Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 78
________________ નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ દેવસેન કૃત નયચક્રનો પરિચય પૂર્વે આપવામાં આવ્યો છે. તેમણે તેમાં નયોનું સુવિસ્તર વર્ણન કર્યું છે. અહીં પ્રથમ ઉપા. યશોવિજયજી વિરચિત દ્રવ્યગુણ પર્યાયનો રાસ ગ્રંથનો સંક્ષેપમાં પરિચય આપ્યા બાદ તેમાં વર્ણવવામાં આવેલ નયોની દેવસેન કૃત નયચક્ર સાથે સમાલોચના કરવામાં આવશે. દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ : (ઉ. વિ. સં. ૧૭૧૧)–આ કૃતિ ૧૭ ઢાલમાં વિભક્ત છે. એની કડીઓની અનુક્રમે સંખ્યા આ મુજબ છે : ૯, ૧૬, ૧૫, ૧૪, ૧૯, ૧૬, ૧૯, ૨૫, (?), ૨૮, ૨૧, ૧૨, ૧૪, ૧૮, ૧૯ + ૮, ૧૩, ૭ અને ૧૧. એમાં કળશની એક કડી ઉમેરતાં ૨૮૪ કડી થાય છે. પહેલા કાગળ(પૃ. ૧૦૧)માં દ્રવ્યગુણપર્યાયરાસ તરીકે કર્તાએ જાતે ઓળખાવેલી આ કૃતિ દ્રવ્યાનુયોગ અંગેની ગુજરાતી પદ્યાત્મક કૃતિઓમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે. એનો પ્રથમાદર્શ કર્તાના ગુરુ પં. નયવિજયે સિદ્ધપુરમાં વિ. સં. ૧૭૧૧માં લખ્યો એથી આની મહત્તા સૂચવાય છે. પહેલી ઢાલમાં જીતવિજય અને નિયવિજયને ગુરુ તરીકે સંબોધી પ્રસ્તુત કૃતિ આત્માર્થીના ઉપકારાર્થે રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ઢાલમાં દ્રવ્યાનુયોગના જ્ઞાનનું અને એના જ્ઞાનીનું મહત્ત્વ દર્શાવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108