિશે આરોપણ કર્યું, ઇત્યાદિ.
૩. કરવા માંડેલી વસ્તુ થઈ છે, નથી થઈ અને કહેવું કે થાય છે. અથવા થાય છે અને કહેવું કે થઈ તે વર્તમાન નૈગમ. જેમકે, ચોખા હાંડલીમાં રાંધવા ઓર્યા, ગંધાયા નથી અને કહેવું કે ગંધાય છે. અથવા ‘કડેમાણે કર્ડ' થાય છે તે થયું.
૪. સંગ્રહ નયના બે ભેદ :
૧. સામાન્ય સંગ્રહ :
૨. વિશેષ સંગ્રહ :
Jain Education International
જેમકે, દ્રવ્યમાત્ર પરસ્પર અવિરોધી છે. જેમકે, જીવમાત્ર પરસ્પર અવિરોધી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org